Gujarati / English

જેઠ સુદ-૧૫ને રોજ સવારે સભામાં મધ્ય પ્રકરણનું ૧૯મું વચનામૃત વંચાતું હતું. તેમાં બ્રહ્મજ્ઞાનીને અન્ય દેવની ઉપાસના થઈ જાય એમ આવ્યું.

ત્યારે સાધુ પુરુષોત્તમચરણદાસજીએ પૂછયું જે, “બ્રહ્મજ્ઞાનીને અન્ય દેવની ઉપાસના શી રીતે થાતી હશે? કેમ જે એ તો કોઈ દેવને માનતા નથી.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પહેલો તો ઉપાસક હોય ને તે જો શુષ્ક વેદાંતશાસ્ત્રનું શ્રવણ કરે તો તેને સર્વ દેવને વિષે સમભાવ આવી જાય ને બધાય અવતારો એક જ છે એમ સમજે, એટલે જેને ભજીશું તે બધાય એક જ છે, એમ જાણીને અન્ય દેવની ઉપાસના પણ કરે અને ઉપાસનામાંથી ઊતરી પણ જાય.”

એમ કહીને પછી વાત કરી જે, “આ જોગ સર્વોપરી છે, તે જો ખબડદાર થઈને મંડે તો આ ને આ જન્મે પૂરું થઈ જાય ને અનાદિની સ્થિતિમાં રહેવાય ને કાંઈ પણ બાકી રહે નહિ.”

પછી સંતોએ પૂછયું જે, “આ વચનામૃતમાં ‘અમે ગોલોકમાં ગયા’ એમ શ્રીજી મહારાજે કહ્યું તે ગોલોક કિયું જાણવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામને આ ઠેકાણે ગોલોક કહ્યું છે.”

એમ કહીને બોલ્યા જે, “તમો સર્વે અવતાર છો, પણ તમને બાધિતાનુવૃત્તિ રાખી છે તેથી તમારા સ્વરૂપની ને તમારા મહિમાની તમને ખબર નથી. અક્ષરધામમાં બેઠા છો, પણ તમારું અંતર્યામીપણું મહારાજે બંધ કર્યું છે. સર્વે સભાનું તથા મૂર્તિનું તથા મૂર્તિના સુખનું સર્વનું જાણપણું તમને છે, ને ત્યાંથી આવેલા છો તોપણ રોકી રાખ્યું છે, તે અમારું સુખ તમને અહીં મળે તે સારુ રોકી રાખ્યું છે.”

એમ કહીને પછી બોલ્યા જે, “ગોલોકમાં એટલે અક્ષરધામમાં કીર્તન ગાય છે એમ કહ્યું છે તે કણસલાં દેખાડયાં છે, પણ ત્યાં કીર્તન ગવાતાં નથી. એ તો જીવને ઉપાસના-ભક્તિને રસ્તે ચઢાવવાને માટે કહ્યું છે. અને શ્રીજી મહારાજ તો સર્વે ઠેકાણે છે, માટે ગોલોક એટલે અક્ષરધામ જાણવું અને કીર્તન પણ અહીં ગવાય છે. અહીં ને ત્યાં એક જ છે; જુદું નથી, પણ સાધનિકને હેત થાય એટલા માટે કહ્યું છે. અને પરભાવમાં તો એક સુખ જ લેવાય છે.”

પછી બોલ્યા જે, “તમો લખો છો તેમાં આફૂડું બરાબર લખાઈ જશે.” એમ વર આપ્યો.  II ૧૮૪ II

On the morning of Jeth Sud 15th, the 19th Vachanamrut of middle chapter was being read in the assembly. In it, it is said that brahmyagyni (having knowledge of Brahm) may worshipped other God.

Swami Purushottamdasji asked, “How can Brahmagyani worship other God because he does not believe in any God?”  Bapashri said, “At first he may be worshipped and if he listen to dry Vadant scriptures, he will have equal feeling for all Gods and understands that all incarnations are one so whosoever worshipped, they are all one. With this understanding he may worship other God and may leave it. Saying so he said that this opportunity is ultimate and if we are alert and start for the goal, it will be fulfilled in this birth itself and can get the state of Anadi and nothing remains.

Then saint asked, “In this Vachnamrut Shriji Maharaj said he went to Golok-which is that Golok?”  Then Bapashri said, “Akshardham in the form of luminescence of Shriji Maharaj is called Golok at this place. Saying so he said you are all incarnations but you have badhitanuvruti (your powers are hidden). So, you do not know yourself and your greatness. You are sitting in Akshardham but your super natural power has been hidden by Maharaj. You have the knowledge of all assembly, Murti and bliss of Murti and you come from there even then it has been detained, so that you can get our happiness here.  Saying so he said it is said that in Golok that is in Akshardham they sing devotional song but it is not true, devotional song are not sung there. This has been said in order that Jiva may go on the path of worship and devotion.  Shriji Maharaj is omnipresent. Therefore Golok means Akshardham and devotion songs are also sung here.  Here and there is all one, not separate but this has been said so that seeker may develop love. But in Akshardham only happiness is taken. Then he said to give the boon so that whatever you write will be written properly and automatically. || 184 ||