Gujarati / English

વૈશાખ વદિ-૧૨ને રોજ બપોરે વરતાલનું ૧૮મું વચનામૃત વંચાતું હતું તેમાં ગુરુપરંપરા જાણવાની વાત આવી.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “શ્રીજી મહારાજ તો સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ છે તેમને શ્રી રામાનંદ સ્વામીના શિષ્ય કહ્યા તે શિષ્યનો શો અર્થ હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “રામાનંદ સ્વામીને પોતાની મૂર્તિનું સુખ આપનારા એમ સેવા કરનારા માટે શિષ્ય એમ સમજવા. શ્રીજી મહારાજે શ્રી રામાનંદ સ્વામીને ગુરુપદવી પમાડી, પણ આ સભા એથી ઓછી નથી. તમે સર્વે રામાનંદ સ્વામીના જેવા જ છો, તમે સર્વે શ્રીજી મહારાજના ચેલા છો, માટે તમો આજના છો તોપણ મોટા છો. તમારે કોઈને કોઈ પ્રકારની ઈચ્છા નથી.

“સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના સંકલ્પની સો મૂર્તિઓ લુણાવાડામાં હરિજનને તેડવા ગયા હતા તે સો મૂર્તિઓ લુણાવાડાના મંદિરમાં બેઠી હતી. ત્યાં હરિજનો દર્શન કરવા સારુ આવ્યા તેમણે સો મૂર્તિઓ બેઠેલી જોઈને કહ્યું જે, ‘ગોપાળાનંદ સ્વામી તો એક જ છે અને આ તમે સો જણા શ્રી ગોપાળાનંદ સ્વામી જેવા દેખાઓ છો તે તમે કોણ છો?’ ત્યારે બોલ્યા જે, ‘અમો તો શ્રી ગોપાળાનંદ સ્વામીના સંકલ્પ છીએ અને હરિભક્તને તેડવા સારુ આવ્યા છીએ.’ એમ કહીને અદૃશ્ય થઈ ગયા.

“એમ આજ તમારા પણ સંકલ્પ ફરે છે. તમો કેટલાય હરિભકતોને તેડી જાઓ છો ને વળી મૂકી પણ જાઓ છો એવા છો; પણ તમારી સામર્થી અમે રોકી રાખી છે, તમને જાણવા દેતા નથી. તમને બાધિતાનુવૃત્તિ રાખી છે. તમારી પાસે એવાં કામ કરાવીએ છીએ, પણ જાણવા દેતા નથી. તમે મેથાણમાં કેશવજીને તેડવા અમારા ભેળા આવ્યા હતા ને તમોએ એમને અહીં રખાવ્યા. જેતલપુરથી ડભાણ જતાં નવાગામના ડાહ્યાભાઈને પણ અમારા ભેગાં દર્શન આપ્યાં હતાં. એ ડાહ્યાભાઈને તથા કાણોતરના બાપુભાઈને તેડી ગયા ત્યારે પણ તમે ભેળા હતા. અમે જ્યાં જ્યાં હરિજનોને તેડવા જઈએ છીએ ત્યાં ત્યાં સર્વે ઠેકાણે તમે ભેળા જ હો છો. તમો એવા સમર્થ છો. આજ સત્સંગમાં સંત છે તે વગર ઉપદેશે આવે છે. શ્રીજી મહારાજે કાગળ લખીને અઢાર સંતને તેડાવ્યા હતા. તે સુંદરજીભાઈ (ભુજવાળા)થી શ્રેષ્ઠ હતા અને આજના છે તે એ અઢારથી શ્રેષ્ઠ છે.”

એટલી વાત કરીને સાંજના શ્રી કાકરવાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને બાવળ તળે બેસીને માનસી પૂજા કરીને ઊઠયા. પછી મળ્યા ને ચાલ્યા તે લખાઈવાડીમાં બાજરા પાસે સંતોને લઈ જઈને કહ્યું જે, “આ બાજરો તમે આવ્યા ત્યારે નાનો હતો અને આજ કેવડો મોટો થયો છે! તેમ તમો સર્વે અહીં આવ્યા પછી આ બાજરાની પેઠે વધ્યા છો. જેમ પાણીના જોગે મોલ વધે છે તેમ તમો અમારી વાતોરૂપી જળે કરીને વધ્યા છો.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આ બાજરાના પોંકની પ્રસાદી જમાડીને પછી રજા આપજો.”

પછી સર્વે મંદિરમાં આવ્યા.   II ૨૭ II

On the noon of Vaishakh Vad 12th, the 18th Vachanamrut of Vartal was being read.  In it there came a reference about the tradition of preceptor.  Then Swami Ishwarcharandasji asked, “Shriji Maharaj is Purushottamnarayan Himself.  He is said to be disciple of Shri Ramanand Swami. What is the meaning of that disciple?” Bapashri said, “Maharaj gave the happiness of Murti to Ramanand Swami and thus He did his service therefore He is known as his disciple.  Shriji Maharaj gave the honour of preceptor to Shri Ramanand Swami but this assembly is not inferior to that assembly.  You all are as good as Ramanand Swami. You are followers of Shriji Maharaj.  Though you have come today you are Muktas. None of you have any kind of desire. A hundred thought form Murti of Sadguru Shri Gopalanand Swami went to fetch a devotee of Lunawada. Those Murtis were already there in the temple of Lunawada.  The devotees came there for darshan.  They saw a hundred Murtis sitting there. On seeing this, they said, “Gopalanand Swami is only one and you all hundred look like Gopalanand Swami. Who are you?”  The Murtis replied, “We are thought form of Shri Gopalanand Swami.  We have come to fetch a devotee.”  Saying so they disappeared.  Thus your thought forms are also moving around.  You take several devotees with you and also bring them back.  You have got such power but I have prevented it from use.  I do not allow you to let it know. You have been kept unaware about it. I get such work done from you, but do not allow you to know.  You came with me in Methan to fetch Keshavji and you asked to  keep him here.  While going from Jetalpur to Dabhan you also gave darshan along with me to Dayabhai of Navagam.  You were also with me when I took Bapubhai of Kanotar and that Dayabhai with me.  Wherever I go to fetch devotees, you are there with me at all places– such is your power.  Today saints come in the Satsang without preaching. Shriji Maharaj sent for eighteen saints by writing a letter.  They were better than Sundarjibhai and those who are today are better than those eighteen.”

After talking that much, Bapashri and saints went to bathe at Kakarwadi.  After taking bath they performed mental worship sitting under babul tree and got up.  Then he met every one and started journey.  Bapashri took saints near the crop of millet in Lakhaiwadi and said, “When you came formerly the growth of millet was small and today it has become so big. In the same way you have grown like this millet after coming here.  Just as crop grows by watering it similarly you have grown with my talks in the form of water.” Then Swami Ishwarcharandasji said, “Please allow them to go after feeding them with the prasad of ponk (roasted green grains of millet) of this millet.”  Then all came to the temple. || 27 ||