Gujarati / English

ભાદરવા સુદ-૧૧ને રોજ સવારે બાપાશ્રી તથા સર્વે સંત હરિજનો છત્રીએ દર્શન કરવા ગયા હતા. ત્યાં દર્શન કરીને બાપાશ્રી છત્રીના ઓટા ઉપર વિરાજ્યા.

તે વખતે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ડાંગરવામાં શ્રીજી મહારાજ પધાર્યા હતા, ત્યાં જતનબાએ પોણો સો માણસની રસોઈ કરી, તે શ્રીજી મહારાજે ચાર સંતને જમાડી દીધી; અને જીવા ખાચરની હજાર મનુષ્યની રસોઈ એક સચ્ચિદાનંદ સ્વામી જમી ગયા, તે પરભાવનાને જમાડયા. એવા મોટા સંત મળે ને તેમને જમાડે તે મહારાજ ને મુક્ત જમી જાય; માટે હરકોઈ અભ્યાગત એને અન્ન આપવું; કેમ જે તેમાં મોટા મુક્ત આવ્યા હોય તો તે જમે તો બહુ ફળ થાય. બુધેજમાં શ્રીજી મહારાજે ખોડાભાઈની મા પાસે રોટલો માગ્યો, પણ આપ્યો નહિ તે એને બહુ ખોટ આવી.

“અને જેતલપુરમાં કોઠાના ઊગમણા દરવાજા પાસે વાવ છે ત્યાં એક વડ છે તે વડ તળે શ્રીજી મહારાજ વનમાંથી આવતાં બેઠા હતા, ત્યાં ગંગામા આવીને કહેવા લાગ્યાં જે, ‘બાવા જમવા ચાલો.’ ત્યારે મહારાજે ચરિત્ર કર્યું જે, ‘અમે તો ચાલીને ક્યાંય જતા નથી.’ ત્યારે ગંગામાએ કહ્યું જે, ‘અહીં શી રીતે આવ્યા?’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘અમારા સેવક લાવ્યા’, ત્યારે તેમણે કહ્યું જે, ‘સેવક ક્યાં છે? તમે એકલા છો ને?’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘અમારા સેવકો અદૃશ્ય છે, તે તમે દેખી શકો નહિ.’ ત્યારે ગંગામાએ જાણ્યું જે આ નાનું બાળક છે તે હઠ કરે છે, પણ ભૂખે મરશે; એમ જાણીને મહારાજને તેડીને લઈ ગયાં.

“પછી ઓસરીમાં ઉતારીને શોળે થઈને જમવાનું કાઢી લાવ્યાં ને કહ્યું જે, ‘બાવા, જમો.’ ત્યારે મહારાજ બોલ્યા જે, હું તો દિશાએ ગયો નથી ને દાતણે કર્યું નથી ને નાહ્યો પણ નથી.’ ત્યારે ગંગામાએ કહ્યું જે, ‘જાઓ, દિશાએ જઈને તળાવમાં નાહી આવો.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘જેને જમાડવા હોય તે લઈ જાય તો જઈએ, પણ તે વિના જવું પડતું નથી.’ ત્યારે ગંગામા કહે જે, ‘રોજ કોણ લઈ જાય છે?’ પછી મહારાજ બોલ્યા જે, ‘જેને જમાડવાની ગરજ હોય તે લઈ જાય.’ પછી ગંગામાએ જાણ્યું જે આ તો ગાંડા છે તે એનાં મા-બાપે કાઢી મેલ્યા છે, પણ હવે ક્યાં જશે?

“એમ જાણીને તેડીને એક કોરે દિશાએ બેસાર્યા અને હાથે પાણી લેવાનું કહ્યું ત્યારે કહ્યું જે, ‘તમારે ગરજ હોય તો ધુઓ.’ પછી ગંગામાએ ધોયા ને દાતણ પણ પોતાને હાથે કરાવ્યું ને પછી નવરાવીને વસ્ત્ર પણ પોતે પહેરાવ્યાં અને ઉપાડીને ઓસરીમાં લઈ જઈને બેસાર્યા ને કહ્યું જે, ‘જમો.’ ત્યારે મહારાજે કહ્યું જે, ‘અમારી સેવા કરવાની ગરજ હોય તો જમાડો.’ પછી પોતાના હાથે કોળિયા લઈને જમાડયા, એવી સેવા કરી તો બહુ લાભ મળ્યો; કેમ જે સાક્ષાત્ ભગવાનની સેવા થઈ. અને જો એવાં ચરિત્ર જોઈને સેવા ન કરી હોત તો બહુ ખોટ જાત. અને મહારાજે પણ એવી સેવાથી પ્રસન્ન થઈને પોતાની મૂર્તિમાં તેમની વૃત્તિ ખેંચી લીધી, તેથી તેમને મહારાજ સાથે હેત થઈ ગયું. તે મહારાજ ક્યાંઈક આઘા-પાછા જાય ત્યારે શોધી કાઢીને પોતાને ઘેર લાવે, એમ પંદર દિવસ થયા.

“એવામાં રામાનંદ સ્વામી અમદાવાદમાં હીરાચંદ ચોકસીને ઘેર આવ્યા હતા, તેમણે ખબર મોકલી જે, ‘અમે અહીં આવ્યા છીએ ને બે દિવસ રહેવું છે માટે દર્શને આવવું હોય તો આવી જજો.’ પછી ગંગામાએ જાણ્યું જે હું દર્શને જઈશ ત્યારે આ બ્રહ્મચારી ક્યાંઈક જતા રહેશે, એમ જાણી ઘરમાં પૂરી તાળું દઈને અમદાવાદ ગયાં. ત્યાં શ્રી રામાનંદ સ્વામીનાં દર્શન કરીને કહ્યું જે, ‘મારે ઘેર એક બ્રહ્મચારી આવ્યા છે, તેમને ઘરમાં પૂરીને આવી છું, તે જો હું રાત રહું તો મૂંઝાય, માટે મેં આપનાં દર્શન કર્યાં ને હવે રજા માગું છું.’ ત્યારે શ્રીરામાનંદ સ્વામીએ કહ્યું જે, ‘જાઓ, એ બ્રહ્મચારીની સેવા કરજો; બહુ મોટા છે.’

“પછી તે જેતલપુર આવ્યાં ને તાળું ઉઘાડીને ઘરમાં જુએ તો મહારાજ ન મળે. પછી ગામમાં ફરીને સર્વેને પૂછી જોયું જે, ‘બ્રહ્મચારી દેખ્યા?’ ત્યારે લોકોએ કહ્યું જે, ‘કોઈએ દેખ્યા નથી.’ પછી જ્યારે રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે ગઢડે ગયાં, ત્યારે મહારાજ ઊઠીને કોટે વળગી પડયા ને કહ્યું જે, ‘આ અમારી મા આવ્યાં. જેમ મા સેવા કરે તેમ અમારી સેવા જેતલપુરમાં એમણે કરી હતી, માટે આ અમારાં મા છે; એમને સર્વે મા કહીને બોલાવજો.’ એટલો બધો લાભ ગંગામાને મળ્યો. પછી તે મહારાજની રસોઈ સદાય કરતાં ને મહારાજ ગામોગામ વિચરતા ત્યાં પણ ભેળાં જાય. તે માર્ગમાં અડવાણે પગે શોળે રહીને માથે સગડી મૂકીને માર્ગમાં રસોઈ થતી આવે એમ ચાલતાં, એવી સેવા કરી.

“તેમને એક દિવસે શ્રીજી મહારાજે કહ્યું જે, ‘તમે અમને કેવા જાણો છો?’ ત્યારે તેમણે કહ્યું જે, ‘તમે સાક્ષાત્ શ્રીકૃષ્ણ ભગવાન છો ને શ્રી રામાનંદ સ્વામી પણ શ્રી કૃષ્ણ ભગવાન હતા; તેના તે તમો છો, પણ શ્રી રામાનંદ સ્વામી ને શ્રીકૃષ્ણ ને તમે જુદા નથી; એક જ છો.’ ત્યારે મહારાજ બોલ્યા જે, ‘મેર મૂંડી, માથે સગડી ઉપાડીને માથાની ટાલ તો બાળી મૂકી, તોપણ ઓળખ્યા નહિ. અમે તો શ્રીકૃષ્ણથી પર મહાકાળ ને તેથી પર નરનારાયણ, એથી પર વાસુદેવ બ્રહ્મ, એથી પર મૂળઅક્ષરના મુક્ત, ને એથી પર મૂળઅક્ષર, અને એથી પર તો શ્રી રામાનંદ સ્વામી અમારા મુક્ત હતા; અને અમે તો એવા અનંત મુક્તના સ્વામી છીએ, ને શ્રી પુરુષોત્તમ નારાયણ છીએ. અમે એક જ ભગવાન છીએ, પણ અમારી કોઈ જોડ નથી ને અમારા જેવો કોઈ થાય તેમ નથી.’ એમ કૃપા કરીને પોતાનું સ્વરૂપ સમજાવ્યું.

“માટે ભગવાન ને ભગવાનના મુક્તની સેવા જેવું સાધન નથી. પણ ભગવાનની ને સંતની સેવા કરવી તેમાં વિવેક રાખવો. આપણા સંત હૈદરાબાદ ગયા હતા, તે હરિભક્તે રસોઈ કરાવીને જમાડયા ને ધોતિયાં ઓઢાડયાં, અને વૈરાગીને પણ મોતૈયા જમાડીને ધોતિયાં ઓઢાડયાં, એમ ન કરવું; વાપરવામાં પણ વિવેક રાખવો. આપણું તન, મન, ધન છે તેના ધણી સ્વામિનારાયણ છે, તે સત્સંગ વિના બીજે ન વપરાય. સત્સંગમાં પણ ધર્મ વિનાના ને ધર્મવાળા હોય તેમને ઓળખીને ધર્મવાળાની સેવા કરવી અને સમાગમ પણ ઓળખીને કરવો. કોઈ દ્રવ્યના યારી હોય તેની તો કોઈ પ્રકારે સેવા કરવી નહિ, કેમ જે એ તો સ્વામિનારાયણનો છે જ નહિ; તેથી તેની કરેલી સેવા શ્રીજી મહારાજને પહોંચે નહિ; માટે સેવા કરવામાં પણ વિવેક રાખવો.

“ભગવાનની વાર્તા કરવામાં પણ જેવી સભા તેવી વાત કરવી, પણ જે સમજવા માટે પૂછે તેને તો બરાબર કહેવું. કદાપિ તેમાં કોઈક ન સમજે ને કચવાય તે ભલે, પણ બરાબર કહેવું; કેમ જે મહારાજનો મહિમા ઓછો કહીએ તો મહારાજના ગુનેગાર થઈએ અને બીજા સંત કચવાય તેથી મહારાજ કચવાય તો મહારાજનો અપરાધ થાય; માટે મહારાજને ઓછો ન કહેવા.”

એટલી વાત કરીને પછી સર્વેને મળ્યા ને આશીર્વાદ આપીને મંદિરમાં પધાર્યા. પછી બીજે દિવસે સ્વામી આદિ ભુજ થઈને અમદાવાદ પધાર્યા.  II ૨૧૧ II

On the morning of Bhadarva Sud 11th ,Bapashri along with all saints, devotees went to chhatri for darshan. After having darshan, Bapashri sat on the porch of chhatri. Bapashri showing his favour talked. He said, “Shriji Maharaj had visited Dangarva. There Jatanba had prepared food for seventy-five persons. Shriji Maharaj fed all this food to four saints and Sachchidanand Swami ate food of thousand persons prepared by Jivakhachar, this means that this food was also eaten away by saints of abodes (Akshardham). If such a great saint meets and if he is fed, that food will be eaten by Maharaj and Muktas. Therefore, every mendicant should be given food because great Muktas may be there with him invisibly and if they eat, the fruit of it will be very much. In Budhej, Shriji Maharaj asked for a loaf from Khodabhai’s mother but she did not give. It was a great loss for her. In Jetalpur, there is a well (vav) on east side gate of kotha and there is banyan tree. Shriji Maharaj was seating under that tree after coming from forest (vanvicharan). There Gangama came and asked Him to go with her to dine. Then Maharaj done lilla and told her that He did not go anywhere on foot. Gangama asked Him how he had come there. Maharaj said that He was brought by His servant. She asked Him where His servant was-He was alone. Maharaj said His servants were invisible and she could not see them. Then Gangama knew that He was acting like a small child and showing stubbornness, but she thought He would die of hunger and took Him with her in her arms. Then she put Him down in the front portion of house (porch-osari) and brought food for Him after taking bath herself and requested Him to take food. Maharaj said that He had not completed His morning routine and even did not have bath. Gangama told Him to go to the pond and take bath there. Then Maharaj said He who wants to feed him, takes Him otherwise he would prefer not to go. Then Gangama asked who takes Him daily. Maharaj said the one who needs to feed Him takes Him. Then Gangama thought that He seems to be mad and His parents might have driven Him out but now where He would go. Then Gangama thinking so did everything to complete His morning routine including giving Him bath, dressing Him and taking Him back to her house. And made Him sit in the portico and requested to Him to dine. Then Maharaj said if you need to serve Him feed Him. Then she fed Him –by such service, she was very much benefited because it was the service of God Himself and if she had not done it by not understanding his lilla, it would have been a great loss. Maharaj was also pleased with her service and drew her senses (vruti) in His Murti. Therefore, she develops love for Maharaj. If Maharaj went hither-thither, she would finding out and bringing Him home. Thus fifteen days passed. In the meanwhile, Ramanand Swami had come in Amdavad to Hirachand Chokshi’s house. He informs Gangama that he had come and would stay for two days and if she wanted to come for darshan, she could come. Then Gangama thought that she went for darshan this Brahmchari might go away somewhere so she locked Him inside the house and went to Amdavad. She had the darshan of Ramanand Swami. She told him that a Brahmchari had come to her house and He had been locked in house so if she stayed there for a night, he would feel uneasy. Therefore, she requested him to allow her to go, after she had his darshan. Ramanand Swami permitted her to go and asked her to serve Brahmchari-he is very great. Then she came to Jetalpur and after unlocking the door, she did not find Maharaj. She went round the village and asked everyone if he had seen Brahmchari. People said that they had not. When Ramanand Swami left for his heavenly abode, she went to Gadhada. There Maharaj show her, got up from His seat, and embraced her and said that His mother had come. She had served me in Jetalpur as mother serves. Therefore, she was His mother and she should be called as such. Such a great benefit Gangama got. Thereafter, she prepares food for Maharaj daily and used to go with Him village to village. On the way she would walk bare footed and would carry stove (sagadi) on her head and walked in such a way that food could be prepared on the way. Such was her service. Once Maharaj asked her, “What kind of person do you know me as?” She said, “You are lord Krishna himself and Ramanand Swami was also Lord Krishna, you are the same. But Ramanand Swami and Lord Krishna and you are not different-the same only. Maharaj scolded her and told her that she did not recognize Him after such a long association and selfless service. He added that He was, Mahakal above shree Krishna, even above that Narnarayan, above that Vashudev  Brahm, above that Muktas of Mulakshar, above that Mulakshar and above all of them His Mukta was Ramanand Swami and He was the Master of such infinite Muktas, he was Shree Purushottam Narayan. He was the only God. There was no one to be compared with Him and nobody was going to be like Him-thus, He explains His self by showing grace. There is no means like the means of service of God’s Mukta and God but while serving God and saints, there should be discretion. Bapashri said, “Our saints had gone to Hyderabad. A devotee fed them and offered dhoti and gave the same treatment to the Vairagi (saint of paroksha) – it should not be done thus. There should be discretion in spending as well. It cannot be spent elsewhere excepting satsang. In satsang, we should identify those obeying dharma and not obeying- we should serve obeying dharma and association should be done by knowing/ recognizing. You should not serve in any way the one who loves money because he is not at all of Swaminarayan. Serving him will not reach Shriji Maharaj. Therefore there should be discretion in service too. While talking about God the talk should be according to the depth of the audience but if someone asks for further explanation, he should be satisfied. In case if someone does not understand and feels regret even then he should be explained thoroughly because if we say less about the greatness of Maharaj, he will be guilty of Him, and other saint will feel sorry, so Maharaj will also feel sorry. Then it is the guilt against Maharaj. Therefore, Maharaj should not be under- estimated.”  After the talk, Bapashri met all, bless them and came to the temple. On the next day, Swami etc. came to Amdavad via Bhuj. || 211 ||