ભુજના તાર માસ્તર ભાઈશંકરભાઈને બાપાશ્રી અંતર્ધાન થયા તે વખતે દર્શન દઈને ખભા ઉપર હાથ મેલીને કહે જે, “હવે જય સ્વામિનારાયણ; અમો જઈએ છીએ.” એમ દર્શન દઈને અદૃશ્ય થઈ ગયા. એટલે માસ્તર ઘણા શોકાતુર થઈ ગયા ને જાણ્યું જે બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો હતો તે નક્કી અંતર્ધાન થયા હશે. એમ ધારીને શોકમાં બેઠા હતા, ત્યાં તો લાલશંકરભાઈ વૃષપુરથી આવ્યા અને કહ્યું જે, “બાપાશ્રી ધામમાં પધાર્યા.” પછી આ વાત એમણે લાલશંકરભાઈને કહી. ।।૯૯।।