Gujarati / English

કારતક વદ-૩ ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ વાત કરી જે, “મહારાજની આજ્ઞામાં જે ખબડદાર ન રહે ને ઉપર ઉપરથી મોટા મુક્ત પાસે આવે જાય ને પ્રાર્થના કરે તેથી તેનું કામ થાય નહિ. એ તો જ્યારે મહારાજને તથા મોટા અનાદિને અંતર્યામી જાણી તેમનાં વચન સામી સૂરત રાખે તો મોક્ષ થતાં કાંઈ વાર ન લાગે. નહિ તો સો ગાઉ સામો ચાલીને આવે તોપણ મૂર્તિનું સુખ તેને મળતું નથી; માટે દેખાવનો સત્સંગ ન કરવો. મહારાજ તથા મોટાનાં વચન પ્રમાણે નિયમ-ધર્મ પાળ્યા વિના ચાલે નહિ. મોટા અનાદિમુક્ત તો બહુ દયાળુ હોય તેથી મહારાજનાં વચનમાં વર્તે તેને તરત મૂર્તિમાં મૂકી દે છે.

“જીવને મોટાના સંબંધનું ફળ જતું નથી, પણ જેવું તેમના ગમતા પ્રમાણે રહે ને ફળ મળે તેવું ઉપરના દેખાવથી મળે નહિ. મોટાને વિષે હેત કરવું તેમાં પણ કોઈ વાતનો અંતરાય ન રાખે ને કામ, ક્રોધ, લોભ, માન, ઈર્ષ્યા, કપટ એ સર્વેને મૂકીને દાસભાવે વર્તે તેને તો મહારાજ તથા મોટા અનાદિ પળમાં ન્યાલ કરી મૂકે; કેમ જે શ્રીજી મહારાજ ન્યાલકરણ છે તેથી જીવના વાંક-ગુના સામું જોતા નથી એવા દયાળુ છે. પણ મહારાજને તથા મોટા મુક્તને જીવ સોંપવો જોઈએ. તે વિના ત્રણ દેહનું આવરણ ઉલંઘાય તેવું નથી. આવી વાતનો નામામેળ કરવો જોઈએ. મહારાજના તથા મોટા મુક્તના પ્રતાપે જ જીવોનો મોક્ષ થાય છે, એ વાતમાં કાંઈ સંશય નથી. તેથી મોટા મુક્તોએ શાસ્ત્રમાં લખ્યું જે, ‘હરિ કાં હરિના મળેલાનો ખપ કરવો જોઈએ.’

“બહારદૃષ્ટિએ વર્તે ને સાધન ઘણાં કરે, પણ સમાસ થાય નહિ. અક્ષરધામ અંતરવૃત્તિએ આ રહ્યું. બહારવૃત્તિએ લાખ મણ લોઢાનો ગોળો વાયુએ કરીને ઘસાઈ જાય એટલું છેટું કહ્યું છે તેથી સાધને પાર ન આવે. માટે મૂર્તિ આકારે વૃત્તિ થાય ત્યારે અણુ જેટલું છેટું નહિ. એમ આ જ શ્રીજી મહારાજ તથા મોટાને આશરે વધુ સુગમ છે. ‘ગાજ વીજ ને વરસવું રે, અગમ સુગમ કર્યું સોય; પુરુષોત્તમ પ્રગટી રે. સૌ જનને સુખ આપિયું રે, દુઃખી રહ્યું નહિ કોય; પુરુષોત્તમ પ્રગટી રે’ એવું છે.

“શ્રીજી મહારાજ તથા મોટા મુક્તોએ અક્ષરધામમાંથી દયા કરી દર્શન આપ્યાં એટલે જીવને આવો જોગ થયો. માટે એવા મોટાને ઓળખીને તેમની સાથે હેત કરીને વચનમાં વર્તે તથા અંતર્યામી જાણે અને તેમની ક્રિયા અલૌકિક સમજે તો મોક્ષ થતાં જરાય વાર નથી. આવી વાત જો ખરેખરી મનાય તો ટૂક ટૂક થઈ જવાય. માટે પાત્ર થઈને મહારાજ તથા અનાદિને રાજી કરવા ને પોતાને કરવાનું છે તેમાં કસર ન રાખવી.

“કેટલાકને આજ્ઞા-નિયમનો પત્તો હોય નહિ ને આસુરી જીવ જેવી ક્રિયા કરતા હોય તેવા પણ ઉપરનો આટાટોપ રાખી આજ્ઞા પાળવાની બીજાને વાતો કરે. એવાને બહુ મોટી ખોટ આવે, માટે કોઈએ એવું ન કરવું. કેટલાક તો દ્રોહને માર્ગે ચડી જાય છે તે કોઈના સમજાવ્યા પણ સમજે નહિ. એવા જીવને મોક્ષમાર્ગમાં બહુ વિઘ્ન થાય.

“ફેર આવો જોગ મળવો દુર્લભ. અ.મુ. ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે, ‘મંદિર તો સોનાનાં થશે, પણ આવા કહેનારા નહિ મળે.’ તેમ કહેવાનું કારણ એવા મોટા મુક્ત દુર્લભ છે, તેથી તેમની પ્રસન્નતા થાય એ માર્ગે ચાલવું. જો પ્રસન્નતા ન લઈ શકાય તોપણ અપરાધને માર્ગે ચાલી મોટા કચવાય એવું તો કરવું જ નહિ. જેમ વહાણ કાંઠે આવ્યું હોય તેમ મહારાજ ને મોટા મળ્યા તેને એવું થયું છે. માટે આ ટાણે મોક્ષ સુધારી લેવો.”  II ૧૧૯ II

 

In the morning of Kārtak Vad 3rd, Bāpāśrī talked in the assembly. He said, “He who does not remain alert in Mahārāj’s commands and outwardly goes to the great muktas and pray to them, will not get his work done. When he knows Mahārāj and great Anādi as supreme being and obeys their commands, he will get liberation within no time, otherwise he may go with them after walking a long distance he will not get happiness of Mūrti. Therefore, do not do satsaṅg outwardly. Norms, religion, must be obeyed according to the words of Mahārāj and muktas without which there is no way out. Great Anādi muktas are very merciful so if anyone behaves according to the words of Mahārāj, he will immediately be put in Mūrti. The fruit of relationship of jīva with mukta does not become fruitless. But fruit which one gets by remaining in their liking will not be as good as by making show outwardly. While developing love for mukta if one does not keep secret of anything and behaves as a servant by giving up passion, anger, greed, pride, jealousy, deceit, Mahārāj and great Anādis will make him accomplished in a moment because Mahārāj makes mission accomplish so he does not take into account jīva’s mistakes or faults- He is such merciful, but one must surrender jīva to Mahārāj and great muktas. Otherwise the covering of three bodies viz. physical, subtle and causal cannot be crossed. Such talks should be recorded. Jīva is liberated as a grace of Mahārāj and great muktas- there is no doubt about it. Therefore, great muktas have written in scripture that one should have the need of Hari (God) or of his who has met Him. He who behaves outwardly and does many means but nothing can be achieved. Here is Akṣardhām by inward tendency. Outwardly it is very far so means are not helpful. Whereas if tendency becomes the form of Mūrti, it is not away even an atom. Similarly, everything is easy in the shelter of Śrījī Mahārāj and muktas. ‘Gaj vij ne  varasvu re, agam sugam karyu soy Puruṣottam pragti re’, sau janne sukh apiyu re, dukhi rahyu nahi koy Puruṣottam pragti re’, (thunder lightening and rain which are difficult but become easy after the grace of incarnation of Puruṣottam, everybody became happy none is unhappy due to incarnation of Puruṣottam). Śrījī Mahārāj and great muktas gave darśan from Akṣardhām by showing their mercy. So jīva got such opportunity.  Therefore, if one behaves according to the words of muktas, recognises them, develops love for them, knows them as supreme being, understands their activities as divine, it will not take much time in getting liberation. If such talks are believed in real sense, one will become mad with joy. Therefore, please Mahārāj and Anādi after becoming worthy and do not leave any shortcoming in what you have to do. Some do not have any knowledge of commands or norms and do activities as demonic jīva does. Even such persons by outward show advise others to obey commands, such will suffer a great loss. Therefore, nobody should do like that. Some become fraudulent and do not understand even by persuasion of anyone-such jīva will face many obstacles on the path of salvation. Such opportunity is rare to get again. Anādi Mukta Guṇātitānaṅd Swāmī says that temples will be made of gold but one will not get such persons who say in such a way. He says so because such great muktas are rare. So tread on the path, which pleases them. If one could not get their pleasure, he should see that he does not tread on the path of sin, which would displease muktas. One who has met Mahārāj and muktas feels that as if the boat has safely reached the shore. Therefore, at this time liberation should be achieved.” ||119 ||