Gujarati / English

વૈશાખ વદ-૧૦ને રોજ સવારે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “મહારાજે ડભાણમાં યજ્ઞ કર્યો ત્યારે મૂળજી બ્રહ્મચારી તથા મુક્તાનંદ સ્વામીએ ચાર દિવસ સુધી શ્રીજી મહારાજના થાળનું વહેલું-મોડું કર્યું. પછી શ્રીજી મહારાજે કહ્યું જે, ‘યજ્ઞ કોના સારુ કરો છો?’ અમને તો ચાર દિવસથી ટાણે ટાણે જમાડતા નથી.’ માટે કેવળ ક્રિયારૂપ ન થાવું. ને સર્વે ક્રિયામાં શ્રીજી મહારાજની સ્મૃતિ રાખવી, પણ મહારાજને ભૂલીને કાંઈ ક્રિયા કરવી નહિ.”

પછી બોલ્યા જે, “કથા વાંચો.”

પછી પ્રથમ પ્રકરણનું ૬૩મું વચનામૃત વાંચવા માંડયું તેમાં નિશ્ચયની વાત આવી.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજી મહારાજને અંતર્યામી કહે, પણ જાણે નહિ અને ‘મારું કલ્યાણ થાશે કે નહિ’ એવા ઘાટ થાય તે નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો કહેવાય. અને પૂર્ણાનંદ સ્વામી જે ગજો ગઢવી તે માને કરીને ગયા અને ગૃહસ્થાશ્રમ કર્યો, તોપણ શ્રીજી મહારાજનો નિશ્ચય જો બરાબર હતો તો અંત સમયે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી તેડવા આવ્યા તેમને કહ્યું જે, ‘તમારો તેડયો નહિ આવું; મહારાજ આવશે ત્યારે આવીશ.’ પછી તે પાછા ગયા ને શ્રીજી મહારાજ પધાર્યા ને કહ્યું, ‘ચાલો’, ત્યારે પોતે બોલ્યા જે, ‘ગામમાં પરચો આપીને તેડી જાઓ તો આવું.’ પછી મહારાજ આખા ગામને દર્શન આપીને તેડી ગયા. તેમને પરિપક્વ નિશ્ચય હતો તો ત્યાગી મટીને ગૃહસ્થ થયા તોપણ ‘મારું કલ્યાણ થાશે કે નહિ થાય?’ એવો સંકલ્પ જ થયો નહિ; એનું નામ નિશ્ચય કહેવાય.

“અને ડુમાલી ગામમાં રામજી ઠક્કર હતા, તેમને સંવત ૧૯૪૬ના વૈશાખ માસમાં બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ સાત મુક્ત તેડવા આવ્યા ત્યારે તેમણે કહ્યું જે, ‘મેં શિક્ષાપત્રીનું  કિયું વચન લોપ્યું છે, તે શ્રીજી મહારાજ ન આવ્યા? તે કહો.’ ત્યારે મુક્ત બોલ્યા જે, “શિક્ષાપત્રીનું વચન તો લોપ્યું નથી.’ ત્યારે તે ભક્ત બોલ્યા જે, ‘તો તો તમારો તેડયો નહિ આવું.’ પછી મુક્ત બોલ્યા જે, ‘આજથી ચોથે દહાડે એકાદશીને દિવસે શ્રીજી મહારાજ તેડવા પધારશે.’ એમ કહીને અદૃશ્ય થઈ ગયા.

“પછી એકાદશીને દિવસે મહારાજે દર્શન આપ્યાં ને કહ્યું જે, ‘ચાલો.’ ત્યારે તેમણે એમના મોટાભાઈ જે પ્રાગજીભાઈ, તેમને તથા તેમની માતુશ્રીને કહ્યું જે, ‘મહારાજ તેડવા પધાર્યા છે ને હું જાઉં છું.’ પછી એમની માતૃશ્રીએ કહ્યું જે, ‘તારે સાટે મને લઈ જાય એમ મહારાજને કહે.’ ત્યારે તેમણે કહ્યું જે, ‘મારું બગાડીને તારું કેમ સુધારું? મને આ નર્કરૂપ દેહમાંથી છોડાવીને પોતાની મૂર્તિને સુખે સુખિયો કરવા પધાર્યા છે, તે સુખ મૂકીને નર્કમાં શું કરવા રહેવું પડે?’ પછી એમની માતુશ્રીએ કહ્યું જે, ‘મને મહારાજ ક્યારે લઈ જાશે તે તો પૂછી જો.’ પછી તેમણે મહારાજને પૂછયું, ત્યારે મહારાજ બોલ્યા જે, ‘આજથી બે વર્ષે તારી માતુશ્રીને લઈ જઈશું અને પાંચ વર્ષે તારા મોટા ભાઈને લઈ જઈશું.’ રામજી ભક્તે એ વાત પોતાના ભાઈ તથા માતુશ્રીને કહી દેહ મેલ્યો. એ પ્રમાણે એમની માને તથા એમના ભાઈને મહારાજ તેડી ગયા હતા. એમ પરિપક્વ નિશ્ચયવાળાને ડગમગાટ ન રહે.”

પછી વાર્તાની સમાપ્તિ કરીને સંત સર્વે થાળ કરવા ગયા અને થોડીકવાર પછી બાપાશ્રી જમવા પધાર્યા ને સંતની જમવાની પંકિત થઈ હતી, એમને દંડવત કરીને દર્શન કરતા હતા.  II ૨૦૭ II

On the morning of Vaishakh Vad 10th Bapashri showing his favour, talked in the assembly. He said, “When Maharaj performed yagna in Dabhan, celibate Mulji and Muktanand Swami delayed Shriji Maharaj’s thal for four days. Then Shriji Maharaj asked, “For whom are you doing yagna? For the last four days I am not getting meals on time.” Therefore, we should not be the form of activity only. In all activities memory of Shriji Maharaj should be kept but no activity should be done forgetting Maharaj. Then ordered for reading of katha.

Then the 63rd Vachanamrut of first chapter was being read. In it, there was reference about determination. Bapashri said, “One calls Shriji Maharaj as supreme being but he does not know Him as such and he thinks whether he will be liberated or not. This means it is the thought of non-determination, in determination.  Gajo Gadhavi who became Purnanand Swami renounce his saffron clothes because of his ego/honour and became a householder, even then he had firm determination for Shriji Maharaj. Therefore, at time of his death Brahmanand Swami and Muktanand Swami came to fetch him. He told them that he would not go with them; he would only go with Maharaj if he comes. Then both Swamis went back and Shriji Maharaj came and asked him to come. Then he said he would come provided Maharaj showed a miracle in the village. Then Maharaj gave darshan to the whole village and fetched him. He had matured determination, so when he became householder renouncing saffron clothes, he did not think, whether he would be liberated or not? This is the real determination.

There was Ramjibhai Thakker in village Dumali. In the month of Vaishakh in Samvat 1946, seven saints including Brahmanand Swami, Muktanand Swami, Nityanand Swami, etc came to fetch him. He told them, “Please tell me, which command of Shikshapatri have I violated so that Maharaj has not come?” Then Muktas said that he had not violated commands of Shikshapatri. Then that devotee said that he would not go with them. Then Muktas told him that Shriji Maharaj would come to fetch him on the day of Ekadashi, on the fourth day from today. Saying so, they disappeared. Then on the day of Ekadashi Maharaj gave him darshan and asked him to come. He told his elder brother Pragjibhai and his mother that Maharaj had come to fetch him and he was leaving. Then his mother told him to tell Maharaj to take her instead of him. Then he said why should I lose this opportunity for you. Maharaj has come to liberate me from this body which is like hell and he wants me to make me happy and in the bliss of his Murti. So, why he should stay in this hell leaving aside that happiness. Then his mother told him to ask Maharaj when he would take her. He asked Maharaj and Maharaj said that his mother will be taken after two years from today and your elder brother after five years. Ramjibhakta told this to his mother and his elder brother and left his body. Maharaj fetched his mother and his elder brother accordingly. Thus, the person having matured determination is sure about his fate. Then the talks come to end. All saints went for offering thal. After some time came to dine and row for saint, dinner was made. Bapashri was having their darshan by prostrating before them. || 207 ||