Gujarati / English

વૈશાખ વદિ-૭ને રોજ સાંજે સરસપુરના જેઠાભાઈએ પૂછ્યું જે, “જેને મહારાજને અને મુક્તને રાજી કરવાની ઈચ્છા હોય, પણ આવડત ન હોય તે શું કરે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેને આવડત ન હોય તો તે મોટાને પૂછીને કરે તો ઘણા પ્રસન્ન થાય. મોટાની અનુવૃત્તિમાં રહીને થોડી સેવા કરે તોપણ રાજી થાય અને અનુવૃત્તિમાં ન રહે ને તે ઘણી સેવા કરે તોપણ રાજી થાય નહિ.  જીવના સ્વભાવ મહારાજની અને મોટાની અનુવૃતિમાં રહેવા દે એવા નથી. પોતાનું ધાર્યું મહારાજ પાસે અને મોટા પાસે કરાવે એવા અવળા છે.

“સ્વામી અચ્યુતદાસજી આદિ મંડળ ગામ ચાંદ્રાયણીથી અર્ધી રાત્રે ચાલ્યા, તે માર્ગમાં રાત્રિએ સૂતા અને ઊઠીને ચાલવા માંડ્યા. તે પાછા વળ્યા ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘સંતો! જે ગામથી આવ્યાં ત્યાં જવાશે.’ તોપણ દિશભૂલ થવાથી સાધુએ માન્યું નહિ. સવારે ચાંદ્રાયણી આવ્યા ત્યારે સ્વામીને વિનંતી કરી જે, ‘અમોએ તમને બે-ચાર ગાઉ પાછા ચલાવ્યા.’ સ્વામી બોલ્યા જે, ‘આપણે સર્વેને ચાલવું પડ્યું છે.’

“મોટા એવા સરળ હોય અને જીવ પોતાનું ધાર્યું કરે. મોટાને ગુણ ઘાલવા છે, પણ જીવ ગ્રહણ કરતા નથી. ગુરુ હોય તથા મોટા હોય તેમની પાસે પોતાનું ધાર્યું ન કરાવવું; કેમ જે તેમાં આપણે શું જાણીએ જે કેમ થશે?

“શ્રીગોપાળાનંદ સ્વામી એક ગામથી બીજે ગામ ચાલ્યા ત્યારે પોતાના શિષ્યોને કહ્યું જે, ‘પુસ્તકે મીણિયાં બાંધજો.’ પણ વાદળું નહિ હોવાથી એ વચન માન્યું નહિ. પછી માર્ગમાં વરસાદ થયો ને પુસ્તક પલળી ગયાં. વળી કોઈક સમયે કહ્યું જે, ‘આ ટાણે દિવસ છે.’ ત્યારે શિષ્યોએ કહ્યું જે, ‘રાત્રિ છે.’ પણ મોટાને રાત્રિ કે દિવસ છે જ નહિ; કેમ જે એ તો સદાય મૂર્તિમાં જ હોય તે નાહ્યા-ધોયા વિના જમે તોપણ એમને બાધ નહિ. જેમ આપણે દિવસે સૂઈએ છીએ, પણ જાગીને નાહ્યા-ધોયા વિના જમીએ છીએ તેમ મોટાને રાત્રિ છે જ નહિ. માટે મોટાની ક્રિયામાં દોષ જોવા નહિ. જ્યારે પંચ વર્તમાનમાં ફેર હોય ત્યારે દોષ જાણવો.”  II ૧૨ II

On the evening of Vaishakh Vad 7th Jethabhai of Saraspur asked, “What should he who wishes to please Maharaj and Muktas but does not know how to do it do?” Then Bapashri replied, “If he does after asking Muktas, they will be very much pleased. They will also be pleased if he does a little service of Muktas by behaving according to their desire. If he does not remain so and does much service, even then they will not be pleased. The nature of jiva is such that it does not allow us to behave according to desire of Muktas. Jiva is so crooked that it gets its work done by Maharaj and Muktas according to its desire. Swami Achyutdasji and a group started walking from Chandrayani at midnight. On the way they slept and started walking after getting up. While returning, Swami asked whether they would reach the same village from where they had started. Even then they did not believe because of mistake in direction. When they reached Chandrayani in the morning, they prayed to Swami and said that they made him walk six to eight miles. Swami said, “We all had to walk.” Muktas are so straightforward and jiva does what he wants to do. Muktas want to plant virtues but jiva does not take them. We should refrain from getting our work done from preceptor or Muktas. Because we do not know how it will happen. When Shri Gopalanand Swami started from one village to another, he told to his disciples to cover the books but they did not obey because there were no clouds. Then it rained on the way and books became wet. On another occasion Swami said that it was day at that time but the disciples said that it was night. For Muktas there is neither day nor night because they are always in Murti. There is no harm even if they eat without bath. Just as we sleep during day but after getting up we dine without taking bath. Similarly Muktas do not have night at all so we should not find fault in Muktas’ activities. When there is difference in panch vartman, it should be taken as fault.” || 12 ||