Gujarati / English

રાત્રે સભામાં બાપાશ્રીએ વાત કરી જે, “ભાગવત્ ધર્મ છે તેણે કરીને ભાગવતી તનુ બંધાય છે; જેમ જળ પાવાથી ફળફૂલ વગેરે બંધાય છે તેમ. માટે એ ધર્મમાં એવી મોટપ છે. શ્રીજી મહારાજની મોટાઈ જાણીને મહિમાએ સહિત ભક્તિ કરતો જાય, તો બાકી શું રહે! માટે દાસપણું રાખવું ને મૂર્તિનો રસ લેવો. જો હુંપણું આવી જાય તો સ્વામિનારાયણ ભગવાન રાજી થાય નહિ. જગતમાં હોલો બેસે તો કેડો ભાંગી જાય એમ કહે છે, તેમ હુંપણું એ સત્સંગનો હોલો છે. તે આવે તો જરૂર ભૂંડું કરે; માટે કોઈ જાતનું હુંપણું આવવા દેવું નહિ. જો હુંપણાની માનીનતા આવી જાય અને કોઈનો અભાવ લેવાય તો કેડો ભાંગી દે, માટે સત્સંગમાં દાસપણું રાખવું. દાસપણું રાખવામાં બહુ સુખ છે.

“મહારાજ કહે છે કે, ‘વૈકુંઠ, ગોલોક આદિક ધામથી આ સભા અધિક છે.’ શ્રીજી મહારાજે સર્વ ધામને એકઠાં કરીને પોતાના સંત-હરિભક્તોનો મહિમા અધિક કહ્યો છે. અને સૌથી પર સુખ આપ્યું છે તે સુખ ભોગવવું; પણ દુઃખમાં દોટ ન દેવી. સાધનથી પાર આવે તેમ નથી. વૈરાગ્ય વગેરે સાધન બિચારાં શું કરે! વૈરાગ્ય તો આ વૃક્ષને પણ છે તે સો વર્ષે પણ પાણી માગશે નહિ, કોઈ કાપશે તો બોલશે પણ નહિ; તેથી કાંઈ સિદ્ધિ નથી.

“શ્રીજી મહારાજે પોતાના મોટા મુક્તનો મહિમા ઘણો કહ્યો છે જે, ‘અમારા અનાદિમુક્ત સત્સંગમાં જશે તો મનવારો ભરી ભરીને લાવશે. એ શી રીતે? તો જે તેમની નજરે પડશે, તેમની સાથે હેત રાખશે, તેમનો જોગ કરશે, તેમને હાથ જોડશે તે બધાયનું આત્યંતિક કલ્યાણ થશે.’ માટે કાળ-કર્મથી છૂટવા એવા મોટાને વળગી પડવું. આ તો સર્વે દિવ્ય વસ્તુ છે. આવો જોગ મળ્યા છતાં બીજા ધોડા કરાય તે ઠીક નહિ. મહારાજ અને મોટાનો સિદ્ધાંત તો એવો છે જે જેને અમારો જોગ થાય તેને અઠે દ્વારકા કરી દેવું અને દિવ્ય ભાવે સુખ લેવું. મહારાજ અને મોટા અનાદિ જેમ કરતા હશે તેમ ઠીક જ કરતા હશે.”

પછી એમ બોલ્યા જે, “‘હરિ કૃપા જબ હોત હે સૂઝત અપના દોષ.’ તેમ આપણને પોતાના દોષ માલમ પડે ત્યારે એમ જાણવું જે કાળો નાગ મરેલો પડ્યો છે; તે મરેલાનો ભય રાખવો એટલે કે પાછું શૂરવીરપણું રાખવું, ઘાટ-સંકલ્પ જોઈને હારી જાવું નહિ. મહારાજ અને મોટાને પ્રાર્થના કરવી ને મહારાજનું વચન લોપાય નહિ તેમ વર્તવું.

“કોઈ વાતે નિશ્ચયમાં કસર રાખવી નહિ. મહારાજ ને મોટાનો મહિમા સમજીને એમને વિષે દિવ્ય ભાવે જોડાવું. મોટા અનાદિને હાથ જોડે એટલામાં ઘાટ-સંકલ્પ થતા હોય તે બળી જાય. પ્રગટ હોય કે દૃષ્ટિગોચર ન હોય તોપણ અંતરવૃત્તિએ હાથ જોડવા; કેમકે મહારાજ અને મોટા અનાદિ તો સર્વે જાણે છે તેથી સહાયમાં રહે.  શ્રીજી મહારાજની જોડે એવા મુક્તને ધારવાથી હેત વધારે થાય છે.

“સર્વે સાધનનું ફળ શ્રીજી મહારાજનું ધ્યાન છે, તે વિના કારણ દેહ બળે નહિ. જો આપણે ધ્યાન કરવા માંડીએ તો  મહારાજ ને મોટા તુરત સહાયમાં ભળે. સત્સંગમાં હજારો-લાખો મુક્ત છે તે બધાય સહાયમાં છે. મહારાજ સત્સંગની વહારે ચડ્યા છે તેથી સંપ્રદાયની સારી સ્થિતિ રહે છે. મહારાજ અને મોટાનો પ્રતાપ જોઈએ તો બહુ જબરું સમજાય. એટલું તો સમજવું જે ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મહા અનાદિમુક્તોએ શ્રીજી મહારાજની સંપ્રદાય બાંધી છે; માટે આપણે એ સંપ્રદાયની સેવા કરવી. અમારો તો સંકલ્પ એવો છે કે સર્વેનું મહારાજ સારું કરે. જીવને પોતાની ખોટ ઓળખાય એટલે પૂરું થયું જાણવું. અહિંસા, નિયમ, ધર્મ પાળવા, આજ્ઞા પાળવી, પણ કોઈ દુઃખાય એવો તો સંકલ્પ પણ કરવો નહિ. અમારે તો કોઈને મૂકવા નથી; ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચાડવા છે. જગતના જીવ હાથ ઝાલે તે પણ મૂકતા નથી તો અમે કેમ મૂકીશું?”  II ૫૫ II

In the night assembly Bāpāśrī talked, “The divine body is built because of bhāgvat dharma. Just as fruit, flower grows by watering them. Therefore, in this dharma there is such value. If one knows the greatness of Śrījī Mahārāj and goes on worshipping Him- along with His knowledge of greatness, nothing will be left out. Therefore, one should feel himself as a servant and take bliss of Mūrti. If there is feeling of pride of self (as if I am doing everything or giving importance to ‘I’) Lord Swāmīnārāyaṇa will not be pleased. People believe that if Holo (a dove like bird) sits on their house, it will bring misfortune. Similarly, the feeling of big ‘I’ is the holo of satsaṅg. If that comes, it is definitely going to do harm. Therefore, do not bring any kind of feeling of ‘I’. If one is proud of himself and if he has feeling of dislike for someone, it will bring misfortune. Therefore, in satsaṅg one should keep the feeling of servant- there is much happiness in it. Mahārāj says that this assembly is more than that of Vaikuṇṭha, Golok, etc. Śrījī Mahārāj has taken together all abodes and he has described the greatness of His saints- devotees is more than that. And, over and above that, He has given happiness which should be enjoyed. But in the time of sorrow, one should not be disgruntled. Means are not enough for achieving goal. What can renunciation, etc. means do! Renunciation is also there with this tree- it will not ask for water even after hundred years. It will not say anything if it is cut by someone, this does not mean that it is siddhi (achievement). Śrījī Mahārāj has said much about the greatness of His great muktas. If his Anādi muktas go in satsaṅg, they will bring lots and lots of devotees- how will they do it? Whosoever comes in their sight will get love from them, will associate with them, will pray to them and all will get ultimate liberation. Therefore, to free one self from kāḷa-karma he should get attached to muktas. This is all divine. It is not good to go elsewhere when we have got such opportunity. The principle of Mahārāj and muktas is that to make aṭhe-Dwārkā (Dwārkā, the place of pilgrimage, is here only) if one has their association and he should take happiness with divine feeling. Whatever Mahārāj and great Anādi do must be doing for good.

          Then Bāpāśrī said, “Hari kṛpā jab hot he sūzat apnā doṣ” (when Hari shows His kindness one will come to know his faults). When we find our own faults, we should know that cobra is lying dead. We should fear that dead cobra means we should be brave but should not get defeated by thoughts (ghat-saṅkalpa). We should pray to Mahārāj and muktas and should behave in such a way that their commands are not violated. There should not be any shortcoming in determination. We should join Mahārāj and muktas with divine feeling by understanding their greatness. As soon as one prays to great Anādis, his thoughts (ghat-saṅkalpa) will be burnt. Even if they are themselves not present or not seen, we should pray with aṅtarvṛtti (from the bottom of the heart) because Mahārāj and great Anādis know everything, so they help us. If such muktas are remembered along with Śrījī Mahārāj, love increases. The fruit of all means is meditation of Śrījī Mahārāj-without that causal body will not be burnt. If we start meditating, Mahārāj and muktas join us to help. There are thousands and thousands of muktas in satsaṅg and they all are there to help us. Mahārāj is encouraging satsaṅg so the position of sect is good. If we look at the glory of Mahārāj and muktas, much can be understood. At least this must be understood that great Anādi muktas like Gopālānaṅd Swāmī, Brahmānaṅd Swāmī have joined Śrījī Mahārāj’s sect. Therefore, we should serve that sect. May Mahārāj do good of all- such is my saṅkalpa. If jīva realises its own shortcoming, It should be known that goal is achieved. We should follow the path of non-violence, norms, dharma, obey commands, etc. but we should not make such a saṅkalpa that someone may feel hurt. I do not want to leave anyone- want to take them directly in happiness of Mūrti. Even the people of this world extend their helping hand, they do not desert us then how can I desert you?” || 55 ||

    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <s> <strike> <strong>

clear formSubmit