Gujarati / English

ચૈત્ર સુદ-૬ને રોજ બપોરે સભામાં સાધુ મુક્તવલ્લભદાસજીએ પૂછયું જે, “મહારાજની અને મોટાની પ્રાપ્તિ થઈ છે તોપણ માયાના ગુણ કેમ વ્યાપે છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેને મહારાજની અને મોટાની પ્રાપ્તિ થઈ છે તેને જે માયાના ગુણ વ્યાપે છે, તે તો મહારાજે અને મોટાએ તેના સમાસને અર્થે રાખ્યા છે જે એને દીનપણું રહે, ને મોટાના જોગની ત્વરા રહે, ને નિર્માનીપણું રહે એટલે મોટાનો જોગ ને સેવા કરે; તેણે કરીને મહારાજની ને મોટાની પ્રસન્નતા થાય ને કૃપાએ કરીને મહિમા સમજાવે, ને મહારાજનું અને મુક્તનું સાધર્મ્યપણું પામે; એટલા માટે એ રાખ્યા છે. આજ તો મહારાજ ને મોટા સહાયમાં છે તેણે કરીને ભગવાનને માર્ગે ચલાય છે. શ્રીજી મહારાજની અને મોટા મુક્તની સન્મુખ થાય તો ઘાટ-સંકલ્પ થાય નહિ.”  II ૧૪૦ II

On the noon of Chaitra Sud 6th, Saint Muktavallabhdasji asked a question in assembly, “Why do attributes of illusion (maya) spread even though Maharaj and Muktas have been got?”  Then Bapashri said, “Attributes of illusion spread in those who have got Maharaj and Muktas because Maharaj and Muktas want them to come nearer and they also remain humble, show eagerness for Mukta’s association, and do not care for respect so that they associate to Muktas and serve them. As a result, Maharaj and Muktas will be pleased and make them understand greatness with their grace and become one with Maharaj and Muktas. Today we can tread on the path of God because Maharaj and Muktas help us. Thoughts will not arise if he surrenders to Maharaj and great Muktas. || 140 ||