Gujarati / English

વૈશાખ સુદ-૧૫ને રોજ સવારે સભામાં વચનામૃતની કથા વંચાતી હતી. તેવામાં કુંભારિયેથી ગોવાભાઈનો પત્ર આવ્યો જે, “કુંભારિયે ક્યારે પધારશો તે લખી મોકલો તો સિગરામ મોકલીએ.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજી પાસે બાપાશ્રીએ કાગળ લખાવ્યો જે, “અમે તથા સર્વે સંત-હરિજનો વદ-૭મે અહીંથી ચાલીશું, માટે તમે સિગરામ વદ-૬ને દિવસે મોકલશો અને કથા વાંચવાનું મંદિરની ઓસરીમાં રાખો તો ઠીક, કેમ જે ઈન્દ્ર ઘેલો થયો છે તે વિઘ્ન કરશે.”

પછી સારંગપુરનું ૧૭મું વચનામૃત વંચાવ્યું, તેમાં ગરુડ પણ આકાશનો પાર પામે નહિ એ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ગરુડનું દૃષ્ટાંત તો મૂળઅક્ષર સુધી પહોંચે ને તેથી પર એકાંતિક ને પરમ એકાંતિક ને અનાદિ એ ત્રણને ગરુડનું દૃષ્ટાંત લાગુ પડે નહિ. તેમાં એ પરમ એકાંતિક ને અનાદિ તો ભગવાનરૂપ છે, તે એકાંતિકને મૂર્તિમાં ખેંચી લે છે. આ છેલ્લા મુદ્દાની વાત છે, હવે ખોળવું બાકી નથી. અક્ષરથી પર એકાંતિક, તેથી પર પરમ એકાંતિક, તેથી પર અનાદિ અને તેથી પર શ્રીજી મહારાજ છે; આ છેલ્લો મુદ્દો હાથ આવ્યો.

“જેમ સમુદ્ર વેળ લાવે ને ખેંચી જાય, તેમ મૂર્તિમાંથી અનુભવજ્ઞાન આવીને મૂર્તિમાં ખેંચી જાય છે, તે કૃપાસાધ્ય છે. ‘ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના’ તે સમય આજ આવ્યો છે. એક સમયે એક ગામમાં પર્વતભાઈ ને ઝીણાભાઈ આદિ સત્સંગી બેઠા હતા ત્યારે પર્વતભાઈએ કહ્યું જે, ‘મહારાજની ને મુક્તની ખુશબો આવે છે.’ એટલામાં તો મહારાજ ને મુક્ત આવ્યા. અનુભવજ્ઞાનમાંથી ખુશબો આવે છે તે મૂર્તિમાં લઈ જાય છે ત્યારે એક પુરુષોત્તમ જ રહે છે; અક્ષરાદિક બીજૂં કાંઈ રહેતું નથી; એક કારણ મૂર્તિ રહી. ‘સૌને વશ કરું રે સૌનો કારણ હું ભગવાન.’ બ્રહ્મકોટિ, અક્ષરકોટિ એ સર્વેના પ્રકાશને મહારાજનો પ્રકાશ લીન કરી નાખે છે.”

પછી ભુજના લાલશંકરભાઈએ પૂછયું જે, “મૂળઅક્ષર ને અક્ષર તે એક છે કે જુદા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મૂળઅક્ષર કહો કે અક્ષર કહો તે એક જ છે ને એની કોટિઓ છે, અને અક્ષરધામની કિરણોમાં એમની અનંત કોટિઓ રહી છે. અક્ષરધામ તો એ કોટિઓનું આધાર, અંતર્યામી, પ્રેરક ને નિયંતા છે; અને તે અક્ષરધામ તે શ્રીજી મહારાજનું તેજ છે.

“આ સભાનો મહિમા તો અતિશે મોટો છે. ઉદ્ધવજી વૃક્ષને નમ્યા હતા, તેથી આ બાગ તથા જે જે વૃક્ષ આ મુક્તનાં દર્શન કરે છે તેમનો મહિમા તો અતિશે અપાર છે. રામજીભાઈ આ બાગમાં ઝાડ છે તેને બાથમાં ઘાલીને મળતા ને પ્રાર્થના કરતા જે, ‘મારે ઉપરદળ જાવું પડશે ને તમારે આ મુક્તનો વિયોગ નહિ થાય; માટે મારા કરતાં તમારાં ભાગ્ય મોટાં છે.’ વળી નાના છોકરાને પણ પગે લાગતા ને કહેતા જે, ‘આ બધા મોટા થશે ત્યારે બ્રહ્મયજ્ઞ કરશે ને શ્રીજી મહારાજના સ્વરૂપનો નિર્ણય કરશે, તે સમયે મારાથી અવાશે નહિ તે સારુ આજથી દર્શન કરી લઉ છું. આ છોકરા નાના નથી, કેમ જે તમારાં દર્શન સદાય કરે છે અને હું તો છ મહિને કે બાર મહિને આવું ત્યારે મહિનો કે બે મહિના તમારાં દર્શન તથા જોગ મળે. અને આ છોકરાં તથા વૃક્ષો તે તો સદાય તમારાં દર્શન ને જોગ કરે છે, માટે બહુ મોટાં ભાગ્યશાળી છે, અને પુરુષોત્તમરૂપ થઈ ગયાં છે; કેમ કે તમારાં દર્શન સદાય કરે છે, એમાં શું બાકી રહે?’ એવા મહિમાવાળા હતા.

“માટે કારણ જે પુરુષોત્તમ તેમને પકડે તો ઊંડા ઊતરી જવાય અને કાર્ય જે પરોક્ષ અક્ષરાદિક અવતારો તેમને પકડે એટલે કે સંભારે તો બહાર નીકળી જવાય. જ્યારે વચનામૃતમાં નારદ-સનકાદિક નામે કહ્યા હોય ત્યારે મુક્તને સમજવા, તો મૂર્તિથી ઓરું ન અવાય અને પરોક્ષ નારદ-સનકાદિક સમજાય તો બહાર નીકળી જવાય એટલે કે ઓરું આવી જવાય. શ્રીજી મહારાજે પોતાનો મહિમા પરોક્ષ નામે કહ્યો છે તે પામર અને વિષયી જીવને પણ લઈ જવા છે તે માટે કહ્યો છે. આપણે રામકૃષ્ણ ગોવિંદ કહીએ છીએ તે શ્રીજી મહારાજને જ કહીએ છીએ, પણ પરોક્ષ નામથી કહીએ છીએ; તેથી એમના ઉપાસકોને સારું લાગે છે, તે સારુ કહીએ છીએ.

“અક્ષરધામમાં બાગ-બગીચા કહ્યા છે તે આ લોકના કહ્યા છે, પણ દિવ્ય ભાવમાં નથી. માટે પરભાવ ને અવરભાવ એ બે શબ્દ મહારાજે મેલ્યા છે તે સમજવા જોઈએ. જે મૂર્તિ અક્ષરધામમાં છે તે જ મૂર્તિ મનુષ્યરૂપે ને પ્રતિમારૂપે દર્શન આપે છે, એમ સમજાય તો કામ નીકળી જાય. મંદિરમાં મૂર્તિ પધરાવ્યા પછી ભાવ સારો આવ્યો કે નથી આવ્યો એમ ભાવ જોવો નહિ; કેમ જે અક્ષરધામમાં મૂર્તિ છે તે જ પ્રતિમા છે, પણ એક રોમનો ફેર નથી; જો ફેર જાણે તો દ્વેષ કર્યો કહેવાય. આજ ધણીય મોટા મળ્યા ને પ્રાપ્તિય મોટી મળી. માટે હવે તો કરવા મંડવું; જો ન કરે તો કૃતઘ્ની કહેવાય. આ દેહે કરીને શું ન થાય? જે કરે તે સર્વે થાય એવું છે. આ અમારી આજ્ઞા પાળશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં લઈ જાશું. અમે તો મૂર્તિમાંથી આવ્યા છીએ, તે તમને મૂર્તિમાં લઈ જાશું; અને જો આજ્ઞા નહિ પાળો તો તમારે અમારે લેણા-દેણા નથી.”

એમ વર ને શાપ આપીને વાર્તાની સમાપ્તિ કરી ને “શ્રી સહજાનંદ મહારાજની જય ને આ સભાની માયાનો ક્ષય” એમ બોલ્યા. II ૧૭૧ II

On the morning of Vaishakh Sud 15th, the katha of Vachanamrut was being read in the assembly. In the meanwhile a letter of Govabhai of Kunbhariya was received. In the letter he asked Bapashri to let him know when he was going to visit Kunbhariya so that he can arrange for sigram (a kind of covered bullock cart). Then Bapashri got Swami Ishwarcharandasji to write a letter to him, informing him that he and all saints and devotees would starts from here on Vad 7th so he should send his sigram on Vad 6th and katha should be arranged in the porch of temple because there is possibility of rain as Indra is very much eager for it.

Then the 17th Vachanamrut of Sarangpur was read. In it, it is said that even the eagle cannot know the limit of the sky. Then Bapashri said, “The example of the eagle is valid up to Mul-Akshar but this example is not valid for the three viz Ekantik, Param Ekantik and Anadi who are above Mul-Akshar. Among them Param Ekantik and Anadi are form of God and draw Ekantik in Murti. This is the talk of ultimate point and nothing remains to search for.  Ekantik are above Akshar, Param Ekantiks are above them and Anadi are above them and Shriji Maharaj is above all of them. This is the ultimate goal which is received by us. Just as high tide draws away anything.  Similarly, experience knowledge from Murti draws in to Murti-it is by God’s grace. “Bhavsagar no par na aave prabhu vina”. (Sea in the form of this world cannot be crossed without God’s grace), that opportunity has come today. Once Parvatbhai, Zinabhai, etc. satsangi were sitting in a village. Then Parvatbhai said that there is a smell of Maharaj and Muktas-no sooner did he say so than Maharaj and Muktas came.  The smell comes from experience knowledge which takes to Murti. Then there is only Purushottam-there does not remain Akshar, etc., there is only causal Murti. ‘Saune vash karu re sauno karan hun bhagvan.’ The luminescence of Brahmakoti, Akshakoti, is merged in luminescence of Maharaj.

Then Lalshankarbhai of Bhuj asked, “Are Mul-Akshar and Akshar one or separate?”  Then Bapashri said, “Mul-Akshar and Akshar are the same and it has kotis.  Their infinite kotis remain in rays of Akshardham. Akshardham is the support, omniscient, inspirer and controller of those kotis and that Akshardham is the luminescence of Shriji Maharaj. The greatness of the assembly is very much. Udhavaji bowed the tree, therefore the importance of this garden and trees which do darshan of these Muktas is beyond words. Ramjibhai used to embrace the tree of this garden and prayed that he would have to go to Upardal village but they were luckier than he because they would not be separated from Mukta. Moreover, he would even bow to young boy and would say that when they grow up they would perform Brahmayagna and would decide about the form of Shriji Maharaj but he would not be able to come at that time. So he was having the darshan now. These boys are not small because they always have your darshan whereas I come after six or twelvemonths and at that time I have your darshan for a month or two and get your association. Where as these boys and trees have always your darshan and associate with you, therefore, they are very fortunate. They have become form of Purushottam, because they have your darshan daily. What remains in it then? Such was Ramjibhai’s greatness.  Therefore if the cause of all that is Purushottam is caught by someone, he will dip inside (dwell in Murti) and activity which is paroksha i.e. Akshars etc. incarnations  are caught means remembers them he will come out (will fall from the path of goal). When in Vachanamrut they are called as Narad, sanak, etc., they should be taken as Muktas so that you will not be away from Murti and if they are understood as paroksha Narad, sanak, etc., you will come out means you will be away from Murti. Shriji Maharaj has told His greatness in the name of paroksha (other incarnations) for the benefit of insignificant and passionate jivas so that they can be taken to Akshardham. When we say RamKrishna Govind, we say it for Shriji Maharaj. But we call by paroksha name so that their worshipers may like it. Gardens which have been said in Akshardham are said of this world but not in the divine feeling. Therefore, Shriji Maharaj has given two different words viz parbhav (divine abode) and avarbhav (physical world)- they should be understood. The same Murti which is in Akshardham gives darshan in a human and idol form-if understood thus the goal will be achieved. After Murti is  installed in the temple, we should not see whether  the expression is better or not because pratima is the same Murti which in Akshardham. There is no difference even of a rom (porous) at all. If one finds difference, he is said to have envied. To day the master whom we have met is great and the achievement is also great, therefore we should begin to achieve goal. If we do not, we will be called faithless. What can be not done with the help of this body-everything can be done. If you obey our commands, you will be taken to the same abode from where we have come. We have come from Murti and you will be taken in Murti and if you do not obey commands, we have no concern with you. Thus blessings and curse were given and ended the talk. There was jay ghosh of Shahjanand Swami and said that this assembly be free from illusion. || 171 ||