Gujarati / English

સંવત ૧૯૭૩ના વૈશાખ માસમાં અમદાવાદથી સ્વામી વૃંદાવન-દાસજી તથા સ્વામી ઘનશ્યામજીવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણ-દાસજી આદિ સંત તથા મૂળીથી સ્વામી ભગવતસ્વરૂપદાસજી તથા પુરાણી ધર્મકિશોરદાસજી આદિ સંત તથા હરિજનો કચ્છમાં ગયા હતા. તે ભુજ થઈને વૈશાખ સુદ-૧૦ને રોજ શ્રી વૃષપુર પહોંચ્યા.

વૈશાખ સુદ-૧૧ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ જીવને પાંચ ભૂત વળગ્યાં છે, તેનો વિશ્વાસ ન કરવો. ભુજમાં સુંદરજીભાઈ હતા તેમણે પ્રવૃત્તિ ઘણી રાખી હતી. તેથી શ્રીજી મહારાજે પંદર દિવસ સુષુપ્તિ અવસ્થામાં રાખ્યા ને પ્રવૃત્તિ ટાળીને શુદ્ધ કરીને દિવ્ય દર્શન કરાવીને લઈ ગયા.

“અમદાવાદ, ભુજ, વડતાલ આદિના સાધુ-સત્સંગી જે પંચ વર્તમાને યુક્ત હોય તે સર્વે એક મંડળ છે. તેને જુદા જાણે તો ધામમાં ન જવાય, અને તેમનો દ્રોહ કરે તેને શ્રીજી મહારાજ તેડવા ન આવે. માટે સત્સંગ સર્વે એક જાણવો; પણ જુદો ન જાણવો. સર્વેના ધણી એક શ્રીજી મહારાજ છે. માટે એક જાણે તો શ્રીજી મહારાજનો રાજીપો થાય છે.

“ત્યાગીએ જડ-ચૈતન્ય માયાનો ત્યાગ રાખવો, અને જો માયા ગરી આવે તો તેથી ગૃહસ્થમાં રહેવું સારું; માટે વેષ લીધો તે ભજવે નહિ તો દુઃખ થાય. વૈભવ તો મોટા રાજાથી પણ અધિક મળ્યા છે; કેમ જે શ્રીજી મહારાજે ખાવા-પીવાનું, ઓઢવા-પહેરવાનું રહેવાનું ઘણું આપ્યું છે, પણ એક જડ-ચૈતન્ય માયાનો જ ત્યાગ રાખવાનું કહ્યું છે. માટે એનો તો  પ્રસંગ જ થાવા દેવો નહિ. બોકડવટ કર્યું તો વેષ ભજવવો, ને જો વેષ ન ભજવાય તો બોકડવટ કરવું નહોતું એટલે કે સંસાર મૂકીને સાધુ થાવું નહોતું. સાંખ્યયોગી રહીને ઘરનું ખાઈને મોટાનો જોગ કરવો તે ઠીક, પણ ત્યાગી થઈને ધનનો પ્રસંગ રાખવો તે તો બહુ જ ભૂંડું કહેવાય. તેમાં તો સ્ત્રી પણ ભેળી આવી ગઈ, માટે ધનનો પ્રસંગ રાખે તેના ધણી મહારાજ ને અમે નહિ થઈએ. માયા તો જ્યાંથી ત્યાંથી ગરી આવે એવી છે, માટે સાવધાન રહેવું.

“મોટા સંત છે તે તો પરભાવ એટલે કે મહારાજની મૂર્તિમાં રહીને અને અવરભાવમાં એટલે કે આ સ્થળમાં રહીને મૂર્તિનું સુખ ત્રણે અવસ્થામાં ભોગવે છે; માટે મૂર્તિનું સુખ લેવું, પણ બીજું સંભારવું નહિ. આ જડ-ચૈતન્ય માયાના નિષેધની વાત કરીએ છીએ તેમાં કોઈને દુઃખ તો નથી લાગતું ને? આ તો આપણા બાપની કહેલી વાત કરીએ છીએ, માટે દુઃખ લગાડશો નહિ. આ લોકમાં ગૃહસ્થમાં કોઈના બાપે મરતી વખતે કહ્યું હોય જે, ‘મારી કેડે આમ કરજે’ તો તે પ્રમાણે જ તેના દીકરાને કરવું પડે છે. તો આ તો શ્રીજી મહારાજનાં વચન છે તે પાળવાં જ જોઈએ અને તો જ મહારાજ ને મુક્ત રાજી થઈને સુખિયા કરે; પણ વચન ન પાળે તો સુખિયા કરે નહિ. આ જોગમાં રહીને એવા અવળા સ્વભાવ રાખવા નહિ ને પાત્ર તો પોતાને જ થાવું જોઈએ. આજ્ઞા, નિયમ યથાર્થ પાળે તે પુરુષપ્રયત્ન કહેવાય; તે પુરુષપ્રયત્ન પણ પોતે જ કરવો, તો મહારાજ ને મોટા પછી કૃપા કરે.”  II ૧૬૬ II

Samvat 1973, in the month of Vaishakh, Swami Vrundavandasji, Swami Ghanshyamjivandasji and Swami Ishwarcharandasji, etc. and from Muli Swami Bhagvatswarupdasji, Purani Dharmakishordasji and devotees had gone to Kutch. On the day of Vaishakh Sud 10th they reached Vruspur via Bhuj.

On the morning of Vaishakh Sud 11th, Bapashri showing his favour, talked. He said, “The Jiva has been surrounded by five ghosts. They should not be trusted. There was Sunderjibhai in Bhuj. He was doing many activities. So Shriji Maharaj kept him in subconscious state for fifteen days and got his activities avoided, made him pure and giving him divine darshan and took him to Akshardham. Saints and devotees of Amdavad, Bhuj, Vartal following panch vartman are of one group. If anyone knows them as separate, he would not go to Akshardham and if he betrays them, Maharaj would not come to fetch him. Therefore, whole satsang should be known as one not as separate. Shriji Maharaj is master of all. So if he knows them as one, Shriji Maharaj will be pleased very much. The renouncer should renunciate inanimate and animate illusion and if illusion enters in him, it would be better for him to remain as householder. So the attire (i.e. saffron clothes) which is worn should be respected otherwise it will be sorrowful. The luxury, which is given, is more than the king has – Shriji Maharaj has given food, drink, cloth, home, in big quantity. But he has asked to discard only animate and inanimate illusion so it should be avoided. Once the head is shaved the part of saint should be played and if cannot be played, head should not have been shaved means he should not have become saint, renouncing the world. It is well and good for sankhyayogi taking food from their home and associate with great Muktas but for renouncer it is very bad if he keeps love for wealth. Women are also included in it; therefore Maharaj and We will not be the master of one who keeps love for wealth. Illusion (maya) is such that it may enter from anywhere so one should be cautious. Great saints enjoy happiness by dwelling in Mharaj Murti in all three states whether they are in Akshardham or in this world dwelling in Murti. Therefore happiness of the Murti should be taken and should not remember anything else. I am talking about prohibition of inanimate and animate illusion and I think nobody feels sorry. This has been told by Shriji Maharaj so do not be sorry. In this world if householder tells his son to do as per his wish after his death, the son will have to do accordingly. Where as these are the words of Shriji Maharaj and must be obeyed. Then only Maharaj and Muktas will be pleased and will make us happy, if one do not obey you will not be made happy. You should not keep crooked nature since you are in this opportunity and himself has to become worthy. The one who obeys commands, norms properly is called self-effort; it should be done by oneself. Then only Maharaj and Muktas will show favour. || 166 ||