Gujarati / English

વૈશાખ વદિ-૫ને રોજ વૃષપુરથી કેરે જતાં રસ્તામાં વાત કરી જે, “સાધનદશાવાળાને સર્વે પ્રસાદી કરતાં ચરણરજની પ્રસાદી ઉત્તમ છે. ચરણરજની પ્રસાદીનો મહિમા જાણીને જેને ભૂત વળગેલું હોય તેના માથે નાખે તો ભૂત જતું રહે, ને પાપીને માથે નાખે તો પાપથી મુક્ત થાય. માટે ચરણરજની પ્રસાદી ઉત્તમ છે, પણ આ લોકનાં પકવાન્ન જમાડીએ તે સારાં સારાં ભોજન જમીને રાજી ન થાવું ને શ્રીજી મહારાજની મૂર્તિના રસરૂપી મહાપ્રસાદ લેવો. અને સિદ્ધ દશાવાળાને તો સમગ્ર મૂર્તિનું સુખ તે શ્રેષ્ઠ છે.”

ત્યારે સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “સાધનદશાવાળાને મહારાજ દર્શન આપે  છે તે એની મરજી પ્રમાણે આપે છે કે મહારાજની અને મુક્તની મરજી પ્રમાણે આપે છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મહારાજની તથા મોટા મુક્તની મરજી પ્રમાણે દર્શન થાય છે. અને સિદ્ધદશાવાળાને તો એની મરજી પ્રમાણે થાય છે અને જેવાં ઈચ્છે તેવાં સુખ આપે છે. અને સાધનદશાવાળો જે મુક્તને પ્રતાપે સુખ પામે છે તે મુક્તને વિષે તેને ગુરુપણું રહે છે. જેમ શેઠનો ગુમાસ્તો શેઠના જેવો સમૃદ્ધિવાન થાય તોપણ એમ જાણે જે, ‘આ શેઠના પ્રતાપે હું સમૃદ્ધિવાન થયો છું.’ એમ તેનો ગુણ રાખે છે. અને જ્યારે ભેળો થાય ત્યારે શેઠનું સન્માન- વિનય કરે છે. અને વળી જે થકી વિદ્યા ભણે છે તેને વિષે ગુરુપણું રાખે છે, એમ મોટાને વિષે રહે છે જે, ‘આમને પ્રતાપે સુખ મળ્યું છે’ એવું ગુરુપણું રહે છે, અને મુખ્યપણે મહારાજ રહે છે.”

એમ વાતો કરતાં કરતાં કેરે ગયા. અને ત્યાં મૂર્તિ પધરાવી તે વખતે ઘણો ચમત્કાર થયો જે મૂર્તિમાંથી તેજ છૂટ્યું તે સર્વત્ર વ્યાપી ગયું. એમ કેટલાકના દેખવામાં આવ્યું.

અને પાછા સાંજ વખતે શ્રી વૃષપુર આવતાં રસ્તામાં વાત કરી જે, “અવગુણવાળો જીવ હોય, પણ તેમાં કાંઈક ગુણ હોય ખરો; તે ગુણ આપણે લેવો, પણ અવગુણ લેવો નહિ. અને સર્વેને વિષે સમભાવ રાખવો. અને જે પોતાના અનન્ય શિષ્ય હોય તેમને એકલાં પકવાન્ન જમાડવાં એટલે કે શ્રીજી મહારાજની મૂર્તિ સંબંધી વાતો કરવી; ને સાધારણ જીવ હોય તેને સર્વેદેશી જેવી રુચે તેવી વાતો કરવી. જેમ માંદાને ભજિયા-વડાં કરી આપીએ તેમ.”

એમ વાર્તા કરતાં કરતાં વૃષપુર આવ્યા.  II ૫ II

On the 5th day of Vaishakh Vad, Bapashri talked on the way from Vrushpur to Kera.  He said, “For the seekers, prasadi of charanraj (dust touched by the feet of Shriji Maharaj) is the best prasadi of all other prasadis.  After knowing the importance of prasadi of charanraj if one casts it on the head of him who is empowered by ghost, the ghost will go away.  And if it is cast on the head of sinner, he will become free from sins.  Therefore prasadi of charanraj is the best.  One should not be pleased by eating delicious dishes of this world and considering them as tasty food but we should take mahaprasad in the form of bliss of Shriji Maharaj’s Murti.  For those who are in the state of emancipation the bliss of the whole Murti is the best.” 

Swami Vrundavandasji asked, “Maharaj gives darshan to seekers.  Does He give them according to their wish or according to the wish of Muktas and His?”  Then Bapashri replied, “They get darshan according to the wish of Maharaj and great Muktas but those who are emancipated get darshan according to their wish and also get happiness as they wish it.  Whereas, the seekers get happiness by the grace of Muktas and they treat Muktas as their preceptor.  Just as a servant believes that he has become as rich as his master because of his master’s support and remains obliged to him, and whenever he meets his boss, he honours him and shows humbleness.  Similarly seeker treats Muktas as their preceptor because they have got knowledge from Muktas.  Moreover, they feel that the happiness is on account of Muktas. Such kind of feeling of preceptor is there and principal aim is Maharaj.”  Talking thus he went to Kera. There he installed Murti and at that time there was a big miracle.  The luminescence that emitted from Murti spread everywhere.  Some people saw it.  In the evening while returning to Vrushpur he talked on the way, “Though even a person may be virtueless, he will have at least some virtue and we should take that virtue and should not take his vice.  We should be impartial to all. The stanuch follower should be fed with the delicious dishes in the form of talks of Shriji Maharaj’s Murti and ordinary souls should be preached according to their liking– just as ill persons are served with bhajia and vadas.”  Talking thus he came to Vrishpur. || 5 ||