Gujarati / English

વૈશાખ વદિ-૯ની રાત્રિએ સાધુ નારાયણદાસજીએ પૂછ્યું જે, “અમને અનાદિ મહામુક્તરાજ સદગુરુ સ્વામી  નિર્ગુણદાસજીએ મૂળઅક્ષરથી પર શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામ નોખું છે એમ વાત કેમ નહિ કરી હોય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સ્વામી તો મૂર્તિમાં રહેતા હતા અને જ્યારે ભેગા થતા ત્યારે એવી જ વાત કહેતા. અમે ને સ્વામીશ્રી તો મૂર્તિમાં ભેગા છીએ, અને મૂર્તિમાં રહ્યા થકા અહીં દર્શન આપીએ છીએ. એમનું કાંઈ પણ અજાણ્યું નહોતું, પણ તે ટાણે ઉપાધિ કરનાર હતા. તે શ્રીકૃષ્ણથી પણ મહારાજને પર ન કહેવા દેતા તો તેથી પર મહાકાળ, અને તેથી પર નરનારાયણ, અને તેથી પર વાસુદેવબ્રહ્મ, અને તેથી પર મૂળઅક્ષરોના મુક્તો, અને તેથી પર મૂળઅક્ષરો, અને તેથી પર શ્રીજી મહારાજના એકાંતિક, ને તેથી પર પરમ એકાંતિક, ને તેથી પર અનાદિ, અને તેથી પર શ્રીજી મહારાજ છે એટલું બધું એકદમ શી રીતે કહેવાય? તેમાં તો ઉપાધિ બહુ જ થાય. એટલા માટે કહેતા નહોતા. પણ અમને કહેતા જે, ‘બાવો મોટા ને મઢી નાની’ તે મઢીમાં બાવો શી રીતે સમાય? તેમ જીવ નાના અને મહારાજનો મહિમા બહુ જ મોટો. તે જીવને શી રીતે સમજાય? માટે કોની આગળ કહીએ! મનમાં સમજી રહીએ છીએ, પણ કોઈને જેમ છે તેમ કહેવાતું નથી.’

“શ્રીજી મહારાજને શ્રીકૃષ્ણ જે મૂળપુરુષ તેથી પર કહીએ છીએ એટલામાં ઉપાધિ થાય છે જે સ્વામીને વાતો ન કરવા દેવી. ને જો શ્રીકૃષ્ણથી મહારાજને પર કહે તો કાઢી મૂકવા. એકવાર કાઢી મૂકવાનો પણ ઠરાવ કર્યો હતો, પણ શ્રીજી મહારાજે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજને રાત્રિએ સાક્ષાત્ દર્શન આપીને કહ્યું જે, ‘તેમને તો અમોએ જીવના ઉદ્ધારને અર્થે ને અમારો મહિમા તથા ઉપાસના સમજાવવા માટે મોકલ્યા છે. એ તો અમારી મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત છે અને અમારી ઈચ્છાથી અમારી મૂર્તિમાં રહ્યા થકા અહીં દેખાય છે એવા સમર્થ છે. માટે એમને આ દેશમાંથી જવા દેશો નહિ. જો જવા દેશો તો એ ઘરેણારૂપ છે તે તમારા દેશનું ભૂષણ જતું રહેશે. શ્રી ગોપાળાનંદ સ્વામીને આ દેશમાં આવવાની અમે આજ્ઞા કરી હતી તેમને પણ આવવાની તમે ના પાડી તેથી એ પણ આવતા નહોતા અને વળી આ પણ જશે તો અમારી ઉપાસના કોણ પ્રવર્તાવશે? માટે એમને આ દેશમાં  રાખો. એ જે વાતો કરે તે સત્ય માનજો, ને એમનું અપમાન કરવા દેશો નહિ. એ અમારી આજ્ઞા પાળશો તો અમો પ્રસન્ન થઈશું. એ તો અમારી ઈચ્છાથી દર્શન આપે છે, નહિ તો સ્વતંત્ર મુક્ત છે. અદૃશ્ય થઈ જશે તો અમારી  ઉપાસના પ્રવર્તશે નહિ; માટે તેમને જવા દેશો નહિ.’ એમ કહીને શ્રીજી મહારાજ અદૃશ્ય થઈ ગયા.

“સવારે શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે સ્વામીશ્રીને બોલાવીને કહ્યું જે, ‘તમે જશો નહિ. તમને કોઈ ઉપાધિ કરતા હશે તે અમે નહિ કરવા દઈએ. શ્રીજી મહારાજના મહિમાની વાતો સુખેથી કરો.’ પછી સ્વામીશ્રી ગયા નહિ. તેથી મોટા મોટા સંતોએ આચાર્યજી મહારાજને કહ્યું જે, ‘તમે કેમ ના પાડી?’ એમ સંવાદ થયો. તે દિવસે હરિજનની ઘેબરની રસોઈ હતી ને ચોકમાં ચંદની તળે પંક્તિ થવાની હતી તે રંગોળી પૂરી હતી, પણ મહારાજશ્રી પીરસવા ઊઠ્યા નહિ, ને કહ્યું જે, ‘નિર્ગુણદાસજી સ્વામીને રાખવાની હા પાડો તો જ પીરસવા ઊઠીએ.’ સર્વે સંતોએ હા પાડી. મહારાજશ્રીએ કહ્યું જે, ‘અમને શ્રીજી મહારાજે દર્શન આપીને કહ્યું જે, ‘એમને જવા દેશો નહિ. એમને અમે મોકલ્યા છે, માટે અપમાન કરવા દેશો નહિ.’ માટે તમે કોઈ એમનું અપમાન કરશો નહિ ને તે જે વાતો કહે તે સાચી માનજો’ એમ મહારાજશ્રીએ વાત કરી. ત્યારે સર્વેએ કહ્યું જે, ‘બહુ સારું, મહારાજ.’ પછી મહારાજ પીરસવા પધાર્યા.

“એવી ઉપાધિઓ વારંવાર થતી તેથી કહેતા નહિ, પણ જાણતા નહોતા એમ ન જાણવું. સ્વામીશ્રી તો બધુંય જાણતા, પણ ઉપાધિ થાતી એટલા સારુ કહેતા નહિ. માટે આજ સમજો, પણ સંશય કરશો નહિ. આવો જોગ મળ્યા છતાં નહિ સમજો તો તમારું ક્યાંય ઠેકાણું રહેશે નહિ. વચનામૃતમાં બધાય શબ્દ છે.”

વાર્તાની સમાપ્તિ કરીને બોલ્યા જે, “શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય અને આ સભાની માયાનો ક્ષય” એમ વર આપ્યો.    II ૧૯ II

On the night of Vaishkh Vad 9th saint Narayandasji asked, “Why were we not told by Anadi Mahamukta Swami Shri Nirgundasji, that Shriji Maharaj’s luminous Akshardham which is above Mul-Akshar is different?”  Bapashri replied, “Swami used to dwell in Murti and whenever we met together he would talk such thing.  Swamishri and I are together in Murti and give darshan here though dwelling in Murti.  Nothing was unknown to him but there were some who would cause disturbance to him.  They would not allow to say that Maharaj is above Shri Krushna.  Above that there is Mahakal, above Mahakal there is Narnarayan, above Narnarayan there is Vasudevbrahm, above Vasudevbrahm there are muktas of Mul-Akshar, above them there are Mul-Akshars, above them there are Ekantik of Shriji Maharaj , above them there are Param Ekantik, above them there are Anadi Muktas and above all of them there is Shriji Maharaj.  How can all this be told suddenly?  There will be much difficulty in saying so, that is why it was not told.  We were told “Bavo mota ne madhi nani” (the dwelling place is small and the inhabitant is huge).  How can he adjust himself in that dwelling place?  Similarly, souls are small and greatness of Maharaj is very big. How can jiva understand this?   Whom to say all this?   It is kept in mind but not told to any one what it is.  We consider Shriji Maharaj above Mul-Purush (i.e. Shri Krushna) and in saying that much the trouble arises,  means Swami should not be allowed to talk and if he says Maharaj is above Shri Krushna, he should be driven away.  Once resolution was passed to that effect.  But Shriji Maharaj Himself gave His darshan at night to Shri Ayodhyaprasadji Maharaj and said, “I have sent Nirgundasasji Swami for the salvation of souls and to explain My greatness and upasana.  He is Anadi Mukta dwelling in My Murti and as per My wish he is seen, though he dwells in My Murti; such is his power.  Therefore, do not force him to leave this place.  In case if you allow him to go, the glory of your place will perish because he is like an ornament for you.  We ordered Gopalanand Swami to come to this place but you refused him to come so he was not coming and moreover if Swami Nirgundasji leaves this place, who will be there to promote My upasana?  Therefore, keep him here in this place.  Whatever he talked believe him to be true and do not allow any one to insult him.  If you obey My order, I will be pleased.  Swami Nirgundasji gives darshan according to My wish otherwise he is an independent Mukta. In case he leaves, My upasana will not be promoted. Therefore, do not force him to go.”  Saying thus Shriji Maharaj became invisible.  In the morning Shri Ayodhyaprasadji Maharaj sent for Swamishri and requested, “Please do not leave from here.  If any one harms you, I will not allow him to do so. Go on talking about the greatness of Shriji Maharaj happily.”  So Swamishri did not leave. So great saints asked Acharyaji Maharaj why he did not force him to leave.  Thus the discussion took place.  On that day there was prasad of gheber (a kind of sweet preparation) from a devotee. The line for all saints and devotees was arranged under the pandal in square for dinner. The square was decorated with rangoli.  But Maharajshri did not get up to serve the meal. He put the condition that if Nirgundasji Swami is allowed to stay here, he will get up to serve the meal.  All saints agreed. Maharajshri said, “Shriji Maharaj gave me darshan and ordered that Swamishri should not be forced to go. He has been sent by Him and further said that do not allow any one to insult him.  Therefore, none of you should insult him. Believe his talk as true.”  When Maharajshri said thus, all agreed and said humbly alright.  Then Maharajshri came to serve the meal. This sort of trouble was frequent hence he did not tell. But do not think that he did not know.  Swamishri knew everything but did not tell with a view to preventing trouble.  Understand this today but do not doubt. In spite of this opportunity, if you do not understand, you will be nowhere.  There is every thing in Vachanamrut.”  After the talk was over he gave salutation by saying ‘Sahajanand Swami Maharajni jai’ and gave the boon ‘let maya be on the wane from this assembly.’ || 19 ||