Gujarati / English

ફાગણ વદ-૮ને રોજ બાપાશ્રીએ પોતાના ઘેર સંતોને લઈ જઈને રસોઈ કરાવીને જમાડ્યા અને પછી મંદિરમાં આવ્યા. અને બપોરે મધ્ય પ્રકરણનું ૪૩મું વચનામૃત વંચાતું હતું. તેમાં વાત આવી જે ભગવાનને  વિષે આત્માને સજાતિ પ્રીતિ કરનારો ભક્ત બ્રહ્મરૂપ છે.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “બ્રહ્મનો અર્થ શો હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બ્રહ્મ એટલે ભગવાન જાણવા. તે ભગવાનરૂપ થયો એટલે મુક્તની પંક્તિમાં ભળ્યો. પણ જ્યાં સુધી જે દેહે સાધન કરીને મુક્તની સજાતિ થયો છે તે દેહનો યોગ છે, ત્યાં સુધી મુક્તના જેવું સ્વતંત્રપણું જે બીજા જીવોને મહારાજના સુખમાં લઈ જવા એ સામર્થી એને મળતી નથી. જેમ બાળક જન્મે તે છોકરો હોય તે પુરુષની સજાતિ કહેવાય, પણ જુવાન પુરુષની પેઠે કામ કરી શકે નહિ, અને આહાર તથા અવસ્થા તે પણ સરખાં ન હોય; તેમ સિદ્ધ મુક્તમાં અને દેહના યોગવાળા મુક્તમાં ફેર છે, ને તે સાધનદશાવાળો કહેવાય. જે અનાદિમુક્ત છે તે તો જેટલું શ્રીજી મહારાજ કરે તેટલું જ કરી શકે; ને જે સાધનદશાવાળા છે તે તો પોતે નિર્લેપ રહે, પણ બીજાને મુક્ત કરી શકે નહિ. તે તો જ્યારે દેહનો વિયોગ થાય ને ધામમાં જઈને ફેર સ્વતંત્રપણે આવે ત્યારે અનંત જીવોનો ઉદ્ધાર કરે. તેમાં પણ જેને અહીં અનાદિમુક્તનો જોગ થયો હોય અને તે અનાદિ થકી શ્રીજી મહારાજના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થયું હોય અને તે અનાદિના જોગે અનાદિના જેવી સ્થિતિ થઈ હોય તે તો આ દેહે પણ અનંત જીવોને અનાદિ કરી શકે.”  II ૭૧ II

On the day of Fagan Vad 8th, Bapashri took saints to his house got the food cooked by them and fed them, then came to temple.  In the afternoon the 43rd Vachanamrut of the Middle Chapter of Gadhada was being read.  In it, it is said that the devotee who makes his soul love God as if the soul were God, is the form of Brahm.

Swami Ishwarcharandasji asked, “What is the meaning of Brahm?”  Bapashri replied, “Brahm means God.  Since he became the form of God, he joined the cadre of Mukta but he has become Mukta by the means of body and he is having association with body. Till then he has feeling of body, he does not have the capacity to take other Jivas in the happiness of Maharaj as Muktas who are independent to do so. Just as when the child is born and if it is boy, it is said to be male child but can not do the work as the young man can do and its food, state are also not equal.  Similarly there is difference between realized Muktas and Muktas who have become so by the yoga (virtue) of body.  He is known as beginner (seeker).Anadi Muktas have the capacity to do as much as Shriji Maharaj can.  The one who is beginner (seeker) though he may remain without attachment can not liberate others. He can do so only when he gets separated from the body and goes to the Akshardham and comes back (takes rebirth) again independently, then he can liberate infinite jivas.  Those who have the chance to associate with Anadi Muktas and have got proper knowledge of the form of Shriji Maharaj  due to Anadi Muktas and if his state has become Anadi Muktas due to their association, he can make infinite Jivas Anadi Muktas even by this body. || 71 ||