Gujarati / English

ચૈત્ર સુદ-૯ને રોજ સવારે સભામાં છેલ્લાં પ્રકરણનું ૯મું વચનામૃત વંચાતું હતું. તેમાં અંતર સન્મુખ દૃષ્ટિ રાખીને નિરંતર ભગવાનની સેવામાં રહેવું એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજે પોતાના એકાંતિક ભક્તોની સ્થિતિ કહી, એવી સ્થિતિ કરવાનો ખટકો રાખવો. સર્વે ક્રિયામાં શ્રીજી મહારાજની મૂર્તિની અખંડ સ્મૃતિ રાખવી, તો ક્રિયા કરતાં કરતા મૂર્તિનો સાક્ષાત્કાર થઈ જાય.

“ભુજમાં શ્રી અચ્યુતદાસજી સ્વામી હતા તે વાડીમાં કોટ કરતા હતા, તે પત્થર આઘો-પાછો મુકાઈ ગયો ત્યાં ગોવિંદાનંદ બ્રહ્મચારી નાહવા આવ્યા હતા તે બોલ્યા જે, ‘સ્વામી! પત્થર બરાબર સરખો બેઠો નથી.’ પછી સ્વામી બોલ્યા જે, ‘પહાણો તો બરાબર કરીશું, પણ તમે ઠાકોરજીને વાઘા અવળા પહેરાવ્યા છે તે સવળા પહેરાવો.’ પછી બ્રહ્મચારીએ મંદિરમાં જઈને જોયું તો વાઘા અવળા જ પહેરાવેલા હતા; તે સવળા કર્યા. પછી જ્યારે બીજે દિવસે વાડીએ નાહવા આવ્યા ત્યારે સ્વામીને પૂછયું જે, ‘વાઘા અવળા છે એવી તમને શી રીતે ખબર પડી? તમે તો મંગળાનાં દર્શન કરીને અહીં આવ્યા હતા.’ ત્યારે સ્વામી કહે જે, ‘અમારે આવરણ નથી. અહીં રહ્યા થકા દેખીએ છીએ.’ એવા સ્વામી સમર્થ હતા.

“એક દિવસે ભુજના ભંડારમાં રોટલા કરતાં કરતાં સ્વામીને સમાધિ થઈ ને તાવડીમાં રોટલો નાખ્યો તે રોટલા ઉપર હાથ રહી ગયો તે રોટલો બળી ગયો અને હાથ દાઝવા લાગ્યો. એવામાં અમે મંદિરમાં જઈને સ્વામી રઘુવીરચરણદાસજીને કહ્યું જે, ‘સ્વામીને સમાધિ થઈ ગઈ છે ને હાથ બળે છે, માટે ઝ્ટ જઈને હાથ ઉપાડી લો.’ પછી તેમણે જઈને હાથ લીધો ને પોતે રોટલા કરવા બેઠા. જ્યારે હરે થયા ત્યારે સ્વામી જાગ્યા ને જમીને સભામાં બેઠા.

“વચનામૃત વાંચી રહ્યા પછી અમે સ્વામીને પૂછયું જે, ‘સમાધિમાં સિદ્ધિઓ દેખાય તે કેવી હશે?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘મને સમાધિ થઈ હતી, તે આગળ મહારાજ ને વાંસે હું. એમને એમ ચાલ્યો તે દેવલોકમાં થઈને વૈકુંઠમાં થઈને આગળ ચાલ્યો ત્યાં સિદ્ધિઓ ભારે ભારે ફળ, મેવા આદિક સામગ્રીઓ લઈને પડ્ખે આવીને પ્રાર્થના કરવા લાગી જે, ‘અમારી સેવા અંગીકાર કરો’, પણ મેં મહારાજને મૂકીને એ પાપ સામું જ જોયું નહિ. પછી થાકીને તેમણે મારે માથે તહોમત નાખ્યું જે, ‘ફટ છે તને, જે પુરુષોત્તમ ભગવાનને મૂકીને અમારે વિષે લોભાઈ ગયો.’ પછી મેં મહારાજના સામું જોઈ રહીને તેમને કહ્યું જે, ‘ફટ તો તમને ને તમારા ધણીને! હું તો મારા ભગવાનને મૂકીને તમારા સામું જોઉં તેવો જ નથી. તમે તો નર્કરૂપ છો. તે નર્કમાં હું શું લોભાઉં?’ એમ કહીને મહારાજની સાથે સાથે ચાલ્યો તે ઠેઠ ધામમાં ગયો. જ્યારે અહીં થાળ કર્યા ત્યારે મહારાજ દેહમાં લાવ્યા.’

“એમ વાત કરે છે એટલામાં રામપરેથી હરિજનો દર્શને આવ્યા. તેઓ સર્વેને પગે લાગવા મંડયા, તેમાં પરબત નામનો એક છોકરો આવીને સ્વામીને પગે લાગ્યો. તેના બરડા ઉપર હાથ મૂકીને સ્વામી બોલ્યા જે, ‘આવો! બ્રહ્માનંદ સ્વામીના પોઠિયા!’ ત્યારે અમે સર્વેએ પૂછયું જે, ‘બ્રહ્માનંદ સ્વામી તો છેલ્લી અવસ્થામાં ઘોડે બેસતા, પણ પોઠિયે બેસતા નહિ ને તમે પોઠિયા કહ્યા તેનું શું કારણ છે?’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘બ્રહ્માનંદ સ્વામી સાઠ સાધુ લઈને ઝાલાવાડમાં ફરતા હતા. તેમને માર્ગમાં ચાલતાં એક વખત તાવ આવ્યો. તે વખતે એક વણઝારો પોઠ લઈને જતો હતો. તેને સ્વામીના સાધુએ કહ્યું જે, ‘અમારા ગુરુને તાવ આવ્યો છે ને અમારે ગામમાં જાવું છે, માટે એક પોઠિયા ઉપર બેસાડો તો અમે ગામમાં પહોંચીએ.’ પછી વણઝારે એક પોઠિયો લાવીને કહ્યું જે, ‘આના ઉપર બેસાડો.’ પછી તેના ઉપર સ્વામીને બેસાર્યા. તે ગામની ભાગોળે ઊતરીને સ્વામીએ તેના માથે હાથ મૂકયો ને બોલ્યા જે, ‘તારાં કર્મ બળી ગયાં. હવે એક જન્મ ધર, અમે તને તેડવા આવશું.’ તે જ વખતે પોઠિયો મરી ગયો. તે આ છોકરો છે ને તેને અંત વખતે શ્રી બ્રહ્માનંદ સ્વામી તેડવા આવશે.’ પછી પરબત ભક્તે ઓગણપચાસની સાલમાં દેહ મેલ્યો તેને મહારાજ તથા બ્રહ્માનંદ સ્વામી દર્શન આપીને તેડી ગયા.”  II ૧૪૩ II

On the morning of Chaitra Sud 9th, the 9th Vachanamrut of the Last Chapter of Gadhada was being read in the assembly. In it, it is said that one should constantly remain in God’s service by remaining introvert. Bapashri said, “Shriji Maharaj has said about the state of His Ekantik devotees. One should sincerely try to achieve that state. In all activities one should keep constant memory of Shriji Maharaj’s Murti. Then by and by Murti will be realized. There was Achutadasji Swami in Bhuj. He was constructing a hedge round the farm (wadi).  A stone was not placed at its proper place; Brahmchari (celibate) Govindanand had come there to bathe. He said, “Swami! The stone is not in level.” Then Swami said, “The stone will be put in level but you have dressed Thakorji in topsy-turvy manner.  Cloth Him in proper manner.” Then celibate went to the temple and saw the clothes of Thakorji topsy-turvy. He clothed Him properly. Then on the next day he went to bathe at the farm. He asked Swami, “How did you know that clothes were topsy-turvy? You came here after mangla darshan (the first darshan of Thakoji in the early morning).” Swami said, “I have no obstruction of covering. I can see every thing sitting here.” Swami was such powerful. Once Swami was making loaves (rotlas) in bhandar of Bhuj, he had trance (Samadhi) and he put a loaf on tavdi and his hand remain on that loaf. That loaf burnt down and his hand began to burn. In the meanwhile, I went to the temple and informed Swami Raghuvircharandasji about the incident and ask him to save the hand soon. Then he took away the hand and he himself sat for making loaves. When it was time of lunch Swami came out of trance and after having lunch sat in the assembly. After reading of Vachanamrut was over I asked Swami, “How are siddhis (supernatural powers) which are seen in trance?”  Swami said, “When I was in trance, Maharaj was ahead of me and I was behind him. I went on and on and reached Vaikunth from Devlok and from Vaikunth went on where siddhis stood by me with very sweet fruits, dry fruits, etc and requested me to accept their service.  But I did not look at that sin by keeping Maharaj aside. Then tired siddhis alleged that ‘Fie upon Thee’! You were tempted by us by keeping aside lord Purushottam.”  Then looking at Maharaj Swami told them, “Fie upon Thee and upon your master! I am not the type that would look at you leaving aside my lord. You are the form of hell. Am I going to be tempted by hell?”  Saying so went on with Maharaj and reached up to Akshardham. When thal was offered to Thakorji, Maharaj brought me down in physical body.”  When he was talking thus, devotees from Rampur came for darshan. They prostrated before all. Among them there was a boy named Parbat who prostrated before Swami. Swami put his hand on his back and said, “Well come Nandi (pothiyo) of Brahmanand Swami!”  Then we all asked, “Bramanand Swami used to ride on horse back in the last stage of his life but never rode on nandi whereas you said nandi- what is the reason of it?”  Then Swami said, “Brahmanand Swami along with sixty saints was moving around Zalawad. On his way once he had fever. At that time a Vanzara (a kind of wandering tribe) was going with his caravan. Swami’s saint told him that his preceptor (guru) was suffering from fever and wanted to go to a village.  So make him sit on one of the nandi so that they could reach the village. Then the Vanzara brought a nandi and asked Swami to sit him on nandi. Saint made Swami sit on the nandi. While getting down at the outskirt of the village, Swami put his hand on his head and blessed by saying that all his ‘karma’ were burnt. Swami told him to take one more birth and he would come to fetch him. At the same time the nandi died. This boy is the same nandi and Brahmanand Swami would come to fetch him at the time of his death.  Parbat Bhakta left this world in the year-1949 and Maharaj and Brahmanand Swami fetched him by giving darshan. ||143 ||