Gujarati / English

ભાદરવા વદ-૧૦ને રોજ સાંજના બાપાશ્રી તથા સર્વે સંત હરિજનો શ્રી કાકરવાડીએ નાહવા ગયા હતા. ત્યાં નાહીને બાવળ નીચે બેસી માનસી પૂજા કરી.

પછી બાપાશ્રી બોલ્યા જે, “સંતો! આજ તો પ્રશ્ન પૂછો તો વાત કરીએ.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “પ્રથમ પ્રકરણના ૭૦મા વચનામૃતમાં ચોથા પ્રશ્નમાં ચોરનું દૃષ્ટાંત દીધું છે. તેમાં ગામ તે શું જાણવું? ચોર કોને જાણવા? સાધુ કોને જાણવા? પગ તે શું જાણવું? કાંટો કયો જાણવો? અને પગ સૂણ્યો તે શું જાણવું? રાજા કોને જાણવા? અને ખજીનો શો જાણવો? ધર્મ તે શું જાણવું? માબાપ કોને જાણવા? સગાં કોને જાણવાં? લશ્કર તે શું જાણવું? અને શૂળી તે કઈ જાણવી?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ગામ એટલે જગત જાણવું. ચોર તે જીવ જાણવો. સાધુ તે સત્પુરુષ જાણવા. પગ તે અંતઃકરણ જાણવું અને કાંટો તે જ્ઞાન જાણવું. અંતઃકરણ જ્ઞાને કરીને પૂર્ણ થાય તે પગ સૂણ્યો જાણવો. રાજા તે ભગવાન જાણવા અને ખજીનો તે શાસ્ત્ર જાણવાં. ધન તે વિષય જાણવાં ને માબાપ તે પ્રકૃતિપુરુષ જાણવાં. સગાં તે ઈન્દ્રિયો જાણવી અને લશ્કર તે કાળ જાણવો. શૂળી તે યમપુરી જાણવી.

“જો જીવ ભગવાનની બાંધેલી શાસ્ત્રમર્યાદા મૂકીને વિષય ભોગવે તો કાળ આવીને યમપુરીમાં લઈ જાય ને ત્યાં મહાદુઃખ ભોગવવાં પડે. શ્રીજી મહારાજે શાસ્ત્રમાં જે પ્રમાણે આજ્ઞા કરી છે તે પ્રમાણે વર્તતા હોય એવા સાધુનો સંગનો સંગ કરે ત્યારે તે સત્પુરુષ તેને આત્મા-પરમાત્માનું જ્ઞાન કહે. તે જ્ઞાને કરીને અંતઃકરણ પૂર્ણ થાય તે પગ સૂણ્યો કહેવાય. તે અંતઃકરણ વિષય સંબંધી સંકલ્પ કરે નહિ એટલે સાધુ તેની સહાય કરે અને  જન્મ-મરણ તથા યમયાતનાનાં દુઃખ ટાળીને શ્રીજી મહારાજ ધામમાં લઈ જાય એમ સમજવું.”  II ૧૧૦ II

On the evening of Bhadarva Vad 10th, Bapashri along with all saints and devotees went to Kakarvadi to bathe.  After bathing, they sat under babul tree and performed mental worship.  Then Bapashri said, “Saints! Initiate questions and I would reply.”

Swami Ishwarcharandasji asked, “In the 4th question of the 70th Vachanamrut of the First Chapter of Gadhada there is an example of a thief. What is the meaning of village in it?  Who should be known as a thief?  Who should be known as saint?  What is the meaning of foot?  What is a meaning of thorn?  What is the meaning of swelling of the foot?  Who should be known as a king?  What is the meaning of treasure?  What is the duty (dharma)?  Who should be known as parents?  Who should be known as relatives?  What is the meaning of army?  What is the meaning of shooli (death penalty was given on this kind of instrument)?  Bapashri replied, “The village means the world. The thief means Jiva.  The saint means satpurush.  The foot means antahkaran (conscience) and the thorn means knowledge.  The swelling of foot means conscience becomes perfect with knowledge.  The king means God. The treasure means scripture. Wealth means sensual objects. Parents means Prakruti-Purush.  Relatives mean senses and the army means Kal (yam-god of death). Shooli means Yampuri.  If Jiva enjoys sensual objects by crossing limits of scriptures bound by God, Kal will take it to Yampuri and there it will have to face tremendous misery.  The one who associates such a saint who behaves according to commands given by Shriji Maharaj in scripture will be given knowledge of soul and God by that Satpurush.  With that knowledge conscience will be fulfilled- it means swelling of foot.  He does not think for sensual objects in conscience, so the saint will help him. The miseries of birth and death and miseries of Yampuri will be nullified by Shriji Maharaj and will take him to His abode. || 110 ||