સંવત ૧૯૮૧ની સાલમાં નારાયણપુરના રામજી ધનજીનો દીકરો દેવરાજ અઢી વરસનો હતો તે ઊંડી કૂંડીમાં પાણી ભરેલું હતું તેમાં પડી ગયો. તેને બાપાશ્રીએ દર્શન આપીને હાથે ઝાલીને બહાર કાઢી લીધો. તે ભીને લૂગડે રોતો રોતો વાડીમાં રામજીભાઈ આદિ માણસો કામ કરતા હતા ત્યાં આવીને વાત કરી જે, “હું કૂંડીમાં પડી ગયો હતો ને બૂડતો હતો ત્યાં અજવાળું થઈ ગયું ને બાપા દેખાણા. તેમણે હાથે ઝાલીને મને બહાર મૂકી દીધો.” ।।૯૦।।