Gujarati / English

વૈશાખ વદ-૨ને રોજ સભામાં મધ્ય પ્રકરણનું ૫૪મું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાનના ભક્તને વિષે જેની આત્મબુદ્ધિ થાય છે, તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે એમ વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સંતને વિષે એટલે કે મુક્તને વિષે આત્મબુદ્ધિ થાય તો જેમ કહે તેમ કરે ને દેહાભિમાન આડું આવે નહિ. જો દેહાભિમાન ટ્ળી જાય તો મહારાજને વિષે ને અનાદિમુક્તને વિષે આત્મબુદ્ધિ થાય.”

એવી રીતે ઘણીક વાત કરીને પછી સંત ચંદન ઘસીને  લાવ્યા હતા તેણે કરીને સર્વેએ બાપાશ્રીની પૂજા કરી અને હરિભક્ત પોંક લાવ્યા હતા તે સર્વેને વહેંચી આપ્યો.

પછી બોલ્યા જે, “આ પ્રસાદી કોઈને મળે એવી નથી અને આ ચંદન ચર્ચ્યું તે સાંભરે તો તે અક્ષરધામમાં જાય; પણ  જેને મહિમા ન હોય તે એમ જાણે જે આ નિત્ય ઊઠીને કપાળે ચોપડે છે તે છોકરાંની રમત જેવું કરે છે. એમ જાણે તેને આ સભાનો મહિમા સમજાણો નથી. માટે આ રમત ન જાણશો,  આ તો અનંત જીવનો ઉદ્ધાર કરવા સારુ કરીએ છીએ. જેને જેને અમે ચંદન ચર્ચ્યાં તે સર્વે અક્ષરધામમાં જાવાના; ને આ અક્ષરધામમાં પૂજા થાય છે એમ જાણજો, પણ આ લોકમાં થાય છે એમ ન જણશો. આ ચંદન દિવ્ય છે તે જેને અડે  તેને દિવ્ય કરે, અને આ પ્રસાદી વહેંચાય છે તે આ લોકનું અનાજ કે આ લોકનાં ફળ, ફૂલ, મેવા નથી; આ તો દિવ્ય છે. એમાં માયાનો ગુણ નથી અને તેને જમનારા અક્ષરધામમાં જાશે એવો આ પ્રસાદીનો મહિમા છે.

“આ સભાને દિવ્ય જાણે તેને અક્ષરધામનું સુખ છતે દેહે આવે ને સાક્ષાત્ મહારાજની મૂર્તિમાં જોડી દે, એવા આ મુક્ત છે. આપણે એ કરવા બેઠા છીએ, પણ બીજો ધંધો કરવા બેઠા નથી. અમે ધોળાં પહેરીને ને તમે ભગવાં પહેરીને બેઠા છીએ, તેણે કરીને આ જ્ઞાન થાય  તેમ નથી. આ લોક, દેહ, લૂગડાં, સર્વે મેલવું પડશે ને અનુભવજ્ઞાન થશે ત્યારે જ આ સભા ઓળખાશે ને મૂર્તિ મળશે. તમે કાલે મૂર્તિની કોરેમોરે ખોજ કરતા હતા, તે ક્યાંથી હાથ આવે? એ તો જ્યારે અનુભવજ્ઞાન થાય ત્યારે હાથ આવે. અનુભવજ્ઞાનની વાત જુદી છે ને એના સાંભળનારા ને કહેનારા જુદા છે.

“આ વાત બધાયને ન સમજાય. ઉપાસના સમજવી તથા મૂર્તિમાં જોડાઈ જવું તથા મોટાનો મહિમા સમજવો તે કાંઈ રમત વાત નથી. અહીંથી ને અહીંથી જ કાંઈક ખોટ દેખીને લઈ જાય ને પછી કહે જે, ‘આમ હતું, આમ હતું’, એટલે ભાભો તો ગંગામાં નાહી રહ્યા. આ લોકનું મહારાજને અને મોટાને બરાબર કરતા આવડતું નથી. તે બરાબર ન કરે તેનો અવગુણ લે જે, ‘એ તો આમ કરે છે’, ને ઘરમાં છોકરાં દિશાએ જાતાં હોય અને મૂતરતાં હોય તેનું કાંઈ નહિ, અને સાધુમાં ને મોટા મુક્તમાં દોષ કાઢે એવા જીવના સ્વભાવ છે. એવાનો જોગ થાય તો મહારાજના ને મુક્તના દોષ કાઢીને અવગુણ લેવરાવીને જીવનું ભૂંડું કરે. આ સભામાં પણ કોઈક એવા હશે તે મોટાની ને સાધુની ક્રિયામાં દોષ પરઠતા હશે તેને શું મળે? જે કાંઈક પૂર્વનું હશે તે પણ ખોઈને જવાના! ઉદ્ધવજીએ વૃક્ષ-વેલીનો અવતાર માગ્યો! એવો મહિમા શ્રીકૃષ્ણનો જાણ્યો.

“માંડવીના રામકૃષ્ણભાઈને જ્યારે આ વાત સમજાણી ત્યારે મુખમાં ખડ લઈને કણબીનો અવતાર માગ્યો અને એમ બોલ્યા જે, ‘આ લક્ષ્મીરામભાઈ તમારો સમાગમ કરવા આવતા ત્યારે મને સંશય થતો જે આવા પંડિત થઈને કણબીનો જોગ શું કરતા હશે? પણ આજ તમારો મહિમા સમજાણો. અને તમે કાંઈ દેવને દર્શને આવ્યા નથી; અમારે માટે આવ્યા છો, એવા તમે મોટા છો. માટે મારું કલ્યાણ આ ફેરે જ કરો; અને જો જન્મ આપો તો તમારી કણબીની નાતમાં આપજો.’ એમ માગ્યું.

“છપૈયામાં નારાયણસર તળાવ ઉપર શિવ રજમાં લોટ્યા ત્યારે પાર્વતીએ પૂછ્યું જે, ‘અહીં કેમ લોટો છો?’ ત્યારે શિવ બોલ્યા જે, “અહીં અક્ષરધામના પતિ રમ્યા છે ને આ નારાયણસરમાં નાહ્યા છે તે પ્રસાદી છે અને હું નિત્ય અહીં આવીને આ રજ માથે ચઢાવું છું ને આ સરોવરમાં નાહું છું.’  ત્યારે પાર્વતીએ કહ્યું જે, ‘કેટલાં વર્ષની વાત કહો છો?’ ત્યારે શિવજીએ કહ્યું જે, ‘હમણાંની જ વાત છે.’ ત્યારે પાર્વતીએ કહ્યું જે, ‘એ ભગવાનનાં મને દર્શન કરાવો.’ પછી શિવજીએ કહ્યું જે, ‘એ તો વનમાં વિચરે છે.’ ત્યારે પાર્વતીએ કહ્યું જે, ‘વનમાં ચાલો.’

“પછી વનમાં ગયાં ને દર્શન કરાવ્યાં. તે વખતે મહારાજને વનમાં અન્ન, જળ, ફળ કાંઈ મળ્યું નહોતું અને અષ્ટ સિદ્ધિઓ ને નવ નિધિઓ અને રાધિકા, લક્ષ્મી આદિક થાળ લઈને વાંસે ફરતાં ને પ્રાર્થના કરતાં જે, ‘હે મહારાજ! આ અમારી સેવા દયા કરીને અંગીકાર કરો.’ તોપણ મહારાજ સામું ન જોતા હતા. એવી રીતે શ્રીજી મહારાજનાં દર્શન શિવજીને અને પાર્વતીને થયાં, ત્યારે શિવજીએ કહ્યું જે, ‘આ અક્ષરધામના પતિ પુરુષોત્તમ ભગવાન છે.’ પછી પાર્વતીએ દર્શન કર્યાં. એવામાં એક કૂવો આવ્યો ત્યાં મહારાજ નાહ્યા ને વિષ્ણુને નવરાવ્યા. તે નવરાવતાં વિષ્ણુ પાણી પી ગયા અને શિવજીએ સાથવો અને મીઠું આપ્યાં તે  વિષ્ણુને જમાડીને જમ્યા.

“માટે જેવી નારાયણસરમાં પ્રસાદી હતી તેવી જ આ રજ છે. જેવી શ્રીજી મહારાજની તેવી જ તેમના મુક્તની; પણ જેમ સાહુકારના છોકરા હોય તે દુકાનમાં તો ઘણાંય પકવાન્ન પડ્યા હોય, પણ જમે નહિ; તેમ આ સભાનો મહિમા નહિ જાણે  તેને એવું છે. ભગવાનની મૂર્તિમાં જોડાઈ રહેલા ધર્મ-નિયમે યુક્ત એવા આ સાધુનો છાંટો પડે તો કહે જે, ‘મારા પત્તરમાં છાંટો પડ્યો’, પણ ‘મોટા અવતારોને પણ ન મળે એવી પ્રસાદી મને મળી’ એમ ન થાય.”  II ૨૦૦ II

On the day of Vaishakh Vad 2nd , the 54th Vachanamrut of middle chapter was being read in the assembly. In it, it is said that the one who recognizes devotee of God by his soul, has known satsang as benevolent more than all means. Bapashri said, “If one recognizes saint means Mukta by his soul would do as he is told and ego will not be hurdle for him.if ego is avoided, one will have recognisation of Maharaj and Anadi Muktas in his soul”. After many such talks, pooja of Bapashri was performed by all with the sandalwood paste brought by saints. Devotee had brought ponkh (unriped wheat) which was distributed to all. Then he say this prasadi is such that no one can get it. If one remembers the application of this sandalwood paste will go to Akshardham but he who has no understanding of greatness and think that it is applied on forehead daily and it is like a play of child. He has not understood the greatness of this assembly. Therefore do not think it as child’s play. This is doing it for the salvation of infinite Jivas. Those who were applied sandalwood paste by me will all go to Akshardham and know that pooja is performed in this Akshardham but do not think that it is being done in this world. This sandalwood paste is divine and whosoever touches it, will become divine and this prasadi which is distributed is not food grain or fruit, dry fruit, flower of this world. It is divine. It is not an attribute of illusion. Those who eat it will go to Akshadham. Such is the greatness of this prasad. The one who knows this assembly as divine will get happiness during his life span and will get attach to Maharaj’s Murti itself- such is this Mukta.  I am here to do this duty but not any other business. I have worn white clothes and you have worn saffron clothes but because of it this knowledge cannot be had. This world, body, clothes, everything has to be left and when there is experience knowledge then this assembly will be recognized and you will get Murti. Yesterday you were looking for Murti elsewhere. How can you get it? It can be get when you have experience knowledge. The matter of experience knowledge is different and the listener and sayer are different. These things cannot be understood by all. It is not easy to understand upasana (worship for achieving goal) and get attached to Murti and understand greatness of Muktas. Before achieving Murti, he will find fault and will complaint (here it means he cannot achieve goal) that Maharaj and Muktas do not have knowledge of this world. He will find fault in others where as when his children spoil the house, he does not care and find faults of saints and great Muktas such is the nature of Jiva. If one associates with such person he will point out to him faults of Maharaj and Muktas and does harm to that Jiva. There may be such persons who find defect in activity of saints and Muktas in this assembly, what can they achieve?  Even, they will loose something which they have achieved during the last birth. Udhavji asked for the birth as a tree and creeper- he realized such greatness of Shree Krishna. When Ramkrishnabhai of Mandvi understood this matter, he asked for his birth as kanbi by taking straw in his mouth. He said, “When this Laxmirambhai used to come to you for satsang, I doubted and thought why such Pandit (learned person) come for satsang to kanabi (Farmer by Professon)? But today I have understood your greatness. You have not come for darshan of God, you have come for us, you are such great Mukta therefore liberate me during this birth, and if you give me birth again, give me in the caste of kanabi.”

Lord Shiva rolled in dust in Chhapaiya at Narayansar lake. Goddess Parvati asked him why he was rolling there. Lord Shiva said, “The master of Akshardham had played here and had bathed in this Narayansar lake.  It is prasadi and I daily come here and put this on my head and take bath in this lake.” Then Goddess Parvati asked, “Of how many years are you talking about?” Lord Shiva replied that, that was the talk of recent time. Then Goddess Parvati requested him to get the darshan of that God. Then Lord Shiva said that he was treading in the forest. Goddess Parvati asked him to take her to the forest. Then they went to the forest and had the darshan. At that time Maharaj could not get food, water, fruit in the forest. Ashtasiddhis and Navniddhis and Radhika,Laxhi, etc were going behind Maharaj with the thal (food dish) and were requesting Maharaj to accept their service showing mercy but Maharaj was not looking at them. Thus Lord Shiva and Goddess Parvati had darshan of Shriji Maharaj.  Lord Shiva said, “This is Lord Purushottam Master of Akshardham. Then Goddess Parvati had darshan. In the meanwhile they saw well on the way where Maharaj bathed and bathed Shaligram Vishnu. Vishnu drank that water while bathing. Then Lord Shiva gave salt and millet flour (shathvo)and fed Vishnu and then he took meal. This the same dust as it is the prasadi of Narayansar lake. It is the same of Muktas as it is of Shriji Maharaj. Just as the children of richman do not eat sweets though there may be many items in the shop. Similarly it is the same for him who does not understand the greatness of this assembly. If a drop of liquid (water) from this saint falls on someone’s dish , he would say that his dish has become impure but he would not think that he got prashadi which was not available even to great incarnation. || 200 ||