Gujarati / English

કારતક સુદ-૭ને રોજ સવારે વૃષપુરના મંદિરમાં બાપાશ્રી ચોકમાં તડકે બેઠા હતા તે વખતે પુરાણી કેશવપ્રિયદાસજી ઉપર કરજીસણથી સાધુનો કાગળ આવેલ તે વાંચતા હતા.

ત્યારે બાપાશ્રી કહે, “પુરાણી! કાગળ ક્યાંથી આવ્યો છે?”

ત્યારે પુરાણી કહે, “બાપા! કરજીસણથી સાધુનો. ત્યાંથી એ સાધુએ તથા ત્યાંના હરિભક્તોએ આપને જય શ્રી સ્વામિનારાયણ લખ્યા છે.”

ત્યારે બાપાશ્રી અજાણ્યા થકા પૂછવા લાગ્યા જે, “પુરાણી! એ કરજીસણ કયું?”

ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજીએ કહ્યું જે, “બાપા! શ્રીજી મહારાજે ગુજરાતમાં કરજીસણ અને ડાંગરવામાં ગોવિંદભાઈ તથા જતનબાને ત્યાં બહુ લીલાઓ કરી છે તે. આપ પણ ત્યાં પધાર્યા હતા. તે આપનાં દર્શનથી સૌ સુખિયા થયા છે, એમ કાગળમાં લખે છે.”

ત્યારે બાપાશ્રી કહે, “હા, હવે યાદ આવ્યું. અમે મૂળીનો યજ્ઞ થયો ત્યાર પછી કરાંચી ગયા હતા ત્યારે સ્વામી વૃંદાવનદાસજી કરજીસણ હતા ત્યાંથી તેમના કાગળો આવતા જે, ‘વળતાં અહીં જરૂર પધારજો.’ પછી અમો કરાંચીથી વળ્યા ત્યારે સ્વામીશ્રીને અમારા દેશમાં આવ્યાના ખબર પડવાથી તાર કર્યો ને સ્ટેશને સૌ સામા આવ્યા હતા. પણ અમો તે વખતે રોકાણા નહિ, પરબારા અમદાવાદ ગયા. ત્યાં સ્વામી વૃંદાવનદાસજી આદિ સંતો તથા ત્યાંના પાંચ-છ હરિભક્તો પણ સાથે આવ્યા હતા. પછી અતિ હેત જણાવીને અમને તેડી ગયા. તેમાં સોમાભાઈ, હરજીવનદાસ, નારણદાસ, ભાઈચંદ, મોહનભાઈ, ઈશ્વરભાઈ આદિક હરિભક્તો ડાંગરવે ગાડાં લાવી કરજીસણ તેડી ગયા હતા. ત્યાં ભારે ધામધૂમ કરી મહારાજનાં ચરણારવિંદ પધરાવ્યાં. પછી ત્યાં અમે ઠાકોરજીને જમાડ્યા, તેથી સર્વેને આનંદ આનંદ થઈ રહ્યો. પછી ગોવિંદજીભાઈના માઢમાં મથુરભાઈના ઘેર થઈ સોમાભાઈ તથા મણિભાઈ આદિક ઘણા હરિભક્તો પોતપોતાને ઘેર તેડી ગયા હતા.”

ત્યારે પુરાણી કેશવપ્રિયદાસજી કહે, “બાપા! આ કાગળમાં તો એક હરિભક્તને ત્યાં તેમનો ઈચ્છિત મનોરથ આપે પૂરો કર્યો હતો તેવું લખે છે.”

ત્યારે બાપાશ્રી કહે, “એ શું?”

તે વખતે પુરાણીએ કહ્યું જે, “આ કાગળમાં હરિભક્તો લખે છે કે બાપાશ્રીને અમારા સૌ હરિભક્તોના દંડવતે સહિત જય સ્વામિનારાયણ કહેશો અને સાથે  એટલી યાદી આપશ્રીને આપવા તેમની વિનંતી છે જે એક હરિભક્તે પોતાને ત્યાં દીકરા થવાનું માગેલ ત્યારે આપ એમ બોલ્યા હતા જે, ‘અમે તો મહારાજની મૂર્તિ આપીએ છીએ. દીકરાનું તો શ્રીજી મહારાજની મરજી પ્રમાણે થાય.’ તોપણ તેમણે ફરીવાર પ્રાર્થના કરેલી, જેથી આપે કહ્યું હતું જે, ‘અમારે વચને તમારો સંકલ્પ મહારાજ પૂરો કરતા હોય તો અમે રાજી છીએ.’ ત્યાર પછી તે હરિભક્તનો મનોરથ મહારાજે પૂરો કર્યો છે. એ યાદી આપીને આપને તેમણે જય સ્વામિનારાયણ કહેવાનું લખ્યું છે.”

તે વખતે બાપાશ્રી બોલ્યા જે, “જુઓને! આ લોકનાં કેવાં તાન છે? આવું હેત મહારાજની મૂર્તિમાં હોય તો કાંઈ વાંધો રહે નહિ. આ સમે મહારાજે કોઈ વાતે સુખ આપવામાં મણા રાખી નથી. મોટા મોટા સંતો તથા સ્થિતિવાળા હરિભક્તો તો મૂર્તિમાં ગુલતાન જ રહે છે, પણ ઉત્તમ સ્થિતિને ન પામ્યા હોય તે આવાં લૌકિક પદાર્થમાં સુખ માને. તોપણ સત્સંગમાં જેનો જનમ આવે તેનાં મોટાં ભાગ્ય; કેમ કે આ સત્સંગ દિવ્ય છે, તેથી મહારાજ તથા મોટા મુક્તોનો જોગ અહીં તરત મળે.”

એમ કહી પોતે ઠાકોરજીને થાળ જમાડવા ઘેર પધાર્યા. II૧૧૨II

 

In the morning of Kārtak Sud 7th , Bāpāśrī was sitting in the temple of Vṛṣpur in the square under the light of the sun. At that time Purāṇī KeśavpriyadāsjīSwāmī was reading the letter written by a saint of village Karjīsaṇ on Swāmī. Bāpāśrī asked Purāṇī, “Where is the letter from?” Purāṇī said, “Bāpā! It is from saint of village Karjīsaṇ. He and devotees of that place have conveyed Jay Swāmīnārāyaṇa.” Then Bāpāśrī asked, “Purāṇī, which village Karjīsaṇ as if he was stranger.” Purāṇī Keśavpriyadāsjī said, “Bāpā! Śrījī Mahārāj has done many līlā in Gujarāt in village Karjīsaṇ and at the place of Goviṅdbhāī and Jatanbā of Ḍāṅgarvā. You had also gone there. All have become happy by your darśan– it is thus written in the letter. Then Bāpāśrī said, “Yes! Now I recollect. After the yajña of Muḷī I went to Karāchī. At that time Swāmī Vṛṅdāvandāsjī was at village Karjīsaṇ. He used to write letter from there in which he asked me to go there definitely. When I returned from Karāchī, since Swāmī came to know about my returning to my native place, I sent a telegram and all had come to railway station to welcome me. But I had not stayed at that time, I had gone directly to Amdāvād. There Swāmī Vṛṅdāvandāsjī, etc. saint with five-six devotees had come. They showed much love and took me with them. Somābhāī, Harjīvandās, Nārāyandās, Bhāīchaṅd, Mohanbhāī, Iśvarbhāī, etc. devotees  brought carts at Ḍāṅgarvā and took me to village Karjīsaṇ. There charaṇārviṅd of Mahārāj was installed with grand ceremony. There I offered meals to Ṭhākorjī so all became very joyous. Then I went to Goviṅdbhāī’s maddh via Mathurbhāī’s house and from there Somābhāī and Maṇibhāī, etc. many devotees took me to their houses.” Purāṇī Keśavpriyadāsjī said, “Bāpā! In this letter it is written that you had fulfilled wishes of a devotee.” Bāpāśrī said, “What is it?” Purāṇī said, “In this letter devotee write to convey their Jay Swāmīnārāyaṇa with prostration and they have requested and reminded you that a devotee had asked for a son and you had said that you give only Mūrti. To have a son is all according to the wish of Śrījī Mahārāj. That devotee again prayed so you said, I will be pleased if your saṅkalpa is fulfilled by Mahārāj by my word.” Mahārāj has fulfilled that devotee’s desire. With that reminder, he has conveyed to you Jay Swāmīnārāyaṇa. Bāpāśrī said, “Look! What kind of eagerness have, they for this worldly things? If they have such love for Mūrti, there will not be any obstacle. In present time Mahārāj has left no stone unturned in giving happiness of any kind. Great saints and devotees of certain states remain lost in happiness of Mūrti. Those who have not achieved the final state believe happiness in such worldly objects, even then the one who takes birth in satsaṅg is very fortunate because this satsaṅg is divine, as attachment with Mahārāj and great muktas is soon available here.” Saying so, Bāpāśrī came home to offer meals to Ṭhākorjī. || 112 ||