Gujarati / English

જેઠ વદ-૭ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૬૨મું વચનામૃત વંચાતું હતું, તેમાં દાસત્વના અંગમાં ગોપાળાનંદ સ્વામીને  તથા મુક્તાનંદ સ્વામીને વખાણ્યા.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, ‘દાસત્વપણામાં સર્વેના ગુલામ થઈને રહેવાય છે. આ બે સ્વામીને દાસત્વપણું ઘણું હતું, એવું દાસપણું દૃઢ કરવું. કોઈકને કહેવું તે દાસપણે સત્વગુણમાં રહીને દયા લાવીને ધીરે રહીને કહેવું, પણ રીસ લાવીને કે નિર્દયપણું લાવીને કહેવું નહિ, ને ફજેત કરવો નહિ અને પ્રાયશ્ચિત્ત દેવું તે દયા કરીને દેવું, પણ રીસ કરીને દેવું નહિ. અહીં મોટા માણસને પ્રાયશ્ચિત્ત આપવું હતું. તેણે મરવાનો આદર કર્યો હતો. તેને અમે પુરુષોત્તમ માસમાં છાનું પ્રાયશ્ચિત્ત આપીને બચાવ્યો, પછી તે ધામમાં ગયો. એવી રીતે દયા લાવીને વાતચીત કરી શિખામણ દેવી ને પ્રાયશ્ચિત્ત આપવું અને જો ન માને તો પછી જાહેર કરવું.

“કાંકરિયા તળાવે શ્રીજી મહારાજ પધાર્યા હતા ને ભેળા સંત ઘણા હતા. તેમાં મોટા મોટા સંતને અજીર્ણ આવ્યું જે, ‘આપણે ન હોઈએ તો આ સત્સંગમાં દિગ્વિજય કોણ કરે?’ પછી શ્રીજી મહારાજે એ સભાના ઉપર બીજી સભા કરી. ત્યાં પૂજાઓ થાય, આરતીઓ થાય તેવું દેખીને મોટા મોટા સંતોએ શ્રીજી મહારાજને દંડવત કરીને પ્રાર્થના કરીને કહ્યું જે, ‘મહારાજ! તમે અમારું અજીર્ણ ટાળ્યું.’ એમ દાસપણામાં શ્રીજી મહારાજનો રાજીપો ઘણો છે. અને કીડીસખીને રાજ્ય જોઈતું હતું, પણ માર ખાવો પડયો; માટે મૂર્તિના સુખ વિના બીજું કાંઈ ઈચ્છવું નહિ ને પવિત્રપણે રહેવું.”

પછી પોતાની બાજરીના ઢગલામાં સંતને લઈ જઈને ફેરવ્યા ને બોલ્યા જે, “આ બાજરીને પાપી લોકો અડયા હતા તે તમને ફેરવ્યા એટલે પવિત્ર થઈ. આ તમને અમે શીખવીએ છીએ જે પવિત્રનો સંગ કરવો ને સંતની સેવા કરવી. એક ખોજાએ છપના કાળમાં સડક બંધાવી, તેનાં પાપ મનુષ્યને મારેલાં એવાં હતાં, પણ એ સડકમાં કણબી લોકો મજૂરી કરીને છપનો કાળ ઊતર્યા તે સર્વે સત્સંગી હતા, તેમની સેવાએ કરીને ખોજાનાં પાપ બળી ગયાં ને તેના ઉપર દયા કરીને અમે અંત વખતે પ્રસાદી આપીને મોક્ષ કર્યો. માટે સત્સંગીનું પોષણ કરવાથી પાપ બળીને કલ્યાણ થાય  છે, એવો સત્સંગનો પ્રતાપ છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે તે દિવસે ઉપવાસ કરાય છે અને દેહોચ્છવ કરે તે દિવસે ઉપવાસ નથી કરતા તેનું શું કારણ હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જ્યારે ભગવાન પ્રગટ થાય ત્યારે આનંદમાં ને આનંદમાં ભૂખની ખબર ન પડે, માટે ઉપવાસ કરાય છે. અને ભગવાન પ્રગટ થઈને આત્મા-પરમાત્માનું તથા અજર-અમરપણાનું તથા સર્વત્રપણાનું જ્ઞાન પોતાના ભક્તને આપે તેણે કરીને ભક્ત એમ જાણે જે, ‘ભગવાન અદૃશ્ય થતા જ નથી; જેવા છે તેવા ને તેવા જ અણુ અણુ પ્રત્યે છે, પણ કોઈ ઠેકાણે નહિ હોય એમ નથી. ભગવાન તો છે, છે ને છે જ; પણ જ્યારે દર્શન આપ્યાં ત્યારે આપણને જાણ પડી, પણ પહેલાં નહોતા એમ નહિ. આપણા જાણવામાં નહોતા, પણ એ તો સદાય છે જ, અને અદૃશ્ય પણ થતા નથી.’ એમ સમજે, માટે ભૂખ્યું રહેવાની જરૂર નથી.”

એમ ઉત્તર કરીને પછી વાત કરી જે, “શ્રી ગોપાળાનંદ સ્વામીને એક હરિજને પૂછયું જે, ‘હું કપાસની સાંઠિયો ખોદું છું ત્યારે મહારાજ તેજોમય દેખાય છે તે શી રીતે ખોદું? મહારાજને વાગે તે સારુ ખોદતો નથી.’ પછી સ્વામીશ્રીએ કહ્યું જે, ‘મહારાજને નહિ વાગે, ખોદજો.’ આપણે પણ એમ મૂર્તિ દેખાય એ કરવાનું છે. જેમ દિવસમાં રાત્રિ લીન થાય છે તેમ માયાને તેજમાં લીન કરીને મૂર્તિ જોવી. જો આગ્રહ કરે તો દેખાય, પણ આગ્રહ નથી કરતા એટલે મૂર્તિ નથી દેખાતી. મહારાજ મોંઘા બહુ છે તે તપે કરીને, સેવાએ કરીને, ભક્તિએ કરીને, કે કોટિ સાધને કરીને પણ મળે તેમ નથી, પણ આજ મોંઘા થયા છે. માટે ધ્યાન, માળા, પૂજા એ કર્યા કરવું; તો મૂર્તિ સિદ્ધ થઈ જાય. જો માયિક વસ્તુ લાવવી હોય તો મુંબઈ જઈને પણ લઈ આવે, પણ મહારાજ જેવી દિવ્ય વસ્તુને લેવાનો આગ્રહ કરતા નથી. એક સાધુએ મુંબઈથી મનગમતાં વસ્ત્ર મંગાવીને પહેર્યાં; એવી તાણ મૂર્તિમાં થાય તો શું બાકી રહે? અમે મૂર્તિમાં રહીને  આ વાતો કરીએ છીએ, પણ જીવ જાણી શકે નહિ; એવા આ મુક્ત તમને મળ્યા છે. વળી ધક્કો મારીને પણ જીવને મહારાજની મૂર્તિમાં પહોંચાડી દઈએ. એવો આ મુક્તનો ધક્કો છે, તે કોઈને રહેવા દેવા નથી.”

પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ કહ્યું જે, “બાપા, મારી એક અરજ છે જે મને ભૌતિક દેહમાંથી જુદો પાડીને મૂર્તિમાં લઈ જાઓ. તમારા વિના બીજો મારે આધાર નથી ને હું દુઃખી થાઉં છું.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ બાવો (સ્વામી ઈશ્વરચરણ-દાસજી) તથા તમે બીજા જે જે શરણે આવેલા સદરુચિવાળા છો, તે સર્વેનું અમારે પૂરું કરવાનું છે. એમને કોઈને માથે ગુનો નથી, બધાયનું પૂરું અમે કરીશું.”

ત્યારે તેમણે કહ્યું જે, “બાપા! મેં સાધન કાંઈ કર્યાં નથી ને થાય તેમ પણ નથી.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તમારે નચિંત રહેવું. તમને આ માયિક દેહમાં રહીને શું માગતાં આવડે? મુક્તનું ને  મહારાજનું સુખ ને મહિમા ને સામર્થી તેનો કોઈ પાર પામે તેમ નથી. માટે જે સુખ અમારે છે તે સુખ સર્વેને આપવું છે; તે દિવ્ય ભાવે યુક્ત થાશો ત્યારે સમજાશે. દિવ્ય સુખ તો માયિક દેહથી ને માયિક બુદ્ધિથી માગી લેવાય એવું નથી. એ તો અમે પોતે આપી દઈશું, એવો વિશ્વાસ રાખવો. અમે તમને મળ્યા છીએ તે એક મિનિટમાં સુખ આપી દઈએ એવા છીએ. અમે તો કર્તા થકા અકર્તા છીએ. ‘કર્તા થકા અકર્તા રે યુગ યુગમાં નર દેહ ધરે’ એવા મહારાજ ને મહારાજના મુક્ત છે. જેવા છીએ એવા ઓળખો તો દરિયામાં દોટ દેવાનું કહીએ તોપણ દો તથા તડકે રાખીએ, ભૂખે મારીએ તોપણ તેમ કરો. રાત કહીએ તો રાત કહો ને દિવસ કહીએ તો દિવસ કહો, એવા થઈ જાઓ, જો પૂરો મહિમા જાણો તો. તમે સર્વેએ આ મુક્તને ઓળખ્યા છે તે પૂર્વે તમે બધાંય સાધન કર્યાં હશે, ત્યારે જ તમને આવા મોટા ઓળખાણા છે. માટે તમારે એમ સમજવું જે સત્સંગમાં જે જે અંગ દૃઢ કરવાનાં કહ્યાં છે, તે સર્વે અંગ સંપૂર્ણ થઈ ગયાં છે; તો જ તમે આવા મોટાને ઓળખ્યા છે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછયું જે, “આ વચનામૃતમાં પહેલા પ્રશ્નમાં યોગ્ય-અયોગ્ય કર્મ કહ્યું તે કિયું જાણવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આજ્ઞા પ્રમાણે વ્યવહાર કરે તે યોગ્ય કર્મ જાણવું. અને તેમાં આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થઈ જાય તે અયોગ્ય કર્મ જાણવું. અને કોઈક ઉપર ક્રોધ થઈ આવે તે પણ અયોગ્ય કર્મ જાણવું; અને તેનું પ્રાયશ્ચિત્ત કરવું. તે પ્રાયશ્ચિત્ત જો તુરત આવીને મોટા પુરુષને નિવેદન કરે તો અર્ધું કરવું પડે, અને પૂછતાં વાર લગાડે તો પૂરું કરવું પડે, ને કોઈક કરાવે ને કરે તો બમણું કરવું પડે; માટે નિષ્કામવ્રતનો ઉપવાસ પડે તો તુરત કરવો, પણ કાંધાં કરવાં નહિ, એટલે કે વાર લગાડવી નહિ. જો એકાદશી આદિ વ્રતનો ઉપવાસ બીજે દિવસે આવતો હોય તો પ્રાયશ્ચિત્તનો ઉપવાસ તેરશને દિવસે કરવો, પણ એવી અડચણ ન આવતી હોય તો તે દિવસે જ કરી નાખવો. નિયમ રાખવાં તે ઓછાં રાખવાં, પણ ઘણાં રાખીને પડયાં મૂકવાં નહિ. જો ઘણાં રાખીને પડયાં ન મૂકે તો તે શ્રેષ્ઠ છે, પણ ઘણાં રાખીને પડયાં મૂકવાં પડતાં હોય તો થોડાં રાખવાં તે ઠીક છે.”

એમ વાત કરીને પછી બોલ્યા જે, “વચનામૃતમાં નારદ-સનકાદિક તથા રામ-કૃષ્ણાદિક અવતાર કહ્યા હોય તે મુક્તને કહ્યા હોય છે એમ જાણવું; કેમ કે બીજા પરોક્ષ રામ-કૃષ્ણાદિક અવતાર થાય છે તે તો અન્વય સ્વરૂપના અવતાર છે; તેમનાથી શ્રીજી મહારાજના જેવું આત્યંતિક કલ્યાણ થાય નહિ. અને તેમાંના કેટલાક તો માયામાંથી આવ્યા છે અને વ્યતિરેક મૂર્તિના અવતાર જે મુક્ત તે તો આત્યંતિક કલ્યાણ કરે છે; માટે તે અવતાર જાણવા. માયા તો મેસનો ઓરડો છે.”

પછી નાનોદરાના ઠક્કર કાળીદાસે પૂછયું જે, “મારે તો આ ત્રણ અંગમાંથી એકેય સંપૂર્ણ થયું નથી ત્યારે કેમ થશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આવા મોટા ને મહારાજ મળ્યા છે, તેમનો મહિમા જણાય ને તેમની સાથે મન જોડો તો છતે દેહે મોક્ષ થઈ જાય. જેના ભેળા બેઠા છો તેના ભેળું જ રહેવું છે, માટે જ્યારે આવા મળ્યા ત્યારે જાણવું જે પૂરું થઈ જ રહ્યું છે ને કડેડાટ કરતા ધામમાં જાશું; ફીકર રાખવી નહિ. આ તમને મળ્યા છે તે કાંઈ અક્ષરકોટિ સુધીને પણ મળ્યા નથી ને મળવા પણ ઘણા દુર્લભ છે. આ વાતનો મુદ્દો હાથ આવે તો બહુ સુખ આવે ને ઊંઘ, આહાર, ભૂખ, દુઃખ, સર્વે ભૂલી જવાય; એવો મૂર્તિનો આનંદ છે. તે આનંદમાં આપણે રહ્યા છીએ એમ જાણવું.”  II ૧૯૩ II

On the day of Jeth Vad 7th the 62nd Vachanamrut of middle chapter was being read in the assembly. In it, Gopalanand Swami and Muktanand Swami were praised for their servitude nature and devotion for Mharaj. Then Bapashri said, “With servitude nature, one serves all.” These two Swamis had such nature. Which should be made firm. If you have to say something to someone you must say it as a servant in satwa attribute and with mercy and say it gently but should not say it mercilessly or with frown and should  not humiliate and give him repentance with mercy but not with  frown. Here repentance was to be given to a big man he was on the death bed. I gave him secret repentance in the month of Purushottam and saved him, and he went to Akshardham. Thus one should be given advice with mercy and give repentance and if he does not obey, it should be made public. Shriji Maharaj had come at Kankaria lake and many saints were with him. Great saints among them became proud and thought who can bring absolute conquest in satsang without us? Then shriji Maharaj held another assembly above it. There arti, pooja, was performed. On seeing that great saints prostrated before Shriji Maharaj and prayed and said that their pride was humbled. Thus Shriji Maharaj has much pleasure in servitude nature. Kidisakhi (one saint) wanted kingdom but had to bare punishment. Therefore, one should not desire anything except bliss of Murti and should remain pure. Then saints were taken round the heap of millet  and said that the millet was touched by sinners now it has become pure. You are taught that you should keep the company of holy people and serve saints. In the famine of samvat 1956 a Khoja got the road constructed. His sins were like killing human beings but in construction of that road Kanbis did labourer’s work and in the famine of ’56 they got livelihood. They were all satsangis. The sins of Khoja were burnt by giving livelihood to those Kanbis and at the time of his death showing mercy on him liberated him by giving him prasad. Therefore, if you naurish satsangis your sins will be burnt and will be liberated. Such is the capacity of satsang.

Then Ishwarcharandasji Swami asked, “When God incarnates fast is observed on that day but when he leaves this world fast is not observed what is the reason of it?” Bapashri said, “When God incarnates hunger does not trouble us because of over joy, therefore fast is observed.Moreover, when God incarnates, he gives his devotees the knowledge of soul-parmatma,  ajar-amarpanu (immortality), omnipresence, so that the devotee knows that God does not become invisible. He is there in every atom as He is but it is not so , that He is not anywhere. He is already there.When he gave darshan we knew Him but it is not so that formerly He was not there. He was not in our knowledge but He is always there and does not become invisible.One understands thus.Therefore, there is no need to fast. Continuing his talk he said, a devotee asked Gopalanand Swami that when he was digging stalks of cotton, he saw luminous Maharaj so how could he dig? He was not digging with the fear lest Maharaj be injured. Then Swami told him to carry on digging, it will not injure Maharaj. We have also to do so that Murti appears thus. Just as night merges in the day, similarly, illusion should be merged in luminescence and should see Murti. If you insist, Murti will be seen but we are not insisting so Murti is not seen.Maharaj is very rare he cannot be achieved by penance, service, worship or infinite means but today He is easily available, therefore, go on doing meditation, rosary, pooja etc.,Then Murti will be realized. If one wants to get illusive object, he would even go to Mumbai but he does not insist for divine thing like Maharaj. A saint got his favourite clothes from Mumbai, if such love is shown for Murti, what remains then? I talk dwelling in Murti but Jiva would not know it. You have met such Mukta. Besides, I push Jiva and send him to Maharaj’s Murti. Such is the push of Mukta. Nobody will be left out.

Then Swami Ghanshyamjivandasji said, “Bapa, its my request, please separate me from my physical body and take me in Murti. I do not have any support except your and I am unhappy.” Then Bapashri said, “This Bava-Swami Ishwarcharandasji and you and others who have come under my shelter are of my liking and I have to fulfill all. They do not have any fault. I will fulfill all.” Then he said, “Bapa, I have not done any means and not possible to do it.” Bapashri said, “Be assured. You are in illusive body so how can you know what to ask for?” Nobody knows the bounds of their capacity, greatness and happiness of Maharaj and Muktas.Therefore, I want to give all happiness which I have.It will be understood when you have divine feeling, divine happiness cannot be asked for by illusive body and wisdom.That will be given to you by myself. Keep such trust. I have such power that I whom you have met can give you happiness within a miniute. I am nondoer though doing it. ‘karta thaka akarta re yug yug ma nar deha dhare’ –non doer though doing it, takes human body in every era. Such are Maharaj and His Muktas. If you know us as we are, you will run towards the sea if we ask you , if kept in hot sun or kept hungry, you will do so. If you know the perfect greatness, you will become so that if we say it is night you will say it is night, if we say it is day you will say it is day. Before knowing this Mukta you all must have done all means, then only you have been able to know such Mukta. Therefore ,you should understand that you have made firm all senses which have been told to make firm-all those senses have become perfect that is why you have recognized such Mukta.

Swami Ishwarcharandasji asked, “In the first question of this Vachanamrut Karma is said to be proper and improper- which is that?” Bapashri said, “The one who behaves according to commands is proper Karma and in it if there is thought of behaving against the command is improper Karma. If one gets angry with someone, it is also an improper Karma and it should be repented.If that repentence  is done immediately by going to Muktas and revealing the guilt to him, it will require half of it and if he takes time, he will have to do it fully, and if it is done by someone’s suggestion, it will have to be done in double proportion. If fast is to be done for nishkamvrat it should be done immediately but should not postpone it-means should not delay it. If it falls on the next day of ekadashi the fast of repentant should be done on terash (on 13th day of month) but if there is no such obstacle it should be done on the same day. Vows should be kept but not many and if kept many, they should not be dropped. If one has kept many vows and does not drop them, it is the best but if after keeping many vows and had to drop them in that case it is better to keep a few. Then Bapashri said in Vachanamrut there is reference of incarnation of Narad, Sanak, etc. and Ram-Krishna, etc., it refers to Muktas and because other Paroksha (indirect) Ram-Krishna, etc. incarnations are of anvaya (immanent form) of incarnations. They cannot do ultimate liberation like Shriji Maharaj and some of them have come from illusion whereas Muktas are of incarnation of vytirek (transcendental) Murti i.e. Muktas can do ultimate liberation, therefore, those incarnations should be accepted. Maya (Illusion) is the room of soot  (mesh)-this means mayik person cannot do the work of ultimate liberation.

Thakker Kalidas of Nanodara said, “I have not been able to give perfection to any of the three norms so what will happen of me?”  Bapashri replied, “You have met such Mukta and Maharaj and if their greatness is understood and your mind is attaced to them, you will be liberated during your life span. You have to remain with them with whom you sit, therefore, since you have met such, you should know that everything is fulfilled, and soon will go to Akshardham-avoid worry. The one whom you have met has not met to anyone up to Aksharkoti and are also rare to meet them. If it is understood, you will get much happiness and everything viz sleep, food, hunger, misery  will be forgotten.  Such is the joy of Murti and should know that we live in this joy. || 193 ||