Gujarati / English

બીજે દિવસે સવારે બાપાશ્રી નિત્યવિધિ કરી સભામાં પધાર્યા ત્યારે પૂછ્યું જે, “સ્વામી! તમે શું નક્કી કર્યું? રાત્રે વિચાર કર્યો હોય તે અમને કહો.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી કહે, “બાપા! મારે તો આપ રાખો ત્યાં સુધી રહેવું છે. બીજા સંતો હજી વિચાર કરે છે, પણ તમે રાજી હો તેમ કરે.”

ત્યારે બાપાશ્રી કહે, “સંતોને જવાની તાણ અમને જણાય છે, તેથી જવાનું કરો. થોડા જાય ને થોડા રહે એમ જુદા પડો એ ઠીક ન કહેવાય.”

એમ કહીને બોલ્યા જે, “સ્વામી! આપણે મૂર્તિ વિના બીજું કાંઈ જોવું નહિ. મહારાજે દયા બહુ કરી પોતાના જાણ્યા તે કામ ભારે થયું. આવા અનાદિમુક્ત મળ્યા એ કાંઈ સાધારણ વાત નથી. અક્ષરધામમાં મળવા જવું હોય તો શું બને?  આ તો સહેજમાં મેળાપ, એ કાંઈ જેવી તેવી વાત નથી.”

પછી કહ્યું જે, “સ્વામી! તમે તો ઘણા જીવોને મૂર્તિને સુખે સુખિયા કરો છો.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! આપ આ વખતે અમારા પર બહુ રાજીપો જણાવો છો. તેથી હેતે કરીને મળતાં, જમાડતાં, પ્રશંસા કરતાં, બોલાવતાં સંતો ઘણા સુખિયા થાય છે.”

તે વખતે બાપાશ્રી કહે, “સ્વામી! વારે વારે આવો અવસર ક્યાંથી આવે! આ તો તમને ભુજથી પાછા તેડાવ્યા ત્યારે આ મેળાપ થયો. જો બે મહિના રહેવાનું થયું હોત તો તમને ને અમને ઘણો લાભ થાત, પણ એ તો સૌની મરજી પ્રમાણે કરવું.”

એમ કહી બાપાશ્રી ઘેર ગયા. પછી ઠાકોરજી જમાડીને મંદિરમાં પધાર્યા. તે વખતે સંતો વચનામૃતની કથા વાંચતા હતા.

તે સર્વેને જય સ્વામિનારાયણ કહી એમ બોલ્યા જે, “સ્વામી! જવાનો શો વિચાર કર્યો?”

ત્યારે સ્વામીશ્રી કહે, “બાપા! આપ અંતર્યામીપણે બધુંય જાણો છો તેથી જેમ આજ્ઞા કરો તેમ કરીએ. અમે તો હજી કાંઈ નક્કી કર્યું નથી.”

ત્યારે બાપાશ્રી કહે, “આ સ્વામી ઈશ્વરચરણદાસજી કહે છે કે, ‘અમે રહીએ ને બીજા સંતોને જવું હોય તે ભલે જાય; કેમ કે થોડાક સંતોને જવાની તાણ છે.’ એમ કહે છે, પણ અમને એમ થાય છે કે જે નોખા નોખા ન જાવું. તાણ હોય તો બધાય સાથે જાઓ. જુદા પડો એ ઠીક નહિ. આજ પાછલી રાત્રે ચાલજો ને ભુજ જઈ રેલે બેસી જજો.”

એમ કહી પોતે ઘેર પધાર્યા. પછી બપોરના બાપાશ્રી હરિભક્તોને બોલાવીને ગાડાનું નક્કી કરવા લાગ્યા. તે વખતે પણ ગાડાવાળાને એમ કહ્યું જે, “સંતોને રોકાવાનું છે એમ જાણીને તમને મેં કહેલ નહોતું, પણ હવે સંતોને જવાનું નક્કી થયું છે તેથી તમો ગાડાં જોડીને સંતોને ભુજ મૂકી આવજો.” એમ હરિભક્તોને આજ્ઞા કરી.

પછી વળી સાંજના સ્વામી ઈશ્વરચરણદાસજીએ પોતાને રહેવા માટે પ્રાર્થના કરી.

તે વખતે પણ એમ બોલ્યા જે, “તમને તો આ ફેરે મારે જવા જ દેવા નહોતા; કેમ જે આપણે બે મહિના ભેગું રહેવાનું થાય તો કેટલો લાભ મળે! અમારે તો અખંડ કથા-વાર્તા ખપે. તે તમે હો તો સદાય કથા-વાર્તા થયા જ કરે.”

એમ કહીને બોલ્યા જે, “સ્વામી! જો રહ્યા હોત તો આપણે એકાંતનો છેલ્લો યજ્ઞ થાત. હમણાં યજ્ઞ બહુ મોટો થયો તેમાં હજારો સંત-હરિભક્ત સુખિયા થઈ ગયા, પણ ઉદઘોષ બહુ, પ્રવૃત્તિ પણ ખરી. ને આમાં તો નકરી મૂર્તિની જ વાતો થાત જેથી સમાસ ઘણો હતો, પણ તમારા ભેગા સંતો છે તેમને જવાના વિચાર રહે છે તેથી સૌ સાથે જાઓ. આપણે મૂર્તિમાં સદાય ભેગા રહીશું. અષાડ મહિના સુધી રહેવાણું હોત તો સાત્વિક યજ્ઞ થાત, પણ જેવી શ્રીજી મહારાજની મરજી. હવે તમે તૈયાર થઈ રહેજો. ગાડાનું નક્કી કર્યું છે એટલે ટાણું થયે આવશે. તમે એ વખતે મોડું કરશો નહિ ને અહીંથી પરબારા સ્ટેશને જજો, ત્યાં નાહી પૂજા કરી લેજો.”

પછી સ્વામીશ્રીએ સૌ સંતોને બાપાશ્રીની મરજી જણાવી, પણ જવાનો વિચાર સૌએ કરેલો તેથી બાપાશ્રી આ બધું મર્મમાં કહે છે તે કોઈને ખબર પડી નહિ.

રાત્રિના બે વાગ્યા પછી ગાડાં આવ્યા. સંતો પણ સર્વે તૈયાર થતા હતા ત્યારે બાપાશ્રી જાગીને મંદિરમાં આવ્યા ને ઠાકોરજીનાં દર્શન કર્યાં, તે વખતે સૌ સંતો દંડવત કરવા લાગ્યા. તે સર્વેને બાપાશ્રી બાથમાં ઘાલીને મળ્યા.

તે વખતે સંતોએ પ્રાર્થના કરી જે, “બાપા! અમારા પર આપ કૃપાદૃષ્ટિ રાખજો. અમે આપની મરજી ન જાણી શક્યા હોઈએ તોપણ આપ દયાળુ છો તેથી આવા ને આવા રાજી રહેજો.”

ત્યારે બાપાશ્રી કહે, “અમે તો સદાય રાજી છીએ. મૂર્તિમાં આપણે સૌ ભેળા રહેશું; તમે પણ ભેળા રહેજો. દિવ્ય ભાવે મૂર્તિમાં રહીએ એટલે સદાય સાથે ને સાથે. તમે સૌ આમ ને આમ આ દિવ્ય સભાને સંભારજો.”

એમ વાત કરતા હતા ત્યાં ગાડાવાળાઓ ઉતાવળ કરવા લાગ્યા, ત્યારે બાપાશ્રી પણ વળાવવા આવવા તૈયાર થયા. સંતો બાપાશ્રીનાં દર્શન કરે, બાપાશ્રી પણ સંતો પર પ્રસન્નતા જણાવીને વાતો કરે જે, “સ્વામી! આ સુખની કાંઈ તૃપ્તિ થાય તેવું છે? લાખ વર્ષ સુધી આમ ને આમ દર્શન કરીએ, વાતો કરીએ તોય તૃપ્ત ન થવાય.”

એમ કહેતાં વળી સૌ દંડવત કરી મળ્યા.

પછી બાપાશ્રી કહે, “ચાલો સંતો! હવે તમારે મોડું થાય છે.”

એમ કહી પોતે માંચીમાં બેસી ગાડાની આગળ ચાલ્યા. જ્યારે ગામ બહાર આવ્યા ત્યારે સૌ સંતો બાપાશ્રીને પગે લાગ્યા.

બાપાશ્રી પણ હેત જણાવી સૌ સંતોને મળ્યા ને બોલ્યા જે, “સ્વામી! હવે દિવ્ય ભાવે સદાય ભેળા રહેજો.”

એમ પોતાને અંતર્ધાન થવાનું મર્મમાં જણાવ્યું, પણ તે વખતે કોઈ એ મર્મવચનને સમજી શક્યા નહિ. સ્વામી ઈશ્વરચરણદાસજીએ તો રહેવાની બહુ ઈચ્છા જણાવી, પ્રાર્થના કરી, પણ સૌ સંતોની સાથે જવાની બાપાશ્રીએ આજ્ઞા કરવાથી એ પણ કાંઈ બોલી શક્યા નહિ. એ રીતે સદગુરુઓ તથા સંતો ચાલતાં બાપાશ્રી ફરી વાર સર્વેને મળ્યા, માથે હાથ મૂકીને “સદાય મૂર્તિનાં સુખ ભોગવજો” એમ આશીર્વાદ આપી તથા “આમ ને આમ દિવ્ય ભાવે આ સભા સાંભરજો” એમ આજ્ઞા કરી સંતોને વિદાય કર્યા ને પોતે મંદિરમાં પધાર્યા.  II ૧૪૮ II

In the morning of next day Bāpāśrī came to the assembly after finishing his daily routine. He asked Swāmī, “What have you decided? Tell me what decision have you taken at night.” Swāmī Īśvarcharaṇadāsjī said, Bāpā! I am willing to stay as long as you wish. Other saints are still thinking but they will do as you please.” Bāpāśrī said, “It seems to me that saints intend to go, so plan for going. It is not good that some stay and some go and thereby get separated. Swāmī! We should not see anything else excepting Mūrti. Mahārāj has shown much favour by considering us as His- it is a great thing. It is not a ordinary thing that such Anādi muktas met. Is it possible to go to Akṣardhām to see them? Whereas this meeting is very easy, it is not a small matter. Swāmī, you are making many jīvas happy in the happiness of Mūrti.” Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! This time you show much pleasure on us, so while meeting with love, feeding, praising, calling saints become very happy.” Bāpāśrī said, “Swāmī! How can there be such opportunity often? This meeting was possible because I called you back from Bhuj. Had it been possible to stay here for two months, it would have been more beneficial for you as well for me, but it should be done according to wish of all.” Saying so, Bāpāśrī went home. Then he came to the temple, after offering meals to Ṭhākorjī. At that time saints were reading kathā of Vachanāmṛt. They all were greeted with Jay Swāmīnārāyaṇa and were asked what they had decided about going. Swāmī said, Bāpā! Since you are omniscient, you know everything so we will do as you command. We have not decided anything yet.” Bāpāśrī said, “Swāmī Īśvarcharaṇadāsjī says that he would stay but if other saints want to go, let them go because some saints are eager to go. I (Bāpāśrī) feel that you should not go separately. If you are eager, all of you go together. It is not advisable to get separated. Start today late in the night and from Bhuj, go by train.” Saying so, Bāpāśrī went home. Then in the afternoon Bāpāśrī called devotees and arranged for bullock-cart. He told them that I was under the impression that saints are going to stay so you were not informed but now since they have decided to go take them to Bhuj by your bullock-cart.” Thus devotees were instructed.

          Then again in the evening, Swāmī Īśvarcharaṇadāsjī requested Bāpāśrī to let him stay back. Bāpāśrī said, “This time I was not going to allow you to go back because how much benefit we get by staying together for two months. I constantly require kathā-vārtā. If you are there, kathā-vārtā will always continue. If you had stayed, we would have performed last yajña in peace. Recently very big yajña was performed, thousands of devotees and saints became happy in it but there was hubbub, of course the activities were also there. Whereas in this yajña the talks about only Mūrti would have taken place so there would have been much benefit, but since saints are with you and they think of going so all go together. We will always stay together in Mūrti. Had it been possible for staying up to the month of Ashadh, there would have been sāttvik yajña but it is all Śrījī Mahārāj’s wish. Now get ready, bullock-carts have been arranged, so they will come at proper time. At that time do not be late and go directly to the station from here and have bath and perform pūjā there.” Then Swāmī told all saints about Bāpāśrī’s wish, but since all had thought about going so nobody knew why Bāpāśrī said all that mysteriously.

          At night after two o’clock bullock-carts came. Saints were also getting ready. Bāpāśrī woke up and came to the temple, had darśan of Ṭhākorjī. All saints prostrated, Bāpāśrī embraced them all. At that time saints requested Bāpāśrī to keep his graceful sight on them. They added that even if they have not known his wish, he should remain pleased with them like thusbecause he is merciful. Bāpāśrī said, “I am always pleased. We all will stay together in Mūrti- you also remain together. If we remain engrossed in Mūrti with divine feeling, we are always together. All of you remember this divine assembly thus.” While they were talking thus owners of the bullock-carts started making hurry. Bāpāśrī also got ready to come for send off. Saints would do darśan of Bāpāśrī, Bāpāśrī also showed pleasure on saints and said, “Swāmī! Can this happiness be saturated? Though we may have darśan for lacs of years in this way, may talk, we will not be saturated.” Once again all prostrated and met. Bāpāśrī told saints to start because it was getting late. Saying so, he himself sat in māṅchī and went ahead of bullock-carts. When they all came, out of the village all saints prostrated before Bāpāśrī.  Bāpāśrī also showed his love, met all saints and said, “Swāmī! Now always stay together with divine feeling.” Thus, Bāpāśrī said about his disappearance from this world in a veiled manner but nobody could understand his veiled expression. Swāmī Īśvarcharaṇadāsjī very much wanted to stay, requested also but since he was asked to go with saints he could not say anything. While Sadgurus and saints were going on thus, Bāpāśrī once again met them. Bāpāśrī put his hand on their heads and blessed that they enjoy the happiness of Mūrti and asked them to remember this assembly with divine feeling. After commanding thus, saints were sent off and he himself came to temple. ||148 ||