Gujarati / English

જેઠ વદ-૧ને રોજ રાત્રિએ નવ વાગ્યા વખતે વરસાદ બહુ ચઢીને ઘૂઘવતો આવ્યો,

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આએશ (ગામધણી) બાજરી ભરવા આવ્યો નહિ ને હવે પલળી જાશે.”

એમ કહીને છોકરાઓને કહ્યું જે, “ખળામાં જઈને હઈયા (તુરત) બાજરી ઢાંકી વાળો ને ફરતી અટાર (રેતી)ની પાળ બાંધી વાળો તો પાણી નહિ પેસે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા, એટલી બધી મહેનત કરાવો છો ત્યારે વરસાદ બંધ કરોને!”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ઘૂઘવતો આવે છે, પણ આથમણો જાશે.”

એમ કહ્યું એટલે વરસાદ ગયો. તે વખતે વીજળીઓ બહુ થતી હતી, ત્યારે સંતોએ કહ્યું જે, “બાપા, આ વીજળીને અજવાળે તમારાં દર્શન થાય છે તે એને પુણ્ય થશે કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ બિચારી વાઘરણ શું તમને દર્શન કરાવશે? તમમાં એટલોય પ્રકાશ નથી? તમમાં તો બહુ પ્રકાશ છે. તમે તો તેજમાં મૂર્તિ છે, તે મૂર્તિમાં રહ્યા થકા સુખ લો છો ને કેટલાયનો મોક્ષ કરો છો. સાચું મનાય છે કે નહિ?”

ત્યારે તે બોલ્યા જે, “હા બાપા, તમારા પ્રતાપે એવા થયા છીએ.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “તમારા પ્રતાપની ને તેજની ને સુખની ખબર તમને નથી પડતી; કેમ કે અમે રોકી રાખી છે, પણ તમારો પ્રકાશ તો અક્ષરકોટિથી પણ ઘણો વધુ છે. તમે કામ કરો તે અક્ષરકોટિથી પણ થાય નહિ એવો તમારો મહિમા છે. માટે તમે કાંઈ અધૂરું માનશો નહિ; પૂર્ણકામ માનજો. અને ‘આપણને જે મૂર્તિ મળી છે તેથી બીજી તેજોમય મૂર્તિ ધામમાં છે તે દેખાશે ત્યારે પૂરું કલ્યાણ થશે’ એમ ન માનશો.”

પછી સંતો બોલ્યા જે, “બીજી જોવાની ઈચ્છા નથી.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તો તો પૂરું થયું જ છે, ને તમારા સંકલ્પ તો જીવોને તેડવા મૂર્તિમાન થઈને જાય છે; એવી તમારી સામર્થી છે.”

ત્યારે વળી સંતોએ કહ્યું જે, “શ્રીજી મહારાજ અમારે વિષે રહીને સદા બોલે, જમે, હાલે, ચાલે ને સર્વે ક્રિયા કરે એવી કૃપા કરજો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બહુ સારું; મહારાજ જુદા નહિ રહે.”

જેઠ વદ-૨ને રોજ બપોરના બાર ઉપર બે વાગે બાપાશ્રીએ સંતોને કહ્યું જે, “સંતો! નાહવા ચાલો, નહિ તો વરસાદ આવશે ને પલાળશે.”

પણ સંતોએ ચાલતાં વાર લગાડી ને ત્રણ વાગે નાહવા ચાલ્યા. તે નાહી રહ્યા પછી ઓચિંતો વરસાદ આવ્યો ને પલાળ્યા.

પછી મંદિરમાં આવતાં માર્ગમાં બાપાશ્રી બોલ્યા જે, “અમે કહેતા હતા જે નાહી આવો, પણ તમે ચાલ્યા નહિ. અમે કહ્યું જે ઝાલાવાડમાં વરસાદ થાય છે તે હમણાં અહીં આવશે. ગઈકાલે બંધ રાખ્યો હતો તે આજ છૂટી આપી છે; માટે તરત નાહી આવો, તોપણ તમે ચાલ્યા નહિ તો પલળ્યા.”

એમ વાત કરતા કરતાં કરતાં મંદિરમાં પધાર્યા.  II ૧૮૭ II

On the night of Jeth Vad 1st at 9.0 p.m. it rained cats and dogs (it rained heavily). Then Bapashri said, “Thakor of the village (petty ruler) did not come to take the share of his millet and it would become wet.” Bapashri told his sons to go soon in the field and cover millet and build boundary of sand round the millet so that water does not go in. Then Swami Ishwarcharandasji told Bapashri to stop rain instead of taking so much trouble. Then Bapashri said though rain will come with force, it would go westward. As soon as he said so rain went westward. At that time too much lightening was taking place. Then saints said, “We are having your darshan in the light of this lightening, whether will the lightening be benefited or not? Then Bapashri said that this poor thing has no capacity to get you my darshan. Do you not have even that much light? You have so much light. You are taking happiness dwelling in Murti which is in luminescence and liberating many. Do you believe or not? The saints said that they have become so because of Bapashri’s grace. Bapashri said, “You are not aware of your capacity, luminescence and happiness because I have stopped it but your luminescence is greater than that of Aksharkoti. The work which you do, cannot be done even by Aksharkoti. Such is your greatness. Therefore, do not believe yourselves as unfulfilled- believe as fulfilled. Do not believe that there is another luminous Murti in Akshardham other than the Murti we have got and when that Murti is seen, it will be fulfilled. Then saint said that they had no desire to see other Murti. Then Bapashri said, “Then it is fulfilled. Your thoughts go to fetch Jivas by becoming human form-such is your capacity. Then saint said, “Please show your grace so that Shriji Maharaj always speaks, eats, walks, and perform all activities through our medium.” Then Bapashri said, ‘O.K.! Maharaj will not be separate from you.

On the noon of Jeth vad 2nd at 2.00 p.m., Bapashri asked saints to go for bathing otherwise it would rain and would make us wet, but saints took time and started at 3.0p.m. for bathing. After they had bath, it started raining all of a sudden and all become wet. On the way to the temple Bapashri said that he told them to start early but they did not, he said that it was raining in Zalawad and soon it could rain here. Yesterday, it was stopped but today it has been given permission. Therefore, he told them to bathe soon but they did not start and got wet. Talking thus they came to temple. || 187 ||