Gujarati / English

જેઠ સુદ-૧ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, શ્રીજી મહારાજ ને આ સંત મળ્યા છે તે દિવ્ય છે. તેમને જે દિવ્ય જાણે તે પણ દિવ્ય થઈ જાય. તે શ્રીજી મહારાજે કહ્યું છે જે, ‘જેવા અમને ને અમારા મુક્તને જાણશો તેવા કરીશું અને અંતર્યામી જેવા કરીશું.’ તે અંતર્યામી એટલે અનાદિમુક્ત સુખ લેતા હોય તેને જાણી શકે અને પરમ એકાંતિકના સુખને જાણે ને એ સર્વેને ઓળખે અને એ જે સુખ ભોગવતા હોય તે સર્વે દેખે અને તેથી ઓરા જે અક્ષરકોટિ ને બ્રહ્મકોટિ ને ઈશ્વરકોટિ ને જીવકોટિ તેમના અંતરનું જાણે, પણ ઉત્પત્યાદિક કરે કે એમને કર્મફળ આપે એવા નથી કરવા, પણ ઉપર કહ્યા એવા અંતર્યામી કરવા છે; એમ જાણવું.”

ત્યારે સંતોએ કહ્યું જે, “મૂર્તિ થોડીકવાર બતાવો તો એમ ને એમ ધારી રહીએ.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “એ તો નાસ્તિકપણું છે. જે છે તે અહીં છે. આ મૂર્તિઓ દિવ્ય જાણે ને સંતને દિવ્ય જાણે તો બધું અહીં છે. માટે આમને દિવ્ય જાણવા, પણ બીજું જોવા ઈચ્છવું નહિ. આ સભા વિના બીજું જોવા ઈચ્છે તો તેને પ્રથમ પ્રકરણના ૯મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કેવી મોજ આપી છે જે, એનાં દર્શન કરવાં નહિ ને એના મુખની વાત પણ ન સાંભળવી. આ મૂર્તિ ને આ સંત તેમને દિવ્ય જાણવાં ને આ મૂર્તિનું ધ્યાન કરવું; તો મૂર્તિ તેજોમય ઝળળળ ઝળળળ તેજમાં દેખાય. એવું સુખ છતે દેહે આવે. પણ જીવ શૂનકાર થઈ ગયો છે તેથી દુખિયો રહે છે, તે આવા જોગમાં દુખિયો રહે ત્યારે બીજું ઠેકાણું સુખિયા થાવાનું ક્યાં મળશે?

“આ સભા અક્ષરધામની છે અને તેથી પર મૂર્તિમાં રહેનારા અનાદિમુક્તની છે અને શ્રીજી મહારાજ વિરાજમાન છે. એવી આ સભાને જાણે તે દિવ્ય થઈ જાય. જો ખોટું કહેતા હઈશું તો એનો જોખો એટલે કે ગુનો અમને છે, પણ જે સાચું માનશે એને બહુ લાભ મળશે. માનો તોય ભલે અને ન માનો તોય ભલે. અમારે તો જેમ છે તેમ કહેવું છે, માટે આ વાત ભલા થઈને માનજો, તો અમ ભેગા હાલશો. અમે તો જીવને શ્રીજી મહારાજ પાસે લઈ જવા આવ્યા છીએ, માટે અમારો દાખડો સુફળ કરજો. આવા કહેનારા નહિ આવે ને આવા કહેનારા ક્યાંયે છે પણ નહિ. સ્વામિનારાયણની સાખે કહીએ છીએ. ખોટું કહેતા નથી, જેવું છે તેવું દેખીને કહીએ છીએ.

“બદરિકાશ્રમ, શ્વેતદ્વીપ, તથા અક્ષરકોટિને રહેવાની અસંખ્ય કરોડ ભૂમિકાઓ કહી છે. અને શ્રીજીને રહેવાનું અક્ષરધામ જે પોતાનો પ્રકાશ, અને અનાદિમુક્ત તથા શ્રીજી મહારાજ તે સર્વે અહીં છે; માટે બીજે લેવા ન જાવું.

“શ્રીજી મહારાજે બદરિકાશ્રમમાં ને શ્વેતદ્વીપમાં જાવું પડશે એમ કહ્યું છે તે બધું અહીં છે. તે જે તપ કરાવે તેના ભેળા રહીને તપ કરે તે બદારિકાશ્રમ જાણવું, અને જે અંતર્વૃત્તિ કરાવીને ધ્યાન કરાવે તેની ભેળા રહીને ધ્યાન કરે તે શ્વેતદ્વીપ જાણવું, અને જે મૂળઅક્ષરનો મહિમા વર્ણન કરે ને ભેળો મહારાજનો મહિમા પણ કહે અને અક્ષરનો ભાર રહે તે અક્ષરકોટિના જાણવા, અને તે અક્ષરોથી પર જે અક્ષરધામ તેમાં પરમ એકાંતિક મુક્ત રહ્યા છે તેમનો જોગ અહીં કરે તો તે શ્રીજી મહારાજની મૂર્તિ સન્મુખ રહેવાની વાત કરે ને મૂર્તિના સમીપમાં લઈ જાય, અને અનાદિમુક્ત મળે તો મૂર્તિમાં રહેવાનું કહે ને મૂર્તિમાં રાખે. આ બધી સભાઓ આ સત્સંગમાં છે, માટે બધાં ધામ આ સત્સંગમાં જાણવાં. ને તે તે લક્ષણે કરીને સર્વેને જાણીને પછી અનાદિમુક્તનો જોગ કરવો, પણ પરોક્ષનું આપણે કામ નથી.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “વાસુદેવબ્રહ્મના મુક્તોને જુદી સભા હશે કે નહિ હોય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “વાસુદેવના નિષ્કામ મુક્ત નરનારાયણ છે, અને વાસુદેવ તથા નરનારાયણ તે બેય જીવનો મોક્ષ કરે છે. તેમાં વાસુદેવબ્રહ્મ પોતાના ધામમાં રહ્યા થકા શ્વેતદ્વીપમાં દર્શન આપીને ત્યાંના મુક્તોને બ્રહ્મપુરમાં પોતાના સમીપે લઈ જાય છે. અને નરનારાયણ છે તે પણ બ્રહ્મપુરમાં રહ્યા થકા બદરિકાશ્રમમાં દર્શન આપીને ત્યાંના મુક્તોને બ્રહ્મપુરમાં પોતાના સ્વામી જે વાસુદેવબ્રહ્મ તેમની સમીપે લઈ જાય છે, પણ પોતાના શિષ્ય નથી કરતા.

“અને મહાકાળ છે તેમને વાસુદેવબ્રહ્મે મહાપ્રલય કરવાનું કામ સોંપ્યું છે, તે વાસુદેવબ્રહ્મની સમીપે રહ્યા થકા તે કામ કરે છે; તેમને પણ પોતાના શિષ્ય જુદા નથી. અને મૂળપુરુષને સૃષ્ટિ કરવાનું કામ સોપ્યું છે, તે સૃષ્ટિ સમયને વિષે માયા સાથે જોડાય છે ત્યારે ગોલોક ધામ રચે છે ને ત્યાં રહે છે. તેમને પોતાના પાર્ષદો જુદા છે. જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે તે મૂળપુરુષો બ્રહ્મપુરમાં, વાસુદેવબ્રહ્મના તેજમાં પોતાના પાર્ષદોએ સહિત રહે છે. તે પાર્ષદો પોતાના સ્વામી જે મૂળપુરુષ તેને દેખે, પણ મહાકાળ, નરનારાયણ ને વાસુદેવ તેમને દેખે નહિ.

“મૂળઅક્ષરોના મુક્તોને માથે કાંઈ પણ ક્રિયા નથી, ને એમને પોતાના શિષ્ય પણ નથી. એ તો અક્ષર જે પોતાના સ્વામી તેનું સુખ લે છે, અને એ મુક્ત નિષ્કામ છે. અને ઉત્પત્યાદિક ક્રિયા કરવી તથા કર્મફળ આપવાં તે શ્રીજી મહારાજે પોતાના તેજદ્વારે મૂળઅક્ષરોને પ્રેરણા કરી છે, તે સર્વે ક્રિયા મૂળઅક્ષરોએ વાસુદેવબ્રહ્મને સોંપી છે. પણ અક્ષરોના ને શ્રીજી મહારાજના મુક્તોને માથે કાંઈ ક્રિયા નથી; ફકત મોક્ષ કરવાની ક્રિયા છે. તે અક્ષરો તથા તેમના મુક્તો અક્ષર પાસે લઈ જાય છે, અને શ્રીજી મહારાજ ને તેમના મુક્તો શ્રીજી મહારાજ પાસે લઈ જાય છે.

“માટે આજ બ્રહ્મકોટિ ને અક્ષરકોટિ એ બેયને મૂકીને શ્રીજી મહારાજની મૂર્તિમાં રહેવાનો વખત આવ્યો છે. તે જો ચૌદ લોકના સુખથી લૂખા થવાય તો મૂર્તિનું સુખ મળે.”  II ૧૮૨ II

On the day of Jeth Sud 1st, Bapashri showing his favour, talked. He said, “Shriji Maharaj and this saint have met us- they are divine. The one who knows them as divine will also become divine. Shriji Maharaj said that the way in which you know me and my Muktas, you will also be put on the same cadre and will make as omniscient (supreme being). That supreme being will be able to know the happiness which is taken by Anadi Muktas and will also know happiness of Param Ekantik and will recognise all and the happiness which they enjoy will all be seen by him and he will also know the secret of those who are away from them viz Aksharkoti, Brahmakoti, Jivakoti, Iswarkoti.  But we will not give power for creation or power for giving creation the fruit of their karma (activities) but he will be made supreme being.  Then saints requested Bapashri to show Murti for a while so that they can fix their attention on it.  Then Bapashri said, “It is atheism. Whatever it is, it is here. Everything is here for the one who knows these idol and saints as divine.  Therefore they should be known as divine but should not desire to see any thing else. We should not have neither the darshan or nor should hear talk from the mouth of his who desires to see other than this assembly. This has been said in the 9th Vachanamrut of first chapter by Shriji Maharaj. This Murti and this saint should be considered as divine and should meditate on this Murti. Then this Murti will be seen in bright luminescence.  Such happiness can be had during our life span. But Jiva has become blank and remain unhappy.  It remains unhappy in this association then where else can it get happiness?  This is the assembly of Akshardham and it is also above of those Anadi Muktas dwelling in Murti and Shriji Maharaj is present here. If one knows this assembly as such, one will become divine. If I am telling a lie it will be my guilt but you believe it to be true you will be much benefited.  Whether you believe it or not I am going to say what I want to. Therefore be kind enough to believe it then only you will be with us. I have come to take Jiva to Shriji Maharaj, therefore make my efforts successful. He will not find only one any where  telling such things. This I am telling you by oath of Swaminarayan- not telling a lie- telling as it is by seeing it. Innumerable places have been said for Badrikasharm,  Swetdeep and Aksharkoti  and dwelling place of Shriji Maharaj is Akshadham which is His luminescence and Anadi Muktas, Shriji Maharaj are all here. Therefore do not go elsewhere to get something-Shriji Maharaj has said that you have to go to Badrikasharm and Swetdeep, they all are here. The one who makes you do penance and himself does penance together should be known as Badrikasharm and the one who makes you do meditation by making you introverts and he also meditates together should be known as Swetdeep and the one who describes the greatness of Mul-Akshar along with greatness of Maharaj and gives weightage to Akshar should be known as of Aksharkoti. Param Ekantik Muktas dwell in Akshardham which is above Akshars. If one associates with them, they will tell you to live in front of Shriji Maharaj’s Murti and takes you before Murti and if you meet Anadi Muktas, they will tell you to live in Murti and will keep you in Murti. All these assemblies are in this satsang. therefore all abodes should be known to be in this satsang and they all should be known by their respective characteristic and then associate with Anadi Mukta, but we have nothing to do with indirect (paroksha).

Then Swami Ishwarcharandasji asked, “Do Muktas of Vasudevbrahma have separate assembly or not?”  Bapashri replied, “Naranarayan is passionless (nishkam-desiring no fruits) Muktas of Vasudev and Vasudev and Naranarayan both liberates Jiva. Between them Vasudevbrahma dwelling in his own abode, take Muktas in Brahmpur before him after giving darshan in Swetdeep. Whereas Naranarayan also dwelling in Brahmpur takes Muktas to Brahmpur before his master Vasudevbrahma after giving darshan in Badrikasharam but does not make his disciple. Mahakal has been given the work of mahapralaya (ultimate destruction) by Vasudevbrahma. He does this work living in front of Vasudevbrahma . He has also not separate disciple. Mulpurush has been given the work of creation (shrushti). When that creation (shrushti) joins with illusion at that time he forms Golokdham and lives there. He has his own parshad. When the ultimate destruction (mahapralay) takes place, those Mulpurushs dwell in Brahmapur along with their parshad in the luminescence  of Vasudevbrahma. Those parshads can see their master who is Mulpurush but cannot see Mahakal, Naranarayan and Vasudev, there is no activity for Muktas of Mul-Akshar and they do not have their disciple too. They take happiness of Akshar who is their master and those Muktas are passionless (nishkam-desire no fruits). Shriji Maharaj through his luminescence has inspired Mul-Akshars to do the activity of creation, etc and give fruits of karma (activity). All those activities have been given to Vasudevbrahma by Mul-Akshars  but Muktas of Akshars and Shriji Maharaj do not have any activity- to liberate is the only activity for them. Those Akshars and their Muktas take (jiva) to Akshar, Shriji Maharaj and his Muktas take Jivas to Shriji Maharaj. So today the time has come to dwell in Shriji Maharaj’s Murti leaving Brahmkoti and Aksharkoti. If one gives up happiness of fourteen Lokas (cosmos) , will get bliss of Murti. || 182 ||