Gujarati / English

એક વખત વાડીમાં હરિભક્તોની પંક્તિ જમવા બેઠી હતી. ત્યાં બાપાશ્રી પધારેલા તે સર્વેને દર્શન દઈ આંબાના વૃક્ષ હેઠે બેઠા હતા. અને ડો. નાગરદાસભાઈ તથા મણિલાલભાઈ, કરાંચીના લાલુભાઈ, હીરાભાઈ, ગોરધનભાઈ, ગોવિંદભાઈ, અમીચંદભાઈ, સોમચંદભાઈ આદિ તથા સરાવાળા મનસુખભાઈ તથા માથકવાળા ભગવાનજીભાઈ અને બીજા કેટલાક હરિભક્તો પંક્તિનાં દર્શન કરતા હતા. તે સૌએ મળી બાપાશ્રીના ભાલે કુંકુમના ચાંદલા કર્યા.

પછી બાપાશ્રીએ પણ સૌને ચાંદલા કર્યા ને બોલ્યા જે, “આ કંકુના ચાંદલા મ જાણજો. આ તો અક્ષરધામના ચાંદલા થાય છે.”

એમ કહી નાગરદાસભાઈ તથા મણિલાલભાઈને કહ્યું જે, “અમે ધનજીભાઈના હરજીને તાવ બહુ આવી ગયો છે તે નારાયણપુર ગયા હતા. ત્યાં જઈ તેમને ધીરજ આપી છે ને કહ્યું છે જે, ‘કાલે તાવ ઊતરી જશે.’ પણ તમે બેય ભાઈ ત્યાં જઈ આવજો ને કહેજો કે, ‘કાંઈ મૂંઝાશો નહિ. મહારાજ સારું કરી દેશે.’ તેથી તેને યજ્ઞમાં દર્શને અવાશે એવી સુવાણ થઈ જશે. ઘણો તાવ છે તેથી તેને એમ રહે જે, ‘હું આવા યજ્ઞમાં રહી જઈશ’, પણ તમે ધીરજ દેજો. આ લાલુભાઈને પણ સાથે તેડી જજો. હરજી તો મહિમાવાળો બહુ છે તેથી લાલુભાઈ અને તમારાં દર્શન થશે એટલે સાજો થઈ જશે.”

એમ તેમને ભલામણ કરી બાપાશ્રી મંદિરમાં આવવા સૌ હરિભક્તો સાથે ચાલ્યા.

માર્ગમાં લાલુભાઈને કચ્છી ભાષામાં બાપાશ્રીએ રમૂજ કરી જે, “લાલુભાઈ! આંઈ કીતે હુઆ? (તમે ક્યાં હતા?)”

ત્યારે લાલુભાઈ કહે, “બાપા! મહારાજજી મૂર્તિ મેં.”

પછી એમ કહ્યું જે, “વાડી મેં કુરો થિયો? (વાડીમાં શું થયું?)”

ત્યારે લાલુભાઈ બોલ્યા જે, “બાપા! વાડી મેં તો અક્ષરધામના ચાંદલા, આંઈ શ્રીજી મહારાજજો પ્રસાદ મીલ્યો (અક્ષરધામના ચાંદલા તથા મહારાજની પ્રસાદી મળી).”

તેવાં વચન સાંભળી હરિભક્તો પાસે તેમનું તથા હીરાભાઈ, સાંવલદાસભાઈ આદિનાં હેત અને વિશ્વાસનું વર્ણન કરતાં બાપાશ્રી મંદિરમાં પધાર્યા.  II ૧૩૮ II

Once, devotees were sitting in the farm to have meals. Bāpāśrī had gone there and after giving darśan to all was sitting under a mango tree. Dr. Nāgardāsbhāī, Maṇīlālbhāī, and Lālubhāī, Hīrābhāī, Gordhanbhāī, Goviṅdbhāī, Amīchaṅdbhāī, Somchaṅdbhāī, etc. of Karāchī and Mansukhbhāī of Sara and Bhagvānjibhāī of village Māthak and several other devotees were having darśan of saints and devotees who were taking meals. They all made chandla of kumkum on forehead of Bāpāśrī and Bāpāśrī also applied Kumkum to all and said, “Do not take this as chandla of kumkum. These are chandla of Akṣardhām.” Then Bāpāśrī said to Dr. Nāgardāsbhāī and Maṇīlālbhāī that he (Bāpāśrī) had gone to Nārāyaṇpur to see Harjī of Dhanjībhāī as he was having very high fever. “I consoled him and said that fever would subside the next day. But you both brothers (Nāgardāsbhāī and Maṇīlālbhāī) go there and tell him not to worry. Mahārāj will do everything good so he will be able to come for darśan in yajña– such will be the improvement in his health. The fever is very high so he must be thinking, he will not be able to go in yajña but give him consolation. Take Lālubhāī also with you. Harjī has much knowledge of greatness. So when darśan of Lālubhāī and yours will be had, he will become well.” After advising them thus Bāpāśrī started for the temple with all devotees. On the way Bāpāśrī jokingly told Lālubhāī in Kutchhi, ‘Aani kite hua?’(Where were you?) Lālubhāī replied in Kutchhi that he was in Mūrti. Then Bāpāśrī asked, “What happened in the farm?” Lālubhāī said to Bāpāśrī that there were chandla of Akṣardhām and Prasād of Śrījī Mahārāj was given in the farm. Bāpāśrī described about the faith and love of Hīrābhāī, Sāṅwaldāsbhāī, etc. to devotee and came to the temple. || 138 ||