Gujarati / English

ફાગણ વદ-૧૧ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “સાધુએ ઝોળીનું અન્ન જમવું તે ઉપવાસી કહેવાય, અને પત્તરમાં બધું ભેળું કરીને તેમાં પાણી નાખીને જમે તે ગોળા જમ્યા જેવું કહેવાય, અને જુદું જુદું જમે તે સ્વાદિયો કહેવાય. નાના પ્રકારના રસ પ્રાપ્ત થાય તોપણ યોગ્ય હોય તેટલું જ જમવું. અને થાળ કરવો તે શ્રીજી મહારાજને રાજી કરવા સારુ કરવો, પણ પોતાની આસક્તિથી કરવો નહિ. જો રસમાં આસક્તિ હોય તો કોઈક સારાં ભોજન જમાડે તેનો ગુણ આવે, ને કોરા રોટલા આપે તેનો અવગુણ આવે; માટે આસક્તિ ન  રાખવી. આ વાત જીવમાં પેઠી હોય તો જેવું તેવું મળે તેમાં આનંદ થાય ને સારા વિષય મળે તેમાં ઉદાસ થવાય.

“ઘાટ ઊપજે તેને સમાવે તે સંત કહેવાય ને ન ઊપજે તે ભગવંત એટલે કે ભગવાન જેવા કહેવાય. જ્યારે-ત્યારે ચોખ્ખું થયા વિના છૂટકો નથી.

“મહારાજને જેવા છે તેવા જાણ્યા હોય તો વાયુ તથા વરસાદ બહુ આવે કે ન આવે તો એમ જાણે જે મહારાજની મરજી પ્રમાણે થાય છે અને તે કોઈ જગ્યાએ અધર્મમાં ઊભો રહે નહિ ને જે કામ કરે તે મહારાજને સાથે રાખીને કરે. મહારાજને ભેળા રાખ્યા વિના એકેય કામ પૂરું થાય નહિ; માટે મહારાજને ભેળા રાખવા.

“ને માન-સન્માનની તથા કોઈ શબ્દની કિંમત કરવી નહિ જે આમ બોલ્યો કે આમ બોલ્યો. માન પાપરૂપ છે ને સન્માન સર્પ તુલ્ય છે. માને કરીને લોભનો, કામનો, પ્રકૃતિનો સેવક થઈ રહે છે એ સર્વે દોષને ગુરુ માને છે. માની હોય તેને પ્રાયશ્ચિત્તનો ઉપવાસ કરવો પડે તો હા ન પાડે ને પોતાને જાણે (પોતાની ઈચ્છાએ) એકના લાખ ઉપવાસ કરે તેની ગણતરી નહિ. સભામાં પોતાની મેળે ઊભું થાવું હોય તો સો ફેરા ઊભો થાય, પણ કોઈક સંત કે હરિજન ઊભો કરે તો એક ફેરો પણ ઊભો ન થાય. બીજા કોઈકને પ્રાયશ્ચિત્ત કરાવતા હોય ત્યારે તેનો પક્ષ લે જે, ‘નહિ કરે’, તેને તો વિમુખ અને અધર્મી જાણવો. કોઈકના કહેવાથી ઊભો થાય કે પ્રાયશ્ચિત્ત કરે તો આખી સભા અને શ્રીજી મહારાજ રાજી થાય. જો મહારાજનું અંતર્યામીપણું જાણ્યું હોય તો તે કરવું કાંઈ કઠણ પડે નહિ, માટે બધું તપાસ કરવા જેવું છે.

“સિદ્ધપુરના રણછોડલાલભાઈએ પોતાના રૂપિયા ખરચીને મંદિર કરાવ્યું હતું. તે વાત આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને કોઈકે કહી જે, ‘રણછોડલાલભાઈએ મંદિરનું ધાબું વાળીને બગાડયું ને ખર્ચ બહુ કર્યું.’ તેથી મહારાજશ્રીએ તેમનું બહુ અપમાન કર્યું. ત્યારે રણછોડલાલભાઈ બોલ્યા જે, ‘મહારાજ, કૃપાનાથ!  ઠાકોરજીના રૂપિયા હતા તે પહોંચ્યા એવું કર્યું.’ પછી કોઈક સંતે કહ્યું જે, “રણછોડલાલ-ભાઈએ પોતાના પદરના રૂપિયા ખરચીને મંદિર કર્યું છે.’ ત્યારે મહારાજશ્રીએ કહ્યું જે, ‘તમે તમારા રૂપિયાથી મંદિર કર્યું તે અમે જાણતા નહોતા ને મંદિરના રૂપિયાથી કર્યું છે એમ જાણીને વઢયા તે અમે તમારો અપરાધ કર્યો.’ ત્યારે રણછોડલાલભાઈ બોલ્યા જે, ‘મહારાજ!  આમાં તે તમે શું કહ્યું છે? પણ ખાસડાં મારો તે ખંખેરી તમને પાછાં આપું ત્યારે હું રણછોડિઓ તમારો દાસ ખરો. એમ બોલ્યા, પણ અવગુણ લીધો નહિ.

“મહારાજને સાથે રાખે તો એવા ભક્ત થવાય ને મહારાજને પડયા મૂકે તો ક્રોધના, માનના, કામના, લોભના ઘાટ થાય. જુઓને! શ્રી મુક્તનાનંદ સ્વામી નાના સાધુને પણ કેવી રીતે માન દઈને બોલાવતા! એવું દાસપણું રાખવું. શ્રી સદાનંદ સ્વામીને બાવળીમાં ભાણદાસ નામના વૈરાગીએ માર્યા તે વૈરાગીની લાકડી ભાંગી ગઈ તેનો ખરખરો કર્યો, પણ પોતાને વાગ્યું તેનું કાંઈ ન કહ્યું; એવું નિર્માનીપણું રાખવું.

“ભગવાનના ભક્ત સાથે તો હારીને જ રાજી થાવું, તો તેની ભક્તિ આપણને મળે; ને જીતીને રાજી થઈએ તો આપણી ભક્તિ તેને જાય; પણ એ માર્ગ થોડાને હાથ આવે. કેટલાક તો સામો માણસ નમે તો રાજી થાય જે, ‘કેવો નમાવ્યો છે!’ પણ લૂગડાં લઈ લીધાં તેની ખબર ન પડે. જે હાર્યો તે જ ખાટયો. આ સત્સંગમાં પોતાની ભૂલ ઓળખાય એ જ શ્રી સ્વામિનારાયણનો પ્રતાપ ને કૃપા છે. જે પોતાની ભૂલ જાણે તે તો ભૂલો પડેલો પાછો ઘેર આવ્યો કહેવાય. આ વાત પાત્ર થવાની છે, તે મોટા સાથે મન જોડે તો પોતાની ભૂલ ઓળખાય ને પાત્ર થવાય ને જીવમાં બળ આવે. પાત્ર થયા વિના મહારાજ રહે નહિ; જેમ મંદિર વિના દેવ રહે નહિ તેમ. માટે પાત્ર થાય તો મહારાજનું સુખ આવે.

“અંતર્વૃત્તિ કરીને મહારાજની મૂર્તિમાં જોડાવું. અને ક્રિયારૂપ પણ થાવું નહિ. ક્રિયારૂપ થાય તો મહારાજ પડખે રહી જાય. જે જે કારખાનાં, ધર્માદો વગેરે કરવું તે શ્રીજી મહારાજને સાથે રાખીને તેમની પ્રસન્ન્તાને અર્થે કરવું; પણ માન, મોટપ કે વખાણ સારું ન કરવું. ક્રિયા કરતાં મહારાજની સ્મૃતિ ભૂલી જવાય તો ખોટ બહુ આવે. ‘આ દેશમાં આ સાધુ ગયા તે સુધારો સારો કર્યો કે મંદિર સારું કર્યું, આવડત સારી છે’ એમ વખાણે ત્યારે એમ જાણવું જે, ‘એ બધું શ્રીજી મહારાજ વડે છે ને સેવા-ભક્તિ સર્વે શ્રીજી મહારાજની છે, ને મંદિર તો ગૃહસ્થોએ કર્યું છે, અને આપણને તો ફકત પાસે રાખ્યા હતા’; એમ સમજીને મહારાજને ધણી રાખવા, પણ પોતે ધણી થાવું નહિ; તો સુખિયા થવાય. જો માન, સન્માન કે ક્રિયાના ધણી થાય તો દુખિયા થવાય.

“મહારાજને જે વખતે ભૂલી જવાય તે વખતે તે વાંઝિયો કહેવાય. જેમ મા-બાપ મહેનત કરીને પૈસા ભેળા કરીને છોકરાને આપે ત્યારે તે છોકરો કહે જે, ‘એ તો મેં કર્યું’, તેમ કર્તા થાય તેનાથી દાસપણું રહે નહિ. રાજાના કારભારી રાજાને વિષે દાસત્વપણું ન રાખે તો એક ઘડી પણ રહેવા દે નહિ; તેમ શ્રી સ્વામિનારાયણના સંપ્રદાયમાં આવીને શ્રી સ્વામિનારાયણની મૂર્તિને સાથે ન રાખે તો તેને સુખ ન આવે. માયિક પદાર્થને રાખનાં પડીકા જેવાં જાણીને ઈન્દ્રિયો-અતંકરણને પાછાં વાળીને મહારાજની મૂર્તિમાં જોડી દેવાં ને કહેનારા ઉપરી રાખવા. ઉપરી ન હોય તો જીવ શૂનકાર થઈ જાય ને કહેનારા હોય તો સુખી રહેવાય ને જ્ઞાન વધે. માટે દાસપણું રાખીને મંડયા રહેવું, તો સુખિયા રહેવાય. અમારે નારાયણપુરવાળા જાદવજીભાઈ હતા, તેમાં વ્યાવહારિક બુદ્ધિ ઘણી હતી ને મહારાજને સાથે રાખતા ને સુખિયા પણ ઘણા હતા.

“જ્યાં સુધી ઈન્દ્રિયોમાં નિશ્ચય હોય ત્યાં સુધી ઘાટ થાય ને જ્યારે જીવમાં મહારાજનો નિશ્ચય થાય ત્યારે ઘાટ ન થાય. માટે બાળ અવસ્થામાંથી એકદમ વૃદ્ધ થઈ જાવું ને મૂર્તિમાં જોડાઈ જાવું, ને એક મૂર્તિ ને મુક્ત તે જીવન માનવું. જેમ માછલાંને જળ જીવન મનાણું છે તો મોટા મોટા મગર ને મોટા મોટા હાથી તણાઈ જાય, પણ માછલું ઘણે ઊંચેથી ધારોડો પડતો હોય તેના સામું ચઢી જાય છે; તેમ મહારાજનું સુખ લેવામાં બળ આવે. મોટા તો ધક્કો મારે તો સર્વે આવરણ ટાળીને શ્રીજી મહારાજની મૂર્તિના સુખમાં લઈ જાય, માટે મહારાજની ને મોટાની સાથે રસબસ થઈ રહેવું. મોટા સાથે જીવ જોડયો હોય તેનો દેહ અપમૃત્યુએ કરી પડે તોપણ તેનું આત્યંતિક કલ્યાણ થાય. મોટાની દૃષ્ટિએ દેહ પડે તેનું પણ તેવું જ કલ્યાણ થાય; તેમાં ફેર પડે તો તેના જોખમદાર અમે છીએ.”

પછી વાર્તાની સમાપ્તિ કરી ‘શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય ને આ સભાની માયાનો ક્ષય’ એમ વર આપ્યો.

બીજે દિવસે આચાર્ય મહારાજ ભેળા સર્વે સંત દહીંસરા, ખાખરા,  રામપરા આદિ ગામોમાં ફરવા ગયા અને વૈશાખ સુદ-૬ને રોજ ભુજ આવ્યા અને ત્યાં બીજે દિવસે શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી રાધાકૃષ્ણ દેવની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. પછી સર્વે ગુજરાત તરફ આવ્યા.   II ૯૮ II

On the day of Fagan Vad 11th, Bapashri showing his favour, talked.  He said, “A saint who dines the food got from begging is said to be observing fast, and he dines from the wooden bowl after mixing all varieties and adding water is said to be have eaten flour balls and he who eats all varieties separately is said to be fond of tasty food.  He may get delicious dishes but should eat only that much which is necessary and dishes which are offered to Shriji Maharaj should be to please Him but not for his own taste. If he is addict to tasty food and if some one feeds him delicious dishes, he will praise him and if some one gives him dry loaf, he will criticize him. Therefore he should not become addict too.  If this principle is thoroughly grasped, he will be glad in whatever he gets and if good sense objects are given to him, he will become indifferent to them.  When thoughts originate in mind and if they are subsided, he is called a saint, and if thoughts do not originate at all, he is said to be as God.  One has to become pure- there is no alternative to it. If one knows Maharaj as He is, he would feel that it is Maharaj’s will, when there is strong wind or heavy rain or it does not rain.  He will not support anything, which is contrary to religion, and whatever he does, he would do it keeping Maharaj with him. Unless Maharaj is kept together not a single work will be completed. Therefore Maharaj should be kept together and no importance should be given to honour, adoration; we should not care for what others say.  Honour is like sin and adoration is like a snake.  Because of honour, one becomes the servant of greed, passion and nature.  He considers all these faults as guru.  If one who is proud is asked to observe fast for repentance, he will not agree; on the other hand he may observe a number of fasts on his own. For that he will not feel bad. If he wants to get up in the assembly he will get up many times but if, saint and devotee ask him to get up he would not.  He will take the side of the person who has been asked to repent by saying that he would not do it.  He should be known as averse and immoral (Godless).  If he gets up by some one’s wish or repents, the whole assembly and Shriji Maharaj will be pleased.  If one knows Maharaj as supreme being, it will not be difficult for him to do- therefore everything requires to be analysed. Ranchhodlalbhai of Siddhpur got the temple built by spending his own money.   Someone told that to Acharya Shri Ayodhyaprasadji Maharaj. He was told that Ranchhodlalbhai spent much and spoiled the structure of the temple by constructing terrace so Maharajshri insulted him much.  Then Ranchhodlalbhai said, “Maharaj, my saviour! It was Thakorji’s money and I made the construction spending that much money. Then some saint said that Ranchhodlalbhai has got the temple constructed with his own money. Then Maharajshri said, “I did not know that the temple was built with your money and scolded you thinking that it was money of the temple.  Ranchhodlalbhai said, “Maharaj you have said nothing. If you beat me with shoes and I return them after cleaning, then only I will be your real Ranchhodio servant.”  He said thus but did not mind Maharajshri’s words. (but he did not feel that it was Maharajshri’s ingratitude).  If Maharaj is kept together one can become devotee like Ranchhodlalbhai and if Maharaj is kept aside thoughts of anger, honour, passion, greed will arise.  Just see!  How Muktanand Swami respected even ordinary saint! Such feelings of service should be kept.  Shri Sadanand Swami was beaten in bavali by a renunciant named Bhandas.  His stick was broken.  Swami grieved for the stick but said nothing about his injury.  One should keep such humbleness.  One should always be pleased by getting defect at the hands of devotee of God.  Then only we can get his devotion and if we are pleased by winning our devotion will go to him (devotee) but this path can be had by a few.  Some persons are pleased if a person bows to them and feel that how he was made to bow. But he will not know that he has lost something. The one who gets defeat is the gainer.  It is the grace and might of Swaminarayan by which one’s own fault is identified in this satsang. The one who knows his fault is said to have come back home after forgetting the path.  This talk is meant to make the soul worthy.  If mind is attached to Muktas, one’s own fault will be identified and will become worthy and the soul will get strength.  Unless one becomes worthy, Maharaj cannot live in him. Just as God will not live without a temple, therefore bliss of Maharaj will come if one becomes worthy.  One should get attached to Maharaj’s Murti by becoming introvert and should not become the doer of action. If he becomes so, Maharaj will remain aside.  Building factories and making donation should be done by keeping Maharaj together and should be done for his pleasure but not for honour, fame, praise.  If Maharaj’s memory is forgotten in doing activity, it will be a great loss. If people praise and say that particular saint went to this region and made reforms or built a good temple, has good skill, it should be known that everything is on account of Shriji Maharaj and service devotion, etc everything is of Maharaj.  The temple has been built by householders and we were only kept with them. Understanding thus Maharaj should be kept as master but we should not become master then only we become happy. If we become the master of honour, fame, activity, we will be miserable.  When Maharaj is forgotten one is called childless.  Just as parents make money by hard work and give it to the son, the son says that he has done it. Similarly if one becomes doer, he will not have feelings of a servant. If the administrator of a king does not have the feeling of a servant towards the king, he will not be allowed to continue even for a moment. Similarly after joining Swaminarayan sect and if he does not keep the Swaminarayan’s Murti, he will not get happiness. Objects of illusion should be considered as packets of ashes, and senses and conscience should be turned back and should be attached to Maharaj’s Murti and a guide should be there for guidance.  If there is no guide, Jiva will become void and if there is a guide one can remain happy and knowledge will increase.  Therefore one should continue effort with a feeling of a servant. Then only one can remain happy.  A devotee named Jadavjibhai of Narayanpur was a practical man and kept Maharaj together and was very happy. Unless there is determination in senses, thoughts will arise and when there is determination for Maharaj in the soul, thoughts will not arise.  Therefore one should immediately become grown up from the state of childhood and get attached to Murti and should believe the life as only Murti and Muktas. Just as water is believed to be life for fishes so they are not drawn in the water whereas the big alligator and elephants are drawn in the water, similarly one gets strength in taking the bliss of Maharaj. If Muktas forcibly push, all coverings will be overcome and they would take us in the bliss of Maharaj’s Murti. Therefore one should remain engrossed in Maharaj and Muktas. If Jiva is attached to Mukta and if there is accidental death, even then we will get ultimate liberation. If there is death in the presence of Muktas, he will get the same type of salvation and if there occur any difference, we take the responsibility. The talks ended with jai ghosh of Sahajanand Swami Maharaj and with the boon of destruction of illusion of this assembly.

On the next day all saints went to Dahisara, Khakhar, Rampara, etc for a stroll with Acharya Maharaj and came to Bhuj on Vaishakh Sud 6th and on the next day the installation of idols (Murti) of Shri Harikrushna Maharaj and Shri Radhakrushna took place there. Then all came to Gujarat. || 98 ||