Gujarati / English

જેઠ સુદ-૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મહાપાપ તે શું? તો જે આધાર વિનાના હોય તેને દુઃખ દેવું તે મહાપાપ છે. હમણાં તો દ્રોહની નદીઓ ચાલે છે. સાધુ અમંગળિક, ઓલ્યા ઓનું ખોદે, ઓલ્યા ઓનું ખોદે; એમ દ્રોહ થાય છે. પાણી બંધ કરો એટલે અહીંથી ફાટે, અહીંથી ફાટે, એમાં વચમાં ધર્મવાળા પણ આવી જાય. સત્પુરુષ કેવળ ભગવાનમાં જોડાઈ બેઠા હોય તેનું શું છે? તમે છો અમંગળિક, પણ આમાં હાથ ઘાલો ત્યારે શું?

“મોટાની મોટાઈ કઈ? તો આપણા સ્વામી નિર્ગુણદાસજી હતા તેમનો દેહ રહ્યો ત્યાં સુધી આમાં કાંઈ કર્યું ન હતું, એ મોટાઈ. અને સદગુરુ બળરામદાસજી શાસ્ત્રી ડભાણમાં મંદિર કરતા હતા તેમને સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી વઢયા કે, ‘મૂઆ મેલી દો, મેલી દો; મરી જાશો.’ આપણા આચાર્યજી શ્રી કેશવપ્રસાદજી મહારાજે વાર્યા તોપણ સ્વામી તો વઢયા. એ પુરુષ સર્વદેશી ખરા.

“વખત અત્યારે કૃતઘ્નીનો છે. આપણા ભેગા હોય અને સાથ મેલીને આડા ચાલે. મુમુક્ષુને પણ આસુરીના શબ્દ આવે તો ધક્કો મારે એટલે કે મોક્ષના માર્ગથી પાડી નાખે; માટે જેના શબ્દ સારા હોય તેનો વિશ્વાસ રાખે તો તે બચે. આવો સમાગમ કરીએ છીએ, સુખ આવે છે, પણ મહીં ફાંટા પડી જાય તો મન જુદાં થઈ જાય.

“મોટા પુરુષનો દ્રોહ થાય તો જીવ આસુરી થઈ જાય. મોટા પુરુષ તો કોપ  કરતા જ નથી, પણ જીવ આફૂડો આસુરી થઈ જાય. જેમ એકને સો દીકરા હોય તેમાં એક અકર્મી હોય, તોપણ તેને માર્યાનો સંકલ્પ થતો નથી; તેમ મોટા છે તે અધમ જેવા જીવને વિષે પણ સારો સંકલ્પ કરે છે. જીવ માયાને લઈને તોફાન કરે છે. આપણે અહીં ચાર દિવસ રહેવું છે તે પૂરું કરી જાવું. સૌ ઉપર દયા રાખવી. ‘દયા ધર્મ કો મૂળ હે.”‘

પછી સભામાં પ્રસંગ નીકળ્યો જે, “સાધુ માળા, માનસી પૂજા કરે છે? ધ્યાન કરે છે?”

ત્યારે સંત બોલ્યા જે, “કોઈક કરતા હશે અને કોઈક નહિ કરતા હોય.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ત્યારે શું મુંડાવા સાધુ થયા હશે? આજ શ્રીજી મહારાજ સત્સંગમાં પ્રત્યક્ષ વિચરે છે, તેમને પાપી અસુર તે ન જાણે અને જ્ઞાની ને દૈવી હોય તે જાણે. શિવ, બ્રહ્મા અને સૌભરીની પ્રાપ્તિ તો જુઓ! ક્યાં તેમની પ્રાપ્તિ! ને ક્યાં આ પ્રાપ્તિ! આજનો પ્રતાપ તો અતિશે અપાર છે. બ્રહ્મા, શિવ અને વિષ્ણુ મળીને સૌ સૌનાં બ્રહ્માંડ ચલવે છે. તેવાં અનંત કોટિના બ્રહ્માંડના કર્તા હર્તા ઈશ્વર છે અને આપણને તે એ સર્વેથી પર મોટા મુક્ત ને મહારાજ તે મળ્યા છે.”  || ૨૩૧ ||

On the day of Jeth Sud 3rd, Bapashri, showing his favour, talked. He said, “Great sin means harassing the one who is an orphan. It is a great sin. Now a day the work of betrayal is in full swing.  A saint is inauspicious, and he criticizes another saint and thus he does the work of betrayal. If you stop flowing water, it may go haywire (out of control). In such situation, even the religious persons suffer. What would happen of those saints who are worshipping God, if they are disturbed? You (addressing saint) have no right to take part in worldly matters even then you are taking part. What is the meaning of greatness of great saints/ people? The best example is that of Swami Nirgundasji, he never took part in worldly matter till he lived. Sadguru Balramji Sashtri was building a temple in Dabhan. Sadguru Nirgundasji Swami scolded him and told him give up work otherwise, you will be away from your goal. Acharyaji Shri Keshavprasadji Maharaj requested Swami not to scold but he did- he was a real saint. Now- a- days faithless persons have upper hand. They are with us but act contrary to our faith. Mumukshu are also made unsteady in their faith by telling them devilish words and Mumukshu fall from their path. Therefore, they should keep faith in him whose words are good, so that they are saved. Such types of discourses are going on-enjoying it- but if there are differences, relationship will be affected. If Muktas are betrayed, Jiva will become devilish. Muktas do not get angry at all but Jiva itself becomes devilish. Just as person may have hundred sons and one may be idle, even then the father does not wish ill of him. Similarly, Muktas think well even of the meanest Jiva. Jiva behaves rudely because of illusion. Life is very short and try to achieve goal. Keep mercy on all. ‘Daya dharam ko mul hai’ (mercy is the root of dharma).

Then in the assembly, there was an incident about saints. The question was “Do saints perform mental worship, rosary, meditation?” A saint replied that some might be doing and some might not be. Then Bapashri said, “Why have they become saints? Today Shriji Maharaj Himself moves in satang, he is not recognized by a sinner and demon and he who is knowledgeable and he who is divine will know him. Where is such achievement? See the achievement of Shiva, Brahma, and Saubhri! Compare their achievement with this achievement. Greatness of today is beyond words. Brahma, Shiva, Vishnu manage their respective Brahmand (cosmos). The administrator of such infinite Brahmands is Iswar and above all, there is great Mukta Maharaj whom we have met. || 231 ||