Gujarati / English

જેઠ વદ-૧૦ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૫૯મું વચનામૃત વંચાતું હતું. તેમાં ભવ-બ્રહ્માદિક દેવ થકી સાધુ અધિક છે એમ વાત આવી.

ત્યારે બાપાશ્રીએ સંતોને પૂછયું જે, “એ ભવ-બ્રહ્માદિક કિયા હશે?”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આ ભવ તે મહાકાળને કહ્યો છે– જે દિવ્ય સંકર્ષણ છે  તે, અને તે મૂળપુરુષનો ઉપરી છે. અને બ્રહ્મા તે મૂળઅક્ષર– જેને દિવ્ય અનિરુદ્ધ કહીએ છીએ તે; જે  પંચાળાના રજા તથા લોયાના ૭મા વચનામૃતમાં કહ્યા છે તે.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “તમે એ મૂળઅક્ષરથી અધિક છો અને કેટલાકને તેડવા જાઓ છો, તમને સાચું મનાય છે?”

ત્યારે સ્વામી બોલ્યા જે, “તમે કહો છો ત્યારે સાચું હશે; અમને તો કાંઈ જણાતું નથી.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સાચું છે, પણ તમારી પાસે કામ કરાવીએ છીએ, ને વળી જણાવા દેતા નથી; એમ તમે અકર્તા છો. અને નથી જણાવતા તેનું કારણ એ છે જે તમારા સમાસને માટે તમારી સામર્થી રોકી રાખી છે. તમે તેડવા જાઓ છો ત્યારે કોઈકને અહીં રાખો છો પણ ખરા; એમ કરો છો અને વળી તમે જાણતા નથી, પણ તમારી સામર્થી અક્ષરથી પર છે.”

પછી શાસ્ત્રી ધર્મસ્વરૂપદાસજીએ પૂછયું જે, “ઘાટ-સંકલ્પ થતા હોય તેનું શું સમજવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ તો તમને હોય જ નહિ, પણ ફડકાવવા રાખ્યા છે, તે મરેલા સર્પ જેવા છે ને પોતાને  વિશેષ મનાય નહિ ને નિર્માની રહેવાય એટલા સારુ છે. ત્રણે અવસ્થામાં મૂર્તિ દેખે ને સર્વેના ભેળા ગોથાં ખાય ને તુચ્છ જીવ માન-અપમાન  કરે તે સહન  કરે એવા સંત છે. સમર્થ થકા જરણા કરવી તે કોઈથી થાય નહિ; એ તો મહારાજ કે મહારાજના મુક્ત અને એકાંતિક સંત તે સહન કરે. તુચ્છ જેવા જીવ ‘ગોપાળિયું જ્ઞાન’ કહેતા, અને અત્યારે પણ ‘ગોપાળિયું જ્ઞાન દે છે’ એમ કહે છે; એવા જીવનું માન-અપમાન સહન કરવું એ જ મોટાઈ છે. એવો મહારાજે માર્ગ ચલાવ્યો છે તે જીવનાં કલ્યાણરૂપી કાર્ય કરવા સમર્થ રાખ્યા છે. એટલે જીવનો મોક્ષ કરવો તે સંકલ્પ માત્રમાં કરે અને કોઈનું ભૂંડું કરવાનો સંકલ્પ કરે તો તે ન થાય.

“જ્યારે ભદ્રમાં શ્રીજી મહારાજને તેલના ટાંકામાં નાખવાનું કર્યું હતું ત્યારે દેવાનંદ સ્વામી (સંન્યાસી)એ શહેર ઊંધું વાળવાનો સંકલ્પ કરવા માંડયો તે વખતે શ્રીજી મહારાજે કહ્યું જે, ‘મારા આશ્રિતનો શાપ કોઈને ન લાગે; એક મોક્ષ સંબંધી સંકલ્પ સત્ય થાય.’ આવું સમજીને વિશ્વાસ રાખે ને આત્મબુદ્ધિ કરે તો મોક્ષ થાય ને સુખિયો થાય. જે ધોકાપંથી થાય, તેને તો કાંઈ કહેતા નથી. ભુજમાં એક હરિભક્તનો છોકરો મરવા પડયો ત્યારે તેણે કહ્યું જે, ‘મારો છોકરો રાખો.’ ત્યારે અમે કહ્યું જે, ‘અમે તો કલ્યાણ કરીએ છીએ, પણ બીજું કાંઈ કરતા નથી.’ પછી છોકરો મરી ગયો અને તેનો ધીરે ધીરે શોક ટાળ્યો. એમ મોટા કલ્યાણ વિના બીજું માયિક સુખ આપે નહિ.”  II ૧૯૫ II

On the day of Jeth Vad 10th the 59th Vachanamrut of middle chapter was being read in the assembly. In it, there was reference that saint is greater than Bhav-Brahma, etc. Bapashri asked saint, “Who are this Bhav-Brahma, etc?” Swami Ishwarcharandasji said, “Mahakal who is divine Sankarshan and the head of Mulpurush is called this Bhav. Brahma is Mulakshar whom we call divine Aniruddha and he has been refered in the 7th Vachanamrut of Loya and 2nd Vachanamrut of Panchala. Bapashri said, “You are greater than Mulakshar and you go to fetch several devotees. Do you believe it as true?” Then Swami said whatever you say must be true. He does not experience it. Bapashri said, “It is true, the workdone through you but we do not allow to let you know. Thus you are not doer (akarta). I do not let you know because I have retained your capacity for your good. When you go to fetch , you keep someone here also –you do thus and you do not know it but your capacity is beyond Akshar.

Shastri Dharmaswarupdasji asked, “What is the meaning of thoughts which arise?” Bapashri said, “They cannot be for you but they have been kept to make you fear. They are like dead snake and cannot be believed for yourself because they are meant so that you remain without honour. You see Murti in all three states and bear hardship with all and also bear honour, dishonour of insignificant Jiva- you are such saint. Though you are capable you bear everything which none can do. This is possible only for Maharaj, His Mukta and Ekantik saint. Insignificant Jivas called the knowledge as Gopaliyu knowledge and today also they say that Gopaliyu knowledge is given. To bear honour –dishonour of such Jiva is greatness. Such type of path has been shown by Maharaj and He has kept capable for doing the work of salvation of Jiva. Liberating Jiva is done by Him only by thought but if His thought is meant for harming someone, He cannot do it. When it was intended by someone to throw Shriji Maharaj in the tank of hot oil at Bhadra, Devanand Swami (sanyasi) made a thought of destroying the city, at that time Shriji Maharaj said that the curse of my followers will fail. Only thought of liberation becomes true. Understanding thus if one trusts Muktas and Maharaj like one’s self, (atmabuddhi) he will be liberated, and happy. We do not say anything to those who do not believe us. When a devotee’s son was on his death bed at Bhuj, he told me to keep his son. I told him that my work is to do salvation but nothing else. When that boy died and slowly he came out of grief. Thus Muktas do not give any illusive happiness except salvation. || 195 ||