Gujarati / English

ફાગણ સુદ-૭ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ માસ્તર છોકરાંને ભણાવે છે તેને એમ રહે જે હું ઘણાને ભણાવું તો ઠીક; તેમ અનાદિમુક્તને એમ રહે જે ઘણા જીવ સુખિયા થાય તો ઠીક. સત્ય આત્મા, સત્ય મૂર્તિ ને સત્ય સંત તથા એ ત્રણના સંબંધને પામેલાં સત્તશાસ્ત્ર એ ચારનો સંગ કરે તે સત્સંગી થયો. તેને પણ સુખભોક્તામાં અનાદિમુક્ત પહોંચાડે ત્યારે પહોંચાય. સત્સંગમાં જે મુદ્દો છે તે આપણને મળ્યો છે. મહારાજની મૂર્તિ રાખે તો સુખિયા થવાય. આવી જબરી વાતમાં હર્ષ થતો નથી ને માયિક વાતમાં હર્ષ થાય છે એ મોટું અજ્ઞાન છે.

“રામપરામાં એક હરિજન ગુણબુદ્ધિવાળા હતા, તે ભવૈયા જોવા ગયા. તેમને લઘુ કરવાનું બહુ થયું પણ માગ (જગા) જતો રહે એટલા સારુ ઊઠયા નહિ ને લઘુ ચોરણામાં થઈ ગયું; એવું તાન માયિકમાં છે. પુરુષોત્તમ ભગવાનની કથા-વાર્તામાં એવું તાન થાતું નથી એ મોટું અજ્ઞાન છે. કથા-વાર્તામાં તો જેને જેટલી સ્થિતિ થાય છે તેને તેટલો હર્ષ થાય છે. અનાદિની પંકિતમાં ભળ્યા વિના સુખ થાય નહિ અને મોટા સાથે મન બાંધે તો બધું પૂરું થઈ જાય. વાત તો અતિ જબરી છે, તે જો સમજાય તો દીવાના થઈ જવાય.”

‘જેને જોઈએ તે આવો મોક્ષ માગવા’ એમ મર્મમાં વાત કરીને પછી બોલ્યા જે, “શાસ્ત્રમાં હોય તેનાથી નવા શબ્દ આવે, તે શ્રીજી મહારાજની મૂર્તિના સુખભોક્તા એવા અનાદિમુક્ત બોલે છે, ને તેમાં મહારાજની મૂર્તિ આવે છે; તેથી આનંદ થાય છે. આજ તમને જે વસ્તુ મળી છે તે તો બહુ જ ભારે છે. તેને ખાઓ, ખાઓ કહીએ છીએ પણ કોઈ ખાય નહિ ને મોટા મુક્ત કોળિયા વાળીને દે તોપણ ઠીક ન લાગે. સત્સંગમાં ને લોકમાં પ્રમાણ કરે એવો ખરો સમાગમ કરવો. દાસપણે રહે ને નવાં નવાં સુખની ઈચ્છા કરે તો પડદા તૂટી જાય ને સુખ સમજાતું જાય ને મહારાજની મૂર્તિમાં ગયા કેડે પણ નવું નવું સુખ મળતું જાય, પણ સુખની હદ આવે નહિ. અનાદિમુક્તને પણ એ સુખનો પાર આવતો નથી તો બીજાને તો પાર આવે જ ક્યાંથી?

“આ સભામાં એનું એ જ સુખ છે, પણ જીવ શૂનકાર થઈ ગયો છે, તે જ્યાં ત્યાં બંધાઈને વળગી પડે છે ને ભટકી પડે છે. આધુનિકને મુક્ત જાણીને તેમાં વળગે છે, પણ ખરી વસ્તુને બાઝતો નથી એટલે કે મુક્તને વિષે પ્રીતિ કરતો નથી. સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી અનાદિમુક્ત હતા ને શ્રીજી મહારાજની મરજીની આવેલા હતા, તેમણે આ મુક્ત ઓળખાવ્યા છે. જેનાં ભાગ્યમાં ખામી હશે તે આ મુક્તને ઓળખતા નથી ને જ્યાં ત્યાં ઝાવાં નાખે છે; તે સુખિયા ક્યાંથી થશે? મુક્ત ઓળખીને તે મુક્ત પાસેથી સુખ ભોગવવાની ત્વરા રાખે તો સુખિયા થઈ જાય. શ્રીજી મહારાજ અને અનાદિમુક્તને સાથે રાખે તો છેલ્લી અવધિ આવે. ઘણા જન્મ ગોથાં ખાધાં; આ વખતે નીકળવાનો દરવાજો ખરેખરો આવ્યો છે. આવા સમયમાં શૂનકાર થઈને ઊભો રહે એમાં શું સુખિયું થવાય? જ્યાં સુધી ઈન્દ્રિયોને લાડ લડાવે ત્યાં સુધી સુખિયું થવાય નહિ અને મહારાજને તથા મોટાને વિષે ખરી આસક્તિથી જોડાય તો જન્માંતરે પૂરું થવાનું હોય તે આ જન્મે જ પૂરું થઈ જાય. ઉપાસનામાં ફેર હોય ને મોટાને જાણ્યા ન હોય તો જ્યાં ને ત્યાં ગબડી પડે; માટે ખરેખરો નિશ્ચય રાખવો.

“સર્વદેશીમાં સુખ છે, માટે એકદેશી ન થાવું ને એકદેશી થયા હોય તેનો સંગ ન કરવો. એકદેશીથી સત્સંગમાં ન રહેવાય ને તેની સાથે જીવ જોડે તેને પણ સત્સંગ બહાર કરે; માટે યુક્તિવાળા માણસો સત્સંગમાં હોય તેમને પણ ઓળખવા. જો ન ઓળખે તો જીવનો નાશ થઈ જાય ને મોક્ષમાં ઘણો જ વાંધો આવે; કેમ જે જેને સત્સંગનો અવગુણ આવ્યો હોય તે બીજાને પણ સત્સંગના અવગુણ ઘાલે; તેથી જીવનો નાશ થઈ જાય.

“જેને મહારાજના ભક્તમાં કેવળ દોષ દેખાય તે કનિષ્ટ છે, ને જેને ગુણ ને દોષ બેય દેખાય તે મધ્યમ છે, અને જે એકલા ગુણ દેખે તે ઉત્તમ છે. જેને પોતામાં કેવળ દોષ હોય તે બીજામાં કેવળ દોષ દેખે, પોતામાં ગુણ ને દોષ બેય હોય તો બીજામાં ગુણ ને દોષ બેય દેખે, અને જેમાં કેવળ ગુણ હોય તે બીજામાં કેવળ ગુણ દેખે. સર્વના ગુણ જોવા અને એમ સમજવું જે, ‘કેરી કાચી હોય ત્યારે તૂરી હોય ને મોટી થાય ત્યારે ખાટી હોય અને પાકે ત્યારે મીઠી થાય; પણ કેરી ખરી. તેમ જ જેમાં દોષ હોય તે કાચા છે તે ધીરે ધીરે ટળશે ત્યારે પાકા થશે’ એમ સમજવું.

“અને સત્સંગરૂપી સમુદ્રમાં રહેવું. મોક્ષરૂપી મોતીની પ્રાપ્તિ તો જ થાય, પણ સત્સંગથી વિમુખ થયા હોય તેની પાસે મોક્ષ ન મળે. જો સર્વદેશી થઈને સત્સંગમાં મુક્તને ખોળે તો મળે ને મોક્ષ થાય.”        II ૧૩૨ II

On the day of Fagan Sud 7th, Bapashri, showing his favour, talked. He said, “Just as the teacher teaches and he thinks that if he can teach many students it will be well and good. Similarly, Anadi Muktas think that if many Jivas become happy, it is well and good. The devotee who takes shelter of satya atma (pure soul), satya Murti, satya saint (true saint) and satshastra (authentic scripture) which are related to these four has become satsangi. He can also reach in the enjoyment of happiness when Anadi Mukta takes him there.  We have got the goal which is in the satsang. If one keeps Murti of Maharaj he will become happy. It is great ignorance that we get pleasure in illusive talk whereas such spiritual talk does not give us pleasure. In village Rampara there was a devotee whose intellect was virtuous. He went to see bhavaiya (a kind of folk drama). He had the sensation for urinating but did not get up lest he may loose his seat. As a result he urinated in his payjama- such is the joy in illusive things. It is great ignorance that such joy is not felt in lord Purushottam’s katha-varta. In katha-varta the joy is there in as much proportion as he has realisation. Happiness is not possible without joining the cadre of Anadi Muktas and if mind is given to Muktas, everything will be fulfilled. The talk is extraordinary- if it is understood, one will become mad with joy. ‘jene joie te aavo moksha magva re’ – this said in deep meaning.  Then he said new word which are not in scripture come and they are spoken by such Anadi Muktas who are enjoyer of bliss of Shriji Maharaj’s Murti and in it Maharaj’s Murti comes, so there is joy. The thing which you have got today is very precious. I repeatedly tell to eat it but nobody eats it, and even if great Muktas give it by making morsels, it is not felt good. Real association which is authenticated by the world and by satsang should be done. If one remains as a servant and wishes new happiness every time, the coverings will be broken and happiness is understood and even after going in Murti of Maharaj he gets new happiness every time. But there comes no limit for the happiness. Anadi Muktas also do not find the end of the happiness-then how others can find its limit?  There is the same happiness in this assembly but Jiva has become directionless and gets attached hither-thither and wonders. He gets attached to modern saint knowing him as Mukta but does not stick to the real thing means it does not love Mukta. Sadguru Shri Nirgundasji Swami was Anadi Mukta. He came because of Shriji Maharaj’s wish. He has made us know this Mukta. Those who are unlucky do not recognise this Mukta and tries in vain elsewhere- how can they be happy?  If one is eager to get the enjoyment of happiness from Mukta by recognising him, he will become happy. If one keeps Shriji Maharaj and Anadi Muktas with him, it will be his last birth, many births were wasted. This time the proper door for coming out has been achieved. How can one get happiness if he stares blankly in such time?  One cannot be happy till he pampers senses. If one gets attached to Maharaj and Muktas with intense fascination, it will be fulfilled in this birth itself which was not possible in innumerable births. If there is difference in worship (upasana) and if he has not known Muktas he may fall anywhere; therefore firm determination should be kept.  There is happiness in being universal. Therefore one should not be particular (means developing individuality in groups- isolation from group) and should not associate with whom who has become particular. He can not remain in Satsang and will drive out one from Satsang who associates with him. Therefore tricky persons in satsang should be identifed. If they are not identifed, Jiva will be destroyed and there will be obstacle in salvation, because the one who has found fault in satsang will also make others to grasp faults, so Jiva will be destroyed. The one who only sees fault in Maharaj’s devotee is the worst (kanistha) and the one who sees both-virtue and fault is of middle cadre and the one who sees only virtue is of the highest (best) cadre. The one who is having only fault will see only fault in others, the one who is having both virtue and fault will see the same in others, and the one having only virtue will see the same in others. We should look at virtues of all and should understand that, when the mango is unripe, it tastes astringent, when it becomes big it is sour and when it ripens it is sweet but after all it is a mango. Similarly, those having faults are immatured. When faults will be removed slowly, they will become matured- it should be understood thus. One should remain in the sea in the form of satsang and then only pearls in the form of salvation will be achieved but those who are averse to satsang will not be able to give liberation. If one becomes universal and searches Muktas in satsang finds them, will be liberated. || 132 ||