Gujarati / English

જેઠ સુદ-૪ને રોજ બપોર પછી શ્રી કાકરવાડીએ બાપાશ્રી તથા સંત-હરિજન સર્વે નાહવા ગયા હતા. ત્યાં નાહીને માનસી પૂજા કરીને પછી બાજરાનો પોંક ને સાકર શ્રી ઠાકોરજીને જમાડીને સર્વે સંતને વહેંચી આખ્યો.

પછી સર્વે સંતને પૂછ્યું જે, “તમને સર્વેને આ સમાગમથી કેટલો ફેર પડ્યો?”

પછી સર્વએ પોતપોતાને જેટલો સમાસ થયો હતો તેટલો કહી દેખાડયો.

પછી સર્વેને વર આપ્યો જે, “તમારું સર્વે નાના-મોટાનું બધાયનું સરખું કામ કરશું. નાના-મોટા જોવા નથી. સર્વેને સરખું આપીશું. તમો સર્વે તમારો છેલ્લો જન્મ જાણજો.”

એમ સર્વેને આશીર્વાદ આપીને પરસ્પર દંડવત કરીને મળ્યા. ત્યાંથી ચાલ્યા તે મંદિરમાં ગયા ને કહ્યું જે, “તમો બાજરો ઊગ્યો ત્યારે આવ્યા હતા અને કહ્યું હતું જે, ‘આ બાજરાનો પોંક અમને જમાડીને અહીંથી બીજે જવાની આજ્ઞા કરજો.’ તે પોંક થયો તે તમને જમાડયો. માટે આજ નારાયણપુર જાઓ; અમો સવારમાં ત્યાં આવીશું.”

સર્વે સંત-હરિજન નારાયણપુર ગયા અને બીજે દિવસે એટલે સુદ-પમે પોતે નારાયણપુર પધાર્યા. સાંજના નારાયણપુરના મંદિરની વાડીએ નાહવા ગયા. ત્યાં નાહીને પ્રેમજીભાઈની બાજરીમાં માનસી પૂજા કરી મંદિરમાં આવ્યા.

બીજે દિવસે એટલે સુદ-૬ને રોજ સાંજના મંદિરની વાડીએ નાહવા ગયા. ત્યાં નાહ્યા અને માનસી પૂજા કરી. પછી પ્રેમજીભાઈ બાજરાનો પોંક લાવ્યા તે સર્વેને આપ્યો. અને ત્યાંથી મંદિરમાં આવી સર્વે સંતોને કહ્યું જે, “તમો સવારે પાછલી રાત્રે ચાલશો તો સ્વામી શ્રી અક્ષરજીવનદાસજી માધાપરમાં છે, તે સવારમાં વહેલા ભુજ જતા રહેશે તો તમારે દર્શન થાશે નહિ. તમો આગલી રાતના દશ વાગે ચાલો તો તમારા ભેળા થાશે.”

પછી સંત સર્વે રાત્રિએ મળીને નીકળ્યા. તે વખતે વાત કરી જે, “આ ફેરે તમને અમોએ બહુ સુખ આપ્યું છે.”

પછી સંત-હરિજન ચાલ્યા તે સવારે માધાપર વહેલા પહોંચ્યા. સ્વામીશ્રી અક્ષરજીવનદાસજી ત્યાંથી ભુજ જવા તૈયાર થયા હતા તે રહ્યા અને ત્યાં રસોઈ કરાવી. શ્રી ઠાકોરજીને જમાડીને સર્વે નીકળ્યા અને સ્વામી ભુજ પધાર્યા અને સંત-હરિજન સર્વે સિનોગરે થઈને પછી ગુજરાત તરફ આવ્યા.  II ૪૨ II

In the afternoon of Jeth Sud 4th, Bapashri along with saints and devotees went to kakarwadi for bathing. After bathing they performed mental worship. Then they offered millet ponkh and sugar to Thakorji (God) and its Prasad was distributed among all saints.  Then he asked all the saints, “How much difference did you all find by this association?”  Each of them narrated the difference that came from association.  Then Bapashri gave a boon by saying that work of all either small or big will be done by him equally –there will be no distinction between small and big.  All will get equal happiness.  Take it for granted that this is your last birth.  After blessing them all prostrated before one another.  From there they went to the temple.  Bapashri said, “You all had come when millet grew and had said that millet ponkh be fed to you and allow us to go elsewhere.  Ponkh was fed to you, now go to Narayanpur; I shall come there in the morning.  All saints and devotees went to Narayanpur and Bapashri reached there next day i. e. on Sud 6th .  In the evening they went to bathe in the farm of Narayanpur temple.  After bathing they perform mental worship among the crop of Premjibhai’s millet and came back to temple.  On the second day i.e. Sud 5th  they went to bathe in the temple farm, there they bathed and performed mental worship.  Then Premjibhai brought millet ponkh and gave it to all.  From there they went to temple.  Hear Bapashri told all saints, “If you start late in the night, you will not have darshan of Swami Aksharjivandasji in Madhapar.  He will leave early in the morning for Bhuj.  If you start early in the night at ten o’clock he will be available.  Then all saints started at night.  At that time Bapashri said, “I have given you much happiness during this trip.  Then saints and devotees started and reached Madhapar early in the morning. Swami Shri Aksharjivandasji who was ready to go to Bhuj stayed there and made arrangements for meals.  After offering to Thakorji (God) all started.  Swami reached Bhuj and saints and devotees came to Gujarat via Sinogra. || 42 ||