બાપાશ્રીના કાર્ય ઉપર પારાયણ બેસારી હતી તે વખતે સોની મગનલાલ બાપાશ્રીના વિરહને લીધે શોકાતુર થઈને બેઠા હતા. તે સમયે કણભાવાળા આશાભાઈને બાપાશ્રી દર્શન દઈને બોલ્યા જે, “આ મગન ભુજથી આવ્યો છે તે ભૂખ્યો હશે માટે આપણા ઘેર જઈને જમાડી આવો.” પછી આશાભાઈ ઘેર લઈ જઈ જમાડી આવ્યા. ।।૧૦૬।।