Gujarati / English

વૈશાખ વદ-૫ને રોજ સભામાં સારંગપુરનું ૧૪મું વચનામૃત વંચાતું હતું તેમાં એ ભક્તને ભગવાન ભાગવતી તનુ આપે છે એમ આવ્યું.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “ભાગવતી તનુનો અર્થ કેવી રીતે સમજવો?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એક પરભાવનું ભાગવતી તનુ છે ને એક અવરભાવનું  ભાગવતી તનુ છે; તેમાં આ પરભાવનું કહ્યું છે. તે ભક્તનો ચૈતન્ય મૂર્તિમાન થાય છે તેને શ્રીજી મહારાજ પોતાનું ધામ જે મૂર્તિ તેમાં રાખે છે. માટે ભાગવતી તનુ એટલે ભગવાનની મૂર્તિ તેમાં રાખે છે. અને સર્વે સાધનસંપન્ન થઈને ઉપશમદશાને પામે ને ખાધા-પીધાની તથા દેહની ખબર જ રહે નહિ એવો થાય ને પછી આત્માને વિષે મૂર્તિનો સાક્ષાત્કાર થાય, પણ જે દેહે સાધન કર્યું છે તે દેહમાં રહ્યો હોય ત્યાં સુધી એ અવરભાવનું ભાગવતી તનુ કહેવાય.”

એમ ઉત્તર કરીને પછી વાત કરવા માંડી જે, “જોગ તો બહુ સારો મળ્યો છે, પણ જીવ શૂનકાર થઈ ગયો છે. સ્વામિનારાયણ જેવા પતિ મળ્યા હોય તેમને પડ્યા મૂકીને ક્યાંય ને ક્યાંય દોટ્યો દે છે, ત્યારે પછી એનો ધણી કોણ થાશે? શ્રીજી મહારાજ તો થાશે નહિ. તેના ધણી યમરાજા થશે. આવા ભગવાન મળ્યા તેમની આજ્ઞા લોપીને ક્યાં જાવું? આજ્ઞા છે તે કોટ છે, તેને લોપવામાંથી દુ:ખ થાય છે. જુઓને! આ સત્સંગ કેવો ફૂલી રહ્યો છે! તેમાં કેટલાક પાપી છે, તે આજ્ઞા લોપીને ભડાભૂટ કરી મૂકે છે. ત્યાગી-ગૃહીને આજ્ઞા પાળવામાં સુખ છે. દેહ તો નક્કી પડી જાશે, માટે મૃત્યુ સામી નજર કરી રાખવી અને તેડવા તો આ સભા આવશે, પણ જીવ અજ્ઞાને કરીને જ્યાં ત્યાં પરોવાઈ પડ્યા છે, તે દુ:ખિયા થાય છે.

“લાભ ને પ્રાપ્તિ તો બહુ મળી છે, પણ ભોગવતાં આવડતું નથી. સ્વામિનારાયણને જેવા જાણીશું તેવા તો કરશે. ક્યાં મહારાજ! ક્યાં મુક્ત! ને ક્યાં જીવ! એવા મોટા મળ્યા છે તોપણ જીવ કાંઈ માલ ન હોય તેમાં પણ બંધાઈ રહે.

“પટેલને છોકરે છ મહિના વિચારીને હેડમાં પગ ઘાલ્યો, પછી એના બાપ પાસેથી પાંચ-દસ હજાર રૂપિયા રાજાએ લઈ લીધા. તેમ જ ભક્તિમાર્ગ છે તે પણ હેડમાં પગ ઘાલ્યા જેવું છે. માટે મંદિરો કરવાં તથા મંદિરનો વ્યવહાર કરવો તેમાં મહારાજને સાથે રાખે તો સારું ને જો સાથે ન રાખે તો હેડમાં પગ પડ્યો તે બંધાઈ રહે તેવું છે. માટે શ્રીજી મહારાજને ભૂલીને તો ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ તે પણ ન કરવાં.  સર્વે ક્રિયા મહારાજને ભેળા રાખીને કરવી. મહારાજ ભેળા હોય તો જેમ જીવરામની તથા વ્યાપકાનંદ સ્વામીની તથા અખંડાનંદ સ્વામીની સહાય કરી તેમ સહાય કરે. જેમ ધણી વિનાની પત્ની શોભે નહિ તેમ કથા, વાર્તા, માળા, માનસી પૂજા આદિ સાધનમાં શ્રીજી મહારાજને સાથે ન રાખે તો શોભે નહિ ને સુખ ન આવે; અને વાતચીતમાં પણ શ્રીજી મહારાજની મૂર્તિરૂપી બીજ લાવવું. આ સત્સંગમાં દોડાદોડ કરીએ છીએ તેમાં શ્રીજી મહારાજને રાખીએ તો સુખ આવે.

“આજ અનાદિમુક્ત શ્રીજી મહારાજનો રસ પ્રવર્તાવે છે તેમાં ઊતરે તે સુખી થાય, અને આ સમાગમમાં લૂખા થાશે તેને રંડાપો આવી જશે એટલે કે કાંઈ નહિ મળે. આ સભા ક્યાંથી મળે? તોપણ જીવને આ સભામાં હેત થાતું નથી ને બીજે ધોડા કરે છે. રોટલા તો સ્વામિનારાયણ દે છે, ને ચેલામાં, પુસ્તકમાં ધોડા કરે.

“વળી કેટલાક તો સભાને ઓળખે પણ નહિ ને ‘આ સાધુ આમ કરે છે, આ હરિભક્ત આમ કરે છે’, એમ ટોચા મારે; પણ પોતાને ખબર નથી જે મારું કલ્યાણ આ સભા કરશે. તેમ પોતાનું તો વિચારે નહિ ને જાતો ક્યાંય ટોચો મારે! આ સભામાં દોષ પરઠે પછી એક્લો રહે તેમાં શું રૂડા ગુણ આવે? માટે આજ્ઞા ને ઉપાસના દૃઢ કરવાં, અને આ પ્રતિમા ને સંત દિવ્ય સમજવા; તો શ્રીજી મહારાજ આ ફેરે જ મોક્ષ કરશે. આ લીંબડો છે તેને બરાબર જાણ્યો છે તેમ શ્રીજી મહારાજનો નિશ્ચય અડગ થાય તો તેને કદાપિ બીજી કાચપ રહી જાય તોપણ તેનું પૂરું થઈ જશે. નાના-મોટા સર્વેને દિવ્ય સમજવા તો સુખ બહુ આવે.”

પછી કહ્યું જે, “વાંચો.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ કહ્યું જે, “કથા વાંચવા કરતાં તમારી વાત બહુ સારી લાગે છે ને બહુ સુખ આવે છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ વાતો ને કથા એક જ છે. નિશ્ચય મહાપ્રભુજીનો એવો રાખવો જે રોગમાં, દુ:ખમાં, ક્યાંય મહારાજ વિના વૈદ-ઔષધમાં પ્રતીતિ આવે નહિ. આ મૂર્તિ ને આ સંત સુખ કરે ને બધી પીડાનો નાશ કરે ને ભગવાનની મૂર્તિમાં ઊતરી જાય તો તાવની કે રોગની કાંઈ પીડા વર્તાય જ નહિ. આ લોક, ભોગ, પદાર્થ, દેહ, સર્વે નાશવંત છે; પણ જીવને  તૃષ્ણા છે તે રહેવાય જ નહિ. પાંચ-પાંચ પેઢી સુધી ખાય એટલું હોય, પણ ભગવાન ભજે નહિ ને વ્યવહારને વળગી રહે.

“શ્રીજી મહારાજનો નિશ્ચય ન હોય ને તેણે જે સાધન કર્યા હોય તે સાધન દિવ્ય થઈને મહારાજ પાસે જતાં રહે ને ભાઈ તો અહીં પડયા હોય. તે  જ્યારે નિશ્ચય થાય ને મહારાજ પાસે જાય ત્યારે સાધનનું ફળ મળે.

“અને જો કોઈ મોટાનો દ્રોહ કરે તો જીવ નાશ થઈ જાય ને સાધન તો મહારાજ પાસે જતાં રહ્યાં હોય તે ફેર ભેળાં થાય નહિ એટલે તેનો મોક્ષ થાય નહિ. માટે શ્રીજી મહારાજની ઉપાસનાવાળા તથા પંચ વર્તમાને યુક્ત જે સંત અથવા હરિભક્ત હોય તેનો દ્રોહ ન કરવો. એવાને દ્રોહે કરીને સાધન બળી જાય છે.

“આ સત્સંગનો વ્યવ્હાર છે તેમાં પણ દેવને માટે સરકારમાં કામ ચાલે તો સત્સંગીઓ ‘સરકારમાં પૈસો જાય છે’ એમ જાણીને ન આપે  તેને મોટી ખોટ આવે; માટે ધર્માદો આપવામાં સંશય કરવો નહિ; કેમ જે દેવની મિલકતને બથાવી પાડતા હોય તેને માટે સરકારમાં પણ જાવું પડે તેમાં શ્રીજી મહારાજનો બહુ રાજીપો છે.”

પછી બોલ્યા જે, “તમારા આવ્યા પહેલાં અમે ભુજ ગયા હતા ત્યાં તાવ આવ્યો, ત્યારે અમે આ સભાને સંભારી જે અમારી સભા આવે તો સારું; એટલામાં તુરત તમે આવ્યા, એવી મહારાજની દયા છે. આ સભા બહુ દુર્લભ છે. આવી સભામાં રાત્રિ-દિવસ બેઠા હોઈએ, પણ મહિમા ન હોય તો લૂખાશ મટે જ નહિ.

“અમારે કણબીમાં કોઈનું બાજરિયું ખવાઈ ગયું હોય તો પ્રાયશ્ચિત્ત માગે અને મહેતા તથા સોની હોય તે સિંધની કમાઈ ખાય, પણ પ્રાયશ્ચિત્ત કોઈ પૂછે નહિ. જે ચોરી ન કરે તે અક્ષરધામમાં સૌથી આગળ બેસે  ને જે ચોરી કરે તેનો સાંધો આવે નહિ. કરાંચીવાળા લાલુભાઈના જમાઈને મોટર હાંકતાં કોઈકનું ખૂન થઈ ગયું તેથી તેને સજા થતી હતી, તેને લાલુભાઈએ ઘણા રૂપિયા ખરચીને  છોડાવ્યો. મોટા તો એવા દયાળુ હોય, પણ જીવ કૃતઘ્નીપણું મૂકે નહિ.”

એટલી વાત કરીને બોલ્યા જે, “દુ:ખમાં ભગવાન બહુ સાંભરે. સુખદાયી તો ભગવાન ને સંત છે, પણ બીજા કોઈ દેવ-દેવલાંથી સુખ કે દુ:ખ આપી શકાય તેમ નથી. એક વખત તીડ આવ્યાં હતાં ત્યારે એક ડોશીએ કહ્યું જે, ‘હે શિવજી! મારા ખેતરમાં ન ખાય ને મારા દિયરના ખેતરમાં ખાય.’ પણ એનું જ ખેતર ખાધું. પછી તેણે પથરો ઉપાડીને  શિવજીના લિંગમાં માર્યો તેથી ભાંગી ગયું ને બોલી જે, ‘તારી પૂજા કરીને મરી ગઈ તોપણ મારું ખેતર રાખ્યું નહિ.’ એવા પણ જીવ છે.

“બીજું, કામાદિક શત્રુની વહારે ન ચઢવું ને તે શત્રુને વશ ન થાવું ને કોઈ તેનું ખોદે તો દુ:ખ ન લગાડવું. આ જીવ મોહરૂપી આંધળે ઘોડેથી ઊતરીને એટલે કે મોહ મૂકી દઈને  શ્રીજી મહારાજ પાસે મોજ લે તો સુખિયો થાય. મહિમામાં કસર હોય તો શ્રીજી મહારાજની સન્મુખ ચાલવામાં શ્રદ્ધા ન આવે; માટે પહેલો તો પરિપક્વ નિશ્ચય કરવો, પછી શ્રદ્ધા વધે, પછી પ્રેમલક્ષણા ભક્તિ આવે ને આત્યંતિક મોક્ષ થાય. ગૃહસ્થને રૂપિયાનો નિશ્ચય થયો છે તો પોતાની સ્ત્રી-છોકરાંને મૂકીને પાંચ-દસ હજાર ગાઉ જઈને કમાઈ લાવે છે. તેમ જેને પરિપક્વ નિશ્ચય હોય તે ભગવાનને ને સંતને અર્થે ઘવાઈ પડે ને આડો જઈને મરે પણ ખરો.”

પછી કહ્યું જે, “ત્યાગી તો અમંગળિક છે, તેણે ગૃહસ્થની પેઠે વ્યાવહારિક કામમાં મંગળિક થાવું નહિ એટલે કે વ્યવહારમાં ભળવું નહિ. અને વર્તમાન ન હોય તેને બોલાવવો-ચલાવવો નહિ ને તેની પાસે ઠાકોરજીની તથા પોતાની સેવા ન કરાવવી; અને જો એવાનો પ્રસંગ રાખે ને સેવા કરાવે તો એના જેવો ભ્રષ્ટ થઈ જાય. અને આત્મનિષ્ઠા દૃઢ કરવી, પણ દેહાભિમાન રાખવું નહિ ને સેવા કરવી. દેહાભિમાન રાખે તો સેવા ન થાય.”  II ૨૦૩ II

On the day of Vaishakh Vad 5th ,the 14th Vachanamrut of Sarangpur was being red in the assembly. In it, it is said that the devotee said that God gives Bhagvatitanu (a kind of pious body). Swami Ishwarcharandasji asked, “How to understand the meaning of Bhagvatitanu (pious body)?”  Bapashri said, “One Bhagvatitanu is of Akshadham (parbhav) and the other is of this world (avarbhav). There it is refer for Akshadham (heavenly abode). That devotee’s soul become Bhagvatitanu (murtiman/divine body) and Shriji Maharaj keep it in his Akshardham which is Murti. Therefore, Maharaj keeps Bhagvatitanu in His Murti, and that devotee becomes tranquil with achievement of all means and he will have no knowledge of his body or food. Then Murti is realized in his soul but who has done means with the help of his body and till he has knowledge of his body he is said to be of Bhagvatitanu of this world (avarbhav). After replying thus Bapashri said the opportunity is very good but Jiva has become blank. He is trying elsewhere even though it has got Master like Swaminarayan. Then who is going to be his Master? Shriji Maharaj will not be his Master. His Master will be god of death (Yamaraja). When such God has met, where to go violating His command. Command is the boundary. By violating it one becomes miserable. Just see! How this satsang expands! There are some sinners in it. They spoil the reputation of satsang by violating its commands. By obeying commands there is happiness for renouncer and householder.  The body is going to fall definitely. Therefore we should always keep eye on death. This assembly will come to fetch you but Jiva wanders here and there because of ignorance so it becomes unhappy. Benefit and achievment is much but we do not know how to enjoy it. Swaminarayan will make us same as we know Him. How great are Maharaj and His Muktas! Whereas Jiva is insignificant, Jiva is attached to insignificant things though it has met such Muktas. A son of Patel thrust his leg in ‘had’ (state custody with Lock) after six months thought. Then the king took five to ten thousand rupees from his father. Similarly the path of devotion is like thrusting leg in ‘had.’ Therefore building temples and administrating the  affairs of the temple, it is better to keep Maharaj together and if one does not keep it is like leg falling in ‘had’ and binding one’s self. Therefore renunciation, devotion should not be done forgetting Shriji Maharaj. All activities should be done keeping Maharaj together. If Maharaj is with us he will help us as he helped Jivram, Vyapakanand Swami and Akhandanand Swami. Just as the woman does not look attractive without husband. Similarly kataha, varta, rosary, mental worship, etc does not look good without Shriji Maharaj and it will not give happiness. In conversation seed in the form of Shriji Maharaj’s Murti be kept. We are doing different activities in satsang. If Shriji Maharaj is kept with us in these activities, there will be happiness. Today Anadi Muktas are talking about the greatness of Shriji Maharaj. If one goes deep, he will be happy. Those who ignore this association will get nothing. Where can you get this assembly? Even then Jiva does not have love for this assembly and looking elsewhere. Livelihood is given by Swaminarayan. But he runs after disciples, books, moreover some do not recognise this assembly and criticize saint, devotee, etc but they do not know that this assembly will do their good. He does not think of himself and criticize other. He finds faults in this assembly and then lives alone. How can he get good vitue? Therefore commands and worship should be made firm and this Murti and saint should be understood as divine. Then Shriji Maharaj will liberate in this birth. We properly know that this is neem tree. Similarly if the determination for Shriji Maharaj becomes firm, he will be fulfilled, even though there may be any shortcoming. All either big or small should be understood as divine then happiness will come. Then Bapashri asked to read further.

Swami Vrundavandasji said that your talks seems better than reading katha. Bapashri said, “This talks and katha are the same. One should keep such determination of Mahaprabhuji. So that in disease, in misery, love for physician or medicine is not developed excepting in Maharaj. This Murti and this saint will take care of all disease and make you happy and if you are engrossed in God’s Murti you will not feel the pain of disease or fever. This world, objects, body, all are perishable but Jiva is longing for all these things. It cannot do without them. He may be having so much riches that it will be enough for five generation but would not worship God and would stick to worldly affairs. If there is no determination (firmness) for Shriji Maharaj and if he has done means  for achievement, they will become divine and they will be of Shriji Maharaj, Whereas he will be left here in this world. When he becomes firm and goes to Maharaj, he will get fruits of means.  If he betrays any Mukta he will be perished and means will go to Maharaj and one will not be liberated. Therefore one should not betray worshipper of Shriji Maharaj and observer of Five morales (panch vartman) and also should not betray his devotee. Means get burnt up by betraying such person. This is the normal affair of satsang. And if satsangis do not give money for the work of God in the Government department thinking that money will go in the treasury, it is a great mistake. Therefore while giving donation no doubt should be kept. Because legal course is necessary if someone misappropriates God’s money. Shriji Maharaj is very much pleased for such action. Then Bapashri said to Swami Vrundavandasji, “I had gone to Bhuj before you came. There I had fever. Then I remembered this assembly and wished that it would have been better if my assembly had come and soon you came. Such is mercy of Maharaj. This assembly is very rare. Even if we sit in this assembly for day and night nothing will be achieved if there is no understanding of greatness. In our community if someone elses millet has been eaten, he will ask for repentance, but Mehta and goldsmiths do not ask for repentance even though their income may be from unfair means. He who does not steal sits in front of all in Akshardham and he who steal, will have no place anywhere. Son of Lallubhai of Karachi killed someone while driving his car. He was to be punished but Lallubhai got him released spending much money. Great persons are such merciful but Jiva lacks sense of gratitude. Then Bapashri said, “God is remembered more in trouble. Giver of happiness is God and saints but no other gods can give happiness or unhappiness. Once locusts attack the standing crop then old lady prayed to Shivji and begged that her field may be saved from the attack but the crop was not saved so she hit the linga of Shiva and broke it and said that you did not save my crop inspite of my continuous worship. Such type of Jivas is there. Secondly we should not be victims of enemies like passion, etc and should not surrender to these enemies and we should not feel sorry if one criticize them. If this Jiva gets down from blind horse in the form of passion means avoid passion and gets joy from Shriji Maharaj, he will become happy. If there is some shortcoming in the understanding of greatness he will not have faith in Shriji Maharaj therefore at first he should have matured determination, then the faith will increase, thereafter he will get love oriented devotion and will get ultimate liberation. The householder has determination for money so he will go away from home leaving behind his wife and children and earns by going away five to ten thousand miles (gao) .  7Similarly one having matured determination, he will sacrifice his life for God and saints. Then Bapashri said that renouncer is inauspicious. He should not be auspicious in worldly affairs like householder means he should not take part in worldly affairs and if he does not follow morales (vartman), he should be boycotted and he should not be allowed to do service of Thakorji and the Muktas and if one keeps company of such person he will become corrupt like him. One should firm in self- devotion but should not keep ego and do service. If there is ego, service cannot be done.       || 203 ||