Gujarati / English

ફાગણ વદ-૯ને રોજ સવારે સભામાં સ્વામી ઈશ્વરચરણ-દાસજીએ પૂછ્યું જે, “મધ્ય પ્રકરણના ૬૪મા વચનામૃતમાં ભગવાનની યોગમાયાએ કરીને પચાસ કોટિ યોજન પૃથ્વી તે પ્રલયને વિષે પરમાણુરૂપ થઈ જાય છે એમ કહ્યું છે. તે માયાનો શો અર્થ સમજવો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “માયા તે સમૃદ્ધિને જાણવી. શ્રીજી મહારાજ સર્વેના સ્વામી છે અને બીજું સર્વે છે તે શ્રીજી મહારાજની માયા એટલે કે સમૃદ્ધિ છે. અક્ષર છે તે મહારાજની માયા એટલે કે સમૃદ્ધિ છે, અને બ્રહ્મ છે તે અક્ષરની માયા એટલે કે સમૃદ્ધિ છે. અને મૂળપુરુષ છે તે બ્રહ્મની માયા એટલે કે સમૃદ્ધિ છે એમ જાણવું; પણ પ્રકૃતિરૂપ માયા છે તે આ ઠેકાણે ન જાણવી. એ પ્રકૃતિરૂપ માયા છે તે તો મૂળપુરુષની છે.

“સ્વર્ગ અને નર્ક તે ઉપર એ સ્વર્ગ અને નીચે તે નર્ક એમ જાણવું, પણ યમપુરી ને ચોરાસી છે તે આ ઠેકાણે ન જાણવી. ઊંચા-નીચાનો અર્થ તે પણ શ્રેષ્ઠ–કનિષ્ઠ જાણવો, પણ તળે-ઉપર ન જાણવું. એમ કહેવાય છે કે અક્ષરધામ સર્વથી ઊંચુ છે તે એમ સમજ્વું જે અક્ષરધામ સર્વેથી શ્રેષ્ઠ છે; પણ ઊંચુ એટલે ઉપર છે ને અહીં નથી એમ ન જાણવું; કેમ જે અક્ષરધામ તો સર્વત્ર છે, અને શ્રીજી મહારાજ પણ સર્વત્ર છે. ઊંચા-નીચાનો અર્થ તે શ્રેષ્ઠ-કનિષ્ઠ છે અને પરનો અર્થ પણ શ્રેષ્ઠ છે.

“તેમ જ ઉત્તરોત્તર સુખમાં પણ ફેર છે ને તારતમ્યતા છે. મહારાજની મૂર્તિના સુખથી મુક્તનું સુખ ઓછું છે ને તેથી ધામનું સુખ ઓછું, તેથી મૂળઅક્ષરોની કોટિઓનું સુખ ઓછું, તેથી અક્ષરોના મુક્તનું સુખ ઓછું, તેથી બ્રહ્મની કોટિઓનું સુખ ઓછું, ને તેથી મૂળપુરુષરૂપ ઈશ્વરોનું સુખ ઓછું છે; એમ તારતમ્યતા છે.”  II ૯૪ II

On morning of Fagan Vad 9th, Swami Ishwarcharandasji asked a question in the assembly.  He said, “In the 64th Vachanamrut of the Middle Chapter of Gadhada, it is said that fifty crore yojan earth (four hundred crore miles) becomes form of atom at the time of pralay (destruction of creation) by the Yogmaya (extraordinary power of yoga) of God.  What is the meaning of that illusion (maya)?  Bapashri said illusion should be understood as prosperity (wealth).  Shriji Maharaj is master of everything and all other things are Shriji Maharaj’s illusion i.e. creation.  Akshar is Maharaj’s illusion i.e. prosperity and Brahm is Akshar’s illusion i.e. prosperity and Mul-Purush is Brahm’s illusion i.e. prosperity, but illusion which is the form of Prakrutee should not be understood at this place.  It belongs to Mul-Purush.  Heaven and Hell– we should understand that Heaven is above, Hell is below but Yampuri (abode of death), and Chorasi should not be taken at this place.  The meaning of high and low should be taken as the best and worst but should not be taken as above and below.  It is said that Akshardham is highest of all means it is the best of all but it should not be taken that highest means above and not here because the Akshardham is everywhere, and Shriji Maharaj is also everywhere.  The meaning of highest and lowest is the best and worst and the meaning of above is also the best.  There is difference in every step of happiness and there is essence.  The happiness of Muktas is less than the happiness of Murti of Maharaj and happiness of Akshardham is even less than that.  The happiness of Mul-Aksharkoti’s is less than that of Akshardham.  The happiness of Muktas of Akshar is less than that of Mul-Aksharkoti.  The happiness of Brahmkoti is less than that of Akshar’s Muktas.  The happiness of God’s in the form of Mul-Purush is less than that of Brahmkotis.  This is the essence.  || 94 ||