Gujarati / English

ચૈત્ર સુદ-૧૧ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “શ્રીજી મહારાજની મૂર્તિ અકળિત છે ને સુખ પણ કળાય એવું નથી; એ તો અપાર છે. તે અનાદિમુક્ત અનાદિ કાળથી મૂર્તિમાં સળંગ રહીને નવીન નવીન સુખ લે છે. એમને મૂર્તિનો કે સુખનો પાર આવતો નથી. મુક્તને અનંત લોચન છે.  તે સર્વત્ર દેખે  ને ભોગવે તથા રોમ રોમ પ્રત્યે જોવાપણું ને ગ્રહણ કરવાપણું છે; એવું સુખ છે. માટે મૂર્તિ વિના સર્વે ખોટું કરવું.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આપ કૃપા કરીને ખોટું કરાવો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂર્તિ અમારે આપવાની છે અને પુરુષપ્રયત્ન તમારે કરવાનો છે.”

પછી વળી સ્વામીએ કહ્યું જે, “પુરુષપ્રયત્ન પણ આપ કૃપા કરીને  કરાવો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તે પણ વખત આવે પૂરું કરીશું ને મૂર્તિ પધરાવી દેશું અને મૂર્તિમાં લઈ જાશું. અમે તો સદાય આવી વાતો કરીએ છીએ. અમારે અહીં સદાય મોટા મોટા નંદ આવતા. કોઈ વખત વીસ વીસ, કોઈ વખત ત્રીસ, ચાલીસ, એમ આવતા. તેમની સેવા કરતા ને વાતો કરતા; જેમ આજ તમને વાતો કરીએ છીએ તેમ અનાદિનું કરીએ છીએ. સાધુને કાંઈ દુઃખ થતું હોય તે પણ અમે માથે લઈને સુખિયા કરીએ છીએ. કેટલાકને સાધુ થવું હોય ને તેને ઉપાધિ બહુ હોય તો અમે સંતાડી સંતાડીને ખાવા આપીને સંસારમાંથી કાઢતા. આજ પણ કાઢીએ છીએ, અને સૌને મહારાજ આપીએ છીએ. એ જ સદાય કરીએ છીએ, પણ નવું કરતા નથી. કોઈક નવું કહે તો તે કહેનાર જાણે! અમારે તેનું કાંઈ નથી.

“અમે તો અનાદિથી આમ જ કથા-વાર્તા કરીએ-કરાવીએ છીએ ને સંતો ભેગા થાય છે. લોકનાથાનંદ સ્વામી, ભોમાનંદ સ્વામી, બદરીનાથાનંદ સ્વામી આદિક મોટા નંદો અહીં આવતા. સ્વામી નિર્ગુણદાસજી પણ પચીસ-પચીસ ત્રીસ-ત્રીસ સાધુઓ લઈને આવતા ને મહિનો મહિનો બબ્બે મહિના અહીં રહેતા ને વચનામૃત વંચાતાં તથા મહારાજનો મહિમા કહેતા ને સેવા કરતા; એ જ કરીએ-કરાવીએ છીએ.

“વચનામૃતમાં શ્રીજી મહારાજનો એકલો રસ ભર્યો છે. સંવત ૧૯૫૭માં કાશીરામભાઈ દેહ મૂકી ગયા પછી રણછોડલાલભાઈએ મોરબી તેડાવ્યા હતા, ત્યાં આપણે ગયા હતા. ત્યાંથી પાછું કચ્છમાં આવવું હતું ત્યારે ગોવિંદભાઈએ તથા કાળુભાઈએ કહ્યું જે, ‘આગબોટ ભાંગી ગઈ છે તે સજ કરવામાં છ દિવસ લાગશે.’ તેથી આપણે ગઢડા, જૂનાગઢ તરફ ગયા ને પાછા વળતાં રાજકોટમાં ઊતર્યા હતા. ત્યાં માળિયા ઠાકોર સાહેબ મોડજી દરબાર તથા નડિયાદવાળા ઝવેરીલાલભાઈના નાનાભાઈ હરિલાલભાઈ જે સરકારી મોટા અમલદાર હતા અને બ્રહ્મજ્ઞાની હતા ને ઘણું બોલતા હતા તે પણ વચનામૃતની વાતો કરી તેથી બંધાઈ રહ્યા. વચનામૃતની બરાબર યાદી હોય તેને આ બ્રહ્માંડમાં કોઈ જીતી શકે નહિ એમ છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “તમારે કેટલા દિવસ રહેવાનો વિચાર છે?”

સ્વામીએ કહ્યું કે, “પાંચેક દિવસ રહેવાય, તેથી વધારે ન રહેવાય; કેમ જે ધર્માદો ઉઘરાવવાનો વખત થઈ ગયો છે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “પંદર દિવસ રહેવું હોય તો રહો ને થોડું રહેવું હોય તો કાલે જ સવારે ચાલો.”

ત્યારે સ્વામીએ કહ્યું જે, ‘પંદર દિવસ કહ્યા તે સમજાણું નહિ.’

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમે કાલે નહિ ચાલો તો તમને કોઈક સાધુ પંદર દિવસ રોકશે.”

પછી સ્વામી બોલ્યા જે, “પંદર દિવસ રહીએ તો ધર્માદો હાથ ન આવે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તો તો કાલે જ નીકળો.”

તેથી સંત સર્વે બારશને દિવસે સવારે નીકળ્યા તે ભુજ ગયા ને ત્યાં રાત રહ્યા. તે રાત્રે સાધુ પુરુષોત્તમપ્રિયદાસજીને તાવ બહુ આવ્યો તેથી તેરશને દિવસે તેમણે કાંઈ ખાધું નહિ. પછી ગાડીઓ ભાડે કરીને સાંજના ચાલ્યા તે સવારે ખારીરોલ આવ્યા ને તેમને કાંઈ ભાન રહ્યું નહિ, એવા માંદા થઈ ગયા. જ્યારે વહાણમાં બેઠા અને દરિયામાં તોફાન બહુ થયું ત્યારે પાટડીનું મંદિર કરવા કાનજીભાઈ તથા હરજી તથા હીરજી એ ત્રણે ભેળા આવતા હતા તે બીન્યા ને કહ્યું જે, “બૂડશે કે શું?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “વૃષપુરથી નીકળતી વખતે બાપાશ્રીએ મને કહ્યું હતું જે, ‘તમે કયે રસ્તે જશો?’ ત્યારે મેં કહ્યું જે, ‘ખારીરોલ તરફ જવાનો  વિચાર છે.’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘ઠીક ખારીરોલ જાઓ; પછી જાણશો.’ પછી મેં કહ્યું જે, ‘કેમ વહાણ તો નહિ  બૂડે?’ ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘બૂડશે તો નહિ, પણ બૂડયા જેવું થશે’; એમ બોલ્યા હતા. માટે બૂડશે તો નહિ.”

પછી એમને હિમંત આવી ને નવલખીએ ઊતર્યા. ત્યાં માસ્તર કૃપાશંકરભાઈ ખાટલો લાવ્યા તેમાં સુવાડીને માંદા સાધુને બંગલામાં લઈ ગયા. પછી રાત રહીને સવારમાં રેલે બેસીને મોરબી સ્ટેશને આવ્યા. ત્યાં સર્વે હરિભક્તો આવ્યા ને ગોવિંદભાઈએ ઠાકોર સાહેબનો બંગલો ઉઘાડયો ને તેમાં ઊતર્યા. પછી નાહી-ધોઈને પૂજા કરતા હતા તે વખતે સાધુ પુરુષોત્તમપ્રિયદાસજીને ખાટલામાં સુવાર્યા હતા, તેમને શરીરનું ભાન આવ્યું ને બાપાશ્રીનાં દર્શન થયાં. પછી બેઠા થઈને સર્વને પગે લાગ્યા ને સ્વામીને કહ્યું જે, “આ બાપાશ્રી ઊભા છે તેમને પગે લાગો.’

ત્યારે સ્વામીએ કહ્યું જે, “બાપાશ્રી શું કહે છે?”

ત્યારે તે બોલ્યા જે, “એમ કહે છે જે, ‘દરિયામાં તમને ટાઢ વાય, ભૂખ લાગે, તરસ લાગે ને તમે કાંઈક માગો તે ક્યાંથી લાવી આપે? એટલા સારુ દેહની વિસ્મૃતિ કરાવી હતી.’ એમ કહે છે.”

પછી બોલ્યા કે, “બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. આપણે ક્યાં છીએ?”

સ્વામીએ કહ્યું જે, “મોરબી આવ્યા છીએ.”

પછી ત્યાં રસોઈ કરીને ઠાકોરજીને જમાડયા. પછી ત્યાંથી રેલે બેઠા તે દેવપરે આવ્યા. ત્યાં ચૈત્ર વદ-૧૧ને રોજ બપોરે તે સાધુએ દેહ મૂકયો. બાપાશ્રી તે વખતે ચમત્કાર જણાવીને તે સાધુને તેડી ગયા, ત્યારે સૌને ખબર પડી જે બાપાશ્રી કહેતા હતા જે, ‘કોઈક સાધુ તમને પંદર દિવસ રોકશે’ તે આ સાધુએ બરાબર પંદર દિવસે દેહ મેલ્યો.   II ૧૪૬ II

On the morning of Chaitra Sud 11th, Bapashri showing his favour, talked in the assembly. He said, “Murti of Shriji Maharaj is beyond the imagination and its bliss is also beyond imagination- it is limitless. Anadi Muktas enjoy that bliss every time in new form by remaining in Murti from toe to head since the time immemorial. For them there is no limit for the bliss or for the Murti. Muktas have endless sight. They see and enjoy everywhere. Moreover they can see and grasp through every nails of their body- such is the bliss. Therefore everything should be made false except Murti.

            Then Swami Ishwarcharandasji said, “Please make them false by your grace.” Bapashri said, “We have to give Murti but efforts are to be done by you.”  Again Swami said, “Please get the efforts done by your grace.” Bapashri said, “It will be fulfilled at the proper time and Murti will be installed and will take you in Murti. I always talk in such a manner. Many great saints (nand) used to come here. Some times twenty, sometimes thirty, forty, etc.  We used to serve them and used to talk as we are talking today. This is being done since time immemorial. If any saint feels unhappy, I make him happy by taking away his unhappiness on my head. Some wanted to be saint and if they have many obstacles, we used to give them food secretly and make them leave from family. Today also, we are doing the same and all are given to Maharaj. This we are doing always but it is not new. If someone says it is new, he knows! We  have nothing to do with this. I am doing katha-varta from time immemorial and also getting it done and saints get together. Great saints (nands) like Loknathanand Swami, Bhomanand Swami, Badrinathanand Swami, etc. used to come. Swami Nirgundasji used to come with twenty five to thirty saints and used to stay here for a month or two months and Vachanamrut were read and used to talk the greatness of Maharaj and used to do service- I am also doing in the same way and getting it done. Vachanamrut is filled with only juice of Shriji Maharaj. In Samvat 1957, Kashirambhai left his body. Then Ranchhodlalbhai called us to Morbi, we had gone there. From there we wanted to come back to kutch but Govinbhai and Kalubhai told us that the steamer had been damaged and it would take six days to repair it. So we went to Gadhada, Junaghadh, and got down at Rajkot on the return journey. There Thakor Saheb of Malia, Modji Darbar, Zaverilalbhai’s younger brother Harilalbhai of Nadiad who was big officer of Government and brahmgnani used to talk much but we talked about Vachanamrut so he could not talk afterwards. The one who has knowledge of Vachanamrut cannot be won by any one in this cosmos. 

            Bapashri asked Swami Ishwarcharandasji, “How long are you going to stay?” Swami said, “At the most five days, not more than that because the time of collecting charity is ripe. Bapashri said, “If you want to stay for fifteen days, you can, and if for few days plan to go tomorrow morning.” Swami said the limit of fifteen days is not understood. Bapashri said, “If do not go tomorrow some saint may detain you for fifteen days.”  Then Swami said that if stayed for fifteen days, charity could not be got. Then Bapashri said to start the very next day so all saints started on the day of 12th went to Bhuj and stayed there for a night. On that night saint Purushottamdasji had high fever so he did not eat anything on the day of 13th. Then hiring taxis they started in the evening and reached Khari road in the morning and saint was unconscious – he became such ill. When they sat in the ship there was great storm in the sea. Then Kanjibhai, Harji and Hirji, three were going together for the work of Patdi temple. They feared that the ship may sink. Swami Ishwarcharandasji said that while starting from Vrushpur Bapashri had asked him by which route he would go. He had said that he wanted to go Khari road. Then Bapashri said that o.k. he would know afterwards. Then he asked him if ship would sink. Then Bapashri said that it would not sink but the state of sinking would be felt. Bapashri had told like this. Therefore it would not sink. Then they became courageous and got down at Navlakhi.  There master Krupashankerbhai brought a coat and sick saint was taken to the bungalow in that coat. After staying for night came to Morbi station in the morning by train. There all devotees came and Govinbhai opened the bungalow of Thakor Saheb and all landed there. Then when we were performing puja after taking bath, saint Purushottampriyadasji who was in the coat became conscious and had the darshan of Bapashri. Then he got up and prostrated before all and told Swami to prostrate before Bapashri who was standing there. Swami said, “What does Bapashri say?”  Then he said, Bapashri says that he felt cold in sea, felt hungry, felt thirsty and if asked for anything from where they would bring it. Therefore he was made unconscious. Then he said that Bapashri became invisible. Then he asked where they were.  Swami said that they had reached Morbi. There food was cooked and Thakorji was offered meal. From there came to village Devpara by rail. On the noon of Chaitra Vad 11th, saint left his body. Bapashri made and took that saint with him. Then only they came to know that Bapashri had said some saint would detain him for fifteen days. According to his prediction this saint has left his body exactly after fifteen days. || 146 ||