3
77
gu
વઢવાણ કાંપમાં પોસ્ટલ ઈન્સ્પેક્ટર મોહનલાલભાઈની દીકરી ઝવેરીબાઈ માંદાં હતાં. તેને અંત વખતે મૂર્તિમાંથી શ્રીજીમહારાજ તથા બાપાશ્રીનાં તેજોમય દર્શન થયાં અને તેનો દેહ પડી ગયો. તે દિવસે રાત્રિએ આખા ઘરમાં તેજ તેજ થઈ રહ્યું અને કંકુની ત્રણ ઢગલીઓ થઈ. તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા. વળી તેમની બીજી નાની બહેન મંગળાએ પણ દેહત્યાગ કર્યો તેને પણ સિંહાસનમાં પધરાવેલી મૂર્તિનાં તેજોમય દર્શન થયાં તે વાત સર્વેને કહીને દેહ મૂક્યો. ।।૭૭।।