Gujarati / English

રાત્રે સભામાં પ્રસન્નતાનાં સાધન કરવા વિષે વાત ચાલતી હતી.

ત્યારે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, “સાધન સર્વે ઉપકારી છે, પણ મૂર્તિને સન્મુખ થયા વિના સુખ નથી એમ જાણે ત્યારે દોષ ટળે. મહારાજનો મહિમા યથાર્થ હોય તેને બહુ સુખ આવે છે. એ ભગવાનની મૂર્તિ વિના બીજા માયિક આકાર છે, એટલે કે પુરુષોત્તમ ભગવાન અને તેમના મુક્ત એ બે વિના સર્વે માયિક આકાર છે. તે કહ્યું છે જે, ‘મુજ વિના જાણજો રે બીજા માયિક સૌ આકાર’ એવા મહારાજ અને મહામુક્ત તે આજ કૃપાસાધ્ય છે. એટલો દૃઢ નિશ્ચય કરી રાખવો.

“નિશ્ચયની વાત બહુ અટપટી છે, તે કોઈ ચમત્કાર દેખાડે તો વળગી જાય ને કેનીક ખાઈમાં પડે કહેતાં કામ, ક્રોધ, લોભમાં લેવાઈ જાય. ભગવાનની ચૂંદડી ઓઢી બેઠા છો, પણ કાળ, કર્મ, માયામાં લોભાઈ જવાય તો વાંધો રહી જાય. સુખમાત્ર મહારાજની મૂર્તિમાં છે. જીવ માયિક પદાર્થમાં ઝાંવા નાખે અને ઐશ્વર્ય આદિકમાં ઝાંવા નાખે, એ નિશ્ચયમાં ખામી કહેવાય. ચમક દેખી લોહા ચળે, તેમ પરિપક્વ નિશ્ચય હોય તો મૂર્તિમાં ખેંચાઈ જાય. એવો દૃઢ નિશ્ચય જેને થયો તે કોઈની ખાડમાં ન પડે. બ્રહ્મ જેવો આવે અને તે મહારાજ રૂપે દેખાય તોય લોભાય નહિ. ‘મોટા સંત સ્વરૂપાનંદ સ્વામી આદિક બેઠા છે ત્યાં હું છું, આ સભા અક્ષરધામની છે, આપણે અક્ષરધામની મધ્યે બેઠા છીએ, આ પ્રતિમા સાક્ષાત્ અક્ષરધામમાં મૂર્તિ છે તે જ છે’ એમ નિશ્ચય થઈ જાય તો સાક્ષાત્કાર સુખ આવે.

“‘નરનારાયણ દિવ્ય મૂર્તિ સંતનકો વિશ્રામ’ એટલે પુરુષાકાર શ્રીજી મહારાજ દિવ્ય મૂર્તિ છે અને સંતનકો વિશ્રામ એટલે સંત જે મુક્ત તેમને મૂર્તિમાં રાખી સુખ આપનાર એવા મહારાજ તેનો સાક્ષાત્કાર થાય તો સુખ આવે.

“આ જીવને જ્યાં સુધી મહારાજનો પરિપક્વ નિશ્ચય થતો નથી, ત્યાં સુધી બાળકિયા સ્વભાવ ટળતા નથી. માટે તથા મોટાને ઓળખી તેમનો મન, કર્મ, વચને, સંગ કરે તો તે ખરેખરો બાળકમાંથી વૃદ્ધ થાય ને વચલા ઝોબા ન આવે. દેહ અને સગાં માટે કંઈક કૂટારા કરવા પડે છે તે ભગવાનને મેલીને ન કરવા પડે, જો નિશ્ચય પરિપક્વ રાખે તો.”

એમ હરિભક્તોને કહીને સંતોને કહ્યું જે, “વાતો કરો. અમે તો તૂટક તૂટક વાતો કરીએ છીએ. અમારા છે તે તો જાણે કે ‘ઘરકી બાત’; એમ ન કરવું. હમણાં દ્રોહની નદીયું વહે છે તેમાં ભગવાનના ભક્તને જાળવવું. કોઈને ખોટું ખોટું ભરાવીને અવગુણ લેવા નહિ. આપણા સારુ સંત દાખડા કરે છે. માટે કામ ક્રોધ, જુવાની, કે રાજ, ધન આદિક કોઈનો કેફ ન રાખવો. આપણે પોતાનું ખાવું અને કમાવું તેમાં સુખ છે.”

પછી બોલ્યા જે, “આ જીવને ઉગારવા સંત ભાતાં બાંધી બાંધીને ફરે છે, ભૂલ્યાને વાટે કરવા ફરે છે તેથી તેમના દાસ થઈ રહેવું. મોટાઈ, અધિકાર કાંઈ કામ નહિ આવે. ‘દાસ તમારા દાસનો મને રાખો નાથ હજૂર.’ એમ દાસના દાસ થઈ રહેવું. અહીંના હરિજનોનાં તપ જબરાં તેથી આવા મોટા ચાલી ચાલીને દર્શન દેવા આવે છે.”

પછી લાલુભાઈએ કહ્યું કે, “બાપા! એ તો તમારો પ્રતાપ અને દયા તેથી અમારાં મોટાં ભાગ્ય. આ મૂળી ને અમદાવાદથી સંત આવ્યા છે તે પણ આપની કૃપાનો લાભ લે છે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “કલ્યાણ સ્વામિનારાયણને ઘેર છે, બીજે ક્યાંય નથી. એવા નિશ્ચયમાં કસર એટલી મહિમામાં કસર અને મહિમામાં કસર હોય તો શ્રદ્ધા ન આવે. જો શ્રદ્ધા આવે તો પ્રેમલક્ષણા ભક્તિ આવે. ‘પતિવ્રતાનો ધર્મ અચળ કરી પાળજો.’ તે જેટલી આજ્ઞા છે તેટલી પાળે તો પતિવ્રતા કહેવાય. વર્તમાન ધારી સગપણ કર્યું એટલે ચૂંદડી ઓઢાડી. હવે આજ્ઞા યથાર્થ પળે તો પરણાય, પણ ગમે તેમ વરતે તો ક્યાં પતિવ્રતાપણું રહ્યું? આપણા પ્રારબ્ધ શ્રીજી મહારાજ છે. જેમ છોકરાંનું પ્રારબ્ધ તેનાં મા-બાપ, તેમ શ્રીજી મહારાજ આપણા પ્રારબ્ધ છે. છોકરાને અગ્નિ-જળાદિકથી તેનાં મા-બાપ જાળવે છે તેમ શ્રીજી મહારાજ કાળ, કર્મ, માયાથી જાળવે છે. દંડ દેવો હોય તો શ્રીજી મહારાજ પોતે દે. માટે એ જ આપણું પ્રારબ્ધ છે. આપણે શા સારુ બીજું પ્રારબ્ધ કહીએ?”

પછી બાપાશ્રી એમ બોલ્યા જે, “શ્રીજી મહારાજનો પ્રતાપ બહુ જબરો છે. જ્યારે સ્વયંપ્રકાશાનંદ સ્વામી પરોક્ષના દ્વારામાં હતા, ત્યારે કોઈક વૈરાગી મહારાજને ગાળો દેવા લાગ્યો. તે જેમ જેમ ગાળો દે તેમ મહારાજનું નામ આવવાથી તે સ્થાનમાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો. તે જોઈ સ્વયંપ્રકાશાનંદ સ્વામીને એમ વિચાર થયો જે જેનું નામ લેતાં આવો પ્રકાશ થઈ ગયો તો તે પોતે તો સાક્ષાત્ ભગવાન હોવા જોઈએ. એમ નિશ્ચય કરી મહારાજ પાસે સોરઠમાં આવ્યા. તેમને મહારાજે મુક્તાનંદ સ્વામી પાસે સાધુ કરાવ્યા. તે સ્વામીએ સ્વયંપ્રકાશાનંદ એવું નામ રાખ્યું. ત્યારે મહારાજ કહે, ‘સ્વામી! તમે જાણો છો ને શું!’ પછી સભા સામું જોઈને કહ્યું જે, ‘આ સંત તમારા પાસે છે તેમને એવી રીતે નિશ્ચય થયો હશે, પણ કહે નહિ.’ મૂર્તિનું તેજ ભડાક ભડાક દેખ્યું તેથી સ્વયંપ્રકાશાનંદ સ્વામીને તરત નિશ્ચય થઈ ગયો. માટે સૌ ખૂબ ભગવાન ભજજો.

“હમણાં પાણી ટોનારા સારા આવ્યા છે, માટે વ્યવહારમાં પડી ન રહેવું. સંત શત્રુને ખોદે ત્યારે શત્રુની વહારે ચડે તો કેવો જાણવો? તે તો પાકો મૂર્ખ કહેવાય. સામો શત્રુ ભલે નગારું દેતો ચડે તોય શત્રુને ઓળખે નહિ. રાજાની સવારી ચાલે ત્યારે નાગો બાવો ધજાગરો લઈ ચડે તેમ આ પણ હાથમાં ધજાગરો આગળ કરે છે; તે તો સાયદી રાખી શત્રુની સહાય કરે એવો છે. સંત તો તેનું સારું કરે, પણ તે સ્વભાવને ન મૂકવાના ઉપાય કરે. જેને સત્સંગની લટક ખરેખરી આવી હોય તે કામ, ક્રોધ, રસના આદિકના પેચમાં ન આવે ને મૂર્તિ સન્મુખ રહે. માટે આશ્રમનું, સ્થાનનું એમ કોઈનું માન ન રાખવું. અમદાવાદનું વૃતાંત કાંઈ નહિ, મૂળીનું સારું; મૂળીનું કાંઈ નહિ, ભુજનું સારું, એવું કાંઈ માન ન રાખવું. બધેય મહામણિઓ પડી છે. મહારાજે અક્ષરધામની સભા કહી છે તે બધાય એવા હશે.”  II ૩૮ II

In the night assembly talk about means of pleasing was going on. Bāpāśrī, showing his favour, said, “All means are beneficial. But, if one knows that there is no happiness without getting attached to Mūrti, then only faults will be done away with. The one who has proper knowledge of greatness of Mahārāj gets much happiness. All other things excepting Mūrti are māyik forms. This means all other things excepting the two things viz. Lord Puruṣottam and His muktas are illusive forms. ‘Muj vinā jāṇjo re bījā māyik sau ākār’ (know that every thing else excepting Me are illusive forms). Today Mahārāj and great muktas are realised by their mercy- such firm determination one should keep. The talk of determination is complex. If someone shows miracles one would go after him and he will fall in deep pit i.e. passion, anger, greed- he will become victim of them. You have worn Lord’s Chuṅdaḍī (a smaller saffron coloured outer garment) but if you are attracted to kāḷa, karma (deeds), and māyā, it will be a defect. The happiness lies only in Mūrti. If jīva strives for māyik objects and for miracles, it is said to be defect in determination. Just as iron is attracted to magnet, similarly if the determination is matured he will be drawn in Mūrti. The one who has such firm determination will not be influenced by anyone. If even Brahma comes and appears in the form of Mahārāj, he will not be attracted. If one has such determination that great saints Swarūpānaṅd Swāmī etc. are sitting and I am there, this assembly is of Akṣardhām, we are sitting right in the middle of Akṣardhām, this idol is the same Mūrti which is in Akṣardhām itself, the realised happiness will come. ‘Narnārāyaṇa divya Mūrti saṅtanko viśrām’ (the divine Mūrti of Narnārāyaṇa is the resting place of saints). This means the human form is the divine Mūrti Śrījī Mahārāj and the resting place of saints means mukta whom Mahārāj gives happiness keeping them in Mūrti should be realised- then only happiness will come.”

          “Unless there is matured determination for Mahārāj the childish nature is not avoided. Therefore if one knows Mahārāj and His muktas and associates with them by mind, deeds and words, he will really become old from child and other stages in between will not come. We have to do so much for the body and relatives but if the determination is matured, it will not be necessary by keeping God aside.” After saying so to the devotees Bāpāśrī told the saints, “Please talk. I am talking without caring for link. It is just like having no value of the great person within his own circle. Nowadays the rivers of betrayal flow, the devotee of God should protect himself against it. No one should be deceived by a false conception and should not imbibe faults by false conception to anyone. Saints are putting efforts for us. Therefore, we should not keep pride of passion, anger, young age, kingdom, wealth, etc. There is happiness in eating from our own income and earning by self. Saints go from place to place by taking their own tiffin for the purpose of liberating jīvas, to put us on the right path when we have forgotten that path, so we should remain faithful to them. Status, authority will be of no use. ‘Dās Tamārā dāsno mane rākho nāth hajūr’ (I request Mahārāj to keep me as an attendant of Your servant’s servant- we should remain thus). The devotees of this place have taken much trouble so such mukta has come of his own to give darśan. Then Lālubhāī said, “Bāpā! It is because of you and your mercy- it is our great fortune. Saints of Muḷī and Amdāvād have come –they also take the benefit of your mercy.” Bāpāśrī said, “Benefit i.e. salvation is at the door of Swāmīnārāyaṇa, nowhere else. If there is any shortcoming in such determination means defect in understanding greatness and that defect will not lead to faith. If there is faith, love-oriented devotion will come. ‘Pativratāno dharma achaḷ karī pāḷjo’ (obey unchangeable duty as faithful wife). The faithful wife is called when one obeys whatever commands are given. By taking oath of vartamān one is betrothed means one has worn Chuṅdaḍī of God. Now if commands are properly obeyed, one can marry but if one behaves as one likes, where the question of remaining faithful to husband is! Our fate is Śrījī Mahārāj. Just, as the fate of children is their parents. Similarly, our fate is Śrījī Mahārāj. Just as children are guarded against fire, water, etc, similarly, we are guarded against kāḷa, deeds, māyā, etc. by Śrījī Mahārāj. If punishment is to be given, Śrījī Mahārāj Himself will give. Therefore, He is our fate. Why should we call anything else as our fate?”

          Bāpāśrī said, “Śrījī Mahārāj’s grandeur is very great. When Swayaṁprakāśānaṅd Swāmī was not the follower of Śrījī Mahārāj, some renouncer started abusing Mahārāj. As he continued abusing Mahārāj, His name came repeatedly, as a result, that place became luminous. Seeing that, Swayaṁprakāśānaṅd Swāmī thought that the place became so luminous by taking His name so He must be God Himself. By making such determination, he came to Mahārāj in Soraṭh. Mahārāj made him saint through Muktānaṅd Swāmī. That Swāmī gave him name of Swayaṁprakāśānaṅd Swāmī. Mahārāj said, “Swāmī! Do you know it! Why the name was given as Swayaṁprakāśānaṅd Swāmī. Then looking   at the assembly Mahārāj said this saint is with you, he must have determined thus but would not say. He saw luminescence of Mūrti so Swayaṁprakāśānaṅd Swāmī determined soon.” Bāpāśrī said to all, “Therefore, worship God very much”. You have got such knowledgeable saint so do not remain attached to worldly affairs. When saints caution us against enemies within us, if one favours these enemies – what should be called of him? He is called very stupid. Even if the enemy attacks by sounding drums, one does not recognise it. When the king’s procession goes, a nude saṅnyāsī goes ahead with flag, similarly, this is also showing us flag in his hand, it is just like showing friendship and helping the enemy. The saint will also do good of him but he will not try to give up his nature. The one who has real love for satsaṅg will not be victim of passion, anger, taste, etc. and always remain in front of Mūrti. Therefore, one should not be proud of four āśram (brahmacharya, gṛhastha, vānprashta, and saṅnyās), place (position), etc. One should not think that Amdāvād has nothing, Muḷī is good or it is nothing, Bhuj is better, etc. Everywhere you will find gems. Mahārāj has called it the assembly of Akṣardhām so they all must be gems.” || 38 ||