Gujarati / English

આસો સુદ-૫ને સવારમાં શ્રી રામપુરના મંદિરમાં બાપાશ્રી તથા સંત-હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે વખતે જેતલપુરનું ૧લું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાનને મળેલા મુક્તની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ મહારાજને મળેલા હોય કે નહિ?”

એમ કહીને પોતે જ બોલ્યા જે, “મૂર્તિમાં રહેતા હોય તે મળેલા કહેવાય. કેટલાક ત્યાગી તથા ગૃહસ્થ બહારદૃષ્ટિએ જોઈને કહે છે કે આજ મહારાજને મળેલ ક્યાંથી હોય? પણ આજ તો મળેલા ઘણા છે. મહારાજ અને મુક્ત સદા સત્સંગમાં છે, છે ને છે જ. આજ સાક્ષાત્ શ્રીજી મહારાજ મધ્યસ્થ બિરાજે છે અને મુક્ત ફરતા બેઠા છે, માટે સદાય પ્રત્યક્ષ છે. તે અંતરદૃષ્ટિએ કરીને જુએ અને મહારાજનો ને મોટાનો વિશ્વાસ લાવે, તો આ ફેરે જ છેલ્લો જન્મ થઈ જાય એવો જોગને વખત છે. આ વાતો આ ગૌમુખીમાંથી આવે છે.”

તે જ દિવસે બપોરના કૃપા કરીને વાત કરી જે, “આ ઠેકાણે તો અક્ષરધામ, મહારાજ અને તેમને મળેલા છે તોપણ કેટલાકને સઈના શેભામાં જાય છે. તે શું? તો આવું ધામ, આવા મુક્ત, આવા મહારાજ તે સાક્ષાત્કાર બિરાજે છે, તોપણ પૂરું ન થાય તો તેનું સઈના શેભામાં ગયા જેવું થયું. આવા જોગ વિના એકલાં શાસ્ત્ર વાંચે કાંઈ નહિ વળે, આ ભણતર ભણાય તો પાકું થાય. આવા પરભાવના અર્થ મોટા મોટા વેદિયા પંડિતો આવે તોય ન કરી શકે; આ અનુભવી સંત કરી શકે ખરા.”

એટલી વાત કરીને પછી વચનામૃત વાંચવા માંડ્યું. તેમાં ગાલવ રાજાની વાત આવી.

ત્યારે બાપાશ્રીએ સંતોને પૂછ્યું જે, “શ્યામકરણ ઘોડા ને ગાલવ રાજા તે કોને જાણવા?”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા! આ વચનામૃત તે વરુણ, જ્ઞાન તે ઘોડા, જીવ તે ગાલવ રાજા, અને ગુરુ તે ગરુડ; તે ગુરુ મળે ત્યારે આ વચનામૃતરૂપી વરુણમાંથી જ્ઞાન સમજાવે અને મોક્ષ કરે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “ખરો ઉત્તર લાધ્યો. આ સભામાં આવા ઉત્તર ન થાય તો પછી બીજે ક્યાં થાય!”

પછી બોલ્યા જે, “આજ પ્રગટના સુખના આહારી છે તેને પ્રગટ છે, અને જે એ સુખના આહારી નથી તેને પરોક્ષ છે. આ બદરિકાશ્રમ, આ શ્વેતદ્વીપ, આ અક્ષરધામ, આ બધા અવતાર બેઠા. આમાં માયાનો અંશ નથી. શુકદેવજી બહુ મોટા કહેવાતા, પણ સત્સંગમાં આવ્યા ત્યારે મુક્ત થયા. આજ કેટલાક ઈશ્વરકોટિમાંથી, કેટલાક બ્રહ્મકોટિમાંથી, કેટલાક અક્ષરકોટિમાંથી એમ આવ્યા છે. તે આજ અક્ષરધામની સભામાં આવી બેઠા છે. જે સ્વામિનારાયણના થાય તેની સ્વામિનારાયણ ખબર રાખે છે.”

એ સમયે લાલશંકરભાઈ આવ્યા. તેમની બાપાશ્રીએ પ્રશંસા કરી માથે હાથ ફેરવી કહ્યું કે, “આ તો અમારા સિપાઈ છે.”

પછી ગોડપુરના હરિજનોએ પ્રાર્થના કરવાથી બાપાશ્રી સંતોએ સહિત ગોડપુર પધાર્યા.  II ૨૨ II

 

In the morning of Āso Sud 5th, the assembly of Bāpāśrī, saints and devotees had taken place in the temple of Śrī Rāmpur. In the assembly the 1st Vachanāmṛt of Jetalpur Chapter was being read. In it, there is reference about a mukta who has met God. Bāpāśrī asked, “Would there be any one here who has met Mahārāj?” Saying so he himself said, “Those who dwell in Mūrti are said to have met God. Some renouncers and householders, as they cannot see with their physical eyes, say that in present time how can there be those who have met Mahārāj? But today, there are many who have met God. Mahārāj and muktas are always certainly present in Satsaṅg. There is no doubt about it. Today Śrījī Mahārāj Himself sits in the centre and muktas are sitting surrounding Him. Therefore, they are always manifest. If one sees with his inner eyes and keeps faith in Mahārāj and muktas, it will be his last birth. Such is the time and opportunity. These talks come from this gaumukhī.”

          On the very day Bāpāśrī showing his favour, talked at noon, “Akṣardhām, Mahārāj and those who have met Him are already here but some have no capacity to see them- means such abode, such muktas, such Mahārāj are seated visibly- even then they are not fulfilled therefore they have no capacity. Nothing can be gained by reading only scriptures without such association. If this knowledge is taken, one can become perfect. Such meaning in the divine perspective (parbhāv) cannot be given even by great learned, paṇḍits. Such experienced saint can do it. After this talk Vachanāmṛt was being read. In it, there was a talk about Gālav king. Bāpāśrī asked saints, “Who should be known as śyāmkaraṇa horses and Gālav king?” Swāmī Īśvarcharaṇadāsjī said, “Bāpā! This Vachanāmṛt is Varuṇa, knowledge is horse and jīva is Gālav king and guru is eagle. When one gets guru, he will explain knowledge from Vachanāmṛt in the form of Varuṇa and liberates.” Bāpāśrī said, “You gave true answer. If such answers are not done in this assembly, where can they take place?” Then Bāpāśrī said, “For those who are the enjoyers of happiness of visible (pragaṭ) He is visible (pragaṭ); and for those who are not enjoyers of happiness of visible, He is invisible (parokṣa). All incarnations, Badrikāśram, Śvetdwīpa, and Akṣardhām are sitted here. There is no part of māyā in it. Śukdevjī was known as very great but when he came in satsaṅg he became mukta. Today some from Īśvarkoṭi, some from Brahmakoṭi, and some from Akṣarkoṭi have come. Today they are sitting in the assembly of Akṣardhām. Those who become of Swāmīnārāyaṇa, Swāmīnārāyaṇa takes care of them.” At that time, Lālśaṅkarbhāī came. Bāpāśrī praised him, moved his hand on his head and said that he is my sepoy.” Then being prayed by the devotees of Goḍpur, Bāpāśrī along with saints  went to  the  village  Goḍpur.   || 22 ||