Gujarati / English

ફાગણ વદ-૬ને રોજ સવારમાં નિત્યવિધિ કરી બાપાશ્રી સૌ હરિભક્તોને મળ્યા.

પછી કૃપા કરીને વાત કરી જે, “ધામરૂપ થઈને શ્રીજી મહારાજની મૂર્તિને વિષે જોડાવું તે એકાંતિકપણું ને શ્રીજીરૂપ થઈને શ્રીજીના રોમ રોમનું અત્યંત સુખ તેના ભોક્તા રૂપે થઈ ગુલતાન રહેવું તે પરમ એકાંતિકપણું.”

પછી લક્ષ્મીચંદભાઈએ પૂછ્યું જે, “આસ્તિકભાવ દૃઢ રાખવો એમ કહેવાય છે તે આસ્તિકભાવનું લક્ષણ શું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજને અને મોટા અનાદિને ક્યારેય પણ છેટા ન જાણવા ને પોતાને પણ છેટે ન રહેવું. આપણને કોઈ દોષ નડતા હોય કે કાંઈક જ્ઞાનવાર્તા સમજાતી ન હોય તો મહારાજને અને મોટાને સંભારીને નિરંતર પ્રાર્થના કરવી એટલે તમામ દોષ ટળી જાય અને જે ન સમજાતું હોય તે પણ સમજાય. મહારાજ ને મોટાનાં વચનમાં જરા પણ સંશય ન કરવો; થાય તો પ્રાર્થના કરી સંશય ટાળવા આગ્રહ કરવો તો તરત ટળી જાય. એવી રીતે મહારાજ ને મોટાને વિષે કોઈ કાળે ક્યારેય પણ મનુષ્યભાવ આવવા દેવો નહિ. સદાય દિવ્ય ભાવે સહિત દર્શન, સેવા, સમાગમ વગેરે કરવું. તો જ આપણે દિવ્ય થઈએ; માટે નિરંતર તેની સરત રાખવી ને તેનું મનન કરવું તો તમામ નાસ્તિકભાવ ટળી જાય અને આસ્તિકભાવ આવે.”

આ રીતે બાપાશ્રી વાતો કરતા હતા ત્યાં લખમશી ભક્ત દર્શને આવ્યા ને દંડવત કરી ચાલ્યા, તેમને સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું કે, “કેમ ચાલ્યા?”

ત્યારે હાથ જોડીને કહે કે, “સ્વામી! પ્રવૃત્તિ નડે છે ખરી.”

તે સાંભળી બાપાશ્રી કહે, “સ્વામી! ગૃહસ્થને વ્યાવહારિક પ્રવૃત્તિના કૂટારા બહુ.”

એમ કહીને વાત કરવા લાગ્યા જે, “ગૃહસ્થ હરિભક્તોને વ્યવહાર કરવો પડે, પણ તે વ્યવહાર કેવો કરવો? તો વ્યવહાર કરતાં થકા શ્રીજી મહારાજ સુખે કરીને સંભારાય અને કથા, વાર્તા, ધ્યાન, ભજન, માળા, માનસી પૂજા એ આદિ નિયમો બરાબર સચવાય; એવી રીતે પોતાના જીવાત્માને પરલોક સંબંધી સુખ થવાનું મુખ્ય સાધન છે. વ્યવહાર દેહનિર્વાહને અર્થે કરવો, પણ શ્રીજી મહારાજ અને મોટાની આજ્ઞા પ્રમાણે જ કરવો; પણ જે વ્યવહાર કરતે થકે મહારાજની મૂર્તિને ભુલાય તેવો વ્યવહાર ભગનાનના ભક્તને કોઈ દહાડે કરવો નહિ અને વ્યવહારરૂપ થઈ જવાય એવા વેગે સહિત પણ વ્યવહાર કરવો નહિ. પોતાના આત્યંતિક મોક્ષને માટે પોતાની કોઈ પ્રકૃતિ નડતી હોય તે માટાના જોગમાં રહીને ટાળવી, પણ મોટા ને મહારાજની આજ્ઞામાં લેશમાત્ર ફેર આવવા દેવો નહિ.

“અને એમ જાણવું જે, ‘આપણે જે જે ક્રિયાઓ તથા સંકલ્પ કરીએ છીએ તેને મહારાજ તથા મોટા મુક્ત સદાય દેખે છે ને જાણે છે.’ વળી એમ વિચારવું જે, ‘તેમની મરજી તથા આજ્ઞા વિરુદ્ધ કાંઈ કરશું તો તે કુરાજી થશે તો આપણું બગડી જશે અને આપણે નિર્લજ્જ કહેવાશું.’ એમ નિરંતર તપાસ રાખીને શ્રીજી મહારાજ અને મોટા મુક્ત જેમ પ્રસન્ન થાય તેમ આપણે વર્તવાનો આગ્રહ રાખવો.

“ભગવાનના ભક્તને મુખ્ય તો એ કરવાનું જે મહારાજનું ધ્યાન અને પોતાના દેહના ભાવ વિસારી દઈને બ્રહ્મરૂપ અક્ષરધામરૂપ થાવું ને શ્રીજી મહારાજની મહારાજની મૂર્તિ વિના બીજું જોવાનો ઠરાવ રાખવો નહિ. મૂર્તિમાં ચોંટવાથી અત્યંત સુખ આવે છે, પણ તેજ સામું જોવાથી ધીરજ રહે નહિ અને મૂર્તિમાં ચોંટ્યા પછી તેજ વગેરે અનંત ઐશ્વર્ય દેખાય, પણ હરકત પડે નહિ; કેમ કે મૂર્તિમાં જોડાવાથી સામર્થી વધે છે.

“અમે એક હરિભક્તને ધ્યાનમાં બેસાર્યા તેને તેજ બહુ દેખાણું. પછી તેણે બોલવા માંડ્યું અને ભભકારા કરી બહાર નીકળી જવા માંડ્યું. પછી અમે કહ્યું જે, ‘દેહના ભાવ છોડી દો અને મૂર્તિમાં વળગો.’ પછી દેહના ભાવ ટાળી તેજમાં શ્રીજી મહારાજની મૂર્તિમાં ચોંટ્યા ત્યારે શાન્તિ, શાન્તિ, સુખ, સુખ અને આનંદ, આનંદ થઈ ગયો. બહાર નીકળી જવાપણું અને અકળાવાપણું વગેરે હતું તે મટી ગયું. માટે તેજનો સમૂહ દેખાય તો તેમાં શ્રીજી મહારાજની મૂર્તિ જોવી ને તેમાં વળગી જાવું; પણ તેજ દેખાય તે તેજમાં સુખ માનીને મૂર્તિ વિના એને જોવું નહિ; નહિ તો ઠીક ન રહે.”

પછી વાંટાવદરવાળા ત્રિભુવનભાઈએ પૂછ્યું જે, “બાપા! વચનામૃતમાં પ્રગટ ભગવાન ને પ્રગટ સંત મળે ત્યારે કલ્યાણ થાય એમ લખ્યું છે તે કઈ રીતે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ સંત છે તે પ્રગટ છે, મહારાજ પણ પ્રગટ છે. મોટા મુક્ત બોલે તે મહારાજ પોતે બોલે છે. માટે ભાવ તથા મહિમા જોઈએ. તળાવ, ડુંગર કે ટેકરી ઉપર જઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીએ તો ત્યાં પણ બોલે. જ્યાં મહારાજની મરજી હોય ત્યાં બોલે. ત્યારે કોઈ કહે જે, ‘તમને કોણ કહી જાય છે?’ તો અમને તો સ્વામિનારાયણ બોલાવે છે, અમે કાંઈ દેખતા-ભાળતા નથી, પણ એ બોલાવે છે; બોલનારા શ્રીજી મહારાજ છે. આવી મહારાજે દિવ્ય સ્મૃતિ આપી હોય તોપણ તેનો ભાર આવવા દેવો નહિ. દેહ તો મરો કે જીવો, પણ પોતાપણાનો ભાવ લાવવો નહિ. એવો મોટાનો સિદ્ધાંત છે તેને જાણવો જોઈએ તો સર્વે વાત હાથ આવે.”  II ૫૧ II

In the morning of Fāgaṇa Vad 6th Bāpāśrī met all devotees after finishing daily routine. Then showing his favour he said, “Ekāṇtikness means getting attached to Mūrti by becoming form of Akṣardhām and Param Ekāṇtikness means becoming the form of Śrījī and enjoy very much happiness of Śrījī’s pores and remain engrossed in it.” Lakṣmīchaṇdbhāī asked, “It is said that the feeling of theism must be kept firm- what are the characteristics of it?” Bāpāśrī said, “Never believe that Mahārāj and the great Anādis are away from us and we should not remain away from them. If any flaw obstructs or if talk of some knowledge is not understood, remember Mahārāj and muktas and pray constantly and all flaws will be done away with, and that which is not understood will be understood. Never doubt in the words of Mahārāj and muktas. If doubt arises, pray and insist to avoid doubt and it will soon go away. In the same way, never allow the human feeling for Mahārāj and muktas. Always do sevā, darśan, association with divine feelings. Then only we will become divine. Therefore, always be alert, and ponder on it. So that all feelings of atheism will be done away with and there will be feeling of theism. When Bāpāśrī was talking, Lakhamśī Bhakta came for darśan, prostrated before him and started to go, Swāmī Īśvarcharaṇdāsjī asked him why he was leaving. Then with folded hands he said Swāmī, it was the activity which obstructs. On hearing Bāpāśrī said, “Swāmī! The householder has many problems of practical things and devotees who are householders have to do the work of maintaining his daily routine but while doing this he should remember Śrījī Mahārāj gladly and should see that routine of kathā-vārtā, meditation, devotional songs, rosary, mental worship can be properly maintained. This is the chief means by which jivātmā gets happiness of the other world. The activity should be done for livelihood but it should be done according to the commands of Śrījī Mahārāj and muktas but the devotee of God should never do that activity by which Mūrti is forgotten, and should not get so much involved in the activity by which the life’s goal becomes activity only. If our nature becomes obstacle on the path of ultimate liberation, it should be avoided by getting attached to muktas but should not allow any change in the commands of Mahārāj and muktas, and should remember that whatever activities and thoughts we do are known and always seen by Mahārāj and great muktas. Moreover, we should think that if we act contrary to their wish or command they will be displeased and goal will not be achieved and we will be called shameless. Thus, we should constantly insist to know how to please Śrījī Mahārāj and great muktas and we should insists to behave accordingly. The main work of God’s devotee is meditation of Mahārāj and forget the feeling of his own body and become the form of Brahma and Akṣardhām and should not keep resolution for seeing anything excepting Mūrti. one gets very much happiness by sticking to Mūrti. But by looking at luminescence, one will lose patience and after sticking to Mūrti one will see limitless miracles like luminescence, etc. but there will not be any obstacle because by getting attached to Mūrti capacity increases. Once I made a devotee sit in meditation. He saw luminescence in abundance. Then he started speaking without knowing what he was speaking from unconscious mind and began to come out of meditation. Then I told him to give up bodily feeling and stick to Mūrti. Then he gave up his bodily feeling and when he stuck to Mūrti in luminescence he got peace, happiness and joy in abundance. Other obstacles like coming out of meditation and getting fed up could show no power. Therefore, when you see the mass of luminescence, you should see Mūrti in it and stick to it. But if luminescence is seen, you should not look at it without Mūrti believing that there is happiness in it, otherwise it will not be proper. Tribhovanbhāī of Vāṅṭāvadar asked Bāpāśrī, “In Vachanāmṛt it is written that when you meet God Himself and saint himself, you will achieve your salvation. How can it be done so?” Bāpāśrī said, “Here are saints, they are present and Mahārāj is also present. Whatever great muktas speak is spoken by Mahārāj Himself. Therefore, sentiment and knowledge of greatness are required. If we say Swāmīnārāyaṇa, Swāmīnārāyaṇa at the place like a pond, on a mountain or on a hill, Mahārāj speaks also. He will speak  wherever He wishes. Then someone may ask who is telling you? It is Swāmīnārāyaṇa who makes us speak. We do not see anything but we are made to speak and the one who speaks is Śrījī Mahārāj. Even if such divine memory is given by Mahārāj, one should not be proud of it. Let the body die or live but never allow to bring the feeling of self. This is the principle of muktas and if it is known, everything will be known.” || 51 ||