Gujarati / English

ફાગણ સુદ-૧૦ને રોજ કથાની સમાપ્તિ કરી અને ધનબાએ સર્વે સંતોને બારસ સુધી રોક્યા અને આથમણા સુખપરના લક્ષ્મણ ભક્ત તથા કચરો ભક્ત તે પોતાના ગામ ગયા. તેમણે તે દિવસે રાત્રિએ ગામ રોહે જઈને ત્યાંના દીવાન કુંવરજીભાઈને બાપાશ્રી તથા સર્વે સંતોના જયશ્રી સ્વામિનારાયણ કહ્યા.

ત્યારે તેમણે પૂછયું જે, “ક્યાં સુધી ત્યાં રહેવાના છે?” ત્યારે કહ્યું જે, “આજ કથાની સમાપ્તિ થઈ તે હવે કાલનો દિવસ રહીને બારસનાં પારણાં કરીને રામપુરથી જવાના છે.”

પછી દીવાનજીએ રાત્રિએ રાજા પાસે રજા માગી ને પાછલી રાત્રે ચાલ્યા તે સવારે વેકરાના મંદિરમાં આવીને સૌ પૂજા કરતા હતા ત્યાં બેઠા ને બાપાશ્રીને  પ્રશ્નો પૂછયા, તે સાંજે આરતી થઈ ત્યાં સુધી વાતો ચાલી. આરતી થઈ રહ્યા કેડે બેઠા તે બાર વાગ્યા સુધી બાપાશ્રીએ વાતો કરી ને પછી સૂતા.

સવારે નાહી, ધોઈ, પૂજા કરીને પછી પારણાં કરીને સૌ ચાલ્યા તે કુંવરજીભાઈ રોહે ગયા અને ભુજના સાધુ ભુજ ગયા. સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ અમદાવાદ, તથા મૂળીના સંત તથા પરદેશી હરિજનો તે સર્વે બાપાશ્રીની સાથે વૃષપુર ગયા. ત્યાં ઠરાવ કર્યો જે ફૂલડોલને બીજે દિવસે છપૈયે જવા નીકળવું. નીકળવાને દિવસે સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે પાટડી કાગળ લખાવ્યો જે, “અમે ફાગણ વદ-૧૨ને રોજ તમારે ત્યાં આવીને મૂર્તિ પધરાવશું.”

પછી વૃષપુરથી ભુજ આવીને સર્વેને ખબર આપી જે જેને આવવું હોય તે આવજો. પછી ભુજથી રેલે બેઠા, તે તૂણા થઈ, નગર થઈ, મૂળી આવ્યા ને ત્યાંથી ફાગણ વદ-૧૦ને રોજ લીલાપુર ગયા ને ત્યાંથી બીજે દિવસે શેદલે ગયા અને ફાગણ વદ-૧૨ને રોજ સવારે પાટડી જઈને મૂર્તિ પધરાવી ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ મંદિરમાંથી હવે બીક ગઈ, માટે કોઈ બીશો નહિ.”

પછી સંત-હરિજનોની પંકિત જમવા બેઠી ત્યાં પહેલી પંકિતમાં જ લાડુ ઘણા વરી ગયા ને થોડા જ રહ્યા તેથી ખૂટવાની બીકે કાળીદાસભાઈ બાપાશ્રીને કહેવા લાગ્યા જે, “આ ગામમાં લોટ પણ તૈયાર નહિ મળે અને લાડુ તો થઈ રહેવા આવ્યા અને લાજ જશે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમે ફિકર રાખશો નહિ; લાડુ વધી પડશે. સ્વામિનારાયણ ભગવાન ખૂટવા નહિ દે.” પછી જમ્યા અને લાડુ તો ઘણા વધ્યા.

બીજે દિવસે અમદાવાદ આવ્યા ને ત્યાંથી જેતલપુર ગયા. ત્યાં અશ્લાલીનાં કંકુબાએ સત્સંગીજીવનના દ્રિતીય પ્રકરણનું પારાયણ સાત દિવસનું કરાવ્યું. છેલ્લે દિવસે કથાની સમાપ્તિ કરીને છત્રીએ ચરણારવિંદ પધરાવ્યાં. ત્યાં બાપાશ્રીએ વર આપ્યો જે, ‘આ છત્રીએ જે દર્શન કરશે તે સર્વેને અમે અક્ષરધામમાં લઈ જઈશું અને ઉપરથી ઊડીને પક્ષી જશે તેનો પણ મોક્ષ થશે.’ જેતલપુરથી અમદાવાદ આવ્યા.

અમદાવાદમાં નર્મદાબાએ સત્સંગીજીવનના ત્રીજા પ્રકરણનું પારાયણ બેસાડયું તેની સમાપ્તિ રામનવમીને દિવસે થઈ. ચૈત્ર સુદ-૧૩ને રોજ ત્યાંથી રનોડે ગયા ને ત્યાંથી ધોળકે ગયા ને ત્યાંથી અશ્લાલી, ગામડી, બારેજડી થઈ સરસપુર આવ્યા. ત્યાં તો કચ્છથી ચૈત્ર સુદ-૭ને રોજ અમદાવાદમાં નવસો માણસોનો સંઘ આવેલો હતો, તે સર્વેને લઈ ત્યાંથી છપૈયા તરફ ચાલ્યા ને જયપુર ઊતર્યા, ને ત્યાંથી છપૈયે ગયા. ત્યાં ઉપરદળના ઠક્કર મોતીભાઈ જીવણભાઈએ ચૈત્ર વદ-૪ને રોજ સત્સંગીજીવનનું પારાયણ બેસાડયું હતું. ત્યાં કોલેરાનો રોગ હતો તેથી વ્યાર ગામના હરિભક્તે દેહ મેલ્યો, તેને બાપાશ્રીએ દર્શન આપી અક્ષરધામમાં મૂકી દીધો.

પછી સર્વે સંતોએ તથા ઘણાક દેશાંતરના હરિજનો આવ્યા હતા તેમણે બાપાશ્રીને પ્રાર્થના કરી જે, “આ ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવીએ ત્યાં સુધી આ રોગ બંધ રહે એવી કૃપા કરો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “હવે કોઈ નહિ મરે.”

તે પછી રોગ બંધ થઈ ગયો હતો.

એક દિવસે સંધ્યા આરતી વખતે બાપાશ્રીએ ખીમજીભાઈને કહ્યું જે, “નહાવું છે માટે ચાલો.”

પછી ખીમજીભાઈ દોરી-લોટો લઈને ચાલ્યા તે માંહીલે કૂવે જઈને લોટો ભરી આપ્યો, તે લઈને બાપાશ્રી બહિર્ભૂમિ જઈ આવ્યા ને હાથ ધોયા. પછી લોટો ઊટકીને નવરાવવા માંડયા, એટલામાં આરતીનો ડંકો થયો. ત્યાં તો આકાશમાં તેજોમય અનંત વિમાન ને તેમાં તેજોમય મૂર્તિઓ એવું દેખવામાં આવ્યું.

ત્યારે ખીમજીભાઈ બોલ્યા જે, “બાપા આ શું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ઘનશ્યામ મહારાજની આરતી થાય છે, તેમને દર્શને આ બધા મુક્ત આવ્યા છે.”

ત્યારે ખીમજીભાઈ કહે જે, “આમ નિત્ય આવતા હશે ને દર્શન થતાં હશે?”

ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “આવે તો નિત્ય, પણ આજ મહારાજની ને મોટાની ઈચ્છાથી દર્શન થયાં. આ દર્શન ભૂલી ન જતા.”

પછી નાહીને મંદિરમાં આવ્યા. બીજે દિવસે નારાયણસરની ઊગમણી બાજુએ અગ્નિ ખૂણામાં નાહીને પૂજા કરવા બેઠા, ત્યારે આકાશમાં અનંત વિમાને સહિત અનંત મુક્ત તેવી જ રીતે તેજોમય દેખાયા; ત્યારે ત્યાં ભેળા ગયેલા સંત તથા હરિજનોએ પૂછયું જે, “આ શું હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, તે ભગવાનનાં દર્શન કરવા મુક્ત આવ્યા છે.”

પછી તે અદૃશ્ય થઈ ગયા, ને સર્વે મંદિરમાં આવ્યા. બીજે દિવસે ગૌઘાટમાં નાહી આવ્યા અને ચૈત્ર વદ-૧૦ને રોજ શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવીને જયજયકાર વર્તાવી દીધો. ચૈત્ર વદ-૧૧ને રોજ સવારમાં સર્વે છપૈયાથી રેલે બેસીને અયોધ્યા આવ્યા ને ત્યાંથી આગ્રા, જયપુર, ખારચી, સિદ્ધપુર થઈને ભંકોડે ઊતર્યા ને દેવપરે ગયા. ત્યાંથી મણિપુરા, જોશીપુરા, વિરમગામ થઈને મૂળી ગયા. જે પચાસ માણસોને કોલેરા થયેલો હતો તેમને  સદગુરુ શ્રી હરિનારાયણ-દાસજી સ્વામીએ ત્યાં બાર મણ દહીં ને આઠ મણ ખાંડ પીવરાવીને બધાયને ઠંડા કર્યા. તેમને ઊલટીઓ ને ફેરા બંધ થઈ ગયા ને સાજા થઈ ગયા. વળી વાંટાવદરના શેઠ ભૂરાભાઈ ગોવિંદશાની પાસે બે ગાડાં તડબૂચ મંગાવીને અને કાંપમાંથી દાડમ આઠ મણ મંગાવીને સર્વેને જમાડયા.

પછી બાપાશ્રીએ કહ્યું જે, “સ્વામી! ખર્ચ બહુ કર્યું.”

ત્યારે સ્વામી બોલ્યા જે, “અમે બધા જમીએ છીએ તેમ તમે પણ અમારા ભેગા છો તે તમે દુઃખી થાઓ તે અમારાથી કેમ દેખ્યું જાય? અમે તમારા સંઘના ગોર છીએ અને આ સંઘ યજમાન છે. યજમાન દુઃખી, તો અમે પણ દુઃખી, માટે સર્વે તમારું છે.” એમ બોલ્યા.

એવી સેવા કરી તેમ જ બાપાશ્રી આદિક સંઘે પણ સ્વામીની બહુ સેવા કરી ને રાજી બહુ થયા ને બોલ્યા જે, “તમે કર્યું એવું તો કોઈ મંદિરમાં કોઈ પણ કરી શકે નહિ. એવું કર્યું જે બધાયને સાચવ્યા. અમદાવાદમાં છત્રી કરવા સારુ કાનજીભાઈ મેસાણેથી જુદા પડીને ત્યાં ગયા. તેમને કોલેરા થયો ને ત્યાં દેહ પડી ગયો, પણ એમને એકને પણ કોઈ સાચવી શકયા નહિ; તેમ કોઈ પાસે પણ ગયા નહિ. જો છત્રી કરવા તે ન ગયા હોત ને અમારા ભેળા રહ્યા હોત તો એમને પણ આ પચાસના ભેળા રાખત, પણ મરવા દેત નહિ.” એમ બોલ્યા.

પછી ત્યાંથી ચાલ્યા તે મોરબી ગયા, ત્યાં સુધી સ્વામીએ દહીં ભેળું મોકલ્યું હતું. મોરબીથી ગોવિંદભાઈ તથા કાળુભા તથા લધુભાઈ આદિ સર્વે નવલખી સુધી ભેળા જઈને આગબોટમાં તથા વહાણમાં સર્વે સંઘને બેસારીને પાછા વળ્યા, અને બાપાશ્રી આદિ સર્વે સંઘ તથા સ્વામી ઈશ્વચરણદાસજી તથા મુક્તવલ્લભદાસજી તથા આશાભાઈ આદિ સર્વે ભેળા ગયા. તે ખારીરોલ ઊતરીને અંજાર થઈ રેલે બેસી ભુજ ગયા. ભુજમાં રસોઈ આપીને પછી સંઘ વેરાણો, તે સૌ પોતપોતાને ગામ ગયા અને સ્વામી ઈશ્વરચરણદાસજી તથા મુક્તવલ્લભદાસજી તથા આશાભાઈ આદિ ગુજરાત તરફ આવ્યા.

અને ખીમજીભાઈ દહીંસરે ગયા. ત્યાં તેમના પિતાશ્રી મુક્તરાજ કેસરાભાઈએ તેમને કહ્યું જે, “દીકરા, તમે છપૈયા જઈ આવ્યા તે કિયે કિયે સ્થળે દર્શન કર્યાં તે સર્વે વાત કરો.”

પછી ખીમજીભાઈએ વિસ્તારીને વાત કરી તેમાં જે જે વાત ભૂલે તે કેસરાભાઈ સંભારી આપે.

ત્યારે ખીમજીભાઈ બોલ્યા જે, “બાપા, તમે ભેળા તો હતા નહિ ને વાત ક્યાંથી જાણો છો?”

પછી કેસરાભાઈ બોલ્યા જે, “છપ્પનની સાલમાં બાપાશ્રી અને તમે છપૈયા ગયા ત્યારે મારે ભેળે આવવું હતું ત્યારે બાપાશ્રીએ મને કહ્યું જે, ‘તમારો દેહ ખમશે નહિ માટે તમે અહીં રહો.’ તેથી હું ઉદાસ થઈ ગયો. પછી બાપાશ્રીએ કહ્યું જે, ‘તમે અહીં બેઠે અમે જ્યાં જ્યાં જઈશું ને દર્શન કરીશું ને લીલા કરીશું તે સર્વે દેખશો.’ ત્યારથી મારે આવરણ ટળી ગયાં છે, માટે હું દેખું છું; એવો બાપાશ્રીનો પ્રતાપ છે.” II ૧૬૫ II

On the day of Fagan Sud 10th the katha came to end.  Dhanba delayed the departure of all saint till 12th day of Fagan Sud and Laxmanbhakta and Kacharabhakta of Sukhpur (west) went back to their village. These devotees reached village Roha at night and said Jay Shri Swaminarayan to Divan Kuvarjibhai on behalf of Bapashri and all saints. The Divanji asked how long the saints and Bapashri were going to stay there? He said that katha came to end today and after breaking fast on the day 12th (barash) they will go from Rampur. On the same night Divanji asked for leave from the king and started late in night and reached Vekra in the morning. He sat where all were performing pooja. He asked questions to Bapashri.  The talks went on till the time of arti in the evening. After arti he sat with Bapashri. Bpashee talked till twelve midnight and then went to bed. In the morning all bathed,  performed pooja and all started after breaking fast. Kuvarjibhai went to Roha and saints of Bhuj went to Bhuj. Swami Vrundavandasji and Swami Ishwarcharandasji, etc. of Amdavad and saints of Muli and devotees from foreign went to Vrushpur with Bapashri.  There it was decided to go to chhapaiya on the next day of fuldol festival. On the day of departure, Bapashri made Swami Ishwarcharandasji write a letter to Patdi informing them they would reach there on Fagan Vad 12th and would install Murti after reaching there.  Then coming to Bhuj from Vrushpur all were informed that whosoever wants to come can come. Then they boarded the train from Bhuj and came to Muli vai Toona and Nagar. From there they went to Lilapur on Fagan Vad 10th and on the next day went to Shedla. On Fagan Vad 12th reached Patdi on the morning and installed Murti. Then Bapashri said that fear has gone from this temple and no one should fear now.  Then saint and devotees sat for dinner. Sweet balls (ladu) were very near to exhaust in the first batch and there remain a few. The stock was to get exhausted, Kalidasbhai told Bapashri that in this village even the flour will not be available and ladus were almost finished and it is a question of credit. Then Bapashri said “Do not worry, ladus will become surplus, Lord Swaminarayan will not allow it to exhaust”. Then all dined and ladus remain surplus. On next day they came to Amdavad and from there went to Jetalpur. There Kankuba of Ashlali organised Parayan of 2nd chapter of  satsangi jivan for seven days. On the last day after completion of katha footprint were installed at chhatri. Bapashri blessed, “Whosoever comes for darshan at chhatri we will take all to Akshardham and any bird flying over it will also be liberated.  From Jetalpur they came to Amdavad. At Amdavad Narmadaba arranged Parayan of 3rd chapter of satsangi jivan. It came to end on the day of Ramnavmi. On the 13th day of Chaitra Sud they went to Ranoda and from there to Dholaka and to Ashalali, Gamdi, Barejadi and came to Saraspur. On the 7th day of Chaitra Suda group of nine hundred devotees had come to Amdavad from Bhuj. From there all were taken and started the journey for Chhapaiya. On the way, they got down at Jaipur and from there they went to Chhapaiya.  On the 4th day of Chaitra Vad, Thakker Motibhai Jivanbhai of Uperdal had arranged Parayan of satsangijivan. The epidemic of cholera had broken out at that place.  So devotee of Vyar village left his body. Bapashri gave him darshan and put him in Akshardham. Then all saints and devotees of different place prayed to Bapashri and requested to him, showing his grace to stop that disease till the installation of Ghanshyam Maharaj’s Murti. Then Bapashri said that now nobody would die. Then the disease had subsided.

Once Bapashri asked Khimjibhai at the time of evening arti to go with him to bathe. Then khimjibhai took with him a rope and pot (a kind of metal vassel) and started. He fetched the water from the well which is in the compound of the temple. Bapashri relieved himself and washed hands. Then pot was cleaned and Khimjibhai poured water on Bapashri and bathed him.  In the meanwhile arti started. As soon as arti started Khimjibhai saw infinite luminous planes in the sky and there were luminous Murtis in them. Khimjibhai asked Bapashri what it was. Bapashri replied that arti of Ghanshyam Maharaj is being performed and all these Muktas have come for His darshan. Then khimjibhai asked, “Do they come regularly and have darshan?”   Bapashri said, “They come regularly but today you had darshan by the wish of Maharaj and Muktas- do not forget this darshan.” Then they came to the temple after having bath. On the next day Bapashri, after bath, sat for pooja on east side of Narayan sarovar and in the corner of south-east side.  Then they saw infinite Muktas along with infinite planes in the sky in the same luminous form. Then all the saints and devotees who had gone with him asked what it was. Then Bapashri said, “We are performing God’s pooja and Mukta have come for darshan of God.”  Then they disappeared and all came to the temple. On the next day they bathed in Gaughat and on the 10th day of Chaitra Vad Ghanshyam Maharaj’s idol was installed and the programme was successfully completed. In the morning on the day of Chaitra Vad 11th all came to Ayodhya from Chhpaiya by train and from there they got down at Bhankoda via Agra, Jaipur, Kharchi, siddhapur and went to Devpare.  From there they went to Muli via Manipur, Joshipura, Viramgam. Sadguru Shri Harinarayandasji Swami gave twelve maunds of curd and eight maunds of sugar to fifty devotees suffering from cholera and made them cool. Their vomiting and diarrhoea stopped and they recovered. Moreover he got water-melons in two carts from Sheth Bhurabhai Govinsha of Vantavadar and also got eight munds of pomegranate from Vadhvan-Camp and all were fed. Then Bapashri said, “Swami you spent a lot.”  Then Swami replied, “We all eat and since you are with us, how can we see you unhappy. We are gor maharaj of your group and this group is yajman (host) if host is unhappy we are also unhappy therefore, this all belongs to you.” Swami did such service, similarly group of Bapashri, etc served Swami very much and said that what you have done in this temple, cannot be done by anyone elsewhere. We were all looked after by you. Kanjibhai separated from the group, from Mehsana for the work of chhatri in Amdavad. He suffered from cholera and left his body but nobody could look after him and nobody inquired of him. If he had not gone for the work of chhatri and would have been with us than he would have been kept along with fifty others and would have not been allowed him to die. From there they went to Morvi.  Swami had given curd lasting up to Morvi. From Morvi Govindbhai, Kalubha, Laghubhai, etc. came up to Navlakhi and arranged the journey by ship and steamer. Then (Govindbhai, etc.) all returned from Navlakhi.  Bapashri, etc., the whole group, and Swami Ishwarcharandasji, Muktavallabhdasji, Ashabhai, etc all went together. They landed at Kharirol and went to Bhuj by train. The group (sangh) donated money for meal in Bhuj temple. The group dispersed, all went to their respective villages. Swami Ishwarcharandasji, Muktavallabhdasji, and Ashabhai went towards Gujarat and Khimjibhai went to Dahishara.  His father Muktaraj Keshrabhai asked him to tell everything  about their journey to Chhapaiya and also all other places where they went for darshan. Khimjibhai told everything in detail. Keshrabhai would remind him if his son forgot anything in between. Khimjibhai was surprised and asked his father how he knew even though he was not with them. Then Keshrabhai said that in the year fifty-six (samvat-1956), Bapashri and he (Khimjibhai) had gone to Chhapaiya. He wanted to go with them but Bapashri did not allow him to go with them because his body would not be able to beare the strain of the journey. So he became sad. Then Bapashri consoled him by saying that he would be able to see everything sitting there only, the places which they would visit for darshan and lila. Since then the curtain against his eye had gone and he saw everything. Such is the power of Bapashri. || 165 ||