Gujarati / English

વૈશાખ વદિ-૧૦ને રોજ રાત્રે હળવદના ત્રિભોવનભાઈએ પૂછ્યું જે, “‘કીડીબાઈ ચાલ્યાં સાસરે, નવ મણ કાજળ સાઈ; હાથી લિયા ગોદમેં, ઊંટ લિયા લટકાઈ’ એ સાખીનો અર્થ શો હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા  જે, “કીડી તે જીવ જાણવો, સાસરું તે શ્રીજી મહારાજનું ધામ જાણવું, આંજણ તે નવ આવરણ જાણવાં. તે આવરણ ટળી જાય તે આંખમાં આંજી લીધાં. આગળ ચાલ્યો તે ઊંટને ઠેકાણે બ્રહ્મકોટિ છે અને હાથીને ઠેકાણે અક્ષરકોટિ છે તેમને પોતાની સાથે શ્રીજી મહારાજ પાસે લઈ જાય એવો સમર્થ થાય છે.”

પછી અમીચંદભાઈએ પૂછ્યું જે, “‘બાપ પહેલાં બેટા જન્મ્યા, પીછે મોટાભાઈ; ધામધૂમ સે પિતા જન્મ્યા, પીછે જન્મી માઈ.’ તે શું સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “નાનાભાઈ તે જ્ઞાન છે તે સંતને સમાગમે કરીને પ્રથમ જ્ઞાન આવે; પછી વૈરાગ્ય ઉદય થાય તે મોટો ભાઈ જાણવો. પછી ભાગવત ધર્મ આવે તે પિતા જાણવા અને પછી શ્રીજી મહારાજને વિષે પ્રેમલક્ષણા ભક્તિ આવે તે માતા જાણવી.”

પછી વળી સરસપુરના પ્રાણશંકરભાઈએ પૂછ્યું જે, “‘ગપ્પીને ઘેર ગપ્પી આવ્યા, કહો ગપ્પીજી; બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી’ તે શું સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ચીભડું તે માયા જાણવી અને બી તે જીવ જાણવો. જીવ જ્યારે માયાના બંધનથી છૂટે ત્યારે માયાથી મોટો થાય એમ સમજ્વું.”

પછી વળી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “જૂના વચનામૃતમાં ચતુષ્ક કહ્યાં છે તેમાં પહેલાં ચતુષ્કમાં નારાયણ, નર, હરિ અને કૃષ્ણ એ ચારનું એક ચતુષ્ક કહ્યું છે તે કેવી રીતે સમજ્વું? બીજું વાસુદેવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ એ ચારનું  ચતુષ્ક કહ્યું છે તે કેવી રીતે સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “નારાયણ તે શ્રીજી મહારાજને કહ્યા છે. અનાદિમુક્તોને કૃષ્ણ કહ્યા છે તે શાથી કહ્યા છે? તો જીવોને શ્રીજી મહારાજની મૂર્તિમાં આકર્ષણ કરે છે એટલે મૂર્તિમાં ખેંચી લે છે માટે અનાદિમુક્તને કૃષ્ણ નામે કહ્યા છે. પરમ એકાંતિક જે શ્રીજી મહારાજને સન્મુખ રહ્યા છે તેમને નર નામે કહ્યા છે. એકાંતિકને હરિ નામે કહ્યા છે; શાથી જે જીવોને માયામાંથી લઈને સત્સંગી કરે છે, એમ માયામાંથી હરી લે છે માટે એકાંતિકને હરિ એવે નામે કહ્યા છે. માટે નારાયણ તે શ્રીજી મહારાજ જાણવા, કૃષ્ણ તે અનાદિમુક્ત જાણવા, નર તે પરમ એકાંતિક જાણવા અને હરિ તે એકાંતિક જાણવા; એ એક ચતુષ્ક છે.

“બીજું ચતુષ્ક એ છે જે, શ્રીજી મહારાજના તેજને વાસુદેવ કહ્યા છે, મૂળઅક્ષરને અનિરુદ્ધ કહ્યા છે, શ્વેતદ્વીપપતિ વાસુદેવબ્રહ્મને પ્રદ્યુમ્ન કહ્યા છે, અને મહાકાળને સંકર્ષણ કહ્યા છે. તેમનાં લક્ષણની વિગત જે:- શ્રીજી મહારાજનું તેજ અક્ષરાદિક સર્વેને વિષે અંતર્યામીપણે વાસ કરી ઐશ્વર્ય, સામર્થ્ય આપે છે તેથી વાસુદેવ કહ્યા છે. ઉત્પત્તિ કરનાર મૂળઅક્ષર છે તે અનિરુદ્ધ નામે કહેવાય છે. વાસુદેવબ્રહ્મ છે તે માયામાંથી જીવોને કાઢીને પોતાનું બ્રહ્મપુર ધામ ત્યાં પોતાની સમીપે લઈ જઈને પોતાનું સુખ આપે છે માટે તેમને પ્રદ્યુમ્ન કહ્યા છે. મહાકાળ છે તે આત્યંતિક પ્રલયને સમયે મૂળપુરુષ જે ઈશ્વર અથવા કૃષ્ણ તેનાં કાર્યનો નાશ કરે છે માટે તેને સંકર્ષણ નામે કહ્યા છે. આ શ્રીજી મહારાજનું તેજ જે વાસુદેવ, મૂળઅક્ષરકોટિ જે અનિરુદ્ધ્, વાસુદેવબ્રહ્મ એ પ્રદ્યુમ્ન અને મહાકાળ તે સંકર્ષણ એ બીજું ચતુષ્ક જાણવું.”  II ૨૩ II

On the night of Vaishakh Vad 10th  Tribhovanbhai of Halvad asked a question, “In a falk-song it is said, ‘Kidibai chalya sasre, nav man kajal sai; hathi liya godme, oont liya latakai’ (The ant started for in-laws’ house, anointed eyes with eye-salve weighing 180 kilograms, the elephant was seated in the lap and the camel was hung.).  What is the meaning of this line?”  Bapashri replied, “Here the ant means the soul, in-laws means the abode of Shriji Maharaj, eye-salve means nine veils. If those veils are removed, it is anointed in the eyes. In the place of the camel there is Brahmkoti and in the place of elephant there is Aksharkoti. The soul becomes so powerful that it takes all of them to Shriji Maharaj.”

 Amichandbhai asked, “Bap pahela beta janmya, pichhe motabhai; dhamdhumse pita janmya, pichhe janmi mai. (the son was born before the father, then the elder brother, the father was born with great celebration and then the mother was born.)   What is the meaning of this?”  Bapashri replied, “The younger brother is the knowledge which comes first by the association of saint, then non-attachment comes by itself and it should be known as elder brother, then comes bhagvat dharma (duties shown for devotion) it should be known as father and then comes love-oriented devotion for Shriji Maharaj it should be known as mother.”

Pranshankarbhai of Saraspur asked, “Gappine ghar gappi avya, kaho gappiji; bar hathnu chibhadu ne ter hathnu bee (A liar came to liar’s house, and said that the muskmelon is twelve hands long and its seed is thirteen hands long).  What is the meaning of it?”   Bapashri, replied, “The muskmelon should be known as maya (illusion) and the seed should be known as soul.  When the soul becomes free from maya (illusion) it should be understood that it has become bigger than maya (illusion).” 

Swami Ishwarcharandasji asked, “In old vachanamrut a square of Narayan, Nar, Hari, and Krushna is said to be first.  How to understand this?  The second one is said to be of Vasudev, Aniruddha, Pradyumna and Sankarshan how to understand that?”  Bapashri replied, “Shriji Maharaj is said to be Narayan, Anadi Muktas are called Krushna because they attract the souls into Shriji Maharaj’s Murti. Param Ekantik are in front of Shriji Maharaj and they are said to be Nar.  Ekantiks are said to be Hari because they take the soul from illusion (maya) make them satsangi and thus they free from illusion so Ekantik are said to be Hari.  Shriji Maharaj should be known as Narayan, Anadi Muktas as Krushna, Param Ekantik as Nar and Ekantik as Hari– it is one square.  In the second square luminescence of Shriji Maharaj is said to be Vasudev, Mul-Akshar is said to Anirudha, Pradyumna is said to Shwetdwippati Vasudevbrahm and Mahakal is said to be Sankarshan.  The luminescence of Shriji Maharaj gives power and godliness to Akshar, etc. invisibly so it is called Vasudev.  The creator which is Mul-Akshar is called Aniruddha.  Vasudevbrahm takes out souls from illusion and takes them to his abode Brahmpur.  There he takes them with him and gives them his happiness so he is called Pradyumna.  Mahakal is called Sankarshan because at the time of ultimate destruction he destroys the work of God who is Mul-Purush or Krushna.  Shriji Maharaj’s luminescence which is Vasudev, Mul-Aksharkoti which is Anirudha, Vasudevbrahm who is Pradyumna and Mahakal which is Sankarshan should be known as second square.” || 23 ||