Gujarati / English

વૈશાખ વદ-૧૨ને રોજ રાત્રિએ મંદિરના દરવાજાના મેડા ઉપર બાપાશ્રી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી સૂતા હતા.

ત્યારે બાપાશ્રી રાત્રિના બે વાગ્યે સ્વામી ઈશ્વરચરણદાસજીને પૂછવા લાગ્યા જે, “તમને માનકુવાવાળા ગાંગજી પટેલ ભુજમાં ભેળા થયા હતા કે નહિ?”

ત્યારે સ્વામીએ કહ્યું જે, “હા, થયા હતા.”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “તમને ‘માનકુવે આવો’ એમ કહ્યું હતું?”

ત્યારે સ્વામીએ કહ્યું જે, “‘માનકુવે આવો’ એમ તો કહ્યું ન હતું, પણ ભુજની વાડીમાં ભેગા થયા હતા ત્યારે એમ કહ્યું હતું જે, ‘છોકરો જાદવજી માંદો છે તે અમારાથી કુંભારિયે નહિ અવાય.’ ત્યારે મેં પૂછયું હતું જે, ‘છોકરો કેવો માંદો છે?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘માંદાઈ તો છે, પણ હાલમાં ઠીક છે, દેહ પડે તેમ નથી’ એમ કહ્યું હતું, પણ ‘દર્શન દેવા કેમ ન આવ્યા કે આવો’ એમ કાંઈ બોલ્યા નહોતા.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ ટાણે એ છોકરાને અમે ધામમાં મૂકી આવ્યા. તે છોકરાને તમે પરદેશી સાધુ મોટા મોટા આવ્યા હતા, તે તમારાં દર્શન એના બાપે મંદવાડમાં કરાવ્યાં નહિ. માંદાને તો અવશ્ય સંતનાં દર્શન કરાવવાં જોઈએ. તે છોકરો સારો ભગવદી હતો ને એ થોડીકવારમાં દેહ મૂકી ગયો, પણ એના બાપે તમારાં દર્શન કરાવ્યાં નહિ.”

એમ વાત કરીને સૂઈ રહ્યા.

પછી બીજે દિવસે ભારાસરના માવજી તથા ગાંગજી પટેલ તથા તેજો ભક્ત તથા કેસરો ભક્ત આદિ હરિભક્તો આવ્યા, તેમણે વાત કરી જે, “જાદવો ધામમાં ગયો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ બાવાને અમે રાત્રિના બે વાગે વાત કરી હતી જે, ‘અમે એને ધામમાં મૂકી આવ્યા.’ કેમ બાવા! તમને કહ્યું હતું કે નહિ?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “હા, કહ્યું હતું.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “વળી એટલું એંધાણ આપીએ છીએ જે એ છોકરા પાસે કોઈ હતું નહિ ને ખાટલામાં દેહ મૂકી ગયો.”       II ૧૮૦ II

On the night of Vaishakh Vad 12th, Bapashri and Swami Iswarcharndasji were sleeping on the first floor above the doors of the temple.  At 2-00 o’clock in the night Bapashri asked Swami Ishwarcharandasji whether he had met Gangji Patel of Mankuva at Bhuj.  Swami replied that he had. Then Bapashri asked if he was invited to come to Mankuva.  Then Swami replied he had not asked me to come to Mankuva but when he had met me at Bhuj in the farm had said that he would not be able to come to Kumbharia.  Then Swami asked him what the condition of the sick boy was. Gangji Patel said that the illness is still there but at present he is somewhat better will not die. But he had not said why he had not gone to give darshan. Bapashri said that he had taken the boy to Akshardham now only. (At this time) great saint like you had come but the boy’s father did not tell you to give him darshan. Saints darshan must be arranged for sick persons. The boy was religious minded and left the body in no time. But father did not make arrangement for your darshan. After finishing talk they slept.

On the next day Mavji of Bharasar, Gangji Patel, Tajobhakta and Kesharabhakta, etc came. They informed that Jadva has gone to Akshardham.  Bapashri said that this information was given to this saint at 2-00 o’clock in the night and informed him that I had taken him to Akshardham. He asked Ishwarcharandasji whether he had told him or not. Swami Ishwarcharandasji told that he was told so. Then Bapashri said one more proof I am going to give that there was nobody near the boy and left his body in the bed. || 180 ||