Gujarati / English

જેઠ વદ-૧ને રોજ સવારે સભામાં મધ્ય પ્રકરણનું ૪૧મું વચનામૃત વંચાતું. તેમાં માન વિના તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહિ એમ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “માન, કામ, ક્રોધ, ઈર્ષ્યા, આદિ શત્રુ છે તેની વહારે ચઢે તો માર ખાય ને શત્રુનું બળ વધે. કોઈકને પ્રાયશ્ચિત્ત કરવાનું હોય ને મોટેરા કરાવે તોપણ માનવાળાને પ્રાયશ્ચિત્ત કરનાર માન આપે તો તેનો પક્ષ રાખે જે, ‘નહિ કરે’. એવો અધર્મનો પક્ષ માને કરીને રહે છે. માટે શત્રુ માત્રનો નાશ કરીને ભગવાનની મૂર્તિમાં જોડાવું.”

“અમે કુંભારિયે ગયા હતા ત્યાં જયરામભાઈ મિસ્ત્રીને ઘેર એક બાવો હતો. તેણે અમને પૂછયું જે, ‘સંત કોને કહીએ?’ ત્યારે અમે કહ્યું જે, ‘તું ઉત્તર કર.’ પછી બાવે કહ્યું જે, ‘મનકું છૂટા મૂકે, સો સંત કહીએ.’ પછી અમે જયરામભાઈને કહ્યું જે, ‘જુઓ! તમારા બાવાનો માલ નીકળે છે.’ પછી જયરામભાઈએ બાવાને કહ્યું જે, ‘ચૂપ.’ પછી બાવો બોલતો રહી ગયો; એવું આ લોકમાં ચાલે છે.

“સિનોગરામાં કલો મિસ્ત્રી બ્રહ્મજ્ઞાની હતો, તેના છોકરાની સ્ત્રીને બાવો લઈને ભાગી ગયો તોપણ એવા બાવાને ઘરમાં રાખે છે; કેમકે અમે ફેર સિનોગરે ગયા હતા, ત્યારે પણ બીજો બાવો એને ઘેર બેઠો હતો. એ લોકો ગુરુનો મહિમા એવો વધારે જે, ગુરુ કામી હોય તો શ્રીકૃષ્ણ જેવા જાણવા, અને ક્રોધી હોય તો નૃસિંહજી જેવા જાણવા, અને લોભી હોય તો વામનજી જેવા જાણવા; અને ‘સ્વામિનારાયણ કા સાધુ તો કચ્ચા હે તે સ્ત્રી-દ્રવ્યથી દૂર ભાગતા હે’, એમ બોલે. એ મિસ્ત્રી લોકો આપણા સાધુનો મહિમા તો બહુ જાણે, પણ આપણો આશરો કરે નહિ અને સાચી વસ્તુમાં હેત અને વિશ્વાસ ન આવે. અને હરજીભાઈની ને ગોવાભાઈની મા હતાં, તે બાવાને આપવામાં બે-ચાર હજાર કોરી બાર મહિને વાપરતાં. તે હરજીભાઈ તથા ગોવાભાઈ કહેતા કે, ‘શું કરીએ! બધું કલરમાં (ખારભૂમિમાં) જાય છે, પણ જો ન આપીએ તો લોકોમાં ડોશી અમારી ફજેતી કરે.’ અને કુંભારિયામાં વાલજીભાઈ મિસ્ત્રીના ભાઈ જગમાલ હતા, તેને અમે ને સાધુએ કહ્યું જે, ‘શ્રીજી મહારાજ રાધિકા-લક્ષ્મીના પતિ છે’, ત્યારે તેણે ના પાડી. ત્યારે વાલજીભાઈએ કહ્યું જે, ‘હું યમને રજા આપીશ ને જગમાલને યમપુરીમાં લઈ જાઓ એટલે તને યમપુરીમાં લઈ જશે; કેમ કે સ્વામિનારાયણને તું ભગવાન કહેતો નથી.’

“કેટલાક સત્સંગીઓ વ્યવહારમાં ને સત્સંગમાં બહુ મોટા હોય ને શ્રીજી મહારાજે દ્રવ્ય પણ ઘણું આપ્યું હોય તોપણ એ મોટપ સત્સંગમાં ને પરોક્ષમાં બેય ઠેકાણે લોકલાજે વાપરે છે. તેમ આપણે ન કરવું. શ્રીજી મહારાજના આશ્રિતને તો આ સત્સંગમાં જ વાપરવું; એટલે મહારાજ ને મુક્ત રાજી થાય તો મોટી મોજ મળે ને સુખિયા થવાય.

“વિરમગામમાં મોરાર ઠક્કર છે, તેમની પાસે રૂપિયા એકવીસ હજાર હતા. તે સત્સંગમાં જ વાપરે છે, પણ બીજે કોઈ ઠેકાણે એક પાઈ પણ વાપરતા નથી. અને એમ કહે છે જે, ‘મારો પૈસો છે તે સ્વામિનારાયણનો ને એમના સાધુનો છે; પણ બીજા કોઈનો એમાં ભાગ નથી.’ પોતાની દીકરીઓ તથા જમાઈ આવે તેમને પણ દાળ, ભાત, રોટલી ખવરાવે અને કહે જે, ‘મારી પાસે જે છે તે સ્વામિનારાયણનું ને સાધુનું છે. તેથી હું મારે હાથે સત્સંગમાં વાપરીને ધામમાં જઈશ, માટે એમાં તમે કાંઈ આશા રાખશો નહિ.’ જ્યારે છપનો કાળ પડયો ત્યારે અમદાવાદના મંદિરના આવીને કહ્યું જે, ‘મારી પાસે એકવીસ હજાર રૂપિયા છે તે તમારા છે. માટે બસો-ચારસો જેટલા સંત હોય તે વિરમગામ પધારો ને ત્યાં જમો, ને ભગવાન ભજો ને ભજાવો.’ એમનો એવો મહિમા હતો તો સત્સંગ વિના બીજે ક્યાંયે પોતાની મોટપ જણાવી નહિ; માટે એવા સત્સંગી થાવું.

“જ્યારથી વર્તમાન ધરાવ્યાં ત્યારથી તન, મન, ધન, અનેક જન્મનાં કર્મ, એ બધું શ્રી સ્વામિનારાયણને અર્પણ કર્યુ, માટે ત્યારથી સ્વામિનારાયણ ધણી થયા; તો તે ધણીનું નામ લઈને પછી બીજાને કેમ અપાય? તોપણ કેટલાક માને કરીને પરોક્ષમાં વાપરે છે. માન એવું છે કે તેણે કરીને મોટાની મોટપ પણ સહન થાતી નથી.

“આપણે સંવત ૧૯૭૨ની સાલમાં ચૈત્ર માસમાં છપૈયે જતા હતા ત્યારે અમદાવાદમાં કેટલાકે અવિદ્યા કરી, ત્યારે ગાંગજી પટેલે કહ્યું જે, ‘આપણે પાછા કચ્છમાં ચાલો; છપૈયે જવું નથી.’ તેથી આપણે ધનજી પટેલ સિદ્ધપુર ગયા હતા તેમને તાર કરીને પાછા બોલાવ્યા, તે અમદાવાદ આવ્યા. પછી બધાએ મળીને વિચાર કર્યો જે આપણે પાછા જાવું. ત્યારે અમે કહ્યું જે, ‘શ્રીજી મહારાજ જીવોનાં કલ્યાણ કરવા પધાર્યા હતા, તેમનું અસુરો અપમાન કરતા, તોપણ કલ્યાણ કરવાં પડયાં મૂકીને પાછા ગયા નહિ’, એમ આપણે છપૈયે જવા આવ્યા છીએ તે છેપૈયે જઈશું; પણ કોઈના રોક્યા રોકાશું નહિ.’ પછી છપૈયે ગયા અને ત્યાં આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ પધાર્યા હતા અને ત્યાં પારાયણ બેસારીને ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવીને જય જયકાર થયો.” II ૧૮૬ II

On the morning of Jeth Vad 1st, the 41st, Vachanamrut of middle chapter was being read in the assembly. In it, it is said that devotion of God is not liked without honour. Then Bapashri said, “Honour, passion, anger, jealousy etc. enemies. If one keeps their company, he will suffer and power of enemies will increase. If someone wishes to repent and saint guides him how to repent, even then if the person doing repentance gives honour to one having pride will give him support and plead on his behalf by saying that he would not do repentance. Such favourism for irreligious activity is found in the person having pride. Therefore, enemies should be done away with and one should engross in God’s Murti.

I (Bapashri) had been to Kunbhariya. There was a bava (sadhu) at Jayrambhai Mistry’s house. That sadhu asked me, “Who should be called a saint?” I told him to give the answer by himself. Then that sadhu said, “Manku chhuta muke, so sant kahiye” (The one who let loose the mind is called a saint). Then I told Jayrambhai just see! How he talks! Then Jayrambhai asked sadhu to keep quiet. Then that sadhu kept quiet- such things go on in this world.

In Sinogara there was a person named Kalo Mistry who was brahmagyani. A sadhu ran away with his son’s wife, even then he keeps such sadhu in his house. Because when I went Sinogara second time, I saw another sadhu in his house. Such person gives so much importance to guru that even the guru is passionate, he should be known as Shree Krishna and if he is hot tempered, he should be known as Nrusinji and if he is greedy, he should be known as Vamanji. For Swaminarayan’s  saint, he would say that he is not practical because he runs away from woman and wealth. Those Mistry persons thoroughly know the greatness of our saints but would not take refuge under them and they would not love for real thing and would not have trust. The mother of Harjibhai and Govabhai used to spent two to four thousand kories every year on sadhus. Harjibhai and Govabhai would say that they were helpless. They would say that it is waste but if they did not give the old woman (mother) would humiliate them. In Kumbharia there was Jagmal, brother of Valjibhai Mistry. I and saint told him that Shriji Maharaj is the husband of Radhika-Laxmi but he said no. Then Valjibhai told him, “I would permit Yamraj (god of death) to take Jagmal in yampuri and you would be taken there because you do not call Swaminarayan as God.

            Some satsangis are very rich in physical world and also in satsang and  Shriji Maharaj has given them much wealth, they spent at both places- in satsang and in other sect (paroksha) but they spent it fearing criticism. We should not do like this. The followers of Shriji Maharaj should spend only in this satsang so that Maharaj and Muktas will be pleased and will get happiness of Murti.

There is Morar Thakker in Viramgam. He had twenty one thousand rupees. He  spends only in satsang and would not spend a single pai elsewhere. He would say my money is for Swaminarayan  and His saints and nobody has share in it. When his daughters and son-in-laws came, he would feed them and would say whatever he has it is for Swaminarayan and His saints. Therefore, I would spent with my own hands in satsang and would go to Akshardham. Therefore do not wish anything from it. In the famine of fifty six (samvat 1956) he came to Amdavad temple and said that he had twenty one thousand rupees and they are theirs. Therefore saints whether two or four hundread come to Viramgam and dine there and worship God and make others worship God. Such was his greatness. He never showed his reputation elsewhere except in satsang. Therefore, one should become such satsangi.

From the time when vow of vartman is taken, everything i.e. body, mind,wealth, karama of many births are surrendered to swaminarayan, from then onwards Swaminarayan became the master and how can one give to others when the master is Swaminarayan. Even then some spent in paroksha (in other sect) because of the honour. Because of honour they cannot tolerate the reputation of big people. When in the Samvat year 1972 in the month of Chaitra we were going to Chhapaiya, some persons made propaganda against the pilgrimage, Gangji Patel asked to go back to Kutch and not to  Chhapaiya, so I called back Dhanji Patel who had gone to Siddhpur. He came to Amdavad.  Then all decided to go back. Then I said Shriji Maharaj incarnated for the liberation of souls. He was insulted by devilish persons even then he did not go back leaving aside the work of liberation. Similarly we will go to Chhapaiya. Because we have come for Chhapaiya and would not stop even then stopped by someone. Then we went to Chhapaiya. There Acharya Vasudevprasadji Maharaj had come. There Parayan was arranged and Murti of Ghanshyam Maharaj was installed and made the programme very successful. || 186 ||