Gujarati / English

સંવત ૧૯૮૩ના ભાદરવા સુદ-૯ને રોજ સ્વામી ઈશ્વરચરણ-દાસજી ઉપર બાપાશ્રીનો તાર આવ્યો. તેથી સ્વામીશ્રી તથા સ્વામી વૃંદાવનદાસજી આદિ સંતો ગુજરાતથી સિનોગરે ગયા. ત્યાં કથાની સમાપ્તિ વદ-૧ને રોજ થઈ. બીજે દિવસે બાપાશ્રી સાથે સર્વે સંતો ભુજ ગયા.

ત્યાં સભામાં કથા પ્રસંગે બાપાશ્રીએ વાત કરી જે, “આ સભા દિવ્ય છે. મહારાજ ને તેમના અનાદિમુક્ત નિર્ગુણ છે. આ સભાને મહારાજ સાથે એકતા છે. આવા મોટા સંત જ્યાં વિચરે તે ભૂમિનાં અહોભાગ્ય! આ ટાણું બહુ દુર્લભ છે. આ સભા અક્ષરધામની છે, એમ મહારાજ કહે છે. એવો મહિમા જણાય તો કાંઈ બાકી રહે નહિ.”

એ રીતે ઘણી વાતો કરી.

પછી સર્વે સંતોને આજ્ઞા કરી જે, “તમે ભોગીલાલભાઈ, ઘેલાભાઈ, ધનજીભાઈ, વાલજીભાઈ, લાલશંકરભાઈ આદિ સર્વ હરિજનોને રાજી કરીને નારાયણપુર આવજો. અમે પણ ત્યાં આવીશું.”

એમ કહીને વૃષપુર પધાર્યા.

બીજે દિવસે સાધુ ભક્તિપ્રિયદાસજીએ સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજીને આસને આવીને કહ્યું જે, “તમને હાથ જોડીને વિનંતી કરું છું જે, તમે સભામાં વાતો કરો છો તે કેટલાક સમજી શકતા નથી.”

ત્યારે સ્વામીએ કહ્યું જે, “આ ન સમજે ત્યાં સુધી જન્મ-મરણ ટળે નહિ.”

તે વખતે ભોગીલાલભાઈ બેઠા હતા, તે બોલ્યા જે, “તમે આ સદગુરુઓની વાતોમાં મૂંઝાઓ છો તે મૂંઝાવા જેવું શું છે? અમે આ વાતો બરાબર સમજી શકીએ છીએ ને બાપાશ્રીએ અમને આ બધી વાતો સમજાવી છે; માટે અમે સદગુરુઓને પ્રાર્થના કરીએ છીએ કે આ વાતો બધેય કરજો. આ સદગુરુઓ કેવા છે? તો જેના દર્શનમાત્રે કરીને પામર અને પતિત જીવોના ઉદ્ધાર થાય છે ને ઠેઠ શ્રીજી મહારાજની મૂર્તિના સુખમાં પહોંચાડી દે છે. તમને વાતોમાં મૂંઝવણ થાય તેનું કારણ તમારી નજર પહોંચતી નથી, પણ આ વાતો સમજ્યા વિના આત્યંતિક મોક્ષ થાય તેમ નથી.”

એમ કહ્યું એટલે તે કાંઈ બોલી શક્યા નહિ. પછી જ્યાં સુધી સંતો ભુજમાં રહ્યા ત્યાં સુધી વચનામૃતની કથા પ્રસંગે બન્ને સદગુરુઓ મહારાજ તથા મોટાના પ્રતાપની અલૌકિક વાતો કરતા, પ્રશ્ન-ઉત્તર થતા તેથી હરિભક્તો બહુ રાજી થયા.

ભાદરવા વદ-૯ને રોજ સર્વે સંતો નારાયણપુર ગયા. બાપાશ્રી પણ બીજે દિવસે એટલે કે વદ-૧૦ને રોજ નારાયણપુર પધાર્યા. ત્યાંથી એકાદશીને રોજ સંતો ભારાસર ગયા અને બાપાશ્રી વદ-૧૨ને રોજ તડકામાં ઘોડીએ બેસીને બપોરે બે વાગે ભારાસર પધાર્યા.

તે વખતે એમ બોલ્યા જે, “અમે આજ તપ કર્યું. તમે દરિયો ઝંઘી ઝંઘીને અમ સારુ આવો છો તે અમે જાણીએ છીએ. અમે કાંઈ કૃતઘ્ની નથી. તાપ-તડકો વેઠીને તમ કેડે વાંસે વાંસે ફરીએ છીએ.” એમ વાત કરી.

પછી સંતો તથા હરિભક્તોના આગ્રહથી બાપાશ્રીએ ઠાકોરજીને જમાડ્યા, પછી જળપાન કરી સ્વામી ઈશ્વરચરણદાસજીનો હાથ ઝાલીને ઉભા થયા ને મંદિરમાં હરતાં ફરતાં પેટ ઉપર હાથ ફેરવતા જાય ને સ્વામીને કહેતા જાય જે, “આજ તો તમારા આગ્રહથી અને હેતથી અમે મહારાજને ખૂબ જમાડ્યા.”  II ૧૭ II

 

In Saṁvat 1983, on the day of Bhādarvā Sud 9th Swāmī Īśvarcharaṇadāsjī received a telegram from Bāpāśrī; so Swāmīśrī, Swāmī Vṛṅdāvandāsjī, etc. went to Sinogarā from Gujarāt. There kathā came to an end on the day of Vad 1st. On the next day, Bāpāśrī along with the saints went to Bhuj. There, on the occasion of kathā Bāpāśrī said in the assembly, “This assembly is divine. Mahārāj and his Anādi muktas are without attributes. This assembly has unity with Mahārāj. The place where these great saints go is very lucky. This time is very rare. This assembly belongs to Akṣardhām. It is said by Mahārāj. If such greatness is known nothing remains to be known.” Thus many talks were given. Then he asked all the saints “Come to Nārāyaṇapur after pleasing Bhogīlālbhāī, Ghelābhāī, Dhanjībhāī, Vāljībhāī Lālśaṅkarbhāī and all devotees. I will also come there.” Saying so he came to Vṛṣpur. On the next day, saint Bhaktipriyadāsjī went to Swāmī Vṛṅdāvandāsjī and Swāmī Īśvarcharaṇadāsjī and requested them with folded hands that some did not understand what they said in the assembly. Swāmī said that unless it was understood, the cycle of birth and death would not be over. At that time Bhogīlālbhāī who was sitting there said, “What is there in the talks of these sadgurus that you are confused? We properly understand these talks because Bāpāśrī has explained to us all these talks. Therefore, we pray to sadgurus to deliver these talks everywhere. These sadgurus are such that by only their darśan wretched and fallen jīvas are liberated and are taken up to the bliss of Śrījī Mahārāj. You are confused in the talks because these talks are beyond your understanding; but unless these talks are understood, ultimate liberation is not possible.” He was told thus so he could not speak. Then both these sadgurus talked about the supernatural powers of Mahārāj and muktas during the kathā of Vachanāmṛt. Thereafter there was question and answer session so devotees were much pleased. This was the regular feature till these saints stayed in Bhuj.

          On the day of Bhādarvā Vad 9th, all the saints went to Nārāyaṇapur. On the next day i.e. on Vad 10th, Bāpāśrī also came to Nārāyaṇapur. From there on the day of Ekādaśī, saints went to Bhārāsar and on the day of Vad 12th, Bāpāśrī went to Bhārāsar on horseback in hot sun and reached Bhārāsar at 2.0 p. m. At that time Bāpāśrī said, “I have done much penance. You come here across the sea from a long distance for me- I know it well. I am not faithless. I go after you by bearing hot sun.” Then Bāpāśrī offered meals to Ṭhākorjī at the insistence of the saints and devotees. Then holding hands of Swāmī Īśvarcharaṇadāsjī, Bāpāśrī got up and while moving here and there in the temple he would move his hand on the stomach and would say to Swāmī,

 “Because of your insistence and love Mahārāj has been fed much today.” || 17 ||