Gujarati / English

વૈશાખ વદ-૩ને રોજ સવારે સભામાં અમદાવાદનું ૭મું વચનામૃત વંચાતું હતું. તેમાં સર્વેને અંતર્યામી જેવા કરીશું, અને બ્રહ્માંડની ઉત્પત્યાદિક કરે એવા સમર્થ કરીશું એ વાત આવી.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “એ કેવી રીતે સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજની મૂર્તિને વિષે શ્રી ગોપાળાનંદ સ્વામી, શ્રી બ્રહ્માનંદ સ્વામી, પર્વતભાઈ આદિ અનંત મુક્ત રહ્યા છે; તે જે સુખ લે છે તે એક-બીજા જાણે છે જે, ‘આ મુક્ત આટલું સુખ લે છે ને આ મુકત આટલું સુખ લે છે’, એમ જાણવું તે અંતર્યામીપણું કહ્યું છે. અને આ લોકમાંથી જીવને વર્તમાન-નિયમ પળાવીને માયાથી પર કરીને સત્સંગમાં લાવીને ધામમાં કે મૂર્તિમાં લઈ જવા તે ઉત્પત્યાદિક જાણવી.”

પછી ભુજના ભોગીલાલભાઈએ પૂછયું જે, “લોયાના ૧૩મા વચનામૃતમાં તુચ્છ જેવો જીવ હોય એ જો ભગવાનના ચરણારવિંદમાં નિર્વિકલ્પ સ્થિતિએ કરીને રહ્યો હોય, તેને દેશ, કાળ, સંગાદિકે કરીને પરાભવ ન થાય; ને બ્રહ્માદિક એવી રીતે રહ્યા હોય તો તેને પણ પરાભવ ન થાય એમ કહ્યું છે.  તે જે ભગવાનના ચરણારવિંદમાં રહ્યો હોય તેને તુચ્છ જેવો કહ્યો છે તે કેમ સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ લોકની દૃષ્ટિએ મનુષ્યભાવે તુચ્છ કહ્યો છે, પણ ભક્તપણાની દૃષ્ટિએ જોઈએ તો બ્રહ્માદિકથી પણ ઘણો મોટો છે. અને બ્રહ્મા જેવા કહ્યા છે તે ઐશ્વર્યની દૃષ્ટિએ કહ્યા છે, પણ ઐશ્વર્યાર્થીઓ તો કેટલાક માયાની અંદરના છે ને તે માયારૂપી કેદખાનામાં પડયા છે, અને કેટલાક માયાથી પરના છે તે ઐશ્વર્યરૂપી કેદખાનામાં પડયા છે. અને આ જીવ તો મહારાજના મુક્તને વિષે હેત કરીને માયામાંથી અને ઐશ્વર્યમાંથી છૂટી ગયા; માટે ઘણા મોટા છે.

મહારાજની ઉપાસના તો આ સત્સંગમાં છે; પણ બીજે ગોલોક, વૈકુંઠ, બ્રહ્મકોટિ કે અક્ષરકોટિમાં ક્યાંયે નથી. એ સર્વે આજ મનુષ્યરૂપે થઈને પોતાના કલ્યાણને અર્થે આ સત્સંગમાં આવ્યા છે. તેમાં કેટલાક તો મુક્તને જોગે કરીને અક્ષરધામમાં જતા રહ્યા, અને કેટલાક મુક્તનો જોગ કરે છે, તે મહારાજનો મહિમા સમજીને અક્ષરધામમાં જાય છે અને કેટલાક આવે છે તે મુક્તનો જોગ કરીને જશે. માટે બીજી સભાઓના મુક્તોથી તથા તેમના સ્વામીઓથી પણ આ સત્સંગમાં શ્રીજી મહારાજના મુક્ત વિશેષ છે.”

આટલી વાર્તા કરીને પછી સર્વેને હાર પહેરાવ્યા, ને પછી પુષ્પની પાંખડીઓ સંતો ઉપર નાખીને બોલ્યા જે, “આ વિનગુણ એટલે કે  દિવ્ય હાર છે, તેની પાંખડીઓ પડી છે તે વીણી લો.”

પછી સંતે પુષ્પોની પાંખડીઓ વીણી લીધી.

પછી બોલ્યા જે, “ધણી અહીં મળ્યા છે ને કસર ટાળવા જ્યાં ત્યાં જાય તે સમજણમાં ખામી છે, માટે જે છે તે અહીં છે. જેતલપુરમાં સંતદાસજીએ સર્વે સંતોને કહ્યું હતું જે, ‘જે છે તે અહીં છે ને બધા અહીંનું ભજન કરે છે’. માટે બીજે કોઈ જગ્યાએ એટલે કે કોઈ ધામમાં કે તેના ધામીમાં વૃત્તિ કરવી નહિ. ‘મેરે તો તુમ એક આધારા’, એમ એક શ્રીજી મહારાજનો જ આધાર હારલની લાકડીની પેઠે રાખવો. બીજા મોટા મોટા મૂળઅક્ષર પર્યંત સર્વે શ્રીજીના સકામ ભક્ત છે તે કોઈનો આધાર કે ભાર ન રાખવો. શ્રીજી મહારાજ પાસેથી માયિક સુખ કે ઐશ્વર્ય કાંઈ ઈચ્છવું નહિ, અને જો ઈચ્છે તો કીડીસખી (એ નામે સાધુ)ની પેઠે માર ને ભાઠાં પડે. માટે એક મૂર્તિ જ ઈચ્છવી તો નિષ્કામ ભક્ત કહેવાય, ને મુક્તની પંકિતમાં ભળાય.

“જુઓને! કેવા મહારાજ મળ્યા ને કેવા મુક્ત મળ્યા! આવું કોઈ નથી. મૂળઅક્ષરકોટિને પણ આ મુક્તનાં દર્શન નથી, તે તમને મળ્યા છે. માટે મૂળપુરુષરૂપ ઈશ્વરકોટિનો તથા બ્રહ્મકોટિનો તથા અક્ષરકોટિનો ને એમનાં કાર્યનો એ સર્વેનો નિષેધ કરી નાખવો. જેમ મહારાજ ને મુક્ત મોટા મળ્યા છે તેમ જ આ લોકમાં સાધનદશાવાળાને કળિયુગ પણ મોટો મળ્યો છે, તે રૂપ ફેરવી નાખે છે ને મોટા મોટાને પણ કલ્યાણના માર્ગમાંથી પાડે છે. એ તો જે મહારાજનાં સ્વરૂપમાં જોડાય તેને બાધ ન કરે, પણ બીજાને તો કરે ખરો.”

એમ વાતો કરતા હતા એટલામાં માવજીભાઈ જમવા બોલાવવા આવ્યા.

પછી ઊઠતી વખતે બોલ્યા જે, “અખાડો ચલાવો, આ ઝાડવાં સાંભળશે તે અક્ષરધામમાં ચાલશે.”

એમ કહીને જમવા પધાર્યા ને સંતોએ કથા ચાલતી રાખી. પછી બાપાશ્રી જમીને આવ્યા, ત્યારે સંતોએ ‘જય સ્વામિનારાયણ’ કહ્યા ત્યારે મૂર્તિ સામે હાથ કરીને બોલ્યા જે, “આ સ્વામિનારાયણ ઊભા, જેને લેવા હોય તે લો.”  II ૧૭૩ II

On the morning of Vaishakh Vad 3rd the 7th Vachanamrut of Ahmadabad was being read in the assembly. In it, it is said that all will be made as omniscient (antaryami) and omnipotent that they can create cosmos (branmands).

Then Swami Ishwarcharandasji asked, “How should it be understood?”  Then Bapashri said, “Infinite Muktas like Shri Gopalanand Swami, Shri Brahmanand Swami, Paravatbhai, etc take happiness in Maharaj’s Murti. They all know that this much happiness is taken by this Mukta-such knowledge is said to be knowledge of supreme being. The creation of cosmos, etc means Jivas of this world should be made to follow vartman, norms, and should be made cross illusion and by bringing him in satsang and taking him to Akshardham in Murti.

Bhogilalbhai of Bhuj asked, “In the 13th, Vachanamrut of Loya it is said that if inconsiderable Jiva remains in the unwavering state at the feet (charnarvind) of God, it will not be affected by region, time (kal) , company, etc and Brahma, etc remaining in the same state are also not affected. How can we understand that the one remaining at the feet (charnarvind) of God is said to be trivial Jiva?” Bapashri said, “It is said to be inconsiderable because of taking it as humanbeing in the eyes of this world but if we see it through the eyes of devotee it is greater than Brahma, etc. and looking it through the eyes of divinity, it is said to be Brahma but some possessing divinity are bound by illusion and they are in the prison of illusion and some who are above illusion are in the prison of divinity. Those jiva who have developed love for Maharaj and Muktas and have become free from illusion and divinity so they are very great.  Worship (upashna)of Maharaj which is there in this satsang but it is not elsewhere in the place like Golok, Vaikunth, Brahmakoti, Aksharkoti.  They all have come in the human form in this satsang for their salvation. Some of them have already gone to Akshardham by attaching to Muktas and some are still in association with Muktas. They will go to Akshardham after understanding the greatness of Maharaj and some who come now will go by associating with Muktas. Therefore Muktas of Shriji Maharaj in this satsang are greater than Muktas  and their Masters of other assemblies.” After this talk, all were garlanded and there after flowers were showered on saints and said that this without attributes means it is divine garlanded, ask them to collect petals of flower lying on the ground. Saints collected them. Then Bapashri said that you have met Maharaj (Master) here and going elsewhere for doing away with shortcomings is a defect in understanding. Therefore whatever it is here only. In Jetalpur Swami Santdasji told all saints that whatever is, it is here and they all worship Lord Swaminarayan. Therefore, one should not show the tendency for other places like any abode or its master. ‘Mere to tum ek aadhara’, You are my only supporter thus support of Shriji Maharaj should be kept like stick of haral (shepherd). All other big saints up to Mul-Akshar are sakam (fruit bearing) devotees of Shriji and we should not come under the obligation. One should not desire for illusive (mayik) happiness or prosperity from Shriji Maharaj and if he desires he will get beating as kidisakhi (name of saint) got. Therefore one should desire only Murti. Then he is called nishkam (unselfish /not wishing any fruit of his activities) and he can join the cadre of Mukta. Look! How great Maharaj and Muktas we have met, none is like them. Even Mul-Aksharkoti does not have darshan of this Mukta whom you have met. Therefore Mulpurush, Iswarkoti, Brahmakoti and their activities should be ignored.  Just as we have met Maharaj and Muktas, similarly seekers in this world have got great Kaliyug.  This Kaliyug has the power to turn about from the goal and makes big Muktas fall from the path of salvation. There will not be an obstacle if one gets attached to Maharaj, but for others there may be obstacle. During the talk, Mavjibhai came to invite for lunch. At the time of getting up Bapashri asked to continue discourses- these trees will listen and will go to Akshardham. Saying so Bapashri went for lunch and saints continue the discourses.  When Bapashri came after lunch, saint said Jai Swaminarayan. Then Bapashri pointing his hand at Murti, said here stands Swaminarayan whosoever wants can accept Him. || 173 ||