Gujarati / English

વૈશાખ વદિ-૮ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ભરવાડને હાથ હીરો આવ્યો હોય તો બકરીની કોટે બાંધે, અને તે હીરો વેચે તો એક પાવળું તેલ જ મળે. પણ જો તેના કિમતી મળે અને હેમના પાત્રમાં મૂકે તો ચંદ્રની કિરણથી બ્રહ્માંડ ભરાઈ જાય એટલું સોનું નીકળે. માટે હેમના જેવું પાત્ર થવું જોઈએ. આપણે અક્ષરધામ સુધી કાંઈ ગણતરીમાં નથી એવડી મોટપ શ્રીજી મહારાજને તથા અનાદિમુક્તને પ્રતાપે કરીને આવી છે. આ સાચી વસ્તુ જે શ્રીજી મહારાજ અને મોટા અનાદિમુક્ત તે મળ્યા, તો મોટાં મોટાં સ્થાન જે બ્રહ્મકોટિ અને તેથી પર જે મૂળઅક્ષરકોટિ તે પણ ખોટાં થઈ ગયાં.

“આ સભામાં પડ્યા હોય તોપણ શ્રીજી મહારાજનો ને અનાદિમુક્તનો મહિમા જાણી શકે નહિ. કોઈકને મૂર્તિમાન મૂળઅક્ષર મનાણું છે અને કોઈકને તેથી પર જે શ્રીજી મહારાજનું તેજરૂપ અક્ષરધામ તે મનાણું છે અને કોઈકને તેથી પર જે પરમ એકાંતિક તે મનાણું છે ને કોઈકને તેથી પર જે અનાદિમુક્ત તે મનાણું છે. તે આવા અનાદિમુક્ત સાથે મન બાંધવું તે ઉત્તમ છે. આ તો સામર્થી ઢાંકીને બેઠા છીએ, પણ જો પ્રગટ કરીએ તો તમે ઝીલી શકો નહિ.

“વડોદરામાં શાસ્ત્રીઓએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે, ‘તમારા મોટા મોટા સંતમાં કેવી સામર્થી છે?’ પછી શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું જે, ‘તમારી સામર્થી થોડીક બતાવો.’ પછી બ્રહ્માંનંદ સ્વામીએ મોટું સોનાનું પારણિયું બાંધીને તેમાં સૂર્ય-ચંદ્ર બેયને બે છેડે લટકાવ્યા, તારાનું ઝૂમખું વચ્ચે લટકાવ્યું ને રમવા મંડયા. એવી સામર્થી બતાવીને બોલ્યા જે, ‘આ તો હું છ મહિનાનો હતો ત્યારે પારણિયામાં સૂતે સૂતે સૂર્ય, ચન્દ્ર ને તારા તેને લાંબો હાથ કરીને લાવીને પારણિયે બાંધીને લીલા કરી હતી તે બતાવી. આજની સામર્થીનો તો કાંઈ પાર આવે તેમ નથી.’

“એવી સામર્થી તમારી પણ છે. આ સભાનું  પ્રમાણ થાય તેમ નથી. આ તો અપાર છે. આ સુખ અંતરમાં ઊતરે તો દીવાના થઈ જવાય. આ સભામાં જે વાર્તા થાય છે તે ખરો મહિમા ન જાણ્યો હોય તેને અંતરમાં પેસે નહિ. જેવી છે તેવી સામર્થી જણાવીએ તોપણ થોડીક વાર મહિમા જણાય ને વળી પાછું ભૂલી જવાય. શ્રીજી મહારાજે કહ્યું છે જે, ‘તમારી સામર્થી ને સ્વરૂપ એ તમને જાણ્યામાં આવ્યું નથી.’ મહારાજે અક્ષરધામની સભા કરી ને સમ ખાધા તોપણ મનાય નહિ. આ સભા તેની તે છે; પણ બીજી નથી. તે મહિમા સમજાય તો સુખ આવે, પણ વેષ કરીને બેસીએ તે વેષમાં સુખ ન આવે. તે વેષ તે શું? તો કંઠી, તિલક કરીને સત્સંગીનો વેષ લીધો ને ભગવાં લૂગડાં પહેરીને સાધુનો વેષ લીધો; પણ સાધુનાં તથા સત્સંગીનાં લક્ષણ ન આવ્યાં હોય ત્યાં સુધી વેષ લીધો કહેવાય. માટે કંઠી ને તિલક એમ બે-ચાર પૈસાનો સત્સંગ ન કરવો. આત્માને વિષે શ્રીજી મહારાજ પધરાવવા. તો જ સત્સંગ કર્યો જાણવો.

“આ સભામાં કોણ બેસવા દે? એ તો મોટાં ભાગ્ય તે બેસવા દે છે. આ સભા એવી છે. શ્રીજી મહારાજે પોતાની ને સંતની એટલે મુક્તની એક વાણી કહી છે ને એક મંડળ કહ્યું છે. માટે એક મંડળ કરવું, એટલે કે એક રુચિ કરવી. કોઈક શ્રીજી મહારાજના મહિમાની વાતો કરે ત્યારે ત્રાંસું ત્રાંસું થાવું નહિ. બળદ ત્રાંસા થાય તો ખીલી કે સમોલ ભાંગે ને  ભોંય પડે. માટે તેમ નહિ કરતાં એક મંડળ કરવું ને એક વાણી રાખવી.  જુદા જુદા અભિપ્રાય ન રાખવા. એક વાણીમાં સુખ છે. એમાં શ્રીજી મહારાજની સહાયતા આવે છે. માટે સર્વેમાં શ્રીજી મહારાજ બિરાજે છે એમ જાણીને મહારાજનો ને મુક્તનો જે મહિમા મોટા કહે તે સત્ય માનીને એક વાણી કરવી. વાણીમાં કોમળતા રાખવી કે સર્વે રંજન થઈ જાય. એક મંડળ રાખવું ને એક સ્વરૂપ રાખવું, તો શ્રીજી મહારાજ રાજી થાય.

“જ્યારે શ્રીજી મહારાજનાં વચન મનાય નહિ, તો આપણે શું એમના થયા? ન થયા. મહાપ્રભુજીનાં વચન જેવાં બીજા કોઈનાં વચન માનવાં નહિ.  વચનામૃતમાં જે વચન હોય તે સત્ય  માનવાં. એમાં મોટા સદગુરુઓનાં વચનની સાખ્ય ન લેવી. વચનામૃતની સાખ બીજે લેવી, પણ વચનામૃતમાં બીજી સાખ ન લેવી.

“આ તો બહુ જબરી વાત છે. નવીન નવીન શબ્દ નીકળે છે. સ્વામિનારાયણ કહેવું તે પણ જેવા છે તેવા ઓળખીને કહેવાય તો ઠીક. અને સાધુને પણ ઓળખીને સાધુ કહેવાય તો ઠીક. સાધુને પણ ઓળખવા જોઈએ, પણ અઠે દ્વારકા કરીને બેસવું નહિ.  મહાપ્રભુજીની મૂર્તિમાં રસબસ થયા હોય તેવા સાધુને  ખોળી કાઢીને  આપણે  પણ  મહાપ્રભુજીની મૂર્તિમાં રસબસ થઈ જવું; ત્યારે જ સુખ આવે. તે વિના તો સુખ ક્યારેય પણ ન આવે. એ સુખ પણ અનાદિમુક્ત દ્વારાએ સત્સંગમાં પ્રવર્તે છે; જેમ મેઘ વૃષ્ટિ  કરીને ચાર ખાણના જીવોને સુખિયા રાખે છે તેમ. પાકશાળાના પીરસનારા અનાદિમુક્ત તથા પરમ એકાંતિક મુક્ત છે ને શ્રીજી મહારાજનું સુખ જીવોને આપે છે. કેવી રીતે? તો વાણીએ કરીને આપે છે, વાતેચીતે કરીને આપે છે, દૃષ્ટિએ કરીને આપે છે, સંકલ્પે કરીને આપે છે, પ્રસાદીએ કરીને આપે છે, મળવે કરીને આપે છે, એમ સુખિયા કરે છે.

“જેમ લોકમાં બાર વરસે કપિલા છઠ આવે છે તેને માટે લોક તાકીને બેસે છે. તેમ આ વખતે તમારે કપિલા છ્ઠ આવી છે. મહદ્પર્વ આવ્યું છે તેને માટે તાકીને બેસવું. આ ગૌમુખીમાંથી શ્રીજી મહારાજનો રસ વરસે છે એટલે કે સુખ આવે છે. માટે તાકીને બેસે તો બહુ જ સુખિયા થવાય. ભક્તચિંતામણિના ૪૮મા પ્રકરણમાં શ્રીજી મહારાજે ત્યાગી-ગૃહીની સભા કરી હતી તેવી આ સભા છે. અક્ષરધામથી પણ પરની છે એટલે કે મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તની આ સભા છે. તે છેલ્લા પ્રકરણના ૨૧મા વચનામૃતમાં શ્રીજી મહારાજે શ્રી ગોપાળાનંદ સ્વામીને અક્ષરધામમાં સભા છે તેથી પર કહ્યા છે.”  II ૧૫ II

On the noon of Vaishakh Vad 8th  Bapashri, showing his favour talked.  He said, “A shepherd came across a diamond and tied it round the neck of a goat.  In case had he sold it, he would have got only a little quantity of edible oil.  If the one who knows the value of it and put it in golden vessel, and if the rays of moon fall on it, will get so much gold which will be as much as covering the whole universe.  Therefore, we should become worthy like the golden vessel.  We have got such greatness by the grace of Shriji Maharaj and Anadi Muktas that nothing has any value upto Akshardham.  The real thing is that we got Shriji Maharaj and the great Anadi Mukta. As a result big abodes like Brahmkoti and above that Mul-Aksharkoti also became false.  Though they may be in this assembly they will not be able to know the greatness of Shriji Maharaj and Anadi Muktas. Some believe in murtiman (personified) Mul-Akshar, some believe in luminous Akshardham of Shriji Maharaj which is above Mul-Akshar, some believe in Param Ekantik who are above it and some believe in Anadi Muktas who are above it. To bind our mind with such Anadi Muktas is the best.  They have hidden their supernatural power.  In case they show it we will not be able to bear it.  In Vadodara scholars of Sanskrut asked a question to Shriji Maharaj, “What kind of supernatural power is there in Your great saints?”  Then Shriji Maharaj asked Brahmanand Swami to give glimpse of his power.  Then Brahmanand Swami, with his supernatural power, brought golden cradle. Then he hung the moon and the sun on the two ends of the cradle and in the middle of cradle he hung the cluster of stars and began to play with it.  After showing such power he said, “When I was six months old lying in the cradle I would stretch my hand and bring the sun, the moon and stars and tie them with the cradle. I showed you the same lila.  There is no end to the power which I have today.” 

“This kind of power you also have.  It is impossible to assess this assembly.  It is limitless.  If this bliss goes deep in heart, one will go mad.  If one has not known the importance of the talk going on in this assembly will not be able to take it deep in the heart.  If the power is shown as it is, for the time being importance will be known and again it will be forgotten.   Shriji Maharaj has said that we have not known our ability and our self.  Maharaj held an assembly of Akshardham and swore but could not be believed.  This assembly is the same but not any other. If that greatness is understood, there will be bliss but if you sit putting on mask, there will not be bliss in that mask.  What is that mask?  The mask is kanthi (a necklace of wooden beads), applying tilak on forehead, etc. all made a show of satsangi, worn saffron clothes and made show of a saint but until there are characteristics of satsangi or saint it is called wearing mask. Therefore, ordinary satsang of wearing kanthi and tilak should be avoided.  Shriji Maharaj should be placed in the soul, and then only it should be known as doing satsang.   Who will allow to sit in this assembly?  It is great luck that makes you sit.  This assembly is of that kind. Shriji Maharaj has said that voice of His and saint means Mukta is one and one group.  Therefore, a group should be formed and there should be one taste.  When someone talks about the greatness of Maharaj, we should not behave crookedly. When bullocks go unevenly on the path, the nail and its part will break and fall on the ground.  Therefore, instead of behaving thus, one group should be formed and speak with one voice.  Opinion should not be different. There is happiness in one voice.  Support of Shriji Maharaj is available in it.  Therefore, we should know that Shriji Maharaj is there in all and we should speak in one voice by believing it true the talk of saint who explains the greatness of Muktas and Maharaj.  There should be softness in speech so that all are pleased.  There should be one group and only Maharaj should be kept so Shriji Maharaj will be pleased.   How can we be of His if Shriji Maharaj’s talk is not relied on?  Certainly we can not be of His.  We should not believe the talks of others excepting talks of Mahaprabhuji.  Whatever has been said in Vachanamrut should be taken as true. We should not take the quotation of great Muktas.  Quotation of Vachanamrut should be given elsewhere but other quotation should not be quoted in Vachanamrut.  It is very big thing.  New words come out from it.  Saying  ‘Swaminarayan’ is all right if it is said by knowing Him as He is. Moreover, a saint should be called a saint if he is worthy of that address.  Saint should also be recognized but one should not do ‘athe dwarka’ (here is the destination, i.e., every one should not be taken as a saint). We should find out such saint who is absorbed in Mahaprabhuji’s Murti and we should also be absorbed in it, then only happiness will come otherwise happiness will never come. That happiness also prevails in the Satsang through Anadi Muktas.  In the same way just as rain pleases the souls of four directions (jivas of four species– swedaj, andaj, jarayuj, udbhij).  The servers of kitchen are Anadi Muktas and Param Ekantik Muktas who give bliss of Shriji Maharaj to souls.  How?  Through their speech and talks and through their glance and by their thoughts and by eatables offered to God and by meeting. Thus they make us blissful.  Just as kapila chhath comes after twelve years in this world.  People eagerly wait for it.  Similarly, kapila chhath has come for you this time.  Great festival has come and we should eagerly wait for it. Nectar of Shriji Maharaj rains from this mouth. So there is bliss and if there is eagerness, we will be very much happy. This assembly is like the assembly of saint and house holders organised by Shriji Maharaj according to the 48th chapter of Bhakta Chintamani.  It is even above Akshardham so it is the assembly of Anadi Muktas dwelling in Murti.  Shriji Maharaj has called Shri Gopalanand Swami as above the assembly of Akshardham according to the 21st Vachanamrut of the Last Chapter of Gadhada.” || 15 ||