Gujarati / English

બાપાશ્રીએ કાંડું બાંધતી વખતે મર્મવચન કહેલ તેથી કેટલાક હરિભક્તો મનમાં વિચાર કરે અથવા સંતો એ વાતનું વર્ણન કરતા હોય ત્યાં પોતે તેમના સંકલ્પને જાણી અચાનક આવી રમૂજે યુક્ત વચન કહી તેમને રાજી કરી એ વાત ભુલાવી દેતા. સભામંડપમાં વચ્ચે બાપાશ્રીનું આસન રાખેલું તેથી સર્વેને દર્શન થાય. હરિભક્તો જય સ્વામિનારાયણ કરે ત્યારે તેમના માથા ઉપર હાથ મેલે. કોઈને પોતે ચંદન ચર્ચી હાર પહેરાવે. ક્યારેક સભામાંથી ઊઠી હાથમાં ચંદનનો વાટકો લઈ સંતોને ચંદન ચર્ચે.

એવી રીતે હરિભક્તોની સભામાં પણ ચંદન ચરચતાં કોઈ હરિભક્તો કહે, “બાપા! લાવો હું ચંદન ચર્ચું, આપ બેસો.”

ત્યારે પોતે એમ બોલે જે, “આ સભા દિવ્ય છે, તેજોમય છે, આ તો મહારાજ તથા અનંત મુક્તોની પૂજાઓ થાય છે.” એમ કહી પોતે જ ચંદન ચર્ચે.

કોઈ હરિભક્તોના માથા ઉપર ચંદનવાળા હાથ લૂઈને હસાવે અને કહે જે, “આ તો અક્ષરધામનું ચંદન છે. અમે તમને ચંદન ચરચવા અક્ષરધામમાંથી અહીં આવ્યા છીએ એમ જાણજો. આ અવસર બહુ દુર્લભ છે. આ તો મહારાજે દયા કરી તથા તમે પણ દરિયા ઊતરીને અહીં આવ્યા તેથી અમે તમારા ઉપર રાજી થઈએ છીએ. અમે તમને આ અમારો છેલ્લો યજ્ઞ છે એમ લખીને તેડાવ્યા છે, તેથી સર્વેને રાજી કરવા છે; એટલા સારુ આ દાખડા કરીએ છીએ.”

ત્યારે હરિભક્તો કહે જે, “બાપા! આપે સુખ આપવા ધાર્યું છે, તેથી આવો મહાયજ્ઞ કરી બધાયને ખેંચી લાવ્યા. એમ કહી સર્વેને રાજી કરતા.

વળી જ્યારે પંક્તિમાં દર્શન દેવા જાય ત્યારે નાનાં-મોટાં બાઈ-ભાઈ સર્વે હાથ જોડી જય સ્વામિનારાયણ કરે. પંક્તિમાં પીરસનારા હરિભક્તોને પોતે ભલામણ કરે કે, “જો જો, પીરસવામાં કસર મ રાખજો. મહારાજ આ પંક્તિમાં દર્શન દેવા દિવ્ય રૂપે ફરે છે. મંદમંદ હસે છે, તેથી કોઈને જમાડવામાં કસર રાખશો તો મહારાજ રાજી નહિ થાય. માટે સૌને તાણ કરી કરીને ખૂબ જમાડજો. કોઈ ગમે તેવો આવીને જમવા બેસે તેને ના પાડશો નહિ.”

વળી બાપાશ્રી કોઈને એમ પૂછે જે, “તમે ક્યારે આવ્યા છો? કેટલા છો? આ તો આપણા છે.” એમ કહે.

વળી કોઈને કાંઈ જરૂર હોય ને તે સંભારે એટલાકમાં તો કોઈ મિષ લઈ પાસેથી પોતે નીકળે અથવા સામેથી ચાલ્યા આવીને તેમની ઈચ્છા પ્રમાણે કહે ને કોઈને અજાણ્યા થકા કહે.

સભામાં બેઠા હોય તે વખતે કોઈક ઉતારામાં સંભારે તો એમના સંકલ્પને જાણી ત્યાં જઈ તેમના મનોરથ પૂરા કરવા જય સ્વામિનારાયણ કહે ને પૂછે જે, “તમને ઉતારા મળ્યા છે ને? ગોદડાં તથા જે કાંઈ જોઈએ તે હીરજીભાઈને તથા જાદવાભાઈને કહેજો, અમારા મનજીને કહેજો. આપણા ઘરેથી જોઈએ તે લઈ લેજો. કાંઈ મૂંઝાશો મા. અહીં તો સ્વામી ઈશ્વરચરણદાસજી, સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી આદિ તથા બીજા બધા સંતોએ આ યજ્ઞનું કામ માથે લીધું છે. તેથી તમને જે કાંઈ ચીજ જોઈતી હોય તો તેમને કહેજો. તમે અજાણ્યા તેથી અમે કહીએ છીએ.”

પછી જ્યારે સંતની પંક્તિ થાય ત્યારે પોતે ત્યાં આવી દંડવત કરવા માંડે, સંતો ઊભા થઈ જાય, સદગુરુઓ ના પાડે, “બાપા! રાખો, તમારાથી ન થાય.” એમ કહે તોય દંડવત કરે.

કેટલાક સંતો ઊભા થઈ રહ્યા હોય ત્યારે પોતે એમ કહે જે, “તમને તો મહારાજે મૂર્તિમાં રાખ્યા છે, તમે મૂર્તિમાં રહ્યા થકા દર્શન કરો છો. મહારાજ જમે છે તેથી અમે દંડવત કરીએ છીએ. તમે તો સર્વે અનાદિમુક્ત છો. મૂર્તિના સુખમાં કિલ્લોલ કરો છો.” એમ મહિમાનું વર્ણન કરે.  II ૧૩૩ II

While tying the wrist of Bāpāśrī, Bāpāśrī had uttered some mysterious words. Some devotees would think about the words or when saints would describe about those words, Bāpāśrī would know their saṅkalpas and all of a sudden he would come there and cut some jokes to please them so that they would forget those words. Bāpāśrī’s seat was kept in the centre of the assembly so all would have his darśan. When devotees would say Jay Swāmīnārāyaṇa, he would put his hand on their heads or he would apply sandalwood paste, garlands someone. Sometimes he would get up from assembly and would apply sandalwood paste to saints. Similarly he would apply sandalwood paste in devotees’ assembly. When some devotees would request Bāpāśrī to give them sandalwood paste and would request him to sit, Bāpāśrī would say that this assembly is divine and luminescent, these are poojas of Mahārāj and infinite muktas. Saying so he would himself apply sandalwood paste, he would brush his hand wet with sandalwood paste on some devotees’ head and would make him laugh and would say “This is the sandalwood paste of Akṣardhām and he had come there from Akṣardhām to apply sandalwood paste- know thus. This opportunity is very rare. It is the mercy of Mahārāj and Bāpāśrī would add, since they had come from long distance crossing the sea, so he was pleased with them. This is my last yajña. I have invited you in writing as I want to please all, for that I am doing so much effort.” Devotees would say to Bāpāśrī since he wanted to give us happiness, he made us come here by arranging such mahāyajña.” Thus, they were all pleased. Moreover whenever Bāpāśrī would go to give darśan at the time of meals, all including men, women, children, would say Jay Swāmīnārāyaṇa with folded hands. He would advise devotees who were serving meals to see that they serve it properly with love. Mahārāj moves about in dining place in the divine form to give darśan. Bāpāśrī would say, “Mahārāj smiles gently so feed all with love otherwise Mahārāj will not be pleased. Feed all, make them take more. Whosoever comes feed him but do not say no to him.” Bāpāśrī would ask someone when he came and how many they were, he would add that they are ours. Moreover if someone needed something and remembered Bāpāśrī in the meantime he would come to him with some excuse or himself would go to him and would say as his desire was or to someone he would say as if he were unaware. While he would be in the assembly and if someone remembered him from the guest house, he would know his saṅkalpa, would go to him to fulfil his desire (manorath) and would greet him with Jay Swāmīnārāyaṇa and would ask if he had got lodging place. If he wanted mattresses  or anything else he should contact Hirjibhāī or Jādavjībhāī or  inform Manjibhāī. “Take whatever is needed from our (Bāpāśrī’s) house, do not hesitate. The responsibility of this yajña has been taken by Swāmī Īśvarcharaṇadāsjī, Swāmī Vṛṅdāvandāsjī, Swāmī Ghanśyāmjīvandāsjī, etc.  and by other all saits so whatever item is needed you he should contact them. Since you are unfamiliar so I am telling this.” When there would be arrangement for meals for saints, Bāpāśrī would go there and prostrate before them, saints would get up and Sadgurus would request Bāpāśrī not to do that, even then would prostrate before them. When some saints were standing, Bāpāśrī would tell them that they had been kept in Mūrti by Mahārāj. They were getting darśan dwelling in Mūrti. “Since Mahārāj is taking meal, I am prostrating. You are all Anādi muktas. You are enjoying in the bliss of Mūrti.” Thus, Bāpāśrī would describe greatness. || 133 ||