Gujarati / English

ફાગણ વદ ૦)) અમાસને રોજ સવારે સાડા ત્રણ વાગે વહેલા ઊઠી નાહી, પૂજા કરી બાપાશ્રી સૌને મળ્યા. અને જય સ્વામિનારાયણ કરી આસને આવ્યા.

પછી સદગુરુ આદિ સંતોને કહ્યું કે, “સ્વામી! જુઓને! અહીં કેવો દિવ્ય સત્સંગ ફૂલી રહ્યો છે? સૌનાં હેત નવીન ને નવીન. પંદર દિવસ થયા, પણ જાણે પાંચ દિવસેય થયા નથી. સવાર-સાંજ સભા ઊભરાતી જ રહે છે. નાના-મોટા સર્વે મહારાજને તથા મોટાને રાજી કરવા ઘણો ખટકો રાખે છે.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “બાપા! દિવ્ય સત્સંગ કેમ જણાય?”

ત્યારે બાપાશ્રી કીર્તનની ટૂંક બોલ્યા જે, “‘નરનારાયણ દિવ્ય મૂર્તિ સંતનકો વિશ્રામ’ એમ ભગવાનને દિવ્ય જાણે એટલે મૂર્તિને પામેલા સર્વે દિવ્ય.”

ત્યારે સ્વામીશ્રી કહે, “બાપા! સંત મૂર્તિમાં વિશ્રામ કરીને રહે તેને દેખાય કોણ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિમાં રહ્યા હોય તેને તો શ્રીજી મહારાજ દેખાય.”

એમ કહીને વાત કરવા લાગ્યા જે, “આપણે ભગવાન ભજી લેવા ને સત્સંગ દિવ્ય સમજવો. મોટા મુક્તનો ખપ કરવો, એમને ઓળખવા.”

પછી વળી સ્વામીશ્રીએ પૂછ્યું જે, “બાપા! મોટા ઓળખાય કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટાને તો એક ભગવાન જીવન હોય એટલે ખપવાળાને ભગવાનની દયાએ મોટા જરૂર ઓળખાય. મોટા અનાદિ ને મહારાજ એ તો ભેગા જ રહે છે. એવા અનંત  મુક્ત સાકાર થકા મૂર્તિમાં રહીને મૂર્તિનાં સુખ ભોગવે છે. જેમ સમુદ્રમાં અનંત માછલાં કિલ્લોલ કરતાં થકાં રહ્યાં છે, તેમ મૂર્તિમાંથી મુક્ત સુખ લીધા જ કરે છે. આ લોકના દૃષ્ટાંતમાં મળતું ન આવે એટલે બીજું શું કહેવું? એ સુખ તો મહા અલૌકિક છે, દિવ્ય છે. એ સુખની આગળ કોઈ સુખ ગણતરીમાં ન આવે. આપણે ધ્યાન, ભજન, ક્થા, વાર્તા, સેવા, ભકિત કરીએ; પણ સુખ તો મહારાજ આપે ત્યારે જ આવે અને ટાઢું પણ ત્યારે જ થાય. મહારાજની મૂર્તિમાંથી તેજ ફરર ફરર છૂટે છે. ‘શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય.’

“એ સુખ આગ્રહથી નથી મળતું; પ્રસન્નતાથી સાવ સોંઘું છે. આગ્રહથી તો લાડકીબાઈના જેવું થાય. તે એને એવું શીતળ તેજ ન ખમાણું ને ચીસો પાડવા માંડી ને કહ્યું જે, ‘હું બળું છું.’ તે પછી ગણપતિ ને વિષ્ણુનાં સ્થાનક દેખાડતાં દેખાડતાં પોતાનું સ્વરૂપ સમજાવ્યું ત્યારે શાંતિ થઈ. એમ ત્રણ દેહના ભાવ મેલ્યા વિના શાંતિ થાય નહિ. આપણે એકાંતિક, પરમ એકાંતિક ને અનાદિ; તેમાં કયા મંડળમાં રહેવું છે તેનો તપાસ કરવો.

“આ લોકનાં દ્રવ્ય, સ્ત્રી, પુત્રાદિક કોઈ કામ નહિ આવે. સ્વામિનારાયણ ભગવાન એક જ કામ આવે એવા છે. એ મૂર્તિ જ અલૌકિક છે, દિવ્ય છે, સનાતન છે. એમના થયા એટલે બધી વાત સમજાણી. એ મૂર્તિમાં જોડાઈ જઈએ તો કામ જબરું થઈ જાય. ચમક લોઢાને ખેંચે તેમ મહારાજ પોતાના થયા હોય તેને પોતાની મૂર્તિમાં ખેંચી લે છે. મહારાજે એટલા સારુ સમ ખાધા છે. આ વાતો પણ ચમત્કારી છે. આ સભામાં બધુંય છે. જુઓને! રાજાભાઈએ મહારાજના રાજીપા સારુ પર્વતભાઈનું સાંતી બાર વરસ ચલાવ્યું.”

પછી બોલ્યા જે, “સદગુરુ ગોપાળાનંદ સ્વામી કેવા સમર્થ! તેમના શિષ્ય સ્વામી નિર્ગુણદાસજી અને એ સ્વામીના શિષ્ય આ ઈશ્વરબાવો; તે આવા મોટાના જોગથી મૂર્તિમાં સળંગ જોડાઈ ગયા. આપણે પણ મૂર્તિ રાખવી. એ સાચી વસ્તુ છે. ‘શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું’ એવું કરવું. ખોટામાં ખોટી થઈએ એટલો બાળકિયો સ્વભાવ કહેવાય. ખોટી વસ્તુ સાચી થાય તેમ નથી. ‘માયા જગ ઠગણી.’ ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય એ આપણે ભગવાનની લીલા જાણવી. ‘જ્ઞાની મારો આત્મા, મેં જ્ઞાની કો પ્રાણ’ આવા મોટા અનાદિનો જોગ દુર્લભ છે. આ તો ઠેઠ મૂર્તિમાં જોડી દે તેવા સંત છે, તે ઓળખાય ને જીવ દેવાય તો બધાંય કામ પૂરાં થઈ જાય. આ તડાકા-ફડાકા નથી, આ તો મુદ્દાની વાતો છે.”

હીરાભાઈ તથા સાંવલદાસભાઈ સામું જોઈને કહ્યું કે, “તમને આવા સંત મળ્યા છે તે વાત બહુ જબરી થઈ છે. અખતર ડાહ્યા આવી દિવ્ય સભામાંથી ખોંચું કાઢે. પોતામાં તો કાંઈ માલ ન હોય, પણ આ સભાનો તોલ કરવા બેસે, એને શું ખબર પડે? આ સંત મૂર્તિમાં રહ્યા થકા દેખાય છે. આ સભા મહા અલૌકિક છે.”

એમ અતિ પ્રસન્નતા જણાવીને બોલ્યા જે, “મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ.”

એ ટૂંક બોલીને કહ્યું જે, “મહારાજની મૂર્તિમાં જોડાઈ રહેનારાને બીજું બધું મૂકી દીધા જેવું છે. એટલું સમજ્યા તો સર્વે વાત સમજાણી. શ્રીજી મહારાજ અનંત કોટિ બ્રહ્માંડના રાજાધિરાજ છે, સર્વેના કારણ છે, સર્વના કર્તા-હર્તા છે, સર્વના નિયંતા છે, સર્વોપરી છે, અકળ મૂર્તિ છે. તે આ સભામાં પ્રગટ બિરાજે છે. આ સભા એ ભગવાનની છે. આ મુક્ત સર્વે એ મૂર્તિના સુખભોક્તા છે. આ સભાનો મહિમા બહુ જબરો છે.

“શિવ-પાર્વતી ચાલ્યાં જતાં હતાં. ચાલતાં ચાલતાં માર્ગમાં આંબલીની ઘાટી છાયા આવી હતી ત્યારે શિવજીએ રજ લઈને માથે ચડાવી ત્યારે પાર્વતીએ પૂછ્યું કે, ‘આમ શું કરો છો?’ ત્યારે કહે જે, ‘મોટા પુરુષ અને ભગવાન આ ઠેકાણે ચાલ્યા છે. તેથી આ ભૂમિનાં હું શું ભાગ્ય કહું?’ ત્યારે પાર્વતીને એ વાત સમજાણી.

“અને એક મકોડો ઈન્દ્રના સિંહાસન ઉપર ચડ્તો હતો, તે જોઈને ઈન્દ્રને હસવું આવ્યું. તે સમે મકોડાને વાચા આવી ને બોલ્યો કે, ‘હું ઈકોતેર વખત ઈન્દ્ર થયો છું.’ એમ મહિમાની વાતો જાણવાની છે. બીજાં સુખ-વૈભવ દુર્લભ નથી. ભગવાન ને સંત બે જ દુર્લભ છે.

“તે આજ સુલભ થયા છે. જીવને જાણવાનું ગજું નહિ, તેથી દયા કરી અગમ સુગમ થાય તોય જીવને મહિમા નહિ તેથી જાણી ન શકે. શિવજીએ મહિમા જાણ્યો ને પાર્વતીએ પૂછ્યું તો ખબર પડી. તેમ આપણામાં શિવ કોણ? માયાથી જે પરના હોય ને મૂર્તિમાં રહ્યા હોય એ અનાદિમુક્ત આપણા શિવ. એમાંથી મનુષ્યભાવ કાઢી નાખવો. નકરો દિવ્ય ભાવ રાખવો.”

પછી એમ બોલ્યા જે, “આપણે રંગરાગમાં ન લેવાવું. જુઓને! મહારાજે અમદાવાદની ચોરાસી કરી પછી તે પ્રવૃત્તિ વિસારવા સારુ ગણેશ ધોળકાની રાણ્યોમાં જઈને તે પ્રવૃત્તિ વિસારી દેવાનું શીખવ્યું. કાર્ય તો ગમે તેટલું હોય, પણ કારણને લઈને છે. એમ જાણી આપણે તો કારણ મૂર્તિ એક શ્રીજી મહારાજ રાખવા. એટલે કોઈ આવરણ ન નડે. કાચાને આવરણ ઘણાં છે, માટે બીજી પ્રવૃત્તિ પડી મેલવી. આવો જોગ બહુ દુર્લભ છે; મળે તેવો નથી.”  II ૧૦૫ II

 

In the morning of Fāgaṇa Vad 30th , Bāpāśrī got up very early in the morning at 3.30 a.m. and after taking bath and performing pūjā he met all and said Jay Swāmīnārāyaṇa and then came to his seat. He said to Sadguru, etc., saints, “Swāmī! Just see! How much progress of divine satsaṅg is taking place here? Love of all goes on increasing. Fifteen days have already passed but it seems that even five days have not passed. The assembly is full in the morning as well as in the evening. Young and old all are eager to please Mahārāj and muktas.”

          Swāmī Vṛṅdāvandāsjī asked, “Bāpā! how can divine satsaṅg be known?” Bāpāśrī in reply quoted a line of devotional song ‘Narnārāyaṇa divya Mūrti saṅtanko viśrām’ (Narnārāyaṇa who is having a divine form is the resting place of saints). Thus if one knows God as divine then for him all those who have realised are divine.” Swāmīśrī said, “Bāpā! Whom does saint see when he takes rest in Mūrti?” Bāpāśrī said, “He who dwells in Mūrti sees Śrījī Mahārāj. Saying so, Bāpāśrī further talked, “We should worship God and understand satsaṅg as divine. Be needy of great muktas and recognise them.” Swāmī asked Bāpāśrī, “How can muktas be recognised?” Bāpāśrī said, “Life of mukta is God only, so they can be recognised by the needy by the mercy of God. Great Anādi and Mahārāj always live together. Such infinite muktas having a definite form dwell in Mūrti and enjoy bliss of Mūrti. Just as innumerable fishes live in sea with joy. Similarly, muktas go on taking happiness from Mūrti. The example of this world is not enough to express so what else to say? That happiness is very supernatural and divine. No other happiness can be compared with that happiness. We do meditation, bhajan, kathā-vārtā, sevā, devotion, etc. but happiness comes only when Mahārāj gives it and then only one becomes cool. Luminescence emits like jet from Mūrti. ‘Śtaḷ śāṇt chhe re tejīi upmā nav devāy’ (Akṣardhām is cool calm; and its luminescence finds no parallel). That happiness cannot be had by insistence whereas it is easily available by pleasure. If insisted, it will happen like Lāḍkībāī. She could not bear such cool luminescence and started screaming and said that she was burning. When she was shown places of Gaṇapati and Viṣṇu, and she was made to understand her own self, she became peaceful. Thus, unless one gives up feeling of three bodies there is no peace. Examine that in which group-  ekāṅtik, param ekāṅtik or Anādi- do we want to live. Wealth, wife, son, etc. of this world will not be useful. Lord Swāmīnārāyaṇa is the only one who is useful. That Mūrti is supernatural, divine and eternal. Once we surrender to Mūrti, then entire talk is understood. If we get attached to that Mūrti, much work will be done. Magnet attracts iron; similarly Mahārāj draws in His Mūrti one who has become His. For this purpose Mahārāj has taken oath. These talks are also wonderful. Everything is there in this assembly. Just see! Rājābhāī ploughed the land of Parvatbhāī for twelve years for the pleasure of Mahārāj. How capable is Sadguru Gopālānaṅd Swāmī? His disciple Swāmī Nirguṇdāsjī and his disciple Īśvar Bāvo got attached to Mūrti by the grace of such mukta. We also should keep Mūrti. It is the real thing. ‘Śyām  tame sāchuṅ nāṇu bījuṅ sarve dukhdāyak jāṇuṅ’ (Oh God! you are the real wealth, everything else is full of miserly. Do thus. If we waste our time after unreal objects, it is called childish nature. Wrong thing will not become true. ‘Māyā jag ṭhagaṇī’ (māyā cheats the world). Creation, maintenance  and destruction should be known as God’s līlā. ‘Jñānī māro ātmā, mai jñānī ko prāṇa’ (the learned is as dear to Me as My soul and I am as dear to him as his breath). The association of such great Anādi is rare. This saint is such that he can directly get one to Mūrti. If he is recognised and if one surrenders to him, all work will be completed. This is not boasting. These are the main talk.” Looking at Hīrābhāī and Sāṅwaldāsbhāī, Bāpāśrī said, “It is great thing that you got such saint. Some overwise find fault from such divine assembly. They themselves have no knowledge but try to assess this assembly. What do they know? This saint is seen dwelling in Mūrti. This assembly is supernatural.” Thus showing his pleasure Bāpāśrī said, ‘Mai huṅ ādi anādi, ā to sarve upādhi’ (I am eternal and withot beginning; the entire world is full of misery). One who has joined Mūrti should give up everything else. If this much is understood, everything is understood. Śrījī Mahārāj is the king of kings of infinite cosmoses. He is cause of all, doer of all, controller of all, supreme and mysterious Mūrti. He Himself is present in this assembly. This assembly is of that of God. These muktas are all enjoyer of that Mūrti. Greatness of this assembly is incomparable. When Lord Śiva and Pārvatī were walking, a thick shadow of tamarind tree came on the way. Lord Śiva took the dust of that place and put it on his head. Godess Pārvatī asked what he was doing. Lord Śiva said, “Great muktas and God have walked over this place. What to say about the luck of this land?” Then Godess Pārvatī understood it. A black ant was climbing up the throne of Īṅdra. Seeing it Īṅdra laughed. At that, the black ant got speech and said that it had become Īṅdra for seventy one times. Thus, talks of greatness are to be understood. Other happiness or luxury is not rare but God and saints are rare. Today they have become accessible. Jīva has no capacity to know them. So showing their pity, they become easily available. Even then, jīva has no value for them. So it does not know. Lord Śiva knew the greatness and Godess Pārvatī knew it from him. Thus, who is Lord Śiva among us? Anādi Mukta who are above māyā and dwelling in Mūrti is our Śiva. Give up human feeling from him. Keep only divine feeling. We should not be drawn away in material objects. Just see! Mahārāj had arranged chorāsī in Amdāvād (eighty four castes of Brāhmaṇa were invited to lunch). Then to forget that activity, he went at the place named Gaṇeś Dhoḷakā where there were rāyaṇa trees and showed us how to forget an activity. Work may be of any quantum but it is because of cause. Therefore, we should keep only causal Mūrti, i.e., Śrījī Mahārāj. So no obstacles come in the way. There are many obstacles in the way of immatured. Therefore, give up other activity. Such opportunity is very rare, not easily available.” || 105 ||