Gujarati / English

ભાદરવા વદ-૪ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “સાધુનાં ઘણાં નામ હોય. નારદ-સનકાદિક પણ સાધુ કહેવાય છે, પણ સનકાદિકને ક્રોધ થયો ને નારદજી પણ નાક, કાન કપાવી બેઠા. માટે આ સંત છે તે છેલ્લો મુદ્દો છે. મહારાજે કહ્યું છે કે, ‘જે સંતો મોટા મોટા હોય તે આગળ બેસો’; તે સંત આ રહ્યા. મૂર્તિમાંહી તેજ ઝળક ઝળક કરે છે ત્યાં આ સભા બેઠી છે. આ જુઓને કેવાં સંતનાં વન કમળનાં જેવાં ફૂલી રહ્યાં છે! કેમ સંતો! વાત સાચી કે ખોટી?”

ત્યારે સંત બોલ્યા જે, “બાપા, આપ કહો છો તે સાચી વાત છે.”

એવામાં હરિજનની સભામાંથી ઝળળળ ઝળળળ તેજ નીકળ્યું. તે દેખીને એક હરિજન આશ્ચર્ય પામ્યો.

પછી બાપાશ્રી બોલ્યા કે, “આ સભાનો મહિમા હરિજનોને છે તો ઓ જાણે જે હું સેવા કરું ને ઓ જાણે હું સેવા કરું. જેને મહિમા ન સમજાય તેને તો આ સભાનું સુખ ન આવે. આ સભાનો મહિમા સમજાય તેને તો આઠે પહોર આશ્ચર્ય થયા જ કરે. જેણે શ્રીજી મહારાજનો આશ્રય કર્યો હોય તેને માન્યામાં આવે છે.

“બધા ગુણ શ્રીજી મહારાજના છે. કદાપિ શ્રીજી મહારાજ પોતાના ગુણ કોઈકને કિચિત્ આપે તો તે પોતાના ન માનવા. ધણીના માનવા. ધૂળ ઘાલી તેણે શું થાય? આ ધૂળ નથી ઘાલી; આ તો શ્રીજી મહારાજની ચૂંદડી ઓઢી છે, તે ધન્યભાગ્ય છે. જેટલું રાજાનું એટલું રાણીનું રાજ્ય થઈ ગયું છે. જુઓ તો ખરા, ભીખ માગી ખાતા હતા તે મટી ગયું; એ મહારાજનો પ્રતાપ છે. આવો અવસર ફરી નહિ આવે.

“માંડવીનો ભાટિયો પરણીને આવતો હતો, તે દરિયામાંથી તો ઊતર્યો, પણ ધામધૂમ કરવા રહ્યો એટલામાં નદી આવી તે તાણી ગઈ, માટે ધામધૂમ કરવા ન રહેવું. પુસ્તક, ચેલા, ધર્માદા, આદિક નવાં નવાં ચરિત્ર કરવાં તે સર્વે ધામધૂમ છે. તે ધામધૂમરૂપી કાર્યમાં રખડવું નહિ. તેને મૂકીને મૂર્તિમાં જોડાઈ રહેવું, પણ બેઠે બેઠે તરંગ કરવા નહિ. યાત્રા કરવા જાવું, સભાઓ જીતવી, સમૈયા કરવા તે સર્વે ધામધૂમ છે. તે ન કરવું.

“આચાર્ય શ્રી કેશવજીપ્રસાદજી મહારાજે શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજનો વરઘોડો ફેરવવા માંડયો ત્યારે સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ ના પાડી; તોપણ ફેરવ્યો તો વિઘ્ન આવ્યું જે માણેકચોક આગળ બંદૂકો ફૂટી ને ખૂન થયાં ને પાછા આવ્યા. માટે મોટા તો શ્રીજી મહારાજના સિદ્ધાંત પ્રમાણે બોલે તેમ જ થાય. પાછા આવ્યા ત્યારે વળી બીજાએ અવગુણ ઘાલ્યો જે, ‘સ્વામીએ ના પાડી તેમાં આ વિઘ્ન આવ્યું; તેથી એમનો શાપ લાગ્યો’ એમ અવગુણ ઘાલ્યો. મહિમાય સમજે ને વળી અવગુણ પણ લે એવા જીવના સ્વભાવ છે.

“આ લોકમાં તનનાં, મનનાં ને જનનાં દુઃખ છે. અનેક પ્રકારના રોગ દેહમાં ભર્યા છે તે પીડા કરે એ તનનાં દુઃખ; લોક નિંદા કરે, ધૂળ નાખે, અપમાન કરે, એવાં દુઃખ દે તે જનનાં દુઃખ; અને ધ્યાનમાં, ભજનમાં, માળા ને માનસી પૂજામાં સંકલ્પ-વિકલ્પ થાય તે મનનાં દુઃખ છે. એવાં ઘણાં દુઃખ છે તે મોટા પુરુષનો જોગ કરે ને એમના જેવો નિષ્કંચન થાય તો સર્વે દુઃખ ટળી જાય છે.”  II ૧૦૩ II

On the morning of Bhadarva Vad 4th, Bapashri, showing his favour, talked.  He said, “There may be many names of saints.  Narad, Sanak, etc are also called saints. But sanak, etc became angry and Naradji also lost his prestige.  Therefore this saint is the last point.  Maharaj has asked great saints to sit in front; here are those saints and this assembly is sitting where luminescence is emitted from Murti. Just see! How this group of saints bloom like lotus!” Bapashri wanted saints to confirm his vision.  Saints affirmed Bapashri’s divine vision.  In the meanwhile, luminescence emitted from the assembly of the devotees.  Seeing this, one devotee was surprised.   Then Bapashri said, “Greatness of this assembly is known to devotees.  Some one may think that he is doing service whereas other thinks that he is doing it.  The one who does not understand the greatness will not get the joy of this assembly. If the greatness of this assembly is understood, he will have wonder round the clock.  It is believed by the one who has taken shelter of Shriji Maharaj.  All virtues are of Shriji Maharaj.  In case Shriji Maharaj gives His virtues to some one, he should not think that it is his.  It should be believed as His master’s grace.  Do not take this as an ordinary thing.  It is fortunate that you have worn the chundadi (saffron cloth) in the name of Shriji Maharaj (here it means Shriji Maharaj have given them diksha and made them saints).  Just as it has become the kingdom of the queen as much as it is of the king.  Just see!  Wandering for the goal of salvation is over; it is the glory of Maharaj. This opportunity will not come again.  A Bhatia of Mandvi was coming back after wedding; he got drowned at the shore while performing the marriage ceremony at the shore.  In the meanwhile there was flood in the river and he was drowned.  Therefore one should not wait for unnecessary things like books, disciples, donation, etc.   They are all like ceremony.  Do not wander in such activity.  Leave aside everything and get attached to Murti but do not be whimsy.  To go on pilgrimage, to win in challenges (here challenges means the interpretation of deep meaning of scriptures), to arrange samaiya (religious festivals) – these are all ceremonies (commotion for pomp).they should be avoided. 

When Acharya Keshavprasadji Maharaj took out procession of Shri Purushottamprasadji Maharaj, Sadguru Nirgundasji advised him not to take out, even then, he did not listen and there was obstacle– when the procession came near Manek Chowk riot took place and rival group fought with guns and murders took place so they had to stop the procession.  Therefore whatever Muktas say according to the principle of Shriji Maharaj, it is bound to happen.  When the procession came back some one blamed Swami by saying that the obstacle was because of Swami’s refusal. Thus he blamed Swami.  Though jiva understands greatness of Muktas, it also finds faults- such is the nature of Jiva. In this world, there is agony of people, mind, and body.  There are various kinds of diseases; they give pain, they are agonies of body.  People criticize us, throw sand on us, insult us- such are the agonies of people.  The agonies of mind are disturbance of thoughts while meditation, worship, rosary and mental worship. There are many such agonies. They can be avoided provided he gets attached to Muktas and becomes pure (nishkanchan). || 103 ||