બાપુભાઈએ નવાં ઘર કર્યા હતાં. ત્યારે બાપાશ્રીએ દિવ્ય દર્શન દઈને કહ્યું જે, “તમારા વાડામાં કાંઈક બીક છે તે કાઢવા આવ્યા છીએ; માટે ચાલો વાડામાં.” પછી વાડામાં ગયા. ત્યાં તો એક કાળાં લૂગડાંવાળી સ્ત્રી નીકળી. તે તેમના ઘર સોંસરી થઈને દક્ષિણ તરફ ચાલી ગઈ તે બાપુભાઈએ પણ દીઠી. પછી બાપાશ્રી બોલ્યા જે, “હવે વાડામાંથી બીક ગઈ.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા. ।।૨૦।।