Gujarati / English

સંવત ૧૯૭૨ના માગશર માસમાં ગામ અશ્લાલીનાં કંકુબાએ જેતલપુરમાં તુળસીક્યારો કે જ્યાં શ્રીજી મહારાજ દાતણ કરતા તે ઠેકાણે છત્રી કરાવી. તે પોષ માસમાં પૂરી થઈ ત્યારે તેમણે બાપાશ્રીને તેડાવવાનો કાગળ લખાવ્યો જે, “વસંતે છત્રીએ ચરણારવિંદ પધરાવવાં છે ને પારાયણ કરાવવું છે માટે પધારશો.”

તે વખતે સ્વામી ઈશ્વરચરણદાસજીને પુરાણી નંદ્કીશોર-દાસજીએ કહ્યું જે, “બાપાશ્રી વસંતે પધારશે તો છપૈયામાં શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ જન્મસ્થાનમાં પધરાવવાની છે ત્યાં સુધી પધારે તો ઠીક.”

તેથી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કાગળ લખ્યો જે, “આપ  વસંત ઉપર આવવાનું બંધ રાખશો ને અમો તેડવા આવશું ત્યારે પધારશો; કેમ જે છપૈયામાં અખાત્રીજે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવાની છે અને ઉપરદળના ઠક્કર મોતીભાઈ જીવણભાઈ પારાયણ કરાવશે. માટે ચૈત્રના સમૈયા ઉપર પધારવાનું રાખશો.”

તે કાગળ મહા સુદ-૧ને રોજ શ્રી વૃષપર સવારમાં બાપાશ્રીને પહોંચ્યો. જેતલપુર આવવા માટે રામપરેથી દેવરાજભાઈ આદિ તથા દહીંસરેથી ખીમજીભાઈ આદિ હરિજનો તૈયાર થઈને બાપાશ્રીને ત્યાં આવ્યા હતા, પણ નીકળવા ટાણે કાગળ વાંચીને બંધ રાખ્યું ને કહ્યું જે, “સૌ સૌને ઘેર જાઓ; હમણાં જવાનું બંધ રહેશે.” તેથી હરિજનો સૌ સૌને ઘેર ગયા.

સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો મૂળીએ વસંત કરીને કચ્છમાં ગયા. તે અંજાર, ભુજ થઈને શ્રી વૃષપુર ગયા ને ત્યાં બાપાશ્રીને મળ્યા, ને વાત કરી જે, “આપને તેડવા આવ્યા છીએ.”

પછી બાપાશ્રીએ કહ્યું જે, “રામપરાની પારાયણ સાંભળીને સંઘ સુંઢાડશું.”

પછી બીજે દિવસે એટલે મહા વદ-૬ને રોજ રામપરે ગયા ને વદ-૭ને રોજ પારાયણ બેઠું. તે સવારે વચનામૃત વંચાતાં હતાં અને સાંજે ભક્તચિંતામણિ વંચાતી હતી.

મહા વદ-૭ને રોજ સવારે વચનામૃતની કથા વંચાતી હતી, તેમાં શ્રીજી મહારાજની લીલા સંભારવાનું આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ મહારાજની લીલા સંભારવાનું કહ્યું તેમાં કેટલાકનાં મન બીજા અવતારોમાં તથા બીજાં સ્થાનોમાં જતાં રહે છે, પણ પ્રગટ મહારાજની ને પ્રગટ અવતાર એટલે મુક્તોની લીલા સંભારવાનું કહ્યું છે; માટે શ્રીજી મહારાજે ને તેમના મુક્તોએ જે જે સ્થાનોમાં જે જે લીલા કરી હોય તે સંભારવી.

“મહારાજ આજ મધ્યસ્થ બિરાજે છે ને ફરતાં મુક્ત બેઠા છે. આ મહારાજ મધ્યસ્થ બેઠા; જે જાણતા હશે તેને આનંદનો પાર નથી. પ્રગટ શ્રીજીનાં ચરિત્ર-લીલા તે અજાણે સાંભળે તેનાં જન્મ-મરણ ટળે. અને પ્રત્યક્ષ છે એમ જાણીને અને તેમનો મહિમા જાણીને સાંભળે તેનું તેજોમય તન થાય એવી આ સભા છે. આ સત્સંગમાં અવતારાદિકને તથા બ્રહ્મકોટિને તથા અક્ષરકોટિને પણ આવ્યા વિના છૂટકો નથી; એ સર્વે આવ્યા છે. આ સત્સંગમાં જેને જેને જન્મ આવ્યા તેનો મોક્ષ થઈ જાય છે. રાજાને ઘેર વાઘરું જાય તે પણ રાણી કહેવાય, તેમ આ સત્સંગમાં ને આ જોગમાં જે આવે તે સર્વેને મુક્ત જાણવા. તે સર્વેનું આત્યંતિક કલ્યાણ થાય  છે. નારાયણ અને પુરુષોત્તમ એ બે શબ્દ ભુલાવે છે. ઈન્દ્ર-બ્રહ્માથી લઈને અક્ષરકોટિ સુધી સર્વે નારાયણ અને પુરુષોત્તમ કહેવાય છે. માટે આપણા સ્વામી જે શ્રી પુરુષોત્તમ તે તો સર્વેથી પર છે.

“બહારવૃત્તિએ કરીને કાર્ય જોવાય છે અને અંતર્વૃત્તિએ કરીને કારણ જોવાય છે. બહારવૃત્તિ કારણને આવરી લે છે. શ્રીજી મહારાજ અક્ષરધામમાં રહ્યા થકા લીલા કરે છે તે બહારદૃષ્ટિવાળાને મનુષ્યના જેવી દેખાય છે, પણ અંતર્દૃષ્ટિવાળાને મનુષ્યભાવ ટળીને દિવ્ય દેખાય છે.

“ભક્તચિંતામણિમાં  જેના સેવક આત્મારામ કહ્યા છે તે અનુભવી તથા અનાદિને જાણવા. જે અનાદિ છે તે પ્રત્યક્ષ દેખાય ત્યારે તેમને આદિ કહેવાય, અને પરોક્ષ એટલે અક્ષરધામમાં છે તે અનાદિ કહેવાય, માટે તે આદિ અનાદિ કહેવાય છે.

“જીવ મનનું ધાર્યું મૂકે ને સ્વભાવ મૂકીને આવા અનાદિનાં વચનમાં વર્તે તો જાડી બુદ્ધિ નાશ પામીને કુશાગ્ર બુદ્ધિ આવે; પણ પોતે ધણી ન થાય તો. જેમ અલૈયા ખાચર ધણી થયા તો પોશાક લઈ લીધો એટલે કે શ્રીજી મહારાજે પોતાની આપેલી સામર્થી લઈ લીધી; તેમ કોઈકને સામર્થી આવે તે પોતાની માને તો શ્રીજી મહારાજ ને મોટા લઈ લે. જેમ અહીં જે આજ્ઞા લોપે તેનાં કંઠી, પૂજા, ભગવાં વસ્ત્ર તે લઈ લે છે તેમ. માટે ધણી થાવું નહિ. જે ધણી થાય તથા આજ્ઞા લોપે તેને દેખીએ તો તે સારો ન લાગે; કેમ જે એમાંથી મહારાજ સભા લઈને ઊઠી ગયા તેથી ભૌતિક દેહ પણ નકારું લાગે છે. માટે હૃદયમાં શ્રીજી મહારાજને અને મુક્તને અવશ્ય પધરાવવા એ કરવાનું છે.” II ૧૪૭ II

Samvat 1972, in the of Magsar, Kankuba of Ashlali got chhatri built near tulshikayara where Shriji Maharaj used to brush teeth in Jetalpur. The work was completed in the month of Posh. Then she got a letter written to Bapashri inviting him on the occasion of installation of foot-print (charnarvind) and Parayan at chhatri in the season of spring.  Swami Ishwarcharandasji was told by Purani Nandkishordasji, “It will be better if Bapashri does not come in spring but visits at the time of installation of Murti of Ghanshyam Maharaj at His birthplace in Chhapaiya. So Swami Ishwarcharandasji wrote a letter to Bapashri asking him to postpone his programme in vasant and he should come when we go to fetch him because on the day of akshaytrutia idol of Ghansyam Maharaj is going to be installed at Chhapaiya and Thakker Motibhai Jivanbhai of village Upardal would arrange for Parayan. Therefore you may pay your visit in Chaitra Samaiya. That letter reached Bapashri at Vrushpur in the morning on the first day of Maha Sud.  For coming to Jetalpur, devotees viz. Devrajbhai etc of Rampar and Khimjibhai etc of Dahisar came to Bapashri’s house but before they start their journey they postponed their programme after reading the letter and Bapashri told them to go to their respective homes because the programme has been cancelled, so devotees went to their respective home.

            Swami Vrundavandasji and Swami Ishwarcharandasji, etc. went to Kutch after attending the festival of spring at Muli. They went Vrushpur via Anjar, Bhuj and met Bapashri and told him that they had come to fetch him. Bapashri said, “I will arrange sangh (group of devotees) after hearing the Parayan of Rampar.”  On the next day i.e. on the 6th day of Maha Vad, they went to Rampara and the Parayan began on Vad 7th. The Vachanamrut was read in the morning and Bhakta Chintamani was read in the evening.

            On the morning of Maha Vad 7th, Vachanamrut was being read. In it, it was asked to remember Shriji Maharaj’s lila (divine acts). Then Bapashri said, “It was asked to remember Maharaj’s lila but some people’s mind go in other incarnation and at other places but here it has been told to remember incarnated Maharaj and incarnated Avtar means Mukta’s lila. Therefore one should remember lilas performed by Shriji Maharaj and his Muktas at various places. Today Maharaj is seated in the centre and the Muktas are seated around Him. The one who knows that Maharaj is seated in centre will have no bound of joy. If one hears incarnated Shriji’s lila unknowingly, cycle of death-birth will be avoided and by knowing that He Himself is present and hears about His greatness his body will become luminous. Such is this assembly. In this satsang incarnation, etc and Brahmkoti and Aksharkoti will have to come, there is no way out- they all have come. In this satsang those who have got birth are going to be liberated. If Vaghari girl marries a king she will be called a queen. Similarly those who come in contact and in satsang should all be known as Mukta. They all are going to achieve the ultimate liberation. The two words viz. Narayan and Purushottam make us forgotten. From Indra-Brahma to Aksharkoti are all said Narayan and Purushottam, so our master Shri Purushottam is above all of them. By remaining extrovert one can see karya (work/activities) and by remaining introvert one can see cause of all, i.e., Murti. The cause of all is covered because of extrovert tendency. Lila which is performed by Shriji Maharaj by dwelling in Akshardham appears to be like that of an ordinary humanbeing to him who is extrovert but to introvert it appears divine by avoiding feelings of humanbeing. In Bhakta Chintamani whose servants are called as atmaram (means not having feeling of body) they are experienced and Anadi. The one who is Anadi when seen physically is called Adi and the one who is invisible that is in Akshardham is called Anadi. Therefore they called Adi Anadi. If Jiva gives up its insistence and gives up its nature and behaves according to the words of Anadi, its senselessness will be destroyed and will get sharp intellect provided it does not become the master. Just as when Alaiya Khachar became the master his dress was taken away that means all His powers given by Shriji Maharaj were taken away. Similarly if one gets supernatural powers and believes that they are his, Shriji Maharaj and Muktas will take them away. Just as if any one violates commands his kanthi, puja, saffron clothes are taken away-therefore do not become master. The one who becomes master, violates commands, appears ugly if we look at him. Because Maharaj left along with assembly from him, so his physical body also does not look good. Therefore Shriji Maharaj and Muktas should be necessarily installed in heart- it is to be done. || 147 ||