Gujarati / English

વૈશાખ વદિ-૨ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ વાંસ ઘસાઈને વન લાગે છે તેમ કામ, ક્રોઘ, લોભ, માન એ સર્વે લગાણાં છે તે દેહને સૂકવી નાખે ને મુઠ્ઠી અન્ન ખાય તોપણ ટળે એવાં નથી. તે સ્વપ્નમાં ને સુષુપ્તિમાં પણ જીવને ઝાલે છે. દોષ છે તે વૈરભાવે ને સ્નેહભાવે એ બે પ્રકારે સ્વપ્નમાં આવીને ઉપવાસ પાડી જાય તો તેનું પ્રાયશ્ચિત્ત કરી નાખવું, પણ તેને સંભારવાં નહિ. વૈરભાવની ને સ્નેહભાવની સ્મૃતિ ટાળી નાખવી. મનન કરવાથી ઘાટની મૂર્તિ બંધાય છે, માટે મનન કરવું નહિ. એક મૂર્તિ આવે ત્યારે દોષ ટળે, પણ સાધને કરીને ટળે નહિ.”

ત્યારે પુરાણી કૃષ્ણજીવનદાસજીએ પૂછ્યું જે, “કામ જીત્યાનો શો ઉપાય છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આત્મનિષ્ઠા ને શ્રીજી મહારાજનો મહિમા એ બે સાધને કરીને કામ જિતાય છે. તેમાં આત્મનિષ્ઠા એવી જોઈએ જે આંખોમાં ઊના ગજ નાખે ને કાનમાં ઊનું સીસું કરીને રેડે તોપણ ધીરજ ડગે નહિ. જેમ શ્રી અખંડાનંદ સ્વામીને વાઘ મળ્યા તોપણ બીના નહિ. ને ગોઠપ ગામના કડવા ભક્તને ઘણું જ શૂળ આવતું, પણ લગારેય કાયરપણું આવતું નહિ ને સદાય આનંદમાં રહેતા; પણ સકામપણું મનમાં લાવતાં નહિ એટલે કે કોઈ પ્રકારે શ્રીજી મહારાજની પ્રાર્થના કરતા નહિ જે મટાડો કે તેડી જાઓ. એવા નિષ્કામી હતા ને એવી આત્મનિષ્ઠા હતી.

“શ્રી ગોપાળાનંદસ્વામી સો-દોઢસો સાધુએ સહિત ગામડાંમાં ફરતાં ફરતાં સારંગપુરની નદીમાં આવ્યા. ત્યાં બેસીને વાતો કરતા હતા. ત્યારે એક સંતે પૂછ્યું જે, ‘આત્મનિષ્ઠાનું શું રૂપ હશે?’ ત્યારે સ્વામીશ્રી બોલ્યા જે, ‘બે ઘડી પછી જ્ણાશે.’ એટલામાં વૈરાગીઓએ આવીને પથ્થર ફેકવા માંડ્યા એટલે એ નદીનાં કાંઠા ઉપર ઘાટી બાવળી હતી તેમાં સર્વે સંતો પેસી ગયા તે કાંટા ઘણા વાગ્યા. અને ગામમાંથી મનુષ્યો આવતાં દેખીને વૈરાગી જતા રહ્યા. પછી તે મનુષ્યોએ જાણ્યું જે આ બાવળીમાં વૈરાગી પથ્થર નાખતા હતા તે કોઈને મારતા હશે એમ જાણીને બોલ્યા જે, ‘વૈરાગી જતા રહ્યા છે. માટે બાવળીમાં કોઈ હોય તો બહાર આવો.’

“પછી સંત બહાર નીકળ્યા ને શ્રી ગોપાળાનંદ સ્વામીને કહેવા લાગ્યા જે, ‘કાંટેથી શરીર ભરાઈ રહ્યાં છે તે પૃથ્વી ઉપર પગ મુકાતા નથી ને સુવાતું-બેસાતું પણ નથી.’

“પછી સ્વામીશ્રીએ સત્સંગી પાસે ચીપિયા મંગાવીને સર્વેના કાંટા તાણી કાઢ્યા ને રાખ ભભરાવીને રૂ દબાવ્યું ને ધીરેધીરે ગઢડે લાવ્યા. અને સંતો મહારાજનાં દર્શન કરીને પીડા કહેવા લાગ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે, ‘ગોપાળાનંદ સ્વામીના કાંટા કાઢ્યા છે કે નથી કાઢ્યા?’ ત્યારે સંતે કહ્યું જે, ‘તેમના કાંટા તો નથી કાઢ્યા.’ પછી શ્રીજી મહારાજે પોતે ચીપિયાથી સ્વામીશ્રીના કાંટા કાઢ્યા તે પોણો શેર થયા; પણ સ્વામીશ્રી કાંઈ બોલ્યા નહિ. એવી આત્મનિષ્ઠા જોઈએ! અને માન-અપમાન, સુખ-દુઃખ, હર્ષ-શોક, શત્રુ-મિત્ર એ સર્વે સરખું થઈ જાય; ને કામ, ક્રોધ, લોભ, ભય એમાં ન લેવાય એવી આત્મનિષ્ઠા હોય.

“અને માહાત્મ્ય એવું જોઈએ જે પ્રકૃતિપુરુષ અને તેનું કાર્ય તે અતિ તુચ્છ થઈ જાય અને મહાપ્રભુજીને બ્રહ્મકોટિ તથા મૂળઅક્ષરકોટિ તે થકી પર જાણે અને સર્વેના અંતર્યામી જાણે. અને બીજું, વ્યતિરેકપણું સમજે જે સર્વેમાં અન્વયપણે એટલે પોતાના તેજ દ્વારે રહ્યા થકા મૂર્તિમાન વ્યતિરેક જુદા છે. આવો મહિમા સમજે તો સર્વે તુચ્છ થઈ થાય છે. પછી ખાન, પાન, માન, મહોબત, પદાર્થ તેમાં માલ  મનાય નહિ. અને કોઈ શબ્દ બોલે તેની કિંમત કરે નહિ જે આમ બોલ્યો કે આમ બોલ્યો; નિંદા-સ્તુતિ સરખાં થઈ જાય. અને એક શ્રીજી મહારાજ સાંભરે તો કામ જિતાઈ જાય.

“અને જો અંતર્યામીપણાની ને અન્વય-વ્યતિરેકપણાની વાતો કરે ને જો મર્યાદા ન રહે તો તે વાચ્યાર્થ જ્ઞાન કહેવાય. તેણે કરીને મહાપ્રભુજી વિના અન્યમાં પ્રીતિ હોય તે ટળે નહિ. એ તો જ્યારે લક્ષ્યાર્થ જ્ઞાન થાય ત્યારે ક્યાંય પ્રીતિ રહે નહિ. પણ જીવને નાસ્તિકપણું ઘણું રહે છે તેથી વિષયને ને દેહને વશ થઈને મર્યાદા લોપે છે ને ઈન્દ્રિયોને લાડ લડાવે છે ને ઈન્દ્રિયો માગે તે આપે છે, પણ મહારાજની તથા મોટાની બીક રહેતી નથી તે વાચ્યાર્થ જ્ઞાન કહેવાય. અને મહારાજને અંતર્યામી જાણે ને યથાર્થ મર્યાદા પાળે તે લક્ષ્યાર્થ જ્ઞાનવાળો કહેવાય અને તે સત્સંગી કહેવાય.

“આવું લક્ષ્યાર્થ જ્ઞાન શ્રીજી મહારાજના પરમ એકાંતિક તથા અનાદિમુક્તના જોગે કરીને થાય છે. તે જોગ કર્યો ક્યારે કહેવાય? તો જેમ પાણી લાગે છે તેમ અંગ ફરી જાય, ને સર્વ સત્સંગ પ્રમાણ કરે ત્યારે જોગ કર્યો કહેવાય. અને જોગ કરીએ છતાં શબ્દ લાગે ને સ્વભાવ રહે અને ધ્યાન-ભજનમાં વિક્ષેપ થાય તો સંગ કર્યો ન કહેવાય. માટે અંગ ફરે એવો સત્સંગ કરવો. ને સર્વે ક્રિયામાં મહારાજને ને મોટાને અંતર્યામી જાણીને બીક રાખવી તો યથાર્થ માહાત્મ્ય જાણ્યું કહેવાય અને કામ જિતાઈ જાય.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “કામ મૂળમાંથી બળી જાય તેનો શા ઉપાય હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજની નાની-મોટી સર્વે આજ્ઞાઓ પાળે ને પોતાને શ્રીજી મહારાજના તેજરૂપે માનીને તે તેજમાં શ્રીજી મહારાજની મૂર્તિ ધારે, એમ ધારતાં ધારતાં જ્યારે પોતાના આત્માને વિષે મહારાજની મૂર્તિ દેખે ત્યારે કામાદિક દોષ ટળી જાય છે. અને બીજો ઉપાય એ છે જે, મહાપ્રભુજીને મળેલા મુક્ત મળે અને તેમની છાયા પડે એટલે કે તેમનો અત્યંત રાજીપો થઈ જાય તો કામાદિક સર્વે દોષ બળી જાય છે. અને મહાપ્રભુજીને સુખે સુખિયો થઈ જાય છે.”

એટ્લી વાત કરીને પછી કથાની સમાપ્તિ કરી.  II ૨ II

 

On the 2nd day of Vaishakh Vad Bapashri talked by showing His favour and said, “Just as there is fire as a result of bamboo trees striking each other.  Similarly lust, anger, greed, honour, etc. are all attachment of body. They do not leave even if one dries up the body and eats handful of food. They seize us even in the state of dream and subconsciousness.  The afore-said faults trouble us even in dream in two ways –in the form of enemy and in the form of affection.  These faults should repented by observing fast and they should not be remembered, either in the form of enemy or in the form of affection-the memory of both should be avoided.  By pondering on them the thoughts get strengthened; therefore we should not ponder on them.  These faults can not be avoided by any means except Murti.”

Then Purani Krushnajivandasji asked, “What is the remedy for conquering lust?”  Then Bapashri replied, “It can be conquered by two means: (i) by understanding greatness of Shriji Maharaj, and (ii) by the firmness of soul.  The firmness of soul should be such that even if hot iron bar is thrust in eyes and hot liquified lead is poured into ears, the patience is not lost.  Just as Shri Akhandanand Swami did not fear even though he encountered tiger.  A devotee named Kadwa Bhakta of Gothap used to get too much pain in his stomach but never showed cowardliness and always remained happy.  But never desired for fruits of action.  For this he never prayed to Shriji Maharaj either for remedy or for life.  He was such desireless of fruits and such was his firmness of soul.

“Shri Gopalanand Swami came to a river in Sarangpur along with 100-150 saints after visiting villages, sitting there he was talking. During the talk one of the saints asked the question, “What is the form of firmness of soul?”  Then Swamishri replied “It will be known after a moment or so.”  In the mean while renouncers came there and started throwing stones so all the saints rushed to the dense thorny thicket which was on the banks of river.  They were hurt by thorns.  These renouncers went away when they saw people coming from the village.  Then those people knew that renouncers were throwing stones in the thicket to injure some one. So they said “Renouncers have gone away.  Therefore please come out if there is some one in the thicket.”  Then the saints came out of the thicket and told Gopalanand Swami, “Our bodies are full of thorns so we unable to put our feet on the earth and even sitting or sleeping is not possible.” So   Swamishri got tongs from a satsangi and drew thorns out from all and sprayed ash and put cotton on it, and brought them to Gadhada slowly. After having darshan of Maharaj saints complained about their pains.  Shriji Maharaj asked them whether thorns of Gopalanand Swami were removed or not.  At that time the saints said that his thorns had not been removed.  Then Shriji Maharaj Himself removed the thorns from Swamishri’s body and these thorns weighed 3/4 lbs. but Swami spoke nothing.  Such should be the firmness of soul.  Moreover, honour, dishonour, happiness, unhappiness, joy, sorrow, enemy and friend― they all should become equal; and lust, anger, greed and fear are not there in it–  such is the firmness of soul.

“The greatness should be such that the work of Prakruti-Purush becomes very trivial and knows Mahaprabhuji as above Brahmkoti and Mul-Aksharkoti and knows Him as super being and understands Him as omniscient of all. He dwells in all as associating himself through his luminescence and His self is different from aforesaid forms as vyatirek (transcendent).  For the one who understands such greatness, every thing becomes trivial.  Thereafter he will have no taste for food, honour, love, etc.  If any one utters something he will have no value for it; he will remain unbiased in either criticism or praise.  If Shriji Maharaj is remembered, lust will be conquered.  If he talks about antaryami (omniscient), anvay (immanent) and vyatirek (transcendent) but does not keep bound, this knowledge is called vachyarth (literal knowledge).  As a result, his love for objects other than Shri Mahaprabhuji will not be overcome.  When there is in lakshyarth (the knowledge of goal), attachment will not remain elsewhere.  The soul is very much engrossed in atheism so it is subdued by objects and body crosses boundary and nourishes senses and gives them whatever they demand.  There is fear of neither Maharaj nor Muktas― it is called vachyarth (literal)  knowledge, but if he knows Maharaj as omniscient and keeps his senses within limits, then he is called to have lakshyarth (the knowledge of goal) and he is called a satsangi.  Such knowledge is achieved by the grace of Param Ekantik and Anadi Muktas of Shriji Maharaj.  How can we know that this is achieved? Just as with intense fondness, the course of life takes a new turn and the whole satsang justifies, then it is said to be achieved.  After achievement if one feels hurt and the nature does not change and there is interruption in worship and meditation, it can not be called true attachment.  Therefore satsang should be such that it gives new course to life and in all activities Maharaj and Muktas should be taken as omniscient and should keep His fear― then it is said that proper greatness is known and lust is won.”
Then Swami Ishwarcharandasji asked, “What is the remedy for burning lust from its root?” Bapashri replied, “If he obeys all commands -small or big- of Shriji Maharaj, believes himself to be form of luminescence of Shriji Maharaj and in that luminescence beholds Shriji Maharaj’s Murti and by beholding he sees Maharaj’s Murti in his soul, his faults of lust, etc. will be done away with. The other remedy is if he meets Muktas who have met Mahaprbhuji   and their shadow falls on him and they become very pleased with him, his all faults like lust, etc. will be burnt.  Then he becomes blissful in the bliss of Shri Mahaprbhuji.” Saying so, he ended the holy discourse. || 2 ||